chetana (part 4) in Gujarati Thriller by Shesha Rana Mankad books and stories PDF | ચેતના - 4

Featured Books
Categories
Share

ચેતના - 4

એક મોટા બિઝનેસ કોમ્પલેક્ષના બારમા માળે ચેતનાની ઓફિસ હતી. લિફ્ટ બે હતી. ચેતના ખૂબ ઉતાવળે ચાલતી લીફ્ટમાં દાખલ થઈ. 

તેના મનમાં તો વેદાંત સાથે થયેલી ચર્ચા જ રમતી હતી. તેણે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા ખોલી ફોટા વેદાંતનું એકાઉન્ટ જોયું. જોઈને ચમકી ગઈ. એક તાજો જ ફોટો અને વિડિયો નાખ્યો હતો અને તે પણ ધીરે ધીરે ફેમસ બનતો જતો હતો. 

પેલી ઢીંગલી સાથેના બધાં જ ફોટા અલગથી માર્ક કરીને. એક સ્ટોરી બનાવેલી હતી. 

'આ ઢીંગલી... આ ખોફનાક ઢીંગલી. ક્યાંથી આવી?'

પછી તો આખી એક સ્ટોરી હતી જે સવારના જ ચેતના એ સાંભળી હતી. 

"આજે તો તારા ઘરેથી હોરર સમાચાર જ. આવી રહ્યા છે. તારો વેદાંત તો છવાઈ રહ્યો છે."

મોબાઈલમાં ધ્યાન પરોવી ચાલતી ચેતના ચમકી ગઈ તે આજુબાજુ જોવા લાગી. મોબાઈલમાં જ ધ્યાન રાખી તે લીફ્ટમાંથી બહાર નીકળી છેક પોતાના.ઓફિસ સુધી પહોંચી આવી હતી. 

"ઓહ! પ્રત્યંચ!... તે જોઈ પણ લીધો.

"હા સવારે વહેલો હું નવા પ્રોજેક્ટની પ્રપોઝલ તૈયાર કરતો હતો ત્યાં મારા મોબાઈલમાં વોટ્સેપ પર આ બધાં ફોટા આવ્યા હતા. અને સોસિયલ મીડિયા લિંક પણ આવી હતી. કદાચ રાત્રે જ મેસેજ નાખી દીધા હશે."

"સોરી પ્રત્યંચ. એ... તને."

"સમજુ છું. ચિંતા ન કર હું એ બધી વાતો તરફ ધ્યાન નથી દેતો. અને હા સાંજે અનુપમા એ તને નાસ્તા પર બોલાવી છે. 

"તું વાઈફ ની બાબતમાં નસીબ વાળો છો..અનુપમા ઘણી સમજુ અને ટેકો આપનારી વ્યક્તિ છે."

"હા! પણ એ આ મારા કામમાં જોડાઈ જયને તો સારું થાય."

એક કરમાયેલા સ્મિત સાથે પ્રત્યંચ પોતાની કેબિનમાં દાખલ થઈ ગયો. બારમા માળનો આંખો ફ્લોર જ કંપનીનો પોતાનો હતો. એમાં કંપનીના જ દસ જેટલા વિભાગની ઓફિસો હતી. 

ફર્ન કંપની પાસે ઘણા પ્રોજેક્ટ હતા. અને એમાં પ્રત્યંચે આ ફન પાર્ક નો ફણગો મૂક્યો હતો. બિઝનેસમાં કોઈ રસ ન ધરાવતા પ્રત્યંચે અમેરિકામાં નોકરી કરતાં કરતાં પણ  પોતાની કંપનીમાં પણ ટેકો કર્યો હતો. હંમેશાં હસતો રહેતો તે અનુપમા સાથે લગ્ન પછી માત્ર નાનું અમથું સ્મિત લટકાવી ફર્યા કરતો. 

અનુપમા ને કોઈ કામ કરવું પસંદ ન હતું બસ તેના મિત્રો કે ઓળખીતાઓ ને જમવા બોલાવવું ગમતું... અને વધારે ગમતું તેના કોઈ વખાણ કરે. અને એ વખાણ માટે સોશિયલ વર્ક પણ કરતી. બસ ઘરનાઓને પગ તળે રાખતી. 

પ્રત્યંચ આ બધી આદતો 

ચેતના પ્રત્યંચના વિચારો પરથી અનુપમા ના વિચારો પર પહોંચી ગઈ હતી. પોતાના ડેસ્ક પર જઈ ખૂર્શી પર ગોઠવાઈ ત્યાં નિયમ પ્રમાણે તેની કોફી પણ આવી ગઈ હતી. 

