Breaking the love affair - 6 books and stories free download online pdf in Gujarati

પ્રણય ભંગ - 6

પ્રણય ભંગ. . 6.

તારે ક્યા અને કોની સંગે જીવવું અને ખુશ રહેવું એ તારા હાથની વાત છે. ' પછી થોડો રોકઈને આગળ ઉમેર્યું,'પણ,છાયા. . . ! શિયાળાની આવી કાતિલ ઠંડીમાં તારી હુંફાળી ગૉદથી મને વેગળો કરતા તારે થોડી ધીરજ ધરવી જોઈતી હતી. પણ હાય રે નસીબ. . . ! જે થાય છે એ સારા માટે જ થાય છે. ચાલ. . . . બાય. . . . . . ! અને અવિનાશથી ડૂસકું મૂકાઈ ગયું. ફરી નોંધારો. . . !

અવિનાશનું બાય સાંભળીને છાયાએ કંઈ પણ વિચાર્યા વિના તત્ક્ષણ ગુડબાય કહીને ફોન બંદ કરી લીધો.

અવિનાશ અને છાયા સુરત નજીક એક જ કંપનીની અલગ-અલગ શાખામાં નોકરી કરતા હતા. કંપનીના નિયમ મુજબ નવા જોડાયેલ કર્મચારીને ખાસ તાલીમ આપવાની જોગવાઈ હતી. આ તાલીમ દરમાયાન અવિનાશ અને છાયાની અજાણ આંખો મળી ગઈ હતી. ત્રણ દિવસની તાલીમ હતી. કિન્તું પ્રથમ દિવસે જ એ બે એક બની ગયા હતા.

સુરત આવ્યા બાદ અવિનાશને વહાલા વતનનો વિયોગ ખુબ કઠતો. સુરતની અજાણી ધરતી,નવા અને અજાણ્યા લોકો,નવું વાતાવરણ અને વળી નવી બોલી વચ્ચે અવિનાશ પળેપળ કટાતો જતો હતો. ઘણીવાર તો વતન અને વતનનો મોહ કાયમ માટે એને સુરત છોડવા લલચાવતો. કિન્તું સંજોગોની મજબૂરી આગળ માણસનું ક્યા કશુંય ચાલે છે તે અવિનાશનું ચાલે? ગમે તે હોય પણ અતીતની એની પ્રણય ભગ્નતા અને ત્યારની છાયા સાથેની પ્રણયમિત્રતાએ એને સુરતમાં રહી જવા મજબૂર કર્યો.

કેવી છે આ પ્રણયલીલા!ક્યારેક એ પ્રેમી હૈયાઓને સાવ નજીક રાખે છે તો ક્યારેક એ જોજનો દૂર હડસેલી દે છે.

ગમે તેમ પણ હવે અવિનાશ સમયને આધિન થઈ ગયો હતો. પ્રકૃતિ અને કુદરતને એ હવે જાણી ચૂક્યો હતો. તેમ છતાંય વહાલા વતનનો વિરહી વિયોગ અને પિતાજીના દર્દની આગમાં એ સળગતો રહેતો હતો.

એવામાં છાયા એની જીંદગીમાં આવતા એ ક્ષણેક્ષણ મ્હોરાતો જતો હતો. છાયાની એક પ્રેમાળ નજરે જ એના પ્રણયભગ્નતાના દુખને ધુળ ચાટતું કરી દીધું હતું.

કોઈનો સ્નેહભીનો સાથ માણસને કેવી અજાયબ ખુશીઓ અર્પે છે!

એકવાર તાપી નદીને કિનારે વાતો કરતી વેળાએ છાયાએ કહ્યુ હતું:'અવિન મારે તને સમર્પિત થવું છે. '

'કેમ! તું મને હજું પ્રેમ નથી કરતી?'

'કરું છું ને!

'તો પછી વળી સમર્પિત કેવું?'

'મતલબ કે મારે તને આંતરિક પ્રેમની ભેટ આપવી છે!'

'આંતરિક. . !. . . !બાહ્ય! આ વળી શું??'

તું નહી સમજે. . મારે તારી સાથે સુહાગ મનાવવી છે. મારા પ્રેમની સાબિતીરૂપે મારે તને શાદી પહેલા સુહાગની ભેટ આપવી છે. '

'આવું ગાંડપણ રહેવા દે,છાયા. . ! આવી પવિત્ર વસ્તુને આભડછેટમાં ન નંખાય. એના પર દરેક સ્ત્રીના પોતાના પતિનો હક હોય છે. ' પછી કંઈક વિચારે આગળ બોલ્યો:'અલી છાયા. . . 'શું હું તારો પ્રથમ પ્રેમી છું?'

હા. . . . !

'મતલબ કે હજી તે તારા કૌમાર્યને અભડાયું નથી. ને હું અભડાવવા માગતો પણ નથી. '

'પણ,અવિન. . . મે તને જ મારો ભરથાર માન્યો છે એનું શું ?'

'ક્યારે ??'

'પહેવાર જ્યારે તે મારી છાતી પર તારો હાથ દબાવ્યો ત્યારે. . !'

અવિનાશે આવેશભેર છાયાને છાતસરસી દાબી દીધી. સમી સાંજના આછા અંધારામાં ક્યાંય સુધી રોમાંસ માણતા રહ્યા.

એક દિવસ રોમાંસની પરમ પરાકાષ્ટાની વેળાએ છાયાએ અવિનાશના પેન્ટના બટન પર હાથ મૂક્યો. સમયસૂચકતા વાપરીને અવિનાશે કહ્યું હતું:'છાયા,જો તે મને ખરેખરનો પતિ માન્યો હોય તો પરણ્યાની પહેલી રાતે અસલી સુહાગ મનાવવાની મારી નેમ ને સાથ આપ. '

છાયાએ સાથ તો આપ્યો પણ એ હંમેશા છંછેડાયેલી રહેવા લાગી.

આમને આમ બે મહિના વીતી ગયા. દરરોજ રાત્રે ફોન પર મધુર મધુર વાતો થતી અને રવિવારે તાપીને રમણીય તીરે માદક મુલાકાતો થતી રહેતી. છાયાએ તો કદાચ અવિનાશથી ક્યારેક કંઈક છુપાવ્યું હશે પણ અવિનાશે તો પોતાના અતિતનું આખુ મહાભારત અને રામાયણ સંભળાવી દીધું હતું. બધું સાફસુતરું બતાવી દેવાની આ આદતથી છાયા એના પર બરાબરની વારી ગઈ હતી.

કિન્તું સંજોગોને કે વિધાતાને અવિનાશની ખુશી શાયદ ખુંચતી હશે. એકવાર અજાણતા જ મળેલી વિધિને હાથ પકડાવ્યા બાદ વિધાતાએ એનો હાથ બરાબરનો ઝાલી રાખ્યો હતો. જો શિયાળાની ગાત્રો થીજાવતી ગળતી રાત્રે છાયાએ એને છળી લીધો!

મોબાઈલ બંધ થયા પછી અવિનાશ વિચારી રહ્યો હતો કે આમ અચાનક સગાઈ કેવી રીતે ગોઠવાઈ જાય!પછી પાછો મોટેથી બોલી પડ્યો:'શાયદ!!શાદી પહેલા સુહાગની ના પાડવાથી જ છાયાએ મને નોંધારો કર્યો હશે, પણ ગમે તે હોય હવે આપણે ખાસ કારણ તારણ જાણવાની જરૂર નથી. ચલો એક ગમ ઓર સહી. . . !કૈસે બી જી લેંગે . . . !!

એણે પ્રણય ભગ્નતાની ભેટ ફરી ગજવે કરી અને પછી ગોજારી રાતની એકલતામાં એ અશ્કના ધોધમાર દરિયા વહાવતો રહ્યો. .

