વિજુ એક સાહસી અને મજબૂત મહિલા છે, જેમણે જીવનમાં અનેક કષ્ટો સહન કર્યા. ચાર વર્ષની ઉંમરે મા વિના રહીને, તે પોતાના ભાઈ-બહેનો માટે માતાની ભૂમિકા નિભાવી. લગ્ન જીવનમાં પણ તે સતત હસતી રહી, પરંતુ અંદરથી દુખી હતી. પિતાના ઘરે પહેલીવાર સફેદ સાડીમાં જતાં, તેના પિતાને ચિંતા ન કરવાની વાત કહી. વિજુની જીવનયાત્રામાં અનેક પડકારો હતા, જેમ કે નોકરી અને શિક્ષણ સાથે સંકળાયેલાં કામ. તે પ્રાર્થના કરતાં રહી, પ્રભુ પાસે ન્યાયની માંગ કરતી રહી. તેની દીકરી સોનલ હવે બેંકમાં કામ કરતી છે અને લગ્ન પછીના જીવનમાં પણ વિજુને એકલાશનો અનુભવ થયો. જીવનમાં ધીમે ધીમે બદલાવ આવ્યો, પરંતુ વિજુની એકલતાની લાગણી યથાવત રહી. અંતે, વિજુને સમજાયું કે જીવનમાં દુઃખ અને ખુશી બંનેનો સામનો કરવો પડે છે, અને તે પ્રભુ પાસે વધુ દુઃખ ન દર્શાવવા માટે નક્કી કરે છે. વિજુ by Rekha Shukla in Gujarati Short Stories 8k 1.3k Downloads 6.6k Views Writen by Rekha Shukla Category Short Stories Read Full Story Download on Mobile Description વિજુ ની વાતો વિજુ નો રંગ જો ચઢે એક વાર તો કોઇ ને પણ ના જોઈએ બીજી નાર જીવનભર...એકાગ્રતા ને ધૈર્ય તો બસ એનામાં જ...ચારિત્ર્ય એવું કે લોકોમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના જાગે.ચાર વર્ષની ઉંમરે મા વિનાની તે બાર વર્ષે પોતાના જ ભાઈભાંડુની ક્યારે મા બની ગઈ તેને પણ યાદ નથી...એક વાર બોલાઈ ગયું જીન્દગીમાં ખૂબ કામ કર્યુ..ને આંખો નમી ગયેલી, ક્યાંક આંસુ કોઈક જોઈ જશે તો...સદાય હસતો ચેહરો, લગ્ન જીવનના પંદર વર્ષે પેહલી વાર પિતાના ઘરે સફેદ સાડલામાં ધ્રુજતા પગે ડગ માંડ્યા ને પિતાનું હૈયું હામ હણાઈ ગયા..મારી વિજુ તુ કોઈ ચિંતા ના કરીશ હું છું ને...બધા ભાંડુઓએ કાંક માં તેડેલા ને ઉંચકી લીધો...મોટી કઈ બોલે તે પેહલા કોણ ક્યાં લઈ ગયું યાદ નથી......ઓસરીમાં છાનુ રૂદન ચોતરફ ને પછી સન્નાટો. સામે રેહતી શુશીલ ની પત્ની સ્કર્ટ પેહરે, ફ્રોક પેહરે કોઈ એને ના રોકે ટોકે. નામની લાગતી છોકરી બારીમાં બેઠી હોય ને ફરફર એની લટો ઉડતી જતા બુઢ્ઢાઓ પણ નજર તાંકતા જાય...ને હિંડોળે હિંચકે તો જુવાનીયા સિટી પણ માર્યા વગર ના રહી શકે..શુશીલ કંઇ ના બોલે તેની આંખો શરમાઈ જાય...હા રેવા ફોઈ આવ્યા ત્યારે બંનેની ધૂળ કાઢી નાંખેલી બંધ દરવાજે...ત્યારથી તે સીધી દોર થઈ ગયેલી. વિજુની કામ કરવાની આવડત ને કારણે કામ તો રમતામાં આટોપાઈ જતું. ઉપરથી સીવણકામ ને ટ્યુશન ચાલુ જ હતા...હાથ લંબાવા જ ના પડે. બાપુજીની છત સારી પણ કાયમ માટે નહીં...મહિનાભરમાં તો બાજુ માં નાનુ રહેઠાણ મળી ગયું...ને પગ ભર થાતા જ મોટી સાથે સાથે નાનકાં ની પણ મદદ મળી જતી..