Run books and stories free download online pdf in Gujarati

ઋણ

ઋણ

અનિકેત ને પહેલાથી ટ્રેન જોવાનો ખુબ શોખ હતો.નાનો હતો, ત્યારથી જ એને ટ્રેન ને જોવી અને ટ્રેન ચલાવવી ખુબ ગમતી હતી. નવા નવા પહાડો ની વચ્ચે થી જયારે ટ્રેન નીકળતી ત્યારે ટ્રેન જોવામાં માણવામાં એ તલ્લીન બની જતો.પણ એને ખબર નહોતી, કે નાનપણ નો એનો આ શોખ એનુંય કૅરિયર બનાવી નાખશે. સાચે જ મોટો થઇ ને એ એક ટ્રેન નો ડ્રાઈવર બની ગયો .હવે એ આ બધું પોતેજ અનુભવી રહ્યો હતો

એના પરિવાર માં એના માં અને પિતા ના મૃત્યુ પછી, એના દાદા જ જીવતા હતા. દાદા એ જ એને ખવડાવી - પીવડાવી ને મોટો કર્યો હતો. પણ, એના દાદા છેલ્લા પાંચ વર્ષ થી પેરલાઈઝડ હતા. એને ઘણી વાર લાગતું કે એના દાદા એને કઈ કહેવા માંગે છે ? પણ કહી શકતા નથી.. એક વાર એ મોટી સફર કરી ને ઘરે પાછો આવ્યો ત્યારે એ પોતાના દાદા સાથે બેઠો હતો અને વાતો કરતો હતો.

દાદા આજે મારી ટ્રેન એક નાના એવા ગામ માં મારી ટ્રેન ૩૦મિનિટ માટે ઉભી રહી હતી.પણ ખબર નહિ, એ ગામ ખુબ ઓળખીતું હોઈ એમ લાગતું હતું. ‘’ કંસાર ’’ એ ગામ નામ હતું .દાદા એ ગામ નું નામ સાંભળતા જોર જોર થી બૂમો પાડવા લાગ્યા.??? જાણે કે એ ગામ થી દાદા નો ખુબ જૂનો સંબંધ હોય . અનિકેત એમને શાંત રહેવાની ખુબ કોશિશ કરી,, પણ દાદા શાંત રહેતા નહોતા. એને લાગ્યું કે દાદા એને કહેવા માંગે છે. પણ, કહી શકતા નથી.માંડ માંડ ઈન્જેકશન આપી ને એને દાદા ને શાંત કર્યા.

પછી એ ખુબ વિચારે ચઢ્યો ?? કંસાર અને ગામ નો દાદા સાથે શુ સંબંધ હશે ??.એ એને ખબર પડતી નહોતી. એટલે એને પોતાના ઘર ની બધા કાગળ ગામ માં રહેલી મિલકત એને પોતાના પિતાજી ની જૂની બધી બુક ને જોઈ લીધી પણ, છતાં કંસાર ગામ થી શુ સંબંધ છે ? એ ઓળખી ના શક્યો.આજે પહેલી વાર એને દાદી અને માતા પિતા ની ખોટ લાગતી હતી. દાદા ના જુના મિત્રો કે સગા - સંબંધી માં પણ કોઈ ને પણ કંસાર ગામ વિષે કોઈ જાણ નહોતી.છેવટે કોઈ ઉપાય ના મળતા એને કંસાર ગામ જવાનું નક્કી કર્યું.

આ વાત ને ૧૫ દિવસે વીતી ગયા પછી, એક વાર એની ટ્રેન કંસાર ગામ થી થોડે દૂર કોઈ તકનીકી ખરાબી ને લીધે અટકી પડી. સિગ્નલ ની ખામી ને દૂર કરવા માટે ૩-૪ કલાક લાગે એમ હતું એટલે એને ત્યારે કંસાર ગામ જવાનું નકી કર્યું. કંસાર જવામાં એને ૩૦ મિનિટ લાગી.કંસાર જતા જ એના પગ અટકી ગયા. એક સૌ ઉજ્જડ એવું ગામ હતું એ. દૂર- દૂર સુધી કઈ જ નહિ ??. માંડ ૫૦૦ -૧૦૦૦ વસ્તી ધરાવતું નાનું એવું ગામડું હતું. પણ સુખ સગવડતા ના નામ પર કઈ જ નહિ .ના વીજળી ના પાકા ઘરો ના રસ્તા કઈ જ નહિ. દૂર દૂર સુધી ઉજ્જડ એવા ખેતરો રોજ રોજ ગામ થી શહેર તરફ જતા લોકો.બીજું કઈ જ નહિ ? .રોજ અહીં ખેડ્તો ના આત્મહત્યા ના સમાચાર આવતા હતા. ત્યાં એક જગ્યા પાર એ ગયો ત્યાં લોકો એક નહેર બનાવવા માટે ફાળો ઉઘરાવતા હતા.અનિકેત ત્યાં ગયો અને એને સારી આવી રકમ દાન માં આપી. લોકો એને જોઈ ને ઘણા આશ્ચર્યચકિત થઇ ગયા. કોઈ શહેર નો યુવાન અહીં આવી આટલી મોટી રકમ નું દાન આપે એ વાત લોકો ના મન માં બેસતી નહોતી. લોકો એ એને એનું નામ અને એનું કામ પૂછ્યું?

