(આ મારી કલ્પના કથા છે. માત્ર કલ્પના જ. કોઈ પણ બાબત, ઘટના કે વ્યક્તિ સાથે રચનાનો કોઈ ભાગ કે આખી રચના મળતી આવે તો એ માત્ર એક સંયોગ હશે. આ રચનાના બધાજ પ્રકારના હક માત્ર લેખકના રહેશે. એટલે નાનો સરખો અંશ પણ લેખકની રજા મંજૂરી વગર ઉપયોગમાં લઈ શકાશે નહી.)રચના કૉપિરાઇટ કરાવેલી છે. એટલે પ્લીઝ કોપી કરશો નહિ. *****રાતનો સમય અને ચંદ્રનો થોડો થોડો પ્રકાશ. હાઇવે પર જતી કારો ટ્રકોનો જમેલો ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો. આવતા જતા વાહનો રાતના દસ વાગ્યા પછી આ રસ્તેથી ખૂબ ઓછા નીકળતા.
ચેતના - 1
(આ મારી કલ્પના કથા છે. માત્ર કલ્પના જ. કોઈ પણ બાબત, ઘટના કે વ્યક્તિ સાથે રચનાનો કોઈ ભાગ કે રચના મળતી આવે તો એ માત્ર એક સંયોગ હશે. આ રચનાના બધાજ પ્રકારના હક માત્ર લેખકના રહેશે. એટલે નાનો સરખો અંશ પણ લેખકની રજા મંજૂરી વગર ઉપયોગમાં લઈ શકાશે નહી.)રચના કૉપિરાઇટ કરાવેલી છે. એટલે પ્લીઝ કોપી કરશો નહિ. રાતનો સમય અને ચંદ્રનો થોડો થોડો પ્રકાશ. હાઇવે પર જતી કારો ટ્રકોનો જમેલો ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો. આવતા જતા વાહનો રાતના દસ વાગ્યા પછી આ રસ્તેથી ખૂબ ઓછા નીકળતા. આમ તો શહેરના બાજુમાંથી જ પસાર થતો રસ્તો હતો અને પાછો હાઇવે ...Read More
ચેતના - 2
"તમે અહીં શું કરો છો?"કાલી ઘેલી બોલીમાં એક મીઠો રણકતો અવાજ ચેતનાને કાને પડ્યો. તે ચમકી પાછળ ફરી તો એક પાંચ છ વર્ષની બાળકી. બ્લ્યુ કલરના ફ્રોકમાં ઘણી બધી સુંદર લાગતી હતી. ફ્રોકમાં ડાબા કોર્નર પર ખભાથી લઈને નીચે ગુડા પાસેની ઝાલર સુધી મરૂન કલર ના ફૂલો બનેલાં હતા... ગોરી લંબગોળ ચહેરો ધરાવતી આ છોકરી ખુબ સરસ લાગતી હતી. આંખો એકદમ સુંદર હતી પાણીદાર. તેના હાથમાં કાપડની એક સુંદર ઢીંગલી હતી. એને પણ છોકરી જેવો જ ફ્રોક પહેરાવ્યો હતો.છોકરીએ આ ઢીંગલી પોતાના ડાબા હાથમાં પકડી રાખી હતી. બીજો જમણો હાથ કમર પર રાખ્યો હતો. પગમાં પિંક કલરના વાઇટ ફૂલો ...Read More
ચેતના - 3
"કેમ!? કેમ તને રોજ મોડું થાય છે!?""હજી તો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. પણ,...! સાઇટ ઘણી બધી દૂર છે. અને અર્બન ડેવલપમેન્ટના ઓફિસર અને અમારી કંપની વિચારો બદલાવી રહી છે. જમીનની માપણી ફરી ફરી કરવી પડે છે અને પ્રપોઝલ બનાવવાની હજુ બાકી છે.""ગામના છેડા પર ઘર બનાવવાની શું જરૂર છે? શું જરૂર છે ત્યાં ફન પાર્ક બનાવવાની?.""ત્યાં અમે તો ઘર બનાવવાના જ નથી તે માત્ર ફન પાર્ક બનશે. તે પણ બે કિલોમીટરના એરિયામાં જેમ નાના નાના ઘણા બધા બગીચાઓ હશે છુટા છવાયા અને વચ્ચે વચ્ચે ફન માટેની અલગ અલગ રાઇડ્સ હશે સાથે સાથે અલગ અલગ કલા કારીગરી પણ અને શોપિંગ ...Read More
