Ardhchandrani Haweli - 2 in Gujarati Drama by Jaimini Brahmbhatt books and stories PDF | અર્ધચંદ્રની હવેલી - 2

Featured Books
Categories
Share

અર્ધચંદ્રની હવેલી - 2

સવારે હવેલીમાં મીઠો સૂર્યપ્રકાશ ફેલાયો હતો…પણ શિવાંગી માટે આ સવાર થોડી અજાણી હતી.કારણ તે આજે પહેલીવાર પોતાની અલગ જગ્યા એ હતી સૂર્યપ્રકાશ ની કિરણો થી તે ધીમે ધીમે ઊંઘમાંથી જાગી.રાતની એ સફેદ સાડીવાળી સ્ત્રીની છબી હજુ પણ એની આંખોમાં હતી.
“શું સાચે જ મેં કોઈને જોયું હતું… કે ફક્ત ભ્રમ?” એણે મનમાં વિચાર્યું.

તે તૈયાર થઇ નીચે હોલમાં આવી.હવેલીમાં બધું શાંત હતું…
માત્ર દૂર મંદિર તરફથી ઘંટનો અવાજ આવી રહ્યો હતો.તેનું ધ્યાન હજુ ત્યાં હતું કે 
એટલામાં એક મીઠો અવાજ સંભળાયો—
“તમે શિવાંગી છો ને?”

શિવાંગી પાછું વળી જોયું છે કે સામે એક હસમુખો યુવક ઊભો હતો.
“હું વેદાંત ઝાલા… આ ઘરમાં જો કોઈ નોર્મલ માણસ હોય તો એ હું જ છું,” એણે હસતા કહ્યું.

શિવાંગી પણ સ્મિત કર્યા વગર રહી શકી નહીં.વેદાંત એક હસમુખો ચેહરો ને આનંદિત વ્યક્તિત્વ વાળો 
“અને તમે અહીં શું કરવા આવ્યા છો?” વેદાંતે મજાકમાં પૂછ્યું.

શિવાંગી એ સ્મિત સાથે જવાબ “મને બાળકોને સંગીત શીખવવા માટે બોલાવ્યું છે."

વેદાંત “ફાઇનલ્લી ઓહ! એટલે હવે આ હવેલીમાં સંગીત પણ સંભળાશે… નહિતર અહીં તો બસ… શાંતિ અને રહસ્યો જ છે.”

શિવાંગી થોડું ચોંકી ગઈ—
“રહસ્યો?”

વેદાંત કંઈ કહેવા જતો હતો…એટલામાં પાછળથી એક કડક અવાજ આવ્યો—
“વેદાંત!”
બંને વળી ને જોયું.
સામે રુદ્રાક્ષ ઝાલા ઊભો હતો.એની આંખોમાં ફરી એ જ કડકપણા.“તને સવારે સવારે કોઈ કામ નથી?” રુદ્રાક્ષે ઠંડા અવાજમાં પૂછ્યું.

“હું તો ફક્ત મેહમાન ને મળતો હતો ભાઈ …” વેદાંત બોલ્યો.

“નાસ્તા નો સમય થઇ ગયો,જા.”વેદાંત શાંત થઈને ત્યાંથી નીકળી ગયો.હવે હોલમાં માત્ર શિવાંગી અને રુદ્રાક્ષ જ હતા.

થોડા પળો માટે શાંતિ છવાઈ ગઈ.
“તમારું કામ અહીં ફક્ત સંગીત શીખવવાનું છે,” રુદ્રાક્ષ ધીમે બોલ્યો,ઘરના મામલામાં દખલ ન કરશો તો સારું.”

શિવાંગીને એની વાત થોડું ખટકી અને રુદ્રાક્ષ નો અંદાજ કઈ ખાસ એને પસન્દ ન પડ્યો એટલે એને પણ કડક અવાજે જવાબ આપી દીધો..“મને કોઈના જીવનમાં દખલ કરવાની જરૂર નથી, હું અહીં ફક્ત મારા કામ માટે આવી છુંએણે સીધું જવાબ આપ્યું,"

રુદ્રાક્ષ એની તરફ થોડું આગળ આવ્યો…
“આ હવેલીમાં રહેવું એટલું સરળ નથી જેટલું તમે વિચારો છો.”