અનિકેત આજ ચાહતો હતો. એને એનું નામ અને એના દાદા નું નામ કરમચંદ કીધું કરમચંદ નું નામ સાંભળી લોકો ની આંખો પહોળી થઇ ગઈ. અને લોકો એને એક મંદિર માં લઇ ગયા. એના દાદા ગામ ના મંદિર ના ટ્રસ્ટી હતા. એ મંદિર લગભગ ૭૦૦-૮૦૦ વર્ષ જૂનું મંદિર હતું. આજ થી લગભગ ૫૦-૬૦ વર્ષ પહેલા આ ગામ ઘણું વિક્સિત ગામ હતું પણ ધીરે ધીરે લોકો નું શહેર તરફ નું જવા થી આ ગામ માં ઓટ આવતી ગઈ એને છેલ્લા ૨૦-૨૫ વર્ષ માં પડલા દુકાળ થી આ ગામ લોકો નું આવા ગમન બંધ થઇ ગયું.એના દાદા આ ગામ ના મંદિર ના છેલ્લા ટ્રસ્ટી હતા. જયારે આજ થી ૨૫ વર્ષ પહેલા એ આ ગામ માં આવ્યા હતા ત્યારે એમને આ ગામ નો ઉદ્ધાર કરવાનું સ્વપ્ન જોઇયું હતું.એની માટે આ ગામ ના મંદિર ના ચોક ઘણો મોટો ઉત્સવ પણ યોજાયો હતો. પણ એના થોડા દિવસે બાદ ગામ માં ખુબ મોટું પૂર આવ્યું.એમાં બધું જ ખતમ થઇ ગયું .દાદા એ જોયુલું સ્વપ્ન પણ તૂટી ગયું. ખુબ નુકસાની માં દાદા ગામ છોડી ને શહેર માં ચાલ્યા ગયા.

આ હકીકત સાંભળી અનિકેત. ને એના દાદા નું દુઃખી થવાનું કારણ મળી ગયું.એ ઘરે પાછો આવ્યો ત્યારે દાદા જાગતા હતા દાદા ને એને બધી વાત કહી.દાદા એ બધી વાત સાંભળી એને એના એક જુના મિત્ર ના ઘરે જવા કહ્યું ? અનિકેત એમને ઓળખાતો નહોતો. એનું ઘર અત્યારે અરૂણચલ પ્રદેશ માં એક ગામ માં છે એવા એને સમાચાર મળ્યા. એ, એ ગામ માં ગયો અને એને દાદા ના એ મિત્ર ની શોધ્યા .પણ અફસોસ એ દાદા હવે જીવિત નહોતા. અને એમનું કોઈ સાગવાળું પણ નહોતું. ત્યારે એ જે હોસ્પિટલ માં મુર્ત્યું પામ્યા હતા ત્યાંથી નીકળતો હતો ત્યારે હોસ્પિટલ ના લોકો એ એનું કોઈ સગું ના હોવાથી એનો સમાન એને આપ્યો જેમાં એક ડાયરી હતી. અનિકેત ને લાગ્યું કે જરૂર આ ડાયરી માં કઈંક હોવું જોવે.

અનિકેત એ ડાયરી ઘરે જોઈ ને ખોલી ડાયરી માં ભૂતકાળ ની વાતો અને દાદા સાથે મિત્રતા ની વાતો હતી. અને એની સાથે એક નકશો પણ નીકળ્યો ? આ નકશો શેનો છે? એ અનિકેત ને ખબર ના પડી. દાદા ને પૂછ્યું ? દાદા એ એને પાછું બોલવા ગયા પણ એ સમજી ના શક્યો ?અનિકેત ની મૂંઝવણ વધતી હતી. એને નકશા માં ધ્યાન થી જોયું તો ખબર પડી કે નકશો ગામ નો જ હતો ‘’ કંસાર ‘’.એક જગ્યા પર મોટું એવું નિશાન બનાવામાં આવ્યું હતું .અનિકેત એ ત્યાં જવાનું પાછું નક્કી કરી લીધું.

