Afsos books and stories free download online pdf in Gujarati

અફસોસ

અફ્સોસ

ધાર્મિક ભડકોલીયા

અર્પણ

જેમણે મને હરક્ષણ મારો સાથ આપ્યો તેવા આદરનીય માતા-પીતા ને...

પ્રસ્તાવના

ઘણાં પુસ્તકો એવાં હોય છે જે માણસ નાં જીવન મા નવો ટર્નિંગ પોઇન્ટ આપે છે. હા અને નવું કરવાની પ્રેરણા તો ખરી જ. ઐતિહાસિક કથા અને નવલકથા મા પ્રેરણાદાયક હોય છે. અને ભારત મા ઘણાં એવા મહાન લોકો થઈ ગયા છે જેનું જીવન પ્રેરણાદાયક બની શક્યું છે. રશ્મિ બંસલ નુ એક પુસ્તક 'શૂન્ય માંથી સર્જન' એ ખૂબ પ્રેરણાત્મક છે. અને આ રજુ કરેલું પુસ્તક એ એક નવલકથા છે. જે કોઈ સત્યઘટના પર નથી. મનુષ્ય જીવન મા વિચાર્યા વગર ઘણાં એવાં પગલાં ભરી બેસે જેનો તેમને પછી ઘણો આફ્સોસ થાય છે. અને માણસ ના અહંકાર, તેને પાડી દે એવી એક નવલકથા હુ આપની સમક્ષ રજુ કરુ છું.

પુસ્તક મા ઘણા શબ્દો એવાં આવતાં હોય કે જે ઘણા વાચકો જજ થઈ સલાહો આપતા હોઇ છે કે લેખક ના આંતરિક વિચારો થી આવેલા શબ્દો હોય છે. તો હુ વિનંતી કરુ છું કે તમને યોગ્ય ન લગે ત્યાં મને સલાહ આપવી.

આ પુસ્તક તમને બધાં ને ગમશે એ આશા સહ હુ આપની સમક્ષ રજુ કરુ છુ.

***

અફ્સોસ

સમ્રાટ ચંદ્રગુપ્ત નાં શાસન વખત મા ભારત ની પુર્વ દિશા મા ગોદાવરી અને ક્રિષ્ના નદી ની વચ્ચે નાં વિસ્તાર મા આંધ્ર નામ ના મહાનગર ની પાસે નાનું નગર આવેલુ હતુ રતનપૂર.

આ રળિયામણું રતનપૂર વિકસીત હતુ. જેનાં શેરીઓ સ્વચ્છ અને નગર મા જરૂરિયાત ની વસ્તુઓ મળી રહેતી. પાકા બહુમાળી ઇમારતો, જેનું કારણ તેમનાં પ્રજાપ્રેમી રાજા સત્યદેવરાય. રતનપૂર ની પ્રજા નાં માન અને સહકાર થી સત્યદેવરાયે નગર ને વધુ વિકસિત બનાવ્યુ.

  • નગર મા એક બ્રાહ્મણ રહેતો જટાશંકર. ગણપતિ જેવી મોટી ફાંદ મોટો અને વર્ણ છૉલેલા બટાટા જેવો ધોળૉ માથે લાંબી શિખા નગર મા પૂજાવિધી નું કામ કરતો. તેમનો એક યુવાન પુત્ર હતો શરીરે ખડતલ મહાકાય અને તેનાં મુખ પર તેજસ્વીતા ઉભરાય આવતી પણ જ્ઞાતિ એ બ્રાહ્મણ હતો છતાંય હરિ અંદર શિલ્પકલા અદ્દભુત હતી. જટાશંકર તેની શિલ્પકળા થી નાખુશ હતો તે હરિ ને પાકો બ્રાહ્મણ બનાવા માંગતો હતો.
  • "હરિ.... બેટા હરિ ક્યાં છો. ?"જટાશંકર બોલ્યા
  • "અરે હા પંડિતજી આવુ છું"હરિ જવાબ આપ્યો
  • હરિ તેનાં પીતા ને હંમેશા પંડિતજી કહી ને બોલાવતો તે દોડી ને આવી બોલ્યો "બોલો પંડિતજી.. "
  • "બેટા આજે મારી સાથે તારે આવવાનું છે"જટાશંકર વિધી ની સામગ્રી તૈયાર કરતા કરતા બોલ્યા
  • હરિ ગુસ્સા મા બોલ્યો "પંડિતજી મને તે કાઈ ન ફાવે મારે હજી પ્રતિમા બનાવવાની બાકી છે. "
  • જટાશંકર સમજાવવા નો પ્રયત્ન કરતા હતા "બેટા આજે આપણા નગર નાં પ્રધાન ને ત્યાં નવી હવેલી નું વાસ્તુ પૂજન છે"
  • હરિ ટાકણી લઇ બબડતો બબડતો ચાલ્યો ગયો.
  • જટાશંકર તેનાં પૂજન ની સામગ્રી લઇ ચાલતો થયો
  • "બેટા હુ જાવ છું.. "જટાશંકર બારણું બંધ કરી ચાલતો થયો.
  • પ્રધાન ને ત્યાં નવી હવેલી નું વાસ્તુ પૂજન શરૂ કર્યુ... ઉનાળા ની ગરમી મા જટાશંકર પરસેવે થી નાહી લીધુ હતુ. સૂર્યદેવ નો તાપ ધીરે ધીરે ઓછો થતો હતો. મધ્યાહ્ન નો સમય વીતતો ગયો. જટાશંકર એ પૂજાવિધી નું સમાપન કર્યું. નગરપ્રધાન જટાશંકર પાસે આવી અને ધનરાશી આપી.
  • "ગોરમહારજ કેમ મૂંજયેલા છો"પ્રધાન બોલ્યા
  • જટાશંકરે એ જવાબ આપ્યો"પ્રધાનજી મારા પુત્ર નું ભવિષ્ય ધૂંધળું દેખાય છે. "
  • "પણ શુ થયુ મને સ્પષ્ટ સમજવો હુ કદાચ તમારી મદદ કરી શકુ" પ્રધાન બોલ્યા
  • "તે મારી સાથે કઇ પણ પૂજાવિધિ શીખતો નથી અને શિલ્પ કામ કરે રાખે છે"જટા શંકર એ મુશ્કેલી બતાવી કે એ હવે પછી શુ કરશે.
  • "હુ કાલે સૂર્યોદય થતા હરિ ને મળવા આવીશ"પ્રધાને કહ્યુ
  • "ઠીક છે ધન્યવાદ હવે હુ રજા લવ"જટાશંકર એની પોટકી લઇ ચાલતો થયો.
  • ***
  • સુંદર પરોઢ અને પંખીઓ નો કલબલાટ અતિ આંનદમય હતુ. બારણું ખખડ્યુ જટાશંકર બારણું ખોલ્યું પ્રધાન ને આવકાર્યા જળ આપ્યું. પ્રધાન ની નઝર ઘર મા પડેલા શિલ્પ પર થી ખસતી જ ન હતી. તે ચકિત થઈ ગયો એમને આવા અદ્દભુત શિલ્પ જોયા જ નહોતા. જટાશંકર હરિ ને લઇ આવ્યા.
  • "પ્રધાનજી.. આ હરિ"જટાશંકર હરિ નાં ખભે હાથ દઇ બોલ્યા.
  • "હરિ આ શિલ્પ તે બનાવ્યા છે" પ્રધાન હરિ તરફ નજર કરી બોલ્યા
  • "હા પ્રધાનજી આ મારા બનાવેલા શિલ્પ છે. "હરિ એ ઉત્સાહ થી જવાબ આપ્યો.
  • "અરે ગોરમહારાજ તમે ખોટી ચિંતા કરો છો"પ્રધાન બોલ્યો
  • "માફ કરશો પણ મને તમારો કહેવા નો મતલબ સમજાયો નહીં" જટાશંકર બોલ્યા
  • "રાહ જુઓ કાલે સવારે તમને ખબર પડી જશે. "પ્રધાન બોલ્યા પછી રાજદરબાર તરફ રવાના થયાં.
  • દિવસ વીતતો ગયો. સુર્ય લાલ થઈ ગયો સાંજ નો સમય હતો. જટાશંકર અને હરિ વાળુ કરી ને બેઠા હતા.
  • "પંડિતજી સવારે પ્રધાન આવ્યાં હતા કંઇ આપત્તિ નથી ને"હરિ બોલ્યો
  • "ના બેટા કંઈ સમસ્યા નથી"
  • ત્યાં જટાશંકર ના મિત્ર રામાનંદ આવ્યા.
  • "જટાશંકર કાલે સવારે આપણા નગર માંથી મથુરા યાત્રા નીકળે છે તો હુ શુ કહુ છુ હવે આપણી ઉંમર થઈ છે. અને હવે છોકરા પણ મોટા થઈ ગયા છે તો આપણે યાત્રા કરી આવીએ" રામાનંદ બોલ્યા
  • "રામાનંદ યાત્રા મા ઘણો સમય જાય અને મને યોગ્ય નથી લાગતુ કે હરિ ને એકલો મુકી ને જવ" જટાશંકર બોલ્યા
  • "જટાશંકર ચિંતા કર માં એમા જ તારી ફાંદ ઓગળી જાશે તુ કાલે સવારે તૈયાર થઈ જજે અને છોકરાં પર ભાર મૂકે તો તેને પણ ખબર પડે" રામાનંદ બોલ્યા
  • જટાશંકરે હરિ ની સામે ક્ષણ વાર જોયું પછી બોલ્યા"ઠીક છે રામાનંદ કાલે સવારે આપણે નીકળીએ"
  • રામાનંદ બોલ્યા"હવે સુઈ જા. ઘણો સમય થઈ ગયો છે"
  • રામાનંદ ઘરે ગયો. અને અમે બને પણ સુઈ ગયા.
  • બીજે દિવસે સવારે રામાનંદ આવી બોલ્યો
  • "જટાશંકર... હવે ઝડપ કર"
  • જટાશંકર હરિ ને સમજાવતો હતો આમ કરજે એમ ન કરતો. સમજવી ને પછી રામાનંદ અને જટાશંકર યાત્રા માટે નીકળી ગયા. શિલ્પ કામ મા દિવસ વીતતો ગયો. સાંજ નો સમય હતો હરિ શિલ્પ કામ કરતો હતો. બારણે અવાજ આવ્યો હરિ... હરિ...
  • હરિ બહાર આવ્યો. સામે રાજા સત્યદેવરાય અને પ્રધાન હતાં.
  • હરિ સ્થિર થઈ ગયો. કે કણતપૂર નરેશ એમનાં આંગણે ઉભા હતાં હરિ એ આદર સત્કાર સાથે ઘરે લાવ્યા.
  • ઢૉલિયૉ ઢાળી દીધો. રાજા અને વજીર બેઠા. હરિ ઠંડું પાણી ભરી આવ્યો
  • "હરિ પાછળ પેલી સ્થિર ઉભેલી સ્ત્રી કોણ છે!"રાજા બોલ્યા
  • "હા... હા... હ.. ક્ષમા કરશો મહારાજ પણ એ કોઈ સ્ત્રી નહીં પણ અક શિલ્પ છે. "હરિ હાસ્ય સાથે બોલ્યો
  • ખરેખર તે શિલ્પ જોતાં એમજ લગે તે હમણાં હલશે
  • એવા ઘણાં શિલ્પ જોઇ રાજા નાં નયન થાકતા જ નહોતા.
  • "હરિ કાલ થી તારે મારા નવા મહેલ મા શિલ્પ કામ કરવાનું છે. "રાજા બોલ્યો
  • હરિ ખુશ થઇ ગયો.
  • "મહારાજ હરિ આપણા રાજદરબાર ની શોભા વધારશે. "પ્રધાન બોલ્યા
  • "હમમ... હવે થી તુ રાજ દરબારી છો. "રાજા બોલ્યા
  • હરિ ખુશી થી સમાતો ન હતો.
  • રાજા અને પ્રધાન પરત ફર્યા...
  • ૨ વર્ષ પછી....
  • જટાશંકર યાત્રા કરી પાછો ફર્યા. ૨ વર્ષ મા ભારતવર્ષ ની યાત્રા કરી. તે ઘરે આવ્યો. ઘર ના બારણાં પર કરોળિયા નાં ઝાળ હતી. જટાશંકર આગળ ગયો અને વેપારી પ્રતાપ ને પુછ્યું "પ્રતાપ અહિ મારો પુત્ર હરિ રહેતો તે ક્યાં ગ્યો કંઈ ખબર છે"
  • "અરે ગોરમહારજ આગળ રાજમહેલ તરફ જાવ આટલે ખબર પડી જશે. "પ્રતાપે જવાબ આપ્યો
  • જટાશંકર આગળ ગયા નગર મા ઘણો ફેરફાર થઈ ગયો હતો પાઠશાળા, પુસ્તકાલય અને ચિકિત્સાલય. રાજમહેલ ની પાસે પહોચી ગયો ત્યા સામે રામાનંદ આવ્યો અને બોલ્યા
  • "એલા હરિ ની હવેલી જો સામે રહી જા હરિ રાજ દરબારી છે. "
  • જટાશંકર નો ચહેરો પથ્થર ની જેમ સ્થિર હતો. તે હવેલી ની અંદર ગયો.
  • ***
  • આલીશાન હવેલી ની અંદર હરિ એ કિંમતી આભૂષણો
  • અલંકારો અને હવેલી મા નોકર ચાકર. મોટા જૂમર મોટા દ્વારો. હરિ પાસે આવ્યો શુ થયુ પંડિતજી.
  • "અરે પંડિતજી આ હવેલી મારી છે. આ સંપત્તિ મારી છે, આ સર્વસ્વ મારુ છે... પંડિતજી મારુ... "
  • હરિ હાથ ફેલાવીને બોલ્યો
  • જટાશંકર ને ચક્કર આવી ગયા તે નીચે પડી ગયા મૂર્છિત અવસ્થા મા આવી ગયા હતા હરિ એ વૈદ્ય ને બોલાવ્યા
  • હવેલી મા મોટા પલંગ પર જટાશંકર ભાન મા આવ્યાં સામે એક આસાન પર હરિ બેઠો હતો હાથ મા મદિરા હતી. જટાશંકરે એને બોલાવ્યો
  • "બેટા હરિ હુ તને કહેતો ને વિધાતા નાં લેખ ને કોઈ ફેરવી શકતુ નથી. તને તારા અંતકાળે અફસોસ રહેશે તારી પાસે વૈભવ છે તોય તુ યમ થી ન બચી શકે. હ અસત્ય લાગતું હોઇ તો ૧૨ કારતક સુદ સાતમ ૩૨૯ સંધ્યા વખત મા તને લેવા યમ આવશે. તારી કળા નો ઉપયોગ કર અને વિચારી ને પગલું ભરજે.. "મરણ પથારી મા જટાશંકરે પ્રાણ ત્યાગ કરી દીધાં હરિ ને કંઇ અસર ન હતી.
  • થોડા વર્ષો પછી......
  • એક દિવસ રાજા ના શયનખંડ મા શિલ્પ કરવા મા એક શિલ્પ તુટી ગયુ. રાજા એ હરિ ને કહ્યુ "હરિ કેમ તારા કામ મા આવી લાપરવાહી. "
  • "માફ કરશો રાજન આપને તો ખબર છે હુ એકલો રહુ છુ હવે મારી ઉમર થઇ ગય છે કામ મા પણ ખૂબ ઠાક લાગે છે. "
  • "ઠીક છે હરિ તુ એક ઘર નું શિલ્પકામ કરી ને પછી તુ આરામ કર. "
  • હરિ એ એમનું છેલ્લું કામ સમજી કામે લાગ્યો. તેને આ ઘરના શિલ્પ કામ મા રસ ન હતો તેમણે ૧૫ મહિના મા તેણે કામ પુરુ કરી નાખ્યું .
  • રાજમહેલ મા ગયો અને રાજાને કહ્યુ"રાજન તે ઘરનું શિલ્પકામ પુરુ થઇ ગયુ"
  • "હરિ આ લે ચાવી તે મારા મહેલ નુ સુંદર શિલ્પ કર્યું એ બદલ હુ તને એ મકાન ભેટ આપવા માંગુ છું. "રાજા એ ચાવી આપતાં કહ્યુ
  • હરિ સ્થિર ઉભો રહ્યો એની આંખો માથી આંસુ આવી ગયા
  • એને બનાવેલા મકાન મા કે એને એની નિષ્ઠાપૂર્વક કામ ન કર્યું એને એનો અફસોસ રહી ગયો. તે ચાવી લીધા વગર ઘરે ગયો અને આફ્સોસ ના આંસુ નો દરિયો ભરતો હતો. તેને પંડિતજી ની વાત યાદ આવી. હરિ ને તેની મરણ વિશે ની વાત થી ચિંતિત હતો હજી તેનાં મરણ ને ૩માસ અને ૫ દિવસ ની વાર હતી.
  • હરિ ને તેના કામ પર આફ્સોસ ન રહે. તેથી તેણે પોતાની જ પંદર મૂર્તિ બનાવા ની શુરૂ કરી દીધું સમય વીતતો ગયો. હવે તે દિવસ નજીક આવતો જતો હતો હરિ તેના શિલ્પ બનવવા મા મશગુલ રહેતો હતો.
  • ***
  • ૧૨ કારતક સાતમ સુદ ૩૨૯ મો દિવસ આવી ગયો હતો અને હરિ ને હજી તેની શિલ્પકલા પર અભિમાન હતુ. સંધ્યા નો સમય હતો હરિ એ એનાં બધા શિલ્પ ને એક સાથે ગોઠવી દીધાં અને વચ્ચે હરિ ઉભો રહી ગયો. આ શિલ્પો વચ્ચે નો હરિ મળી આવે એમ ન હતો.
  • થોડી ક્ષણો વીતી ત્યાં હરિ નાં આંગણે યમદેવ અને ચિત્રગુપ્ત આવી ચડ્યા. હવે યમ અને ચિત્રગુપ્ત બને શિલ્પ ને જોવા લાગ્યા પણ ખબર ન પડી કે સાચો હરિ કોણ છે. "મહારાજ આમા હરિ ને શોધવો મુશ્કિલ છે. "ચિત્રગુપ્ત બોલ્યા
  • "હમમમ... ચિત્રગુપ્ત આ અદ્ભૂત કલાકાર છે. !"યમરાજ મૂંજમણ મા મુકાયા.
  • "પણ મહારાજ હરિ નુ આયુષ્ય વધારી આપો ને"ચિત્રગુપ્ત કહ્યુ યમરાજ ગુસ્સે થઈ બોલ્યા "ના યમ ના હાથ માથી કોઈ બચી ને ન જાઇ"
  • યમરાજ એક શિલ્પ પાસે ગયા "ચિત્રગુપ્ત આ શિલ્પ તો અતિ સુંદર છે પણ જો અહિ ભુલ કરી છે. "
  • એટલું બોલતાં હરિ દોડી આવ્યો "ક્યાં ભુલ છે.. "
  • અને હરિ પકડાઈ ગયો
  • યમરાજ બોલ્યા "હરિ તારી શિલ્પકળા પર અહંકાર હતો ને અને તે ધીરજ ન રાખી તેનો હવે તને અફસોસ છે. તારા વિધાતા નાં લખેલા લેખ કોઈ બદલી શકતું નથી. હવે ચાલ મારી સાથે.... "
  • અહંકાર મા ત્રણ વસ્તુ ગય....
  • ધન, વૈભવ અને વંશ.
  • અને ન માનો તો જોઇ લ્યો
  • રાવણ, કૌરવ, અને કંસ.
  • સંપુર્ણ વાંચવા બદલ આભાર.. હવે ટુંક સમય મા જ બીજી આવૃત્તિ.…
  • ***