કાર ચેતનાની જ લીધી હતી. પ્રત્યંચને કાર ચલાવવી ગમતી ન હતી. અને એના કરતાં પણ વધુ કાર જ ગમતી ન હતી.
"તે પોતાની કારની ચાવી તો લીધી હતી. પછી મારી કાર!?"
"ચેતના તને ખબર છેને મને કાર ચલાવવી ગમતી નથી. એને કારની ચાવી ઓફિસમાં હોત તો મારી કાર મારો ભાઈ લઈ જાત."
"તો!?"
"અરે ભાઈ લઈ જાત તો કાર ઘરે કાર જેવી પાછી ન જ આવત. ડસ્ટબીન જ બની ગઈ હોત."
"આપણે ક્યાં જઈએ છીએ!?"
"સાઇટ પર તે જ્યાં છોકરીને જોઈ હતી."
"અત્યાર સુધી એ નાનકડી છોકરી ત્યાં નહિ હોય."
"મને ખબર છે, પણ હું તને કહું મને લાગે છે કે...!"
બોલતાં બોલતાં તે ચૂપ થઈ ગયો. તેણે ઘડિયાળ પર એક નજર કર. બપોર થઈ રહી હતી.
"શું થયું ચૂપ કેમ થઈ ગયો."
"કોઈ મારી વાત પર વિશ્વાસ નથી કરવાનું એની મને ખબર છે."
"વિશ્વાસની વાત બાજુ પર રાખી પ્લીઝ આખી વાત કહે. હું ગભરાયેલી છું."
"તો વધારે ગભરાઈશ."
"પ્રત્યંચ માથું ખાવા લઈ આવ્યો છો? કહેવું નથી. છતાં!?... અને. છતાં તું વાત ને રમાડે છે!?"
"ઓકે!, કહું છું સાંભળ. વાત એમ છે કે આ પ્રોજેક્ટની જમીન જોવા આવ્યાં ત્યારે હું અહીં એક ઝાડ અને બાવળના જંગલ પાસે ઊભો હતો. મારી કાર મે રોડ પર રાખી હતી.
ત્યારે એ જમીનની આજુબાજુ બધે જ માત્ર બાવળ હતા. રોડ એકદમ સરસ અને લિસ્સો. મને એના પર કાર ચલાવવાની સાચે જ મજા આવી હતી."
"તારી મજાની વાત સાઈડમાં રાખી મૂળ વાત કર."
"અરે યાર વાત તો રસ ભરી ને જ કરાય તો જ તો વાતમાં મજા રહે. અને આ વાતમાં તો થોડી હિંમતની પણ જરૂર છે."
"બસ બહુ ચગાવી વાત હવે પ્લીઝ આગળ વધ."
"હું બાવળ પાસેના એક લોતા પીપળાના ઝાડને ટેકે ફાઇલમાં મોઢું નાખી ઊભો હતો અને મે એક અવાજ સાંભળ્યો. હું થડકી ગયો અને મે એ અવાજ તરફ જોયું તો...
એ એક નાનકડી બાળકી હતી.
એ બ્લ્યુ કલરના ફ્રોકમાં ઘણી બધી સુંદર લાગતી હતી. ફ્રોકમાં ડાબા કોર્નર પર ખભાથી લઈને નીચે ગુડા પાસેની ઝાલર સુધી મરૂન કલર ના ફૂલો બનેલાં હતા... ગોરી લંબગોળ ચહેરો ધરાવતી આ છોકરી ખુબ સરસ લાગતી હતી. આંખો એકદમ સુંદર હતી પાણીદાર. એ બાળકીના હાથમાં કાપડની એક સુંદર ઢીંગલી હતી. અને ચેતના તને કહું એ ઢીંગલી નો ફ્રોક પણ છોકરીના ફ્રોક જેવો જ હતો.
"શું!?"
"હા ચેતના કદાચ બાળકી થોડી શ્યામ કહી શકાય તેવી હતી. એવી ભોળી અને રૂપકડી મને વહાલી લાગી. મનમાં થયું મારે આવી દીકરી હોય તો કેવું સારું."
"વાતને પાટે ચડ."
"હા! હા!... તો સાંભળ એણે મને પૂછ્યું કે...
'કેમ અહીં ઊભો છો!?"
"કામ માટે.
કેવું કામ!?"
ફન પાર્ક બનાવવો છે.
ફન પાર્ક!?... એ ફન પાર્ક શું છે!?" '
"ચેતના એણે આવું ભોળા ભાવે પૂછ્યું હો. મને હસવું આવ્યું.
મેં એને કહ્યું.
"રમકડાં વાળો બગીચો. જેમાં નાના મોટાં બધાં રમી શકે."
"પણ તો તું અહીં શું કામ ઊભો છો."
"બોલ ચેતના એનો કેવો પ્રશ્ન...!
ચેતના હું એની આવી વાત પર હસ્વા લાગ્યો તો એ નારાજ થઈ ગઈ. "
પ્રત્યંચ બોલતાં બોલતાં શાંત થઈ ગયો.
"પ્રત્યંચ હવે શું થયું!?"
"ચેતના એ નારાજ થઈ ગઈ અને બે ડગલાં પાછા પગલે પાછળ ખસી. અને પછી ઊંધી ફરી રોડ તરફ દોડવા લાગી. હું ડર્યો કે ક્યાંક બાળકી વાહનના અડફેટે ન આવી જાય. હું પાછળ ગયો ત્યાં મારું આંખ સામે જ એ બાળકી હવામાં ઓગળી ગઈ."
પ્રત્યંચના શબ્દો એ ચેતના થડકી ગઈ અને બ્રેક દબાવી બેઠી. જોરદાર કિચૂડાટ નો અવાજ ગુંજી ગયો.
પાણીની બોટલમાંથી ઉતાવળે પાણી પી ચેતના વગર બોલ્યે પ્રત્યંચને જોઈ રહી.
"ચેતના હું મજાક નથી જ કરતો. આપણી કોલેજના, સ્કૂલના બધાના સમ."
કંઈ પણ બોલ્યા વગર ચેતનાએ કાર સ્ટાર્ટ કરી. એ જ ધીમી ગતિએ દોડાવતી પ્રત્યંચની વાતનો વિચાર કરવા લાગી.
ઊંડે ઊંડે તેને પણ એ બાળકી અજીબ લાગી હતી. પ્રત્યંચ પેલી ઢીંગલી હાથમાં રમાડતો બેઠો હતો. કોઈ પણ ભય વગર.