Chetna - 2 in Gujarati Thriller by Shesha Rana Mankad books and stories PDF | ચેતના - 2

Featured Books
Categories
Share

ચેતના - 2

"તમે અહીં શું કરો છો?"

કાલી ઘેલી બોલીમાં એક મીઠો રણકતો અવાજ ચેતનાને કાને પડ્યો. તે ચમકી પાછળ ફરી તો સામે એક પાંચ છ વર્ષની બાળકી. બ્લ્યુ કલરના ફ્રોકમાં ઘણી બધી સુંદર લાગતી હતી. ફ્રોકમાં ડાબા કોર્નર પર ખભાથી લઈને નીચે ગુડા પાસેની ઝાલર સુધી મરૂન કલર ના ફૂલો બનેલાં હતા... ગોરી લંબગોળ ચહેરો ધરાવતી આ છોકરી ખુબ સરસ લાગતી હતી. આંખો એકદમ સુંદર હતી પાણીદાર. તેના હાથમાં કાપડની એક સુંદર ઢીંગલી હતી. એને પણ છોકરી જેવો જ ફ્રોક પહેરાવ્યો હતો. 

છોકરીએ આ ઢીંગલી પોતાના ડાબા હાથમાં પકડી રાખી હતી. બીજો જમણો હાથ કમર પર રાખ્યો હતો. પગમાં પિંક કલરના વાઇટ ફૂલો વાળા સૂઝ પહેર્યા હતા. ઢીંગલી જેવી જ એ પણ લાગતી હતી. 

ચેતના એને નવાઈથી જોઈ રહી. હજી આગલી રાતની વાત તેના મનમાં રમતી હતી. તેણે આખા રસ્તા પર એક નજર કરી. રસ્તો હજી પણ સુનો હતો. 

"શું જુઓ છો ત્યાં?"

છોકરીનો ફરી મીઠો રણકાર સંભળાયો રસ્તા પરથી ધ્યાન હટાવીને તેને બાળકી તરફ નજર કરી. 

"તું કોણ છે અને અહીં કેવી રીતે આવી!?"

પ્રશ્ન પૂછવા સાથે વિચાર્યું પણ ખરું કે કદાચ બીજા કોઈ ઓફિસરની આ દીકરી હશે અર્બન ડેવલપમેન્ટના ઘણા બધા ઓફિસર આજે અહીં આવ્યા હતા. પોતાની ઓફિસમાંથી તો તે આજે એકલી જ હતી. અહીં એક મોટું ફન પાર્ક બનવાનું હતું. પણ એનું કામ શરૂ થતાં ઘણા બધા મહિનાઓ લાગવાના હતા.

"હું તો રસ્તા પર જોતી હતી પણ તું અહીં કોની સાથે આવી છો અને આમ એકલી એકલી કેમ ફરે છે?

બાળકીએ જવાબ ન દીધો. ધીમું ધીમું તે મલકાતી રહી. 

"ચેતના મેમ અર્બન ડેવલપમેન્ટ વાળા તમને બોલાવી રહ્યા છે."

એક લાંબા સરખા વ્યક્તિએ દોડતા આવીને કહ્યું. એ સાથે જ પેલી નાની બાળકી સડસડાટ દોડી ગઈ. ચેતના એ એક નજર પેલી છોકરી તરફ નાખી અને પછી પેલા આવનાર વ્યક્તિ તરફ જોયું.

"હા ચાલો હું આવું છું."

"મેમ હું રુદ્ર છું. ફર્ન કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર છું."

"ફન ફર્ન કંપની તો હજી હમણાં જ ડેવલપ થઈ છે ને?"

"હા મેડમ મૂળ કંપની તો ઘણા બધા પ્રોજેક્ટ ધરાવે છે. એવી કંપની માટે આ પણ પ્રોજેક્ટ છે. હું એમની પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ટીમનો એક સભ્ય છું દરેક નવી કંપનીમાં પહેલા સેક્રેટરી અથવા આસિસ્ટન્ટ મેનેજર હોઉં છું. પછી મેનેજર બનીને આખું કામ સંભાળી લઈને ચૂપચાપ કામ કરું છું."

હસતાં હસતાં જ તે બોલી રહ્યો હતો.

"ઓહો ઘણું મોટું કામ કરો છો તમે."

"અમારી કંપનીને આ પહેલીવાર જ ડિઝાઇનિંગ માટેનો કોન્ટ્રાક્ટ તમારી કંપનીએ આપ્યો છે."

