સાંજનો સમય હતો. વરસાદી વાદળોથી આખું આકાશ ઢંકાઈ ગયું હતું. ગામની બહાર આવેલા જૂના રસ્તા પર એક બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. બસની બારી પાસે બેઠેલી શિવાંગી સતત બહાર જોઈ રહી હતી.તેના પહેરવેષ થી જ તે શહેર ની છોકરી દેખાઈ આવી રહી હતી..તેના હાથમાં એક જૂનું સરનામું હતું – “અર્ધચંદ્ર હવેલી”. શિવાંગીએ જીવનમાં પહેલી વાર કોઈ અજાણ્યા ગામમાં પગ મૂકવાનો નિર્ણય લીધો હતો. શહેરમાં સંગીત શીખવતી શિવાંગી ને અહીં કામ માટે બોલાવવામાં આવી હતી. હવેલીમાં રહેતા બાળકોને સંગીત શીખવવાનું હતું.પણ સરનામાં માં હવેલી નું નામ વાંચી એને અંદરથી અજીબ ગભરાટ થઈ રહ્યો હતો.એ વિચારો માં હતી કે ત્યાં જ બસ ગામના સ્ટેન્ડ પર અટકી.
અર્ધચંદ્રની હવેલી - 1
ભાગ 1સાંજનો સમય હતો. વરસાદી વાદળોથી આખું આકાશ ઢંકાઈ ગયું હતું. ગામની બહાર આવેલા જૂના રસ્તા પર એક બસ ધીમે આગળ વધી રહી હતી. બસની બારી પાસે બેઠેલી શિવાંગી સતત બહાર જોઈ રહી હતી.તેના પહેરવેષ થી જ તે શહેર ની છોકરી દેખાઈ આવી રહી હતી..તેના હાથમાં એક જૂનું સરનામું હતું – “અર્ધચંદ્ર હવેલી”.શિવાંગીએ જીવનમાં પહેલી વાર કોઈ અજાણ્યા ગામમાં પગ મૂકવાનો નિર્ણય લીધો હતો. શહેરમાં સંગીત શીખવતી શિવાંગી ને અહીં કામ માટે બોલાવવામાં આવી હતી. હવેલીમાં રહેતા બાળકોને સંગીત શીખવવાનું હતું.પણ સરનામાં માં હવેલી નું નામ વાંચી એને અંદરથી અજીબ ગભરાટ થઈ રહ્યો હતો.એ વિચારો માં હતી કે ત્યાં ...Read More
અર્ધચંદ્રની હવેલી - 2
સવારે હવેલીમાં મીઠો સૂર્યપ્રકાશ ફેલાયો હતો…પણ શિવાંગી માટે આ સવાર થોડી અજાણી હતી.કારણ તે આજે પહેલીવાર પોતાની અલગ જગ્યા હતી સૂર્યપ્રકાશ ની કિરણો થી તે ધીમે ધીમે ઊંઘમાંથી જાગી.રાતની એ સફેદ સાડીવાળી સ્ત્રીની છબી હજુ પણ એની આંખોમાં હતી.“શું સાચે જ મેં કોઈને જોયું હતું… કે ફક્ત ભ્રમ?” એણે મનમાં વિચાર્યું.તે તૈયાર થઇ નીચે હોલમાં આવી.હવેલીમાં બધું શાંત હતું…માત્ર દૂર મંદિર તરફથી ઘંટનો અવાજ આવી રહ્યો હતો.તેનું ધ્યાન હજુ ત્યાં હતું કેએટલામાં એક મીઠો અવાજ સંભળાયો—“તમે શિવાંગી છો ને?”શિવાંગી પાછું વળી જોયું છે કે સામે એક હસમુખો યુવક ઊભો હતો.“હું વેદાંત ઝાલા… આ ઘરમાં જો કોઈ નોર્મલ માણસ હોય ...Read More
અર્ધચંદ્રની હવેલી - 3
આજનો દિવસ એમ જ વીતી ગયો ને સાંજ પડી ગઈ હતી નોકર બધા દીવાઓ ગોઠવી રહ્યા હતા.અર્ધચંદ્ર હવેલી આખી પીળા પ્રકાશથી ઝગમગી રહી હતી. બહાર વરસાદ બંધ થઈ ગયો હતો, પણ ભીની માટીની સુગંધ હજુ પણ હવામાં ફેલાયેલી હતી.શિવાંગી પોતાના રૂમની બારી પાસે ઊભી હતી. નીચે આખું આંગણું દેખાતું હતું.હવેલી બહારથી જેટલી ભવ્ય લાગતી હતી… અંદરથી એટલી જ ગૂંચવાયેલી.દરેક માણસ કંઈક છુપાવતો હતો.અને સૌથી વધારે રહસ્યમય હતો રુદ્રાક્ષ ઝાલા.એટલામાં દરવાજા પર ટકોરા પડ્યા.“દીદી… નીચે બધાને માટે ડિનર તૈયાર છે,” નોકરાણીએ કહ્યું.શિવાંગીએ હળવું સ્મિત કર્યું અને નીચે જવા લાગી.નીચે ડાઇનિંગ હોલમાં આખો પરિવાર બેઠો હતો.મોટું લાકડાનું ટેબલ… ચાંદીના વાસણો… દિવાલ ...Read More