આજે સમય નીકાળી અનિકેત ત્યાં પહોંચી ગયો. ગામ ના બધા લોકો ને મળી ને ને નકશા ની વાત કરી.નકશા માં જ જગ્યા પર નિશાન હતું. ત્યાં ખોદકામ કરતા એક મંદિર ના અવષેશો અને તિજોરી માં બંધ એક કાગળ મળ્યો જેમાં બધી વિગતો લખેલી હતી. અનિકેત ને આ વાંચી બધા જ જવાબ મળી ગયા .જૂની ભાષા માં લખેલા કાગળો લોકો માટે વાંચવું અશક્ય હતું પણ અનિકેત ને પહેલા થી જ એના દાદા એ આ ભાષા શીખવાડી હતી .એને ગામ ના લોકો ને ૨ દિવસ પછી એક જગ્યા પર મળવાનું કહી, ઘરે જઈ પોતાના દાદા ને લઇ આ ગામ માં આવ્યો.

દાદા ગામ ને જોઈ રડી પડ્યા. ત્યારે અનિકેતે લોકો ને કહ્યું? મારા ગામવાસી ઓ આ મારા દાદા છે જે આ ગામ ના મંદિર ના ટ્રસ્ટી હતા . વર્ષો પહેલા જયારે આ ગામ માં પૂર આવ્યું ત્યારે આ ગામ માં થી દાદા ને જવું પડ્યું હતું. પૂર ના ૧ મહિના પહેલા આ ગામ માં મોટો મેળો ભરાયો હતો.ગામમાં ખુબ મોટી રકમ આનાથી મળી હતી.લોકો એ સોના ના ઘરેણાં અને ઝવેરાતો મંદિર માં ચડાવ્યા હતા .પણ પૂર આવ્યા પછી લોકો એ મજબૂરી માં ચોરી કરવાનું ચાલુ કરી દીધું. આખા ગામ માં ત્યારે ખુબ ચોરી થઇ ત્યારે મારા દાદા એ સમજદારી રાખી ભગવાન ના ઘરેણાં અને ઝવેરાતો અને મેળા ભેગી થયેલી રકમ આ ગામ માં છુપાવી દીધી પોતે હંમેશ માટે આ ગામ થી ચાલી ગયા .ચોર લોકો એ ખુબ કોશિશ કરી, ગામ ના લોકો એ એમને ખુબ ગાળો આપી ચોર પણ કહ્યા, પણ ગામ ની સુરક્ષા માટે એમને આ પગલું ભર્યું. આજે આ રકમ નો ઉલલેખ આ ડાયરી માં છે. જે જમીન મંદિર ના પાછળ ના ભાગ માં છે ત્યાં બધું જ સહી સલામત છે . આ રકમ આપણે નીકાળી ને આ ગામ ને પહેલા જેવું બનાવી શકીયે છીએ.

ગામ ના લોકો આ વાત સાંભળી ખુબ ખુશ થયા .ગામ ના લોકો એ કરમચંદ ભાઈ અને અનિકેત નો ખુબ આભાર માન્યો. મંદિર ના પાછળ ના ભાગ થી જમીન ખોદતાં ૧૦કરોડ જેટલી રકમ નું સોનુ અને ઝવેરાત મળ્યા. અનિકેત ના દાદા આ જોઈ રડવા લાગ્યા આજે ઘણા વર્ષો થી દબાયેલો બોજો હળવો થતો હોઈ એમ લાગ્યું. પોતામાં માથે રહેલું ઋણ અનિકેત આજે ઉતારી દીધું હતું.ત્યાં જ રડતા રડતા એના દાદા ઢળી પડ્યા. આજે એ ગામ ઘણું વિકસિત ગામ છે મોટા રસ્તા અને મોટી હોસ્પિટલ અને સ્કૂલ કોલેજ વ્યવસાય થી ઘણું આગળ પડતું છે. ગામ ની વચ્ચોવચ અનિકેત દાદા ની એક મૂર્તિ પણ બાંધવામાં આવી છે. આજે પણ અનિકેત એ ગામ માં જઈ ને દાદા ની પુણ્ય તિથિ ને સાકાર કરે છે. પોતે દાદા નું ઋણ ઉતારી દાદા ને સન્માનજનક હાર પહેરાવી રહ્યો છે.