6. આરઝું. . . . .

રાતના સાડા અગિયારેક થયા હતા. અચાનક વતન છોડ્યનો વિયોગ અને કંપનીના ભેગા થયેલ કામના ભારણથી કંટાળેલ અવિનાશ અગાશી પર બેઠો બેઠો આસમાનમાં જામેલી સિતારાઓની મ્હેફિલને એકટસ માણી રહ્યો હતો. એનું મન વિચારોના તરંગમાં વહીને ક્યાંયનું ક્યાંય ફંગોળાઈ રહ્યું હતું.

વિચારમાં ને વિચારમાં તે લવી પડ્યો:'સાલું આ જગત કેવુ છે! જેને જીવવું છે એને સુખેથી જીવવા નથી દેતું અને જેને મરવું છે એને શાંતિથી મરવા નથી દેતું . . ! આવું કેમ??' પાછો એ જ સવાલનો જવાબ વાળતો હોય એમ એ બોલ્યો:'ચાલ,અવિનાશ છોડ જગતની ! જગતના ભાગે તો આવું જ આવ્યું છે. આપણે તો નિજાનંદમાં મસ્ત રહેવાનું મસ્ત!અરે,જન્નત સજાવવાનું જન્નત!' પણ પાછા એના માહ્યલાએ એને ઠમઠોર્યો,'એકલા એકલા શુ રાખ જન્ન્ત મનાવવાનું?,સજાવવાનું?હજું પરમ દિવસે જ એ ઉજડી ગયું એનું શું?આટલામાં વીસરી ગયો તું ? તે હવે આવી વાતો કરે છે?માંડ હાથમાં આવેલ જન્ન્ત તું ખોઈ બેઠો છે,અવિનાશ! પાછો એ સ્વગત બોલ્યો:'પણ અવિનાશ,ભલા આપણો પણ એમાં ક્યા કશોય વાંક હતો!'જાણે એ પોતે જ પોતાને સાંત્વના આપી રહ્યો હતો.

પોતાનામજ અંતર્મન સાથે અનેક તર્કવિતર્ક ભરી વાતો કરીને એ થાક્યો. નીંદર ક્યારનીયે પાંપણના કિનારે અડ્ડો જમાવી બેઠી હતી. નીંદને આવકારવા અવિનાશે પલંગમાં લંબાવીને આંખ મીંચી દીધી. નીંદ હજું તો આંખોનું આંગણું ઓળંગીને આવે એ પહેલા તો અવિનાશના ફોન રણક્યો. . . 'હમ અપની તરફ સે તુમ્હે ચાહતે હૈ મગર આપકા કોઈ ભરોસા નહી હૈ. . . !'જીંદગીમાં પહેલીવાર આટલા મોડે કોણે ફોન ક્યો હશે એ વિચારે તત્ક્ષણ ફોન રીસીવ થયો.

સામેથી મધુર અવાજ રેલાઈ રહ્યો હતો. અવિનાશે અવાજ પારખ્યો. હજું હમણાં જ ત્રણ દિ પહેલા જ સાંભળેલ એ અવાજ હતો.

'હેલ્લો અવિનાશ. . . આરઝું બોલું છું. કેમ છો તમે?'

બેઘડી મૌન જાળવી અવિનાશે ઉત્તર વાળ્યો:'નામ જણાવવાની કોઈ જ જરૂર નહોતી. તે ઉચ્ચારેલા પ્રથમ અક્ષરથી જ હું પારખી ચૂક્યો હતો કે આવા બંસરી-સા સૂરવાળું કોણ હોઈ શકે! હું અભેમાન નથી કરતો કિન્તું મારુ અસ્તિત્વ જ એવું છે કે જે માણસ પ્રથમ નજરની પ્રથમ મુલાકાતમાં જ હૈયે વસી જાય એનું ક્ષણભરની મુલાકાતથી જ આખુ અસ્તિત્વ યાદ રાખી શકું છું. આ તો માત્ર ત્રણ જ દિવસ થયા છે લેકિન જો ત્રીસ સાલ બાદ પણ તે મને ફોન કર્યો હોત તોય હું તને સામેથી કહી દેત કે તું આરઝું જ બોલે છે. !!' આટલું સંભળાવીને અવિનાશે ફોનને અળગો કરી દીધો.