ચેતના - 4
એક મોટા બિઝનેસ કોમ્પલેક્ષના બારમા માળે ચેતનાની ઓફિસ હતી. લિફ્ટ બે હતી. ચેતના ખૂબ ઉતાવળે ચાલતી લીફ્ટમાં દાખલ થઈ.તેના તો વેદાંત સાથે થયેલી ચર્ચા જ રમતી હતી. તેણે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા ખોલી ફોટા વેદાંતનું એકાઉન્ટ જોયું. જોઈને ચમકી ગઈ. એક તાજો જ ફોટો અને વિડિયો નાખ્યો હતો અને તે પણ ધીરે ધીરે ફેમસ બનતો જતો હતો.પેલી ઢીંગલી સાથેના બધાં જ ફોટા અલગથી માર્ક કરીને. એક સ્ટોરી બનાવેલી હતી.'આ ઢીંગલી... આ ખોફનાક ઢીંગલી. ક્યાંથી આવી?'પછી તો આખી એક સ્ટોરી હતી જે સવારના જ ચેતના એ સાંભળી હતી."આજે તો તારા ઘરેથી હોરર સમાચાર જ. આવી રહ્યા છે. તારો વેદાંત તો ...Read More
ચેતના - 5
કાર ચેતનાની જ લીધી હતી. પ્રત્યંચને કાર ચલાવવી ગમતી ન હતી. અને એના કરતાં પણ વધુ કાર જ ગમતી હતી."તે પોતાની કારની ચાવી તો લીધી હતી. પછી મારી કાર!?""ચેતના તને ખબર છેને મને કાર ચલાવવી ગમતી નથી. એને કારની ચાવી ઓફિસમાં હોત તો મારી કાર મારો ભાઈ લઈ જાત.""તો!?""અરે ભાઈ લઈ જાત તો કાર ઘરે કાર જેવી પાછી ન જ આવત. ડસ્ટબીન જ બની ગઈ હોત.""આપણે ક્યાં જઈએ છીએ!?""સાઇટ પર તે જ્યાં છોકરીને જોઈ હતી.""અત્યાર સુધી એ નાનકડી છોકરી ત્યાં નહિ હોય.""મને ખબર છે, પણ હું તને કહું મને લાગે છે કે...!"બોલતાં બોલતાં તે ચૂપ થઈ ગયો. તેણે ઘડિયાળ ...Read More
ચેતના - 6
"ચેતના હું મજાક નથી જ કરતો. આપણી કોલેજના, સ્કૂલના બધાના સમ."કંઈ પણ બોલ્યા વગર ચેતનાએ કાર સ્ટાર્ટ કરી. એ ધીમી ગતિએ દોડાવતી પ્રત્યંચની વાતનો વિચાર કરવા લાગી.જાણતી હતી પ્રત્યંચ નાનો હતો ત્યારે સ્કુલથી ડરતો હતો... અને પછી કૉલેજથી. જયારે પણ કોઈ વાત સાબિત કરી શકાય તેમ ન હોય એટલે સ્કુલ કોલેજના સમ ખાઈ લેતો.બંને પાકાં મિત્રો હતાં પણ બધાં વચ્ચે બોસ અને સ્ટાફની જ વર્તણૂક રહેતી. સારું હતું કે બંને ના પરિવાર આ વાતને સમજતાં હતાં."ચૂપ કેમ થઈ ગઈ...!? હું સાચું કહું છું ચેતુ...,""પ્રત્યંચ તું વાત સમજતો નથી. તું...!, કદાચ તને ભ્રમ થયો હોય. બપોરે એ બાજુ ખૂબ તડકો ...Read More