શ્રધ્ધાળુ મંદિરના પગથિયે ચડતાં જ વિજુ માટે પ્રાર્થના કરતા મનોમન. આવી ચાંદ જેવી રૂડી રૂપાળી સાથે પ્રભુ અન્યાય કર્યો છે હવે તો કંઈક કર. પૄથ્વી પર પાપ વધ્યાં પૂન્ય ગયા જ્યાં ભાગી પરોપકાર કરે તોય જીવ પીડાય ને પ્રભુતો આંખ મીંચી ને બેઠા જઈ મંદિરે..કળયુગ માં બધુજ શક્ય છે. છોકરો તોફાની હતો ભણવા માટે ઠપકો સહન કરી ન્હોતો શક્યો તો શિક્ષક ને પાટી મારી ને આવેલો. વિજુ બંધ બારણે ચૂપ હતી કારણ બહાર નીકળશે તો કોઈ કઈ કહેશે. રોજ ની ફરિયાદો સહન ન્હોતી થાતી આ ક્યારે સમજશે દિકરાને લઈ ને રેવાફોઈ ગયા. હવે આ દૂબળી થતી જ્તી દિકરી ને વિજુ જોડે રોજ રાત દિ ભેગા કરતી. કેહવાય છે દુઃખ નું ઓસડ દહાડા...ક્યારે ચૌદ વર્ષ પત્યા ને સફેદ વાળ આવ્યા ને આંખે આવ્યા ચશ્મા...ફટ રે મૂંવા અરિસા તુ ચૂપ રે કેહતા વિજુ દિકરીને પંપાળતા ઓરડામાંથી નીકળ્યા..જાણે કંઈજ ન બન્યું હોય તેમ… પણ દિકરી તાંકતી રહી..એક મિનિટ, અનિમેષ ચેહરે. સોનલ હવે એક બેંક માં કામ કરતી પૈસા ભેગા કરતી ને વિજુબા ને ઘરકામ માં મદદ કરતી. બેંક ના મેનેજર ને તે ગમતી એક દિવસ ઘરે આવી ને માંગુ નાંખ્યુ..બધાની મરજીએ શાંતિથી વિધીસર વેવિશાળ ને પછી લીલા તોરણે લગ્ન લેવાણું. બધુ ભૂલાઈ જ ગયેલું પણ વિજુથી આજ છાનું ના રેહવાણું. ભારે હૈયે વિદાય દેવાઈ...ભાઈએ ઘરની જવાબદારી લઈ લીધી. દિવસો પખવાડિયામાં ને મહિના વર્ષોમાં વિત્યાં. સોનલ ના ઘરે પારણું બંધાણું. વિજુ રાજીના રેડ...રમાડવા ના કોડ કોને ના હોય...નાનુ નાનુ ગોળમટોળ ગલગોટુ જ જોઈલો ..ખોળામાં રમતા શશિએ જોયુ...તાકી ને કેહતો હતો જો હું પાછો આવ્યો છું વિજુ !! કોપી ટુ કોપી ....વાહ રે કિસ્મત...સેવા કરાવાના મોકા દે, જેવી મરજી પ્રભુ ની. દિકરાના ભાગ્યમાં પણ રૂપાળી નિલમ હતી. બંનેના નસીબે પગાર વધારો થયો હતો તો ધામધૂમ થી નવદંપતી લગ્નગ્રંથિએ જોડાયા. બધા આજુબાજુ જ હતા પણ વિજુ હજુ ય એકલા ઝ્ઝુમે..આવ્યા છીએ એક્લા ને એક્લા જ જાવાના...આ કાળ ના કોઈ ના ભરોસા...હવે ઘરડી આંખો, ઘ્રુજતા પગમા શક્તિ નથી...પ્રભુ હવે દુઃખના દિ ના બતાવીશ નહીં સહન થાય...! રોજ નદી કિનારે આવેલી શંકર ભગવાન ની દેરી એ પ્રાર્થના કરે કરગરી ને. અંતરના આશિષ બાળકો માટે..સર્વસ્વ આપ્યા પછી આખરી દિવસોમાં પણ હાથ પગ હોય...બસ કોઈ ની પાસે પ્યાલો પાણી પણ ના માંગવો પડે !! શશિ ને દાદીમા બહુ ગમે..આંગળી પકડી મંદિરે જાય, લાઈબ્રેરીમાં જાય, સ્કુલે હસ્તા હસ્તા જાય. દાદી આ ફૂલો આટલા સરસ પણ ભગવાને કાંટા કેમ બનાવ્યા દાદી કાગડો ને કોયલ બંને કેમ હોય કાળા દાદી મોરના ઇંડા કેમ ચિતરેલા હોય બંનેનો વાર્તાલાપ કદી ના પતે...શંખલા વિણતા વિણતા ભીના પગને નમન કરતો શશિ પરાણે વ્હાલો લાગે. વહુ ને દિકરી સાથે ભેગા થઈ ને વિજુએ ગાલીચો બનાવ્યો. સૂતરના દોરા મંગાવી જુદા જુદા રંગમાં રંગ્યા ને ખાટલે બાંધી ને ગૂંથ્યા...