"હા અમારી કંપની ઘણી બધી વાર નવી નવી પગ મુક્તિ કંપનીઓને આગળ વધવામાં મદદરૂપ થાય છે તમારી કંપનીનું કામ અમને સારું લાગ્યું એટલે અમે તમારામાં રસ બતાવ્યો."

વાતો કરતા બંને જણા અર્બન ડેવલપમેન્ટ ઓફિસર સુધી આવી ગયા. સાવ ખુલ્લા મેદાનમાં તેઓ વચ્ચે ઊભા હતા. જાડી જાખરા દૂર કરીને આખું બે કિલો મીટરની જમીન ખુલી કરાઈ હતી. બંને પહોંચ્યા ત્યારે કોઈ એકસીડન્ટની વાતો ચાલી રહી હતી. 

"અહીંથી વહેલા નીકળી જવું જ સારું આ રસ્તો સારો નથી. અહીં તો મજૂરો કામ કરવા આવવા માટે પણ તૈયાર નથી."

"કેમ સર!?  મજૂરો તો કોન્ટ્રાક્ટર લઈ આવશે ને!? અને હજી તો મજૂરોની વાત ક્યાંય દૂર રહી. માપણી અને પ્રપોઝલ બંને બાકી જ પડ્યા છે ને!?"

"હા હજી તો ઘણું બધું બાકી છે પરંતુ આ જગ્યા જ એવી છે જે જાણશે કે અહીં..."

"અટકી કેમ ગયા? જે મનમાં હોય એ કહો ને મૂંઝાવવાનું શું છે?"

"રુદ્ર સાહેબ હું મૂંઝાતો નથી પરંતુ અહીં બનેલી ઘટનાનો સાક્ષી પણ છું. સાક્ષી તો ન કહેવાઉ પરંતુ મારા મિત્ર નું એક્સિડન્ટ અહીં થયો હતો તે માત્ર એક બચ્યો હતો. એના પરિવારના બધા જ એક્સિડન્ટમાં સમાપ્ત થઈ ગયા હતા. ખૂબ ખતરનાક એકસીડન્ટ હતો. અને ત્યારે જ મને ખબર પડી હતી કે આ રસ્તો લોકો ને ખાઈ જાય છે. અહીં રસ્તા પર સતત એકસીડન્ટ થતા રહે છે. કહેવાય છે આ રસ્તો અને આજુબાજુનો વિસ્તાર કોઈને જીવતા નથી છોડતો. મારો મિત્ર પણ ગુજરી ગયો. હું તો મને આ પ્રોજેક્ટમાંથી દૂર કરી લઈશ

"સર બધી વાતો છે. એક જણનો એકસીડન્ટ થાય એટલે લોકો વાતોના વડાં તળવા માંડી જાય. ચાલો આપણે કામની વાતો કરીએ."

કામમાં ચેતના પેલી બાળકીને ભૂલી ગઈ. ફરી સાંજ ઉતરવી ચાલુ થઈ અને બધાં પોત પોતાના કામ પડતાં મૂકી વાહનો ભાગવતના ઘર ભેગાં થવા લાગ્યાં.

રુદ્ર અને ચેતના કામની વાતો કરતાં પોતપોતાની કાર પાસે આવી ગયાં. ત્યાં ચેતનાની નજર જમીન પર કારના ટાયર પાસે પડેલી ઢીંગલી પર ગઈ. 

"ઓહ!... આ ઢીંગલી! ઢીંગલી!? લાગે છે પેલી છોકરીની ઢીંગલી પડી ગઈ હશે. કાલે આપી દઈશ હજી મારે કાલે આવવાનું છે."

"કંઈ છોકરી!?"

"એક છોકરી હતી અહીં. કદાચ કોઈક ઓફિસર સાથે આવી હશે. "

"આવી જગ્યાએ કોણ પોતાની બાળકી ને લઈ આવે "

"ખબર નહિ કોક તો હતી. કોની હતી એ ખબર નથી ચાલો હું નીકળું."

રુદ્ર પણ આવજો નો પ્રતિસાદ આપતો પોતાની કાર લઇ જતો રહ્યો.

ઢીંગલી પરથી ધૂળ ખંખેરી કારમાં બાજુની સીટ પર રાખી. કાર સ્ટાર્ટ કરી ધીમી ગતિ અને ગીતો માણતાં ઘર તરફ રવાના થઈ. પેલી છોકરી રસ્તા વચ્ચમાં ઊભી રહી ચેતનાની કારને જોતી રહી.