ખુશ-મિજાજ

written by:  sahity kalrav
137 downloads
Readers review:  

ગેટ ખુલ્યો અને આલિશાન કાર અંદર પ્રવેશી. એ સાથે જ રજનીભાઈએ કારને થોભવા માટેનો ઈશારો કર્યો. કારની બારી ખુલી. ડ્રાઇવરે પૂછ્યું, શું થયું ભઈલા કારને ચેક કરવી છે. રજનીભાઇએ કહ્યું. શું... જાણે પણ છે કોની કાર છે આ... ડ્રાઇવરને નવાઈ લાગી. ખબર નહિ, પણ કંપનીનો નિયમ છે, દરેક વાહન ચેકીંગ થયા બાદ જ અંદર જઇ શકે. રજનીભાઇએ કહ્યું. ખબર પણ છે, તારી નોકરી જઇ શકે છે ડ્રાઇવરે ધમકી આપી. બીજી નોકરી શોધી લઈશ. બેખોફ થઈને રજનીભાઇએ જવાબ આપ્યો.