શિવાંગી એની આંખોમાં નજર મિલાવીને બોલી—
“મને મુશ્કેલીઓથી ડર લાગતો નથી.જ્યારથી ભાન આવ્યું ત્યારથી દુનિયા નો સામનો પોતે જ કર્યો છે આભાર તમારો 🙏🏻.!"

બંને વચ્ચે એક અજાણ્યો તણાવ ઉભો થયો…શિવાંગી જવા લાગી કે રુદ્રાક્ષ ના પગ ના લીધે તેને ઠોકર વાગી તે પડી જાત પણ તે પેહલા રુદ્રાક્ષે પકડી પોતાની તરફ ખેંચી બેય થોડીવાર માટે એકબીજા ની આંખો માં ખોવાણાં કે 
એટલામાં ચારુલતા ત્યાં આવી.
“ગુડમોર્નિંગ . શિવાંગી બેટા,!"બેય અલગ થઇ ગયા કે રુદ્રાક્ષ ત્યાંથી જતો રહ્યો ને ચારુલતા, "આવો હું તમને બાળકો સાથે મળાવું.”શિવાંગી ત્યાંથી તેમની સાથે ચાલતી થઇ.
પણ જતાં જતાં એને લાગ્યું—રુદ્રાક્ષ હજુ પણ એને જોતો હતો.

થોડીવાર પછી…
હવેલીના પાછળના ભાગમાં એક જૂનો સંગીતખંડ હતો.
ત્યાં ધૂળ ચડેલા વાદ્યો પડેલા હતા—સિતાર, તબલા, હાર્મોનિયમ…ચારુલતા,"તમે જુઓ કઈ ખૂટે તો આજે જ મંગાવી દેવામાં આવશે...!"એમ કહી તે જતા રહ્યા... અહીંયા શિવાંગી આખો રૂમ જોયો ને વાદ્યો પણ શિવાંગીએ ધીમેથી હાર્મોનિયમ પર હાથ ફેરવ્યો.
જેમજ એણે એક કી દબાવી…
એક મીઠો સૂર આખા ખંડમાં ગુંજી ઉઠ્યો.
એ પળે એને એક અજાણ્યો અહેસાસ થયો—
જાણે આ જગ્યા સાથે એની કોઈ જૂની ઓળખાણ હોય…
એટલામાં પાછળથી કોઈ અવાજ આવ્યો—
“આ રૂમ ઘણા વર્ષોથી બંધ હતો…”
શિવાંગી એ પાછું વળીને જોયું કે ત્યાં સામે રુદ્રાક્ષ ઊભો હતો.“કોઈ અહીં આવતું નથી,” એ અંદર આવતા બોલ્યો.

“પણ કેમ?” શિવાંગીએ પૂછ્યું.
રુદ્રાક્ષ થોડા સેકન્ડ માટે ચૂપ રહ્યો…
પછી ધીમેથી બોલ્યો—“ક્યારેક કેટલીક જગ્યાઓને ભૂતકાળ સાથે જ છોડી દેવી સારી હોય છે.”

શિવાંગીને એ વાતમાં કંઈક ઊંડો દુઃખ લાગ્યો.
“પણ ભૂતકાળથી ભાગવાથી સત્ય બદલાતું નથી,” એણે નરમ અવાજમાં કહ્યું.રુદ્રાક્ષ એની તરફ જોયું…
એની આંખોમાં પહેલીવાર થોડો બદલાવ દેખાયો.
પણ એ તરત જ વળી ગયો.
“તમારું કામ શરૂ કરો.”
અને એ પળે…
શિવાંગી સમજી ગઈ—
આ હવેલીમાં ફક્ત રહસ્યો જ નહીં…
પણ અધૂરી કહાનીઓ પણ છુપાયેલી છે.
અને કદાચ…
એ હવે એ કહાનીનો ભાગ બનવાની હતી.બન્યા રહો શિવાંગી સાથે આગળના રહસ્યો માટે