BELA:-EK SUNDAR KANYA - 13 books and stories free download online pdf in Gujarati

બેલા:એક સુંદર કન્યા - 13

સુંદર સૂર્યોદય થયો.બધા પોતપોતાના કામે લાગી ગયા. દીપકના ગળામાં હનુમાનદાદા છે.પરંતુ મનીષા આગળ રહેલી હનુમાન દાદાની મૂર્તિ તેણે મૂકી દીધેલી છે.મનીષા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.

બેલા મનીષા પાસે આવી.મનીષા જે પણ કંઈ કામ કરે તેને બગાડવા લાગી.મનીષા ગોળામાં પાણી નાખવા લાગી તો બેલાએ ગોળ જ તોડી નાખ્યો.

મનીષાના બા ખીજાયા એ બોલ્યા મનીષા તારું ધ્યાન ક્યાં છે??તે ગોળો તોડી નાખ્યો.મનીષા એ પોતાના બા આગળ માફી માંગી.એ બીજું કામ કરવા માટે જતી રહી. એ વાસણ સાફ કરવા લાગી તો જે વાસણ સાફ કરતી જાય તેમ ફરી-ફરીને ગંદા થઈ જાય.

આ જોઈ તેને થયું કે નક્કી બેલા છે.તેણે નજર ઉંચી કરી આમતેમ બેલાને શોધવા લાગી.

ત્યાં બેલા બોલી તું મારા વિશે વિચારે છે.હું તારી આંખની સામે છું.ત્યાં જ બેલાના બા બહાર આવ્યા.તેણે બેલાને જોઈ તેના હાથમાં રહેલો નવો ગોળો નીચે પટકાયોને ફૂટી ગયો.

બેલા ત્યાંથી જતી રહી.પોતાની દીકરીને ઝડપથી આવી પકડી લીધી.મનીષાના બા બોલ્યા બેટા,તને બેલા એ નુકસાન તો નથી પહોંચાડયુને???મારી તો નથીને??હેરાન તો નથી કરીને???

ત્યારે મનીષા બોલી બા બેલા એ ગોળો ફોડી નાખ્યો. હું વાસણ સાફ કરતી જાવ તેમ બેલા વાસણને ગંદા કરતી જતી હતી.પરંતુ એ આવું શા માટે કરે છે??અહીં શા માટે આવી?? આ પહેલાં તો એ ક્યારેય નહોતી આવી???

મનીષા કોઈ પણ ચોખવટ કરવાને બદલે એટલું જ બોલી બા મને ખબર નથી.એમ કહી પોતાનું કામ કરવા લાગી.મનીષાના બાના મનમાં હજુ પણ મૂંઝવણ છે.બેલા ખરેખર લોકોને હેરાન કરે છે,પરેશાન કરે છે.તેણે તરત જ પોતાના સાસુને વાત કરી.

સાસુ તળેટીમાં વસતા એક ઋષિમુનિને બોલાવી લાવ્યા. નેહડાવાસીઓના વિસ્તારમાં ઋષિના પવિત્ર પગલાં પડ્યા.બેલા દોડવા લાગી,ફરવા લાગી.પોતાની જાતને છુપાવવા માટે પ્રયત્ન કરવા લાગી.

ઋષિ-મુનિ શાંતિથી આવીને બેઠા.મનીષા...મનીષાના બા એટલે કે મમ્મી અને માં મા એટલે તેના દાદી માં હાથ જોડીને ઊભા રહ્યા. ઋષિ-મુનિ એ આંખ બંધ કરી એક પછી એક તેની આંખમાં દ્રશ્યો દેખાવા લાગ્યા.

એ બોલ્યા મનીષા.. બેલાથી નહીં બચી શકે.બેટા, તારે તારી જાતને સંભાળીને રાખવી પડશે.બેલા પોતાનો પ્રેમ મેળવવા માટે ગમે તેમ કરી શકે છે.

બેલાના મા બોલ્યા ઋષિ આપ શું કહો છો??થોડું સમજાય તેમ બોલો.

ઋષિ બોલ્યા દીપક અને બેલા બે પ્રેમી હતા. પરંતુ દિપકની જીંદગી માટે બેલાએ ગળાફાંસો ખાધો.હવે જ્યારે મનીષા દીપકની જિંદગીમાં આવવા માંગે છે એટલે બેલા આ સહન નથી કરી શકતી.તે મનીષાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે.

મનીષાના મા બોલ્યા મારી મનીષા દીપકની જિંદગીમાં નથી જવા માંગતી.ના તો અમે તેનો કોઈ સંબંધ કર્યો છે કે ના હજુ સુધી તેમના સગપણ માટે કોઈ વાત કરી છે. તો પછી એ મારી દીકરી...

ૠષિ પોતાનો ચિપીયો ખખડાવતા બોલ્યા દીકરી આ દિલની વાત છે.મનીષાના દિલમાં દીપક છે અને બેલાના દિલમાં દીપક છે.ત્યાં સુધી બેલા મનિષને નહીં છોડે. મનીષાના બા અને મા બંને મનીષા સામે જોઈ રહ્યા.

મનીષાના બા એ કહ્યું દીકરી આ વાત સાચી છે???

મનીષા એ માત્ર માથું હલાવી હા પાડી ત્યારે મનીષાના બા ગુસ્સે થતા બોલ્યા તને ખબર છે ને નેહડાવાસીઓમાં સ્ત્રીઓના પ્રેમ લગ્ન નથી થતા.તને ખબર છે અગર કોઈને ખબર પડી તો તારી અને દિપકની જિંદગી બરબાદ કરી દેશે.

ત્યાં જ બેલા આવી અને બોલી હું એમ જ સમજાવું છુ. માસી.દિપકની જિંદગી માટે મેં જીવ આપી દીધો. શું મનીષા દીપકની જિંદગી માટે પોતાનો જીવ આપી શકશે??? મેં પણ દીપકને પ્રેમ કરેલો.નેહડાવાસીઓએ પ્રેમ સ્વીકારે નહીંને અમારી બંનેને જિંદગીને તબાહ કરી નાખે એટલા માટે મેં આત્મહત્યા કરી કેમકે દીપકની જિંદગી બચી જાય.પરંતુ મનીષા આગર કોઈને ખબર પડશે તો શું દિપક માટે તારી જિંદગી તું આપી શકીશ??????

મનીષા જોરથી ગુસ્સામાં બોલી બેલા તે જીવ આપી કોઈ મોટું કામ નથી કર્યું.દીપકને વધારે દુઃખી કર્યો છે. અગર તે ગુસ્સામાં આવી આત્મહત્યા ન કરી હોત અને કોઇ વચ્ચેનો રસ્તો શોધવાની કોશિશ કરી હોત તો ચોક્કસ તું દિપક સાથે જિંદગી જીવતી હોત.તે ગુસ્સામાં આવી આત્મહત્યા કરી લીધી.

દિપક માટે તે જીવ આપ્યો એમ ન કહી શકાય પરંતુ તે ગુસ્સામાં એક ખોટું પગલું ભર્યું કહેવાય.

બેલા ગુસ્સે થઈ મનીષા સામે એક કરંટ છોડ્યો.પરંતુ ઋષિએ મનીષાને બચાવી લીધી.બેલા ગુસ્સે થતા બોલી ઋષિ તું ક્યાં સુધી મનીષાને બચાવીશ. જ્યાં સુધી હું બદલો નહીં લવ ત્યાં સુધી હું શાંતિ નહીં રાખું.