ભાગ 1
સાંજનો સમય હતો. વરસાદી વાદળોથી આખું આકાશ ઢંકાઈ ગયું હતું. ગામની બહાર આવેલા જૂના રસ્તા પર એક બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. બસની બારી પાસે બેઠેલી શિવાંગી સતત બહાર જોઈ રહી હતી.તેના પહેરવેષ થી જ તે શહેર ની છોકરી દેખાઈ આવી રહી હતી..તેના હાથમાં એક જૂનું સરનામું હતું – “અર્ધચંદ્ર હવેલી”.
શિવાંગીએ જીવનમાં પહેલી વાર કોઈ અજાણ્યા ગામમાં પગ મૂકવાનો નિર્ણય લીધો હતો. શહેરમાં સંગીત શીખવતી શિવાંગી ને અહીં કામ માટે બોલાવવામાં આવી હતી. હવેલીમાં રહેતા બાળકોને સંગીત શીખવવાનું હતું.પણ સરનામાં માં હવેલી નું નામ વાંચી એને અંદરથી અજીબ ગભરાટ થઈ રહ્યો હતો.એ વિચારો માં હતી કે ત્યાં જ બસ ગામના સ્ટેન્ડ પર અટકી.
શિવાંગી નીચે ઊતરી. આસપાસ માટીની સુગંધ હતી, હળવો વરસાદ પડતો હતો અને દૂર એક વિશાળ હવેલીનો આકાર દેખાતો હતો.
“બેન, ક્યાં જવું છે?” એક રિક્ષાવાળાએ ત્યાં આવતા પૂછ્યું.
“અર્ધચંદ્ર હવેલી,” શિવાંગીએ ધીમેથી કહ્યું.
રિક્ષાવાળાએ થોડા સેકન્ડ માટે તેને જોયું.
“અર્ધચંદ્ર હવેલી?”
શિવાંગી એ “હા.”કહ્યું કે રીક્ષાવાળા એ બેસવા કહ્યું એ બેઠી કે રીક્ષાવાળો, "ખોટું ના લાગે તો વાત કહું ત્યાં તો ઘણા વર્ષોથી લોકો જવા ડરે છે.એમાંય બહાર થી તો કોઈ આવ્યું જ નથી ગામ લોકો કહે છે રહસ્યો છે એ ઘરમાં.”
શિવાંગી થોડું હસી.,“મને તો ફક્ત કામ માટે બોલાવી છે.”
રિક્ષાવાળાએ વધુ કશું ન કહ્યું.થોડીવારમાં રિક્ષા એક વિશાળ લોખંડના દરવાજા આગળ આવીને અટકી.શિવાંગી એ નજર ઊંચી કરી.સામે અંધકારમાં ઉભેલી અર્ધચંદ્ર હવેલી જાણે કોઈ રાજમહેલ જેવી લાગતી હતી. ઊંચા થાંભલા, લાંબી બારીઓ, જૂના કાચના દીવા અને વરસાદમાં ભીંજાયેલાં પથ્થરના પગથિયાં.હવેલીના ગેટ ઉપર એક અર્ધચંદ્રના આકારનું મોટુ નિશાન બનાવેલું હતું.
શિવાંગી ના દિલની ધડકન વધી ગઈ.તે ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધી.એટલામાં પાછળથી એક કાર ઝડપથી આવી અને એની બાજુમાં આવીને અટકી.
કારમાંથી એક ઊંચો, ગંભીર ચહેરાવાળો યુવક બહાર આવ્યો. કાળા કપડાં, ભીની વાળની લટ અને આંખોમાં અજાણી કડવાશ.
એણે શિવાંગી ને જોયું.
“તમે કોણ?”
તેના દેખાવ ને ઋતબા આગળ શિવાંગી થોડું ગભરાઈ ગઈ.
“હું... હું શિવાંગી.,મને અહીં કામ માટે બોલાવી છે..”
યુવકે ભ્રૂકુટી ચડાવી.“કોઈએ તમને કહ્યું નથી કે અહીં અજાણ્યા લોકોને કોઈ આવવા દેતું નથી.?”
શિવાંગી એ ફટાફટ પોતાના પર્સ માંથી એક લેટર કાઢી આપતાં કહ્યું,"પણ મારી પાસે ઓફર લેટર છે..!"યુવકે તે લઇ વાંચ્યો કે “નામ શું કહ્યું?”
“શિવાંગી...!"
યુવકે એક ક્ષણ માટે એની તરફ જોયું. પછી દરવાજો ખોલીને અંદર જવા લાગ્યો.“આવો.”
શિવાંગી એની પાછળ ચાલી.હવેલીની અંદર પ્રવેશતા જ એને એક અલગ જ દુનિયામાં આવી ગયાનો અહેસાસ થયો.વિશાળ હોલ, દિવાલો પર જૂના ફોટા, મધ્યમાં મોટો ઝૂમર અને ઘરમાં ફેલાયેલું અજીબ શાંત વાતાવરણ.એટલામાં એક મધ્યવયની સ્ત્રી હોલમાં આવી ભારે સાડી ને ઉપર પ્રતિભાવંત વ્યક્તિત્વ દેખાવ માં જ રાજસી લાગી આવ્યો તેઓ આવતા જ બોલ્યા
“શિવાંગી બેટા?”
શિવાંગી એ હાથ જોડી “જી.”
“હું ચારુલતા ઝાલા આ ઘરની માલકીન.”
ચારુલતાએ પ્રેમથી એની હાથ પકડી લીધો.
“તમે આવી ગયા, સારું થયું.”
શિવાંગી એ હળવું સ્મિત કર્યું.
“અને આ…” ચારુલતાએ પાછળ ઉભેલા યુવક તરફ જોઈને કહ્યું, “આ મારો મોટો દીકરો રુદ્રાક્ષ સિંહ ઝાલા.!.”
હવે પ્રકાશ માં શિવાંગી એ રુદ્રાક્ષ ને બરોબર જોયો ઊંચી કદ કાઠી ને મજબૂત બાંધા ની સાથે નીલ રંગ ની આંખો મેં રુઆબદાર વ્યક્તિત્વ નો માલિક હતો..
રુદ્રાક્ષ ની આંખોમાં હજુ પણ એ જ ઠંડક હતી.એને પણ શીવાંગી ને જોઈ શોર્ટ પિન્ક કુર્તી માં જીન્સ સાથે ગોળ ચેહરા નો ભીંજાયેલી ભૂરી આંખો માં એ પણ સુંદર લાગી રહી હતી. તે વધુ સમય ત્યાં ઉભો ન રહ્યો ને તુરંત પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો.
“તમારો રૂમ ઉપર તૈયાર છે,” ચારુલતાએ કહ્યું.એને એક તાળી જોર થી પાડી કે એક નોકરાણી આવી ચારુલતા એ એક હાથ કરી ઈશારો કર્યો તેની એ શિવાંગી નો સામાન લઇ લીધો ને ચારુલતા એ શિવાંગી ને તેની સાથે જવા કહ્યું.. શિવાંગી નોકરાણી સાથે ઉપર જવા લાગી.જ્યારે તે સીડીઓ ચઢી રહી હતી, ત્યારે એને લાગ્યું કે કોઈ એને જોઈ રહ્યું છે.એણે પાછળ ફરીને જોયું.
દૂર ગેલેરીમાં સફેદ સાડી પહેરેલી એક વૃદ્ધ સ્ત્રી ઉભી હતી.
એની આંખો સીધી શિવાંગી પર હતી.
પણ પળવારમાં જ એ સ્ત્રી અંધારામાં ગાયબ થઈ ગઈ.
શિવાંગી ચોંકી ગઈ.
“એ કોણ હતા?” એણે નોકરાણી ને પૂછ્યું.
નોકરાણી થોડી ગભરાઈ ગઈ.
“અહીં ઘણા પ્રશ્નો ન પૂછતા બેન… આ હવેલીમાં બધાં જવાબો સહેલાઈથી મળતા નથી.મને માફ કરો તમે આરામ કરો..!"બોલી એક રૂમ બતાવી તે તરત ચાલી ગઈ.
શિવાંગીના ચહેરા પર ગૂંચવણ આવી ગઈ.એને ખબર નહોતી કે આ હવેલીમાં એની આવક માત્ર એક નોકરીની શરૂઆત નહોતી...પણ એની જિંદગીનો સૌથી મોટો વળાંક હતી.
...... શું થશે શિવાંગી ના જીવન નું... કેવું રહશે અર્ધચંદ્ર ની હવેલી. નો સફર... તો જાણવા બન્યાં રહો.....