ચેતના એક તરફ આવતા જતા દરેકને ગુડ મોર્નિંગ કહેતી જતી હતી અને બીજી તરફ કમ્પ્યુટર પર પોતાનું કામ પણ શરૂ કરી રહી હતી. 

સાઇટ પરની કામગીરીની માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરવા તેણે ડાયરી કાઢવા પર્સમાં હાથ નાખ્યો અને ચોકી ગઈ. તેના હાથમાં પેલી નાની અમથી ઢીંગલી પણ આવી ગઈ. કપડાની આ ઢીંગલી આરામથી પર્સમાં ગોઠવાઈ ગઈ હતી. 

ઢીંગલીને હાથમાં લઈ તે જોવા લાગી, ડરી ગઈ. અજાણતા જ મોઢાં માંથી ચીસ પણ પડી ગઈ. આખો સ્ટાફ તેને તાકવા લાગ્યો હતો. બ્લ્યુ કલરના ફ્રોક વળી એ ઢીંગલી.

ચેતનાના શરીરે પરસેવો વળી ગયો. ઢીંગલી હાથમાંથી છટકી પર્સ પર લટકી ગઈ. તેને બરાબર યાદ હતું. તે કારમાંથી ઉતરી ત્યારે આ ઢીંગલી પાછલી સીટમાં એકદમ ખૂણામાં પડી હતી. 

આગળ કંઈ વિચારે ત્યાં પ્રત્યંચે તેને બોલાવી લીધી. અસ્વસ્થ હાલતમાં જ ચેતના પોતાનું પર્સ સાથે લઈ પ્રત્યંચની કેબિનમાં આવી ગઈ. પેલી ઢીંગલી હજી પણ પર્સ પર લટકતી હતી.

"ચેતના પ્રોજેક્ટ ડિઝાઇન અને રિસર્ચમાટે તને જે ટીમ જોઈએ છે તે થોડી વારમાં અહી આવી જશે. તે કેટલીક ડિઝાઇન્સ બનાવી હતી તેના પર ડિસ્કસ કરી લઈ... એ...! 

ચેતના શું થયું!?... કોઈ પ્રોબ્લેમ છે તને!? કંઈ થાય છે...!?

લે પહેલાં આ પાણી પી લે... બેસી જા."

ચેતના પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગઈ. પછી પોતાના શરીરને ખુરશીમાં ફગાવી દીધું. પ્રત્યંચ સાથે સારી મિત્રતા હતી. એને આખી વાત અને પોતાના ડરનું કારણ કહી સંભળાવ્યું. 

પ્રત્યંચ ખૂબ હસ્યો અને પછી ચૂપ થઈ ગયો. 

"ચેતના હું લિફ્ટમાં તારા સાથે છેક ઉપર આવ્યો. અને ઓફિસના દરવાજા સુધી પણ આવી ગયો તો પણ તને ખબર ન પડી. તો આ ઢીંગલી પણ બેધ્યાન માં જ સાથે લઈ લીધી હશે."

"ના!... ના પ્રત્યંચ! મને બરાબર યાદ છે આ ઢીંગલી મે કારમાં જ મૂકી હતી."

પ્રત્યંચ ફરી હસ્યો... 

"ચેતના એક કામ કર જેની આ ઢીંગલી છે ને એને પાછી મોકલાવી દે."

"હા એમજ કરું નહિ તો હું ગાંડી જ થઈ જઈશ."

અર્બન ડેવલપમેન્ટની ઓફિસમાં કોલ કરી વાત કર્યા પછી તો ચેતના થડકી જ ગઈ. બીજી બે સસ્થાઓન લોકો પણ તે દિવસે આવ્યા હતા ત્યાં પણ પૂછ્યું. પણ ત્યાંનો જવાબ પણ એ જ હતો. રુદ્ર ને કોલ કર્યો.  એ જ જવાબ. 

'એમની સાથે કોઈ બાળકી ન હતી. તો ઢીંગલી છૂટવાની વાત જ ન હતી.'

ત્યાં આજુબાજુ કોઈ રહેણાક વિસ્તાર પણ ન હતો. એ વાત આ બંને બરાબર જાણતા હતા.

પ્રત્યંચે કારની ચાવી ઉપાડી દરવાજા તરફ આગળ વધતાં કહ્યું...

"ચાલ ચેતના કદાચ કોઈને મદદની જરૂર હોય."

ડરેલી ચેતના ને પ્રત્યંચ ની વાત સમજાઈ નહિ પણ તેની સાથે આગળ વધી ગઈ.