મખમલી લાગતો ગાલીચો પ્રથમ ઇનામ લઈ આવ્યો. એમની ભજનમંડળીમાં રંગ માધવનો હતો કે સૌ કોઈ ને મજા આવતી. એક દિવસ નાના અમથા તાવમાં ખાટલો પકડાયો. વરસાદ પછી પડેલા ખાડામાં ખબર નહીં અનાયાસે પગ પડેલો ને વિજુ ને તાવ ચડેલો.પેનેસેલિન નું ઇંજેક્શન મારેલું પણ ખરું ને આંખો ચડી ગઈ...હે ભગવાન આ તે ડોક્ટર છે કે ઘોડા ડોક્ટર !! એલર્જિક રિએક્શન હતું .એની પણ દવા હતી. ચાર દિવસ ની સતત બિમારીમાં વિજુ લેવાઈ ગયા. આંખોમાં ખાડા, ભૂખરાં પડી ગયેલા વાળ, જીર્ણ સુક્ષ્મ આંખો જાણે કરગરી રહી હતી કે હવે મને જાવા દો, ઉપરવાળાનું તેડુ આવ્યું છે. પાંચ દિ પેહલા રેવા આવેલી કેટલું રડતી હતી...તેણે તેના દિકરા ને માદળિયું પેહરાવેલું કેમ કે તેને નહોતું જોઈતું કે નાતજાત વગર ની ભલે સંસ્કારી હોય પણ એવી વહુ ઘરે આવે ને પેલી છોકરીએ આપઘાત કરી લીધો હતો...ઓ મા આવું કરાતું હશે..મન્નત માનીને દિકરાદિકરી માંગી ને તેની જ જિંદગી માં તને ના ગમે તો આવું કરાય હે રામ !! આ તારા છોકરાને લઈ ને ચાલી જા નહીંતર પોલીસ ને જેલ ના ચક્કર ખાવામાં તારા છોકરો આમ-નામ મરી જશે...આવા નાની સમજના મોટા વડીલો મા-બાપ કઈ રીતે થઈ ગયા હશે ભગવાન જાણે પણ ત્યાં તો શશિ આવી ને પૂછતો હતો કે દાદી પપ્પા-મમ્મા એ એના લગ્ન માં ન્હોતો બોલાવેલો ને તો આજે મમ્મા-પપ્પા ની કીટ્ટા....!! ને તે વાક્યે તેને હસવુ હતુ પણ વિજુ છુપાઈ ને ખાલી ખાલી સંતાકૂકડી રમવા નો ઢોંગ કરવા લાગી...શિશુ ને સમજાવી શકાય, શશિ ને રમાડી લેવાય છે જિંદગી જીવી લેવાય છે...ને આજે આ પાંપણો ખુલ્લી રેહતી નથી...આંખો બિડાઇ જાય છે..દૂર અજવાળું દેખાય છે એક સપનું જીવન તણું... વિસરાય છે....ડોકટર રિવાઈવ કરવાની કરે કોશિશ તેમ શશિ વિજુ પર પછડાય છે...દાદી દાદી મારી તો કીટ્ટા છે ના જા ને પ્લીઝ !! જાગી ને જોયું ધબકાર ફન્ટીયર ટ્રેન ની જેમ ભાગે છે ને વળગી ને સૂતેલો શશિ ભર ઉંઘમાં છે...હાશ્ !!!! એક ફૂલ ના પથ્થર બને તે પેહલા પ્રભુ ધ્યાન રાખજે...જીવી ગઈ છું મરી મરી ને રોજ તે યાદ રાખજે. કંડાર્યો તને પૂજ્યો તને તું ભૂલો અમારી માફ કરજે ! આરતી નો નાદ મંદિર માંથી સંભળાતો હતો. ચલ શશિ ભગવાનનો પ્રસાદ લેવા ઉઠ...શશિ હરખાય છે. વિજુ વિચારે છે સપનું જીવી કે જાગી છું હમણાં ----રેખા શુક્લ (શિકાગો) More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 by Ashish જંપલી by Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 by Shailesh Joshi પ્રથમ નજરે by Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ by Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 by Shailesh Joshi જલેબી by khushi More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories