Adhinayak - 15 books and stories free download online pdf in Gujarati

અધિનાયક Scene :- 15

SCENE: - 15

- “અનંત! આ વાચ્યું...” સવારના પ્હોરમાં હાથમાં newspaper લઈને Mr મહેતા પાસે study room માં આવ્યા. સાભંળ્યું હોવાં છતાં Mr મહેતાએ ન સાભળ્યું કર્યુ, “અંનત! હું તમને કહું છું. સાંભળો છો?” ફરી Mr મહેતાએ જવાબ ન વાળ્યો. અનિતાબહેન પાસે આવ્યાં, Mr મહેતા laptop પર કામ કરી રહ્યાં હતાં, “અંનત! કાન બંધ કરવાથી મગજમાં ચાલતું ઘમાસાન બંધ નહિં થાય. જે મનમાં હોય એ બોલી નાખો.”

“શું બોલું અનિતા? શામાટે બોલું? આપણે શું લેવા-દેવા?” Mr મહેતા બેફિરાઈથી બોલ્યાં.

“આપણે શું લેવાદેવા એટલે? અનંત હકિકતથી જેટલું ભાગશો તેટલી તે તમારી આગળ આવીને ઊભી રહેવાની! મને ખબર છે અત્યારે દેવિકાબહેન પછી સૌથી વધારે ચિતાં તમને જ હશે. પણ. તમને તમારો ડર સૌથી વધારે નડે છે,”

“અનિતા! તું શામાટે આપણાને ધરાર દેવિકાબહેનના પરીવાર સાથે સંડોવી રહી છે? 17 વર્ષ પહેલાં બધું સમાપ્ત થઈ ગયું છે.”

“હું નથી સંડોવતી! તમે ખુદ પોતાને-મને સંડોવી રહ્યાં છો દરરોજ અંદરને અંદર બળી-બળીને! અને સમાપ્ત ત્યારે થાય જ્યારે તમામ સવાલોના જવાબ મળી જાય શું તમે નથી ઈચ્છતા કે દેવરાજભાઈના ગુનેગારોને સજા મળે? દેવિકાબહેન આપણને માફ કરી દે? સત્ય દુનિયાની સામે આવે એવું તમે નથી ઇચ્છતાં?” અનિતાબહેન ધારદાર સવાલો કર્યાં જેનો કોઇ જવાબ Mr મહેતા પાસે ન હતો.

“અનિતા! હું તો ઘણું ઇચ્છી રહ્યો છું. પણ. મારા હાથ બંધાયેલ છે. એકવાર નાનકડી પણ સાબિતી મળી જશે ત્યારે તારે કાંય કહેવા જેવું નહિં રહે. આ બધું સાળા-બનેવીની કરતુત છે ને તેમાં એક જીવનો ગયો. બીજો કારણ વગર ફંસાય ગયો! મને વિશ્વાસ છે કે દિવ્યરાજકાકા યુવરાજને છોડાવી લેશે! માટે તું ચિતાં ન કર. સમય આવશે એટલે આપણે સામેથી દેવિકાબહેનને મળી આવશું,” Mr મહેતાએ સૌથી પહેલાં તો અનિતાબહેનને મનાવ્યાં. પાસે જઈ હાથ પકડીને ચુમ્યાં. “હવે ચા લાવો! સવારની સુસ્તી ચઢે છે.”

“હાં! હાં! હમણાં લાવી.” અનિતાબહેન તરંત જ માની ગયાં. ચા લેવા ગયાં. Mr મહેતા ત્યાં ઊભા રહ્યાં. ખાતરી કરી લીધી કે અનિતા રસોડે ચાલી ગઇ, night-pant ના ખીસ્સામાંથી mobile કાઢ્યો, Number લગાવ્યો.

“હાં! શું Status છે? મને હમણાં જ newspaper થી ખબર મળ્યાં. પકડાઈ ગઇ તેણી?” Mr ગજેરાના ચહેરાના ભાવ જ બદલાઈ ગયાં. સામે જવાબ આવ્યો. “તેણીને ન લાગવું જોઈએ કે તેણી તારા કબ્જામાં છે, સમય આવશે ત્યારે તેણી હુકંમનો એક્કો સાબિત થશે, ભલે મુકું છું” mobile cut કરતાં જ Mr મહેતાના ચહેરા પર ચમક આવી ગઈ.

***

- સવારે8-8:30 વાગ્યે સાબરમતિ central jail ના main gate આગળ police van ઊભી રહી. Van માથી ધડાધડ police staff ઉતરી ગયો. છેલ્લાં બે constable સાથે યુવરાજ ઉતર્યો. સહેજ વધેલ દાઢી. સુતરાઉ shirt-pant, Shirt માં ખભાં પાસે લોહીના સુકાઈ ગયેલા ડાઘાં! રાત્રે ઝપાઝપીના કારણે માથે પાટ્ટો બાંધ્યો હતો. તેના ચહેરો શાંત ભાંસતો હતો. Jail પરીસરમાં ઉભેલ કેદીઓ-jail police staff યુવરાજને જોઇ જ રહ્યાં. આપસમાં વાતો કરવા લાગ્યાં. યુવરાજને તો gate વાટે અંદર લઈ જવાયો.

“Sir! ગાંધિનગર police station થી એ કેદીને લઈ અવાયો છે..” Table આગળ જમાદાર સાહેબને salute કરતો બોલ્યો. સામે PI સાહેબ paperwork માં વ્યસ્ત રહીને ઉચું જોયા વગર રજામંદી આપી. Gate થી પ્રવેશીને garden થી પસાર થઈને યુવરાજને PI office લઈ જવાયો, Paperwork કરતાં PI આગળ યુવરાજ સાથે બે constable ઉભા રહી ગયાં, “sir! આ યુવરાજભાઈ!” એક બટકબોલા constable થી બોલાઇ ગયું. PI એ ઊચું જોયું. સામે યુવરાજ રાવળ શાતિંથી તેમને જોઇ રહ્યો. ઉંચો હટ્ટો-ગટ્ટો બાંધો-2 stared ખાખી વર્દી-Solder cut hair style વાળા ઘઉંવર્ણા મુંછોવાળા ચહેરા પર એક officer વાળી અકડ છલકાતી હતી.

“યુવરાજ રાવળ! નામ તો ખુબ સાંભળ્યું હતું. આધુનિક વિચારો ધરાવતાં young leader! એ પણ પાછાં Ruling party ના precedent! તમને મળવાની ખોટી અપેક્ષા તો ખુબ રાખી હતી. પણ. ક્યારેય વિચાર્યું ન હતુ કે તમને આ રીતે મળાશે!” PI એ કટાક્ષ કર્યો. યુવરાજ શાંતિથી જોઈ રહ્યો, “હું પ્રભાતસિંહ જાડેજા! હાલમાં જ તમારા uncle Kevin broad ની મહેરબાનીથી મારી અંહિં posting થઈ, તમેય નવા- હું પણ નવો! જોઈએ કોણ પહેલાં આ jail થી છુટ્ટે..”

“હું ઇશ્વર પાસે પ્રાર્થના કરીશ કે તમે વહેલાંમાં વહેલાં છુટશો. કારણકે હું તો હંમેશાં માટે આ..”

“Don’t pray for me! I hate criminals! એક તો crime કરો છો ને પાછા ભક્ત બનવાનું નાટક- સારાં દેખાવાનું નાટક પણ નથી છોડતાં..” PI chair પર બેઠો, Table તરફ ખસીને paper ફંફોસવા લાગ્યો. “કઈ cell ખાલી છે? આ સાહેબને security પણ જોઈશેને?”

“Sir! Cell no. 13 માં કાચાં કામના ત્રણ છે, તેઓને સોમવારે લઈ જવાના છે,”

“13 number?” યુવરાજથી બોલાય ગયું.

“કેમ 13 ને અશુભ માને છે?”

“ના! ના! આ તો એમજ..”

“..તો પછી વચ્ચે કેમ બોલ્યો?” PI કડક સ્વરે બોલ્યા.

“Sorry sir!” યુવરાજે માફી માંગી.

“લઈ જાવ cell no. 13 એ!” PI નો આદેશ વછુટ્યો. યુવરાજને લઈ જવાયો. Constables તેમને સ્પર્શતાં પણ નહોતાં, થોડું સતાનું કારણ અને વધારે યુવરાજનું co-operation! તેની હાલચાલમા-હાવભાવમાં કે વ્યવહારમાં ન તો ગુનો કર્યાનો ભાવ હતો કે ન તો કોઈ અફસોસ! ન તો સત્તાનો મંદ કે ન તો અહમ! છતાં આવા યુવકે ગુનો કર્યો હશે? એક તબક્કે તો PI જાડેજાને પણ વિચાર આવી ગયો.

“આવો. યુવરાજભાઇ!” PI office થી જમણી બાજુની ગોળાકાર cellblock પ્રવેશતાં જ constable એ યુવરાજનું સ્વાગત કર્યું!! બહારથી ગોળાકાર cellblock ની અંદર સામસામે cell ની હારમાળા ગોઠવાયેલ હતી. યુવરાજ બન્ને બાજુ નજર કર્યે જતો હતો. કાચાં કામની આ cellblock ની દરેક cell માં ઠાંસીઠાસીને કાચાકામના કેદીઓ ભર્યાં હતાં. હોહાં ને દેકારો જાણે jail નહિં પાગલખાને આવ્યા! તેમાં પણ યુવરાજને જોતાં વધારે દેકારો થવા લાગ્યો. જોકે. જમાદારસાહેબે ડંડો ફટકારીને શાંત કર્યાં. 4થી cell આગળ ત્રણેય ઊભા રહ્યાં. એક જમાદારે ચાવી લઇને તાળું ખોલ્યું. 10*10 ની cell માં અગાઉથી કેદ થયેલ આરોપીઓનું ધ્યાન યુવરાજ પર ગયું. એક દિવાલ પાસે બેઠો હતો. બીજો cement ના platform પર સુતો હતો. ત્રીજો બારી આગળ ઊભો હતો. યુવરાજ cell માં પ્રવેશ્યો. ઊભો રહ્યો. “કોઈ કામ હોય તો કેજો” જમાદારે વિવેક કર્યો, યુવરાજે હસતાં-હસતાં માંથુ હલાવ્યું, આજબાજુ જોઈ રહ્યો, નળીયાવાળી છત-પોપડી ઉખડી ગયેલ દિવાલ-એક ખુણે ધુળવાળું માટલું-3-4 ચાદરો અસ્તવ્યસ્ત હતી, આવતાં સાથે મચ્છરોએ સ્વગત કર્યું. ન પારખી શકાય તેવી વિષમ પ્રકારની વાસે મગજ ભારી કર્યું.

“તમે કેમ આવ્યા? તમે જાણીતા લાગો છો..” 10-15 minute યુવરાજને ચારેબાજુ નજરો દોડાવતો જોઇ એક પાસે આવાને બોલી ઉઠ્યો, અચાનક તે નજીક આવતાં યુવરાજ ગભરાઈ ગયો, “ગભરાવ નહિં, આ તો એમજ! હું શક્તિ બલી! આ બારીની બહાર જોવે એ મારો ભઇ બળીયો ને આ સુતો એ મારો બાપ બલી! આવો! બેસો!” શક્તિએ યુવરાજને પેલ્લાં બન્ને પાસે લઇ આવ્યો. યુવરાજ પાસે આવતાં જ બારીની બહાર જોતો બળીયો ને સુતેલો બલી બન્ને યુવરાજ પાસે આવ્યાં. ત્રણેય યવરાજને ફરતે ગોઠવાઈ ગયાં, “તમે?”

“યુવરાજ રાવળ!” યુવરાજે નામ આપતાં જ ત્રણેય મોઢે આંગળી મુકી ગયાં.

“ચીફ મનિસ્તરના ભત્રીજા ઈ તમે?” આ વખતે બળીયો બોલી ઊઠ્યો. યુવરાજે હાં પાડી! “આલે લે! અલ્યા શક્તિ! જો, police ચીફ મનિસ્તરના ભત્રીજાને છોડતી ન હોય તો આપણને કેમ છોડવાની? આ ચીફ મનીસ્તર બોવ કડક સે” ત્રણેય સાવ ગામડાના અભણ લાગતા હતાં. કેટલાંય દિવસથી નાહ્યા ન હોય તેવી ત્રણેયના shirt-pant થી વાસ આવતી હતી. યુવરાજ તો મનમાં ને મનમાં હસતો હતો. તેનો ચહેરો ખીલી ગયો હતો, “તમે કેમ આવ્યા?”

“હું?” યુવરાજ પહેલાં તો ખચકાયો.

“તમે ગભરાવ સો કાં?” શક્તિએ પાછું પૂછ્યું, યુવરાજ હસ્યો.

“બસ! બહારની હવા માફક નહોતી આવતી એટલે અને એક માણસ આડો આવતો હતો. દઈ દિધો મસાલો!”

“અરે બાપ રે! મારી નાખ્યો? ભાઈ તું બોવ ડેનજર! કોણ હતો ઇ?” બળીયાને યુવરાજ પર વધારે રસ હતો, “અમે તો સાવ ખોટા fit થઇ ગયાં તોય અફસોસ કરીએ ને તારા ચહેરે તો કોઇ અફસોસ દેખાતો નથ..”

“તમે શેમાં આવી ગયાં?” પોતાની વાત પર ધ્યાન હટાવવાં યુવરાજે સામેથી પૂછયું.

“અરે! છોરા! વાત જવા દે...” આ વખતે બલીબાપો બોલ્યો. “આણે પરણવું’તું સક્તિને! બાય આવી વિહ નોહરી! 498-અ માં fit કરી ગઈ. મેં તો આને કિધું’તું કે બાયને ન માર. પણ આ ન માન્યો ને બાય police પાસે દોડી ગઇ...બસ! અમને પકડી ગ્યાં..”

“એલાં મરદ થઇને બાયુંને મરાય...” યુવરાજ આ ભોળા માણસો વચ્ચે ભળવાની કૌષિશ કરવા લાગ્યો.

“અરે કાંય નો’તી મારી. એકવાર હાથ શું માર્યો કે police ભેગી થઈ ગઇ..” શક્તિ જાણે પોતે સાવ નિર્દોષ હોય તેમ બોલ્યો, “ઇ મુકો! તમે ક્યો કે તમે કોને મારીને આવ્યા?” શક્તિ પાછો મુળ વાતે આવ્યો. યુવરાજ વિચારવા લાગ્યો, “હવે વિચારો સો શું? જે સાચું હોય ઇ બોલી નાખને! અહિયાં કોઇ સાહેબ સાંભળવા નઇ આવે” શક્તિએ જાણે યુવરાજના મનની વાત સાંભળી લીધી.

“એમ હોય તો જ બોલું, બાકી મને લાકડીની બીક બોવ લાગે...”

“હાં! હાં! બોલને. કોઇ નઇ આવે. કોને મારીને આવ્યો?” બળીયાને જાણવામાં ખુબ રસ હતો.

“ગૃહમંત્રી! ગૃહમંત્રી નવિનભાઈ પટેલ!” યુવરાજના જવાબથી ત્રણેયને 440 watt નો ઝટકો લાગ્યો હોય તેમ સ્તબ્ધ થઇ ગયાં. તો આ ત્રણેયની ક્યારના વાતો સાંભળતા આજુબાજુની cell ના કેદીઓ દેકારો કરવા લાગ્યા. દેકારો વધવા લાગ્યો તો જમાદારે ડાંડીયો પછાડીને શાંત કર્યા. તોયે આપસમાં વાતો તો થવા જ લાગી.

- “મને તો વિશ્વાસ નથી આવતો કે મારા યુવરાજને મળવા મારે jail માં આવવું પડ્યું..” Jail gate આગળ BMW car ઊભી રખાવીને car માંથી બહાર આવીને દેવિકાબહેન બોલી ઉઠ્યાં.

“મળવા દે! આજે તો..આજે તો લાકડીથી મારીને ઘરે લઇ જઇશ!” દિવ્યરાજકાકા લાગણીશીલ થતાં બોલી ઉઠ્યાં. દેવિકાબહેને સંભાળ્યાં. લાગણીઓને કાબુમાં રાખીને gate તરફ ગયાં, Staff ઓળખી જતાં જ દાદાજી સામે જઇને પગે લાગવા લાગ્યાં. દાદાજીની તો આગતાં-સ્વાગતાં થવા લાગી. PI office લઇ આવ્યા. કામ કરતો PI પ્રભાતસિંહ આ જોઇ રહ્યો.

“આ શું છે બધું? Officer થઇને બીજાને મહેમાનગતિ કરવા લાગ્યાં. જાવ! પોતાનું કામ કરો..” PI ની અકડ કોઇને ન ગમી, Officer વીલ્લાં મોઢે પાછા વળ્યા, “બોલો! શું કામ છે?”

“યુવરાજને મળવા...”

“Ohhh... યુવરાજ રાવળ! તો-તો તમે તેને સાથે લઇ જવા જ આવ્યા હશો? ભારી કહેવાય તેની પ્રાર્થના! Jail માં આવ્યાને કલાક નથી થઇ અને છોડાવવા તમે આવી ગયા.” PI જાડેજા મનમાં આવે તે બોલી ગયો. દેવિકાબહેન કે દિવ્યરાજદાદાને કાઇ સમજ ન પડી.

“જો. બેટાં..” દેવિકાબહેનથી બોલાય ગયું.

“હું તમારો દિકરો નથી. I’m not criminals!”

“Inspector...” દાદાજી મોટે અવાજે બોલી ઉઠ્યાં, “તારામાં કોઇ સંસ્કાર આપ્યા છે કે નહિં તારી માઁએ? કોણે તને officer બનાવી દિધો? અમારે માત્ર યુવરાજને મળવું છે એ માટે અમારે તારી રજાની જરૂર નથી. ચાલ દેવિકા!” દિવ્યરાજદાદા ચાલવા લાગ્યા. તેમની સાથે દેવિકાબહેન પણ!

“1 minute!” PI પાછળથી આવ્યો. જોશથી બોલવા તો ગયો પણ. આ વખતે દિવ્યરાજદાદાએ ત્રાંસી નજરે જોતાં ઢીલો પડી ગયો. “Jail ના rule હોય છે અમે 30 minute થી વધારે મળવા.”

“અમને ખબર છે. Inspector! Ruling party થી આવીએ છીએ એટલે કાયદાનું પાલન ખાસ કરીએ છીએ. તમારે કહેવાની જરુર નથી.” દેવિકાબહેનને PI સાથે વાત કરવી પણ નહોતી ગમતી છતાં બોલ્યાં. PI ઉભો રહી ગયો ને કાકા-ભત્રીજી waiting room તરફ ગયાં. થોડીવારમાં યુવરાજ આવ્યો. ત્રણેય વચ્ચે લાગણીઓનું ઘોડાપુર વહ્યું. જોકે. જ્યારે વાત સત્ય શું છે એ જાણવાની આવી ત્યારે યુવરાજે જે જવાબ આપ્યો એ દાદાજી કે દેવિકાબહેનની સમજની બહાર હતો.

“દાદાજી-મમ્મી! તમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છેને? ..તો court ને જ સાચું શું છે એ બહાર આવવા દો. સાચું જે હશે એ ક્યારેય સંતાયેલ નહિં રહે..” યુવરાજનો આ જવાબ દાદા કે દેવિકાબહેન વધારે ચિતિંત કરી ગયો. યુવરાજને એકલો છોડીને બહાર આવ્યા.

“કાકા! યુવિકાને અધિવેશને કહિ દઉ કે સામાન તૈયાર કરી લે. બપોરે આવશે ત્યારે લઇ આવે..” PI ની office પાસે જ આવીને દેવિકાબહેન બોલી ઉઠ્યાં. PIના કાન સરવા થયાં.

“Madam! હું બોલીશ તો તમે કહેશો કે તમને કાયદાની ખબર છે. પણ તમે ખબર નથી કે jail ની અંદર બહારની કોઇ વસ્તુ લાવવાની મનાઇ છે. કેદી..”

“Inspector! મને ખબર છે કે કેદીઓ માટે તમે સુવિધા રાખો છો. પણ તમે ભુલી રહ્યાં છો કે મારો દિકરો હજુ આરોપી સાબિત નથી થયો. સરકારે તેની security માટે તેને અહિં મોકલ્યો છે માટે એ આરોપી નથી..”

“તમારી વાત 100% સાચી! But Madam! Rule is rule! તમે ઇચ્છો તો Jail superintendent પાડિલીયા સાહેબ સાથે વાત કરી લો, તેમની permission પછી જ તમે Jail માં તમારી વસ્તુ..” PI એ દલિલ કરી.

“Inspector! તમે..” દેવિકાબહેનને ગુસ્સો આવી ગયો. તે બોલવા જતાં હતાં ત્યાં દિવ્યરાજકાકાએ તેમનો હાથ પકડી લીધો.

“ચાલ દિકરાં! તે તેની ફરજ નિભાવે છે. આપણે પાડલીયાસાહેબને સાથે વાત કરી લઇએ..” કાકા-દિકરી jail ની બહાર નીકળ્યાં.

- “દાદા! આ શહેરા વકીલ શું બાફે છે જુઓ તો...” દિવ્યલોક ભવન આવ્યા ત્યા બીજી જ હોળી પ્રકટી હતી, અધિવેશ-Dr યુવિકા દિવ્યરાજદાદા આવતાં જ hall માં જ હાજર prosecutor અનિલ શહેરાની ફરીયાદ કરી.

“અરે! અનિલ શું વાત છે? આ અધિવેશ શું કહેવા માંગે છે?” દિવ્યરાજદાદા અનિલ શહેરાની સામેના sofa પર બેઠા. દેવિકાબહેન પાસેના sofa પર! Dr. યુવિકા બન્ને માટે પાણી લઇ આવી ને દેવિકાકાકી પાસે બેઠી. અધિ દાદા પાસે!

“Sorry! કાકા...” Prosecutor અનિલ શહેરા પરસેવો લુછતાં બોલ્યાં.

“Sorry?” દાદાને સમજ ન પડી. “શેની sorry? તે શું વળી ભુલ કરી?...” અધિવેશ-યુવિકાને જોઇને તેમનો ચહેરો કળવા પ્રયત્ન કર્યો. તેઓ તો અસમંજશમાં જ હતાં.

“પહેલાં મારી વાત ધ્યાનથી સાંભળો, પછી બોલો!” અનિલ શહેરા પોતે ખુદ tension આવી ગયાં, બે વાર તો ઊડાં શ્વાસ લીધાં, “કાકા! હું આ case નહિં લડી શકું...કારણ કે..”

“કારણ કે તને CM સાહેબે ખરીદી લીધો છે એટલે!” દાદા ઊભા થઇ ગયાં, સાથે બધા ઊભા થઇ ગયાં, “મને અંદાજો હતો કે CM સાહેબ બાઝી કાઢશે જ! ભલે ન લડતો આ case! પણ પહેલાં મને એ બતાવ કે Kevin broad એ તને કેટલાંમાં ખરીદ્યો?” મામલો ગરમ થઇ ગયો. અનિલ શહેરા દિવ્યરાજકાકાની આંખોમાં વધતો તાપ જોઇ રહ્યો હતો.

“કાકા! મારી વાત સાંભળો! મને કોઇએ ખરીદ્યો નથી. યુવરાજ તો મારા દિકરા જેવો છે મારાથી તેને દગો ન કરાય. મને વિશ્વાસ પણ છે કે તે નિર્દોષ જ હશે..પણ..”

“ગોળ-ગોળ વાત ન કર, અનિલ! સિધ્ધે-સીધ્ધું બોલ!” દાદાજી જરાય લાગણીના પ્રવાહમાં તણાઇ જાય તેવામાં ન હતાં.

“કાકા! ન તો હું તમારો case લડી શકું કે ન તો નિત્યા પટેલનો! હું એક સરકારી lawyer છું અને આરોપી... I mean police એ પકડેલા વ્યક્તિનો બચાવ ન કરી શકું, case file કરુ તો નામદાર court મને suspend કરી નાખે. Please! કાકા મને ખોટો ન સમજો. મેં ધાર્યું હોત તો આ મોડેથી તમને જણાવીને તમારૂ વધારે નુક્શાન કરી શક્યો હોત...પણ મારા પેટમાં કોઇ પાપ નથી. કાકા!” શહેરા ગંભીર અને રડમસ અવાજે બોલી ગયો.

“પણ. દાદા..” અધિવેશ બોલવા ગયો ત્યા દાદાએ હાથ ઊંચો કરીને ચુપ કરાવ્યો.

“સારુ છે અનિલ! તારામાં હજુ આટલી તો સારાઇ છે. કોલસા સાથે રહીને પણ કાળાશ ન આવે તે હિરાની ખાનદાની જ ગણાય. બીજુ કોઇ વાત હોય તો એ પણ બોલી નાખ. એટલે વાત પુરી થાય..” દિવ્યરાજકાકા અનિલ શહેરા પર નરમ પડ્યાં.

“એવું જાણવા મળે છે કે જીજ્ઞાસાબહેન ગઢવી નિત્યા તરફથી case લડવાના છે તો તમે પણ કોઇ સારાં વકીલને આ case સોંપજો અને બને તો યુવરાજ સાચું શું છે જણાવી દે તો સારુ! નહિંતર યુવરાજને નિર્દોષ સાબિત કરવો મુશ્કેલ થઇ પડશે..” અનિલ શહેરા સલાહ આપીને ચાલતાં થયાં.

- “દાદાજી! તમે જરાય ચિતાં ન કરતાં નવો lawyer મળી જશે અને મોટાભાઇ સાચું પણ બોલશે. હવે હું ને યુવિકા બધુ સંભાળી લઇશું,” અધિવેશ જાણે આ જ સમયની રાહ જોઇ રહ્યો તેમ નવજોશ સાથે બોલી ઉઠ્યો. ત્રણેય અધિવેશને જોઇ રહ્યાં.

“અધિયા! સાચાં હિરાની પરખ આવા કપરાં કાળમાં જ થાય, મને તારા પર વિશ્વાસ છે કે તું તારા ભાઈને આ કપરાં કાળમાંથી કાઢીને રહીશ.” દાદાજી સહિત બધાને અધિવેશ પર વિશ્વાસ હતો, “પાડલિયાસાહેબની સાથે વાત કરીને તમારે યુવરાજને સામાન પહોચાડવાનો છે શું છેને કે PI નવો છે એટલે બધી વાતે કાયદાને આગળ કર્યે જાય છે,”

“ભલે દાદાજી! તમે વાત કરી લો..” યુવિકા-અધિવેશ સહમત થયાં, દિવ્યરાજદાદાએ jail-superintendent સાથે વાત કરી. સત્તા જ્યારે તમારા હાથમાં હોય ત્યારે કોણ તમારી વિરૂદ્ધ જવાનું? પાડલિયાસાહેબે હસતાં-હસતાં મંજુરી આપી. યુવરાજને મળવાની તૈયારી થવા લાગી.

***

- “આ લાવણ્યાની દિકરી ક્યાં મરી ગઇ? ક્યારનો call કરી રહ્યો છું, પણ ઉપાડતી જ નથી, Office એ વ્હેલો આવી ગયો તો તે મોડી છે,” અભિનવમ્ કાર્યાલયમાં આવી ગયા પછી લાવણ્યાને office ને જોતાં અભિનવ છેલ્લીં 30 minute થી લાવણ્યાને call કરી રહ્યો હતો. Calls receive ન થતાં છળી મળ્યો હતો. “એક minute...! કાલે રાધિકા લાવણ્યા સાથે ગઇ હતી તો તેણીને ક્યાંક..” એક વિચારે અભિનવને ચિતાંમાં નાખી દિધો. “ના...ના... એવું કાંઇ નહિ થયું હોય. એક કામ કરુ, લાવણ્યાના ઘર જઇ આવું,” મગજમાં light થઇ, નોકરને બોલાવીને office ધ્યાન રાખતો કરીને મારતી car એ ભાગ્યો, લાવણ્યાનું ઘર ક્યાં દુર હતું! 10 minute માં તો sector 4 એ પહોચીં ગયો. Lift નો આદી અભિનવ આજે દોડતો 3rd floor ગયો. લાવાણ્યાનો flat બહારથી lock હતો. અભિનવને ધ્રાસ્કો પડ્યો. રાધિકાને ક્યાં લઇ ગઇ? Mobile કર્યો. Not reachable! પાસેથી પસાર થતા યુવાનને પૂછ્યું.

- પોતે કોઇ લાવણ્યા નામની યુવતિને ઓળખતો નથી વાળો ઉડાવ જવાબ મળતાં અભિએ તો કાટલો પકડ્યો. “____! તારા બાપને તો ઓળખે છેને...” અભિનવના મોટા અવાજના કારણે બિચારો ડરી ગયો. માફી માંગવા લાગ્યો. અભિનવે છોડ્યો. “આગળથી જવાબ સરખો આપજે, નહિતંર...” યુવક તો છુટતાં જ ભાગ્યો, અભિનવને લાગ્યું કે પોતે વધારે ગુસ્સે થઇ ગયો, પાછો જવાનો જ હતો કે ત્યાં તીણો અવાજ આવવા લાગ્યો, કોઇ અંદરથી! લાવણ્યાના ઘરથી અવાજ આવવા લાગ્યો. અભિનવને લાગ્યું કે કોઇ અંદર બંધાયેલ છે. દરવાજા પાસે આવ્યો. દરવાજો તો lock! શું ભાંસ થયો હશે? હજું તો અભિનવ વિચારે તે પહેલાં વધુ અવાજ આવવા લાગ્યો. અભિનવને નક્કી થઇ ગયું કે કોઇ અંદર કેદ છે. સંઘળી હિમ્મત એકઠી કરીને દરવાજા તરફ અથડાયો. પહેલાં જ ઘા એ તમ્મર આવી ગઇ. ફરી દરવાજા પર ઘા થયો. આવા બે-ત્રણવારમાં ઘા થયાં બાદ છેલ્લાં ઘા દરવાજા સાથે પોતેય room માં ફંગોળાયો. થોડીવાર તો ચક્કર આવવા લાગ્યાં, Room ઘુમવા લાગ્યો, થોડીવાર પોતાને સભાળીને ઘર પર ચારેતરફ નજર કરવા લાગ્યો. અવાજ પર હજુ પણ આવતો હતો. અભિનવ કળી ન શક્યો કે અવાજ ક્યાંથી આવતો હતો, Hall થી room તરફ ગયો. ત્યાં સામાન ન વેરવિખર હતો. પણ. લાવણ્યા કે બીજું કોઇ દેખાય રહ્યું ન હતું. ફરી અવાજ આવ્યો. અભિનવે સામે bathroom પર નજર ગઇ, Bathroom ની નજીક ગયો. Bathroom lock હતું. અવાજ અંદરથી આવતો હતો. ફરીથી હિમ્મત એકઠી કરીને દરવાજા સાથે અથડાયો. બે-ત્રણ અથડાયા બાદ દરવાજો ખુલ્યો. ત્યાં સાદા bathroom ના ફર્શ પર હાથ-પગ-મોંઢું સાદા કાપડથી બંધાયેલ અવસ્થામાં તેણી છાતીના બળે પડેલ હતી. છુટવા મથતી હતી.

“લાવણ્યા!” અભિનવ બોલી ઉઠ્યો, નમી લાવણ્યા પાસે જઇને ચતી કરી, મોઢું ખોલ્યું, “લાવણ્યા! આ બધું શું થઇ ગયું?” હાથ પણ ખોલવા લાગ્યો. લાવણ્યા બોલવાની સ્થિતીએ ન હતી, હોઠમાંથી લોહી નિકળતું હતું, આંખો અર્ધખુલ્લી હતી, લાવણ્યા અર્ધબેભાન જેવી હતી.

“પાણી-પાણી...” લાવણ્યાના હોઠ સુકાતાં હતાં, બન્ને હાથ ખુલતાં જ પાણી લેવા ગયો, kitchen પર નાસ્તો તૈયાર હાલતે હતો, તો બીજો સામાન વેરવિખેર હતો, અભિનવ માટલાં વાટે પાણી લઇ લાવણ્યા પાસે આવ્યો. લાવણ્યા હજુ પણ ઊભી નહોતી થઇ. પગ પણ ખોલ્યા ન હતાં. અભિનવે પાણી આપીને પગ ખોલ્યાં. અભિનવે ઊભી કરવાનો પ્રયાસ કર્યો. પણ. લાવણ્યામાં ઊભી થવાની ત્રેવડ ન હતી. અભિએ બન્ને હાથે લાવણ્યાને ઉચકી. લાવણ્યાથી ચીસ નીકળી ગઇ. પીઠ પર મુંઢ માર હશે. અભિનવ તેણીને વધારે ન દુખે એ રીતે bedroom લઇ આવ્યો. પથારી પર સુવડાવી. લાવણ્યા હજુ પણ માંગી રહી હતી. અભિ આ રીતે 2-3 વાર પાણી લઇ આવ્યો. મોઢું સાફ કરાવ્યું.

“લાવણ્યા! આ તારી હાલત કોણે કરી? રાધિકા ક્યાં છે? કોણ આવ્યું હતું અહિં?” લાવણ્યા જેવી બોલવા જેવી થઇ કે અભિનવે સવાલોની ઝંડી વરસાવી. લાવણ્યા રડવા લાગી. “લાવણ્યા! તું રડે છે શામાટે? શું થયું? લાવણ્યા! Please. તું બોલીશ તો મને ખબર પડશે કે..!”

“Sir..! Sir..!” લાવણ્યા ડુસકા લેતી-લેતી બોલી, “sir! રાધિકાને કેટલાક ગુંડાઓ ઉપાડી ગયાં,”

“What? ગુંડા ઉપાડી ગયા? કોણ હતાં એ? તે રોક્યા કેમ નહિં? મને જાણ તો કરાય..”

“બેસવા થોડા આવ્યા હતાં કે તમને જાણ કરુ?”

“અરે એમ નહિ.” અભિ સમજાવવા ગયો, પણ, પોતાને જ ગતાગમ ન પડી કે લાવણ્યાને કેમ સમજાવે? “લાવણ્યા...પહેલેથી વાત કર!”

“તમારા કહ્યા પ્રમાણે મે રાધિકાને વ્હેલી ઉઠાડી, નાસ્તો બનાવ્યો, બન્ને નાહિંને નાસ્તો કરતાં હતાં કે bell રણક્યો, હું જોવા ગઇ, દરવાજો ખોલ્યો કે ત્રણ...” યાદ કરવાં લાગી, “હાં...એ ત્રણ જ હતાં, મોટા હટ્ટાગટ્ટા! મારાથી પણ ઉંચા! હું હજુ કંઇ બોલું કે મારૂ ગળું જ પકડીને લટકાવી રાખી. બીજા બે ઘરમાં ઘુસ્યા. રસોડે જઇને રાધિકા સાથે ઝપાઝપી કરતાં બ્હાર લઇ આવ્યા. હુ લટકેલી હોવા છતાં પણ હિમ્મત કરીને પેલ્લાંથી છુટવા પગ માર્યો. પેલ્લાંને તમ્મર ચઢી ગઇ. હું છુટ્ટીને રાધિકાને મારતાં બીજા બન્ને પર તુટી પડી. રાધિકા ગભરાઇ ગઇ. તેણી ભાગવા ગઇ ત્યાં મને જેણે પકડી રાખી હતી તેના હાથમાં આવી ગઇ. પહેલાં બન્નેએ મને પકડી હાથ- પગ-મો બાંધીને મને મારી. જેવી હું બેભાન થતી લાગી કે મને છોડીને door આગળથી lock કરીને જતાં રહ્યાં. Sir! મે ખુબ try કરી...”

“તારો કે રાધિકાનો mobile?”

“એ તો સૌથી પહેલાં dead કર્યો, sir! I’m sorry...! હું રાધિકાને ન સાચવી શકી. મે ખુબ try કરી..” લાવણ્યા લવારો કરવા લાગી. અભિનવનો મગજ સાતમાં આસમાને ગયો. 2-4 તો ગાળો આપી.

“એની તો...! કોની હિમ્મત થઇ ગઇ કે મારા નજીકની વ્યક્તિ પર હુમલો કર્યો. આજે તો હું એ લોકોને છોડીશ નહિં. ગમે ત્યાંથી પકડીને તેની માઁ...” અભિનવ આકરાં પાણીએ ગયો.

“Sir...! Police ને inform કરીએ?”

“..Police? Police તો બીલકુલ નહિં... બચવું ભારી થઇ જશે, police ભલે કાબુંમાં હોય તો પણ, આ વાત કોઇને કરતી નહિં, હું મારી તાકાત લગાડું છું,”

“Sir! Uncle broad ને..?” લાવણ્યા જાણે એક બાદ એક પત્તા ખોલી રહી હતી, આ વખતે અભિનવ વિચારમાં પડ્યો, કારણ કે અંગ્રેજનો ગુસ્સો સાતમાં આકાશે જશે જો ખબર પડી કે કોઇ રાધિકાને ઉઠાવી ગયું, થોડીવાર તો અભિનવે ખુબ મગજ દોડાવ્યું, Room માં આંટા મારવા લાગ્યો, લાવણ્યા તેને જોઇ રહી. “Sir! મારા મનમાં એક રસ્તો છે..”

“તો શું બતાવવાનું મૂર્હુત કાઢીશ? જલ્દી બતાવને. યાર!” અભિનવ bed પર આવ્યો. લાવણ્યા પાસે બેઠો. લાવણ્યા અભિનવની બેચેની જોઇ રહી.

“Sir! અત્યારે તો તમે તમારા માણસોને દોડાવો. મને લાગે છે કે એ તમારી નજરોથી નહિં બચી શકે. પછી ગઇકાલની જેમ ખુશ હોય ત્યારે drink સાથે આ વાત પણ પીવડાવી દેજો..” લાવણ્યાએ રસ્તો બતાવ્યો. અભિનવે કોઇ reply ન આપ્યો. લાવણ્યા ગભરાય ગઇ, “Sir..મારી કોઇ ભુલ...”

“ભુલ તો તારી થઇ જ છે અને તેની સજા પણ મળશે,” અભિનવ જાણે ગુસ્સે થઇ ગયો, લાવણ્યાની નજીક આવ્યો, લાવણ્યાને લાગ્યું કે એક ગાલ પર ઝીંકી દેશે એટલે આંખો બંધ કરી નાખી, બીજી જ ક્ષણે તેણીના હોઠ પર અભિનવ ટુટી પડ્યો. લાવણ્યા ન સામનો કરી શકી કે રોકી પણ ન શકી.

“લાવણ્યા! હવે તું આરામ કર. આજે તારે off! તે મને રસ્તો જો દેખાડ્યો. & sorry! તને ન ગમ્યું હોય તો...” 5 minute બાદ બન્ને અલગ થયાં.

“No problem sir! મારે તો તમારો આભાર માનવો જોઇએ. તમે મને આ લાયક સમજી! સાથે-સાથે હવે મારે આ તૈયારી રાખવી પડશે.” હોઠ લુછતાં લાવણ્યા બોલી. અભિનવ હસતો-હસતો ગયો. લાવણ્યા આરામ કરવા લાગી.

***