ઘડિયાળના ત્રણેય કાંટાઓ બારના આંકડે પહોંચવા હોડમાં લાગ્યા હોય એમ દોડતા હતાં. હુંફાળા વાતાવરણમાં આસ્તે આસ્તે શીતળતા પ્રસરતી જતી હતી. સર્વત્ર શૂનકાર છવાયેલ હતો. નજીક જ આંખ સામે દેખાતા દરિયામાં થતી ઝબકજ્યોતથી લાગતું હતું કે વહાણ કિનારા ભણી હરણફાળ ભરી રહ્યું હતું. અવિનાશ થીજી ગયેલી શુષ્ક આંખોને ઝીણી કરીને ઊભો ઊભો વહાણની જ્યોતને તાકી રહ્યો હતો. એવામાં કૂતરા ભસવા લાગ્યા. અવિનાશ ધ્યાનભંગ થયો. ફરી ફોનની ઘંટડી રણકી. . . હમ અપની તરફ સે. . . . .

ચહેરા પર છવાયેલ વિષાદના વાદળ પર હાથ ફેરવી એણે ફોન ઉપિડ્યો. આ વેળાએ નંબર અલગ હતો કિન્તું અવાજ એ જ! સામેથી શબ્દ શર છૂટ્યું,'અવિનાશ. . . . !!હવે હું અને મારી મહોબ્બત તમારા પર મહેરબાન છે. હું તમારી જોડે સંસાર માંડવા તૈયાર છું. . . . ' એ આગળ બોલે એ પહેલા જ અવિનાશે મૌન તોડ્યું. . . .

'મારી હવે કોઈ આરઝું નથી. . !!તારી કળાઓને હવે સંકોરી લે!હવે બહું જ મોડું થઈ ગયું છે. હવે તો મારા જીવનની અધરાત-મધરાત થવા આવી છે. તારાથી બહું જ દૂર. . . . દૂર પહોચી ગયો છું. . . . . '

'આરઝું !તારી કળાઓને હવે સંકોરી લે!હવે બહું જ મોડું થઈ ગયું છે. હવે તો મારા જીવનની અધરાત-મધરાત થવા આવી છે. તારાથી બહું જ દૂર. . . . દૂર પહોચી ગયો છું. . . . . '

અવિનાશ,તું એ ચિંતા છોડ. તારા જીવતરની મધરાતમાં હું સો-સો સૂરજ સમી રોશની પાથરીશ!તારી જીંદગીમાં પવિત્ર પ્રભાત ખીલવીશ. અને તું દૂર પહોચી ગયો હોય તો શું?હું કાલના પરોઢે તારી આંખ સામે ફરફરી રહી હોઈશ. . '

'આરઝું. . . એ સઘળી શક્યતાઓને મે અશક્યતામાં ફએરવી નાખી છે. જગતની કોઈ શક્તિમાં હામ નથી કે મારી અફર અશક્યતાને શક્યતામાં પલટાવી શકે. શાયદ. . . તું મારા ભાગેલ ભાગ્યમાં નહી હોય!નહી તો મારા હાથે કદી આવું બની શકે નહી!હુ પ્રભૂંને પ્રાર્થુ છું કે તને મુજથીયે અનએક દક્ષતાવાળો ભરથાર મળીરહે. 'અવિનાશ બોલતો જતો હતો. . પણ એનુ હૈયું માંયને માંય આરઝુંને ઝંખી રહ્યું હતું. .

ક્રમશ: