Adhinayak - 16 books and stories free download online pdf in Gujarati

અધિનાયક Scene :- 16

SCENE: - 16

- “ok! નિત્યા! Case ખુબ simple છે, Police એ યુવરાજને સાબરમતિ central jail ખસેડ્યો છે ભલે એ security માટે, પણ, આપણે તે court માં યુવરાજ કેટલો ખતરનાક છે એ સાબિત કરવા ઉઠાવીશું.” નવિનભાઇના મકાને એટલે કે crime scene તપાસીને ખુશાલભાઇના ઘરે આવ્યા ત્યારે જીજ્ઞાસાબહેનના ચહેરા પર જીતવાની ચમક સ્પષ્ટ દેખાય આવતી હતી. નિત્યાને તો એ ઘર આવતાં જ રડી પડતી, “નિત્યા આમ નબળી ન થા, હિમ્મત રાખ. તારા પપ્પાના હત્યારા યુવરાજને સજા મળીને જ રહેશે.”

“હવે આગળ શું? Madam?” સાગરીકાએ પૂછ્યું.

“બસ! Police file તૈયાર કરીને યુવરાજને નામદાર magistrate સમક્ષ રજુ કરાશે. તેના Papers આપણને સોપાય જાય એટલે court માં case દાખલ થશે, ત્યાં સુધીમાં FSL report, Mr પટેલના PM-report આવશે, crime scene પર યુવરાજને સાથે રાખીને Reconstruction I mean ઉલટતપાસ કરાશે, પછી court બન્ને પક્ષને hearing date આપશે. I think વધુમાં વધું 2 hearing અથવા 3 dates!!! આથી વધારે ખેંચાય એવું મને કોઇ સંજોગોમાં લાગતું નથી.”

“પણ. મેમ! ધારો કે યુવરાજભાઇએ આ કર્યું જ નથી એ સાબિત થાય તો..?” સાગાએ વધુ પૂછ્યું, “I mean to say proof નો પન્નો ટુક્કો પડે તો...”

“સાગુ...સાગુ..!” જીજ્ઞાસાબહેને સાગાની વાત અધવચ્ચે જ કાપી, “હવે એ આપણે નઇ વિચારવાનું! આપણે તો બસ. યુવરાજને આરોપી સાબિત કરવાનો અને સજા અપાવવાની!”

“પણ. મેમ! નિર્દોષ હોય એ..”

“નિત્યા! મે કહ્યુંને એ આપણે નઇ વિચારવાનું. આપણે તો બસ! એ જ વિચાવાનું કે યુવરાજને સજા અપાવવામાં કોઇ કચાશ ન રહેવી જોઇએ, બસ!” જીજ્ઞાસાબહેને ગાંઠ વાળી લીધી, “ચાલો! હું જાવ! ખુશાલભાઈને inform કરી દેજો.” જીજ્ઞાસાબહેન ચાલ્યા ગયાં. સાગરીકા-નિત્યા એકબીજાને જોઇ રહી.

“નિત્યા! આ શું? યુવરાજભાઈ નિર્દોષ હોય કે ન હોય એ આપણે વિચારવાનું જ નઇ. આપણને કોઇ ફર્ક ન પડે? નિત્યા! R u sure? યુવરાજભાઇ દોષી જ...”

“સાગા! મેં જોયું છે કે.. તેઓ પપ્પાને ચાકુના ઘા..” નિત્યા ફરી લાગણીશીલ થઇ ગઇ. “...એ જોતાં યુવરાજભાઇ નિર્દોષ હોવા છતાં સજા પામશે કે આપણે દોષીને શોધી નઇ શકિએ તોપણ હાર તો આપણી જ થશેને...મને કોઇ સમજ જ નથી પડતી...” નિત્યા ફરીથી રડવા લાગી. સાગાએ શાંત કરી.

***

- “બસ..? આટલી જ છે તારી friendship? આટલું જ છે તારી life માં મારુ મહત્વ? તું તો કહેતો તો કે મારાથી કોઇ વાત છુપાવિશ નહિં ને અત્યારે તારી સાથે સંકળાયેલ દરેકની life માં તારા કારણે ભુકંપ આવ્યો છે ને તું સાચું બોલવા તૈયાર જ નથી. શામાટે? Why r u silence?” સાબરમતિ jail નો waiting room Dr યુવિકા દ્વારા યુવરાજે કરાયેલા સવાલોથી ગુંજી ઉઠ્યું. બપોરનું ભોજન બનાવીને અધિવેશ સાથે સાબરમતિ jail આવી હતી. પણ. યુવરાજનું અકડ મૌને પારો સાતમાં આકાશે પહોચાડી દિધો. “યુવરાજ! તારી પાસે આવી અપેક્ષા મે તો નહોતી રાખી. અરે તું તો કોઇને ગાળ આપતાં પણ 100 વાર વિચારે એવો છે. તારાથી વધારે હું તને ઓળખું છું..તું કોઇનું murder કરે એ તો હું સાત જન્મેય નથી માનવાની!”

“ભાઇ! શું વાત છે? એવી કઇ વાત છે તમને મનમાં કોરી ખાય છે? અમને તો કહો! ગઇકાલે પણ તમે મારાથી નજર સંતાવી રહ્યાં હતાં. તમને ખબર છે કે તમે મારાથી કે યુવિકાથી કોઇ વાત છુપાવી નહિં શકો. તો પછી શામાટે તમે નાહકના પ્રયાસ કરો છો? શું reality છે એ તો અમને કહો.” અધિવેશ પણ સમજાવવા લાગ્યો. યુવરાજ બન્ને સામે બેઠો હતો.

“અધિ!” યુવરાજ પ્રેમથી બોલ્યો, “Reality તારી સામે જ છે, પણ તું કે યુવિકા સ્વીકારવા તૈયાર નથી, ઉશ્કેરાટમાં આવીને મેં જ નવિન પટેલની હત્યા કરી નાખી છે તેમાં શું સંતાડવા જેવું છે? જે છે એ તમારી સામે જ છે. જેટલી જલ્દી સ્વીકારશો એટલે જલ્દી normal life જીવી શક્શો. મારે તો હવે આ ચાર દિવાલો વચ્ચે પુરી life કાઢવાની છે એ મેં સ્વાકારી લીધું છે તો જુઓ! હું normal feel કરી રહ્યો છું,” યુવરાજ સમજાવવા લાગ્યો.

“ખોટાને ગમે તેટલું રાડો પાડી-પાડીને બોલીએ તો પણ, સત્યની એક ગર્જના બધા ખોટાને ધ્વસ્ત કરી નાખે છે, ભલે ન કહેતો સાચું, પણ અમે સાચી હકિકત જાણીને જ રહેશું...” Dr યુવિકા સહેજ મોટા અવાજે બોલી, યુવરાજ ચુપ રહ્યો.

“આ શું આદર્યું છે?” અચાનક PI જાડેજા આવી ગયો, “મળવા આવ્યા છો કે ધિગાંણુ કરવા? આ તમારું ઘર નથી!”

“અમને ખબર છે કે આ શું છે? તમે અમને ન સમજાવો.” Dr યુવિકાએ PI ને ઝપેટમાં લઇ લીધો, “તમે શામાટે આવ્યા? 30 minute અમને મળવા હોય જ છેને?”

“જે રીતે તમે મળો છોને એ જોતાં તો 3 minute પણ તમને સાથે ન રખાય.” PI એ જાણે જોક મારી હોય તેમ પોતાન જ જોક પર હસી પડ્યાં. જોકે યુવરાજ-યુવિકા-અધિવેશ તેમને જોઇ રહ્યાં, “ચુપચાપ વાતો કરો, નહિતંર મળવાનો સમય પુરો કરો.”

“સમય તો હવે તો શરુ થયો, ચાલ યુવિકા!” અધિવેશ મક્કમ થતો બોલ્યો, યુવરાજ પાસે જઇને ઉભો રહ્યો, યુવરાજ નીચું જોઇ રહ્યો, “મોટાભાઇ! હવે તો તમને ત્યારે જ મળવા આવીશ જ્યારે તમારા માટે મજબુત સાબિતી હાથમાં હોય બાકી તમે તો બોલવાના નથી..” અધિવેશ-Dr યુવિકા ચાલતાં થયાં. યુવરાજ પાછો તેના cell તરફ ગયો.

“સાહેબ! પાડલિયાસાહેબ તમને મળવા ઇચ્છે છે..” એક જમાદાર સંદેશ લેતો આવ્યો. PI દોડતો office ગયો. ત્યાં તેની chair પર jail superintendent પાડલિયા સાહેબ papers તપાસતાં હતાં.

“Sir!” PI જાડેજા salute કરતો ઉભો રહ્યો. પાડલિયાસાહેબે ઉંચું જોયું.

“હમ્મમમ! પ્રભાતસિંહ! યુવરાજ રાવળને પુરતી સવલત મળે છેને? કોઇ કચાશ તો નથી રાખીને?”

“Sir! જેટલી સવલત એક આરોપીને આપી શકાય એટલી તો આપી છે.”

“મતલબ કે તમે કોઇ ખાસ સુવિધા યુવરાજ રાવળને આપી નથી એમને?” પાડલિયાસાહેબ સમજી ગયાં, ઉભા થયાં, PI પાસે ઉભા રહ્યાં, “જુઓ, જાડેજાસાહેબ! મને ઉપરથી order મળ્યા છે કે યુવરાજને કોઇ તકલીફ ન પડે એની જવાબદારી આપણી છે. અત્યારે ક્યાં cell માં છે?”

“અત્યારે ‘ક’ cell...” PI જાડેજા સંકોચાયો.

“ના! ના! પ્રભાત..! ત્યાં નહિં...યુવરાજને high secure cellblock મોકલી દે. તેમને જે જોઇએ તે હાજર કરી દે. આમ તો એ સાદો યુવાન છે એટલે...”

“1minute..! Sir! 1 minute...! તમને એવું નથી લાગતું કે આપણે આ યુવરાજ રાવળને વધુ પડતું importance આપી રહ્યા છો અને યુવરાજ રાવળને તો હજુ court માં પેશી થઇ નથી તો એ નક્કી થયા વગર...”

“Importance તો આપવું જ પડેને, ભાઇ! તેના પર આપણી નોકરી ટકી છે. જરાક ફરીયાદ ગઇ કે તું ને હું ઘરભેગા! આ વાત તો સમજે છેને? રહી વાત court માં પેશીની તો police એ non-bailable ગુનામાં પકડ્યો છે એટલે જ્યાં સુધી court નો અંતિમ નિર્ણય ના આવે ત્યાં સુધી યુવરાજ રાવળ આ jail માં રહેશે..સમજી ગયાં..??”

“સમજી ગયો. Sir! હું યુવરાજની સુવિધા તપાસીને તેને high secure cell ખસેડવાની તૈયારીઓ કરું છું..” PI જાડેજા પાડલિયાસાહેબનો મર્મ સમજી ગયો. પાડલિયાસાહેબ ખુશ થતાં રવાના થયાં.

- આ બાજુ સાથી કેદીઓ સાથે યુવરાજ સારો એવો ભળી ગયો હતો. જે cell માં હતો એ જ નહિં આજુબાજુની cell ના કેદીઓ પણ યુવરાજ સાથે વાતો કરવા લાગ્યા હતાં. આમપણ. યુવરાજને બીજાની વાતો સાંભળી બહુ જ ગમે! દરેકના jail માં આવવાના પોતાના કારણો હતાં. કોઇપણ ખુશીથી તો આવતું તો ન હોય. કેટલાક તો હજુ કાચ્ચા કામના જ કેદી બનીને રહ્યાં હતાં. નાત-જાત ભુલીને એકજુટ રહેતા તો કોઇ આ કેદીઓ પાસે શીખે!

“યુવરાજભાઇ! ઉભા થાવ. તૈયાર થાવ. તમને સાહેબ લેવા આવવાના છે..” એક હસમુખો યુવાન constable આવતા બોલ્યો. યુવરાજ ઉભો થઇ સળીયા પાસે આવ્યો.

“કેમ મારી ભુલ થઇ કોઇ?”

“ના! ના! તમારી security માટે તમને સામેના cellblock ખસેડવાના છે..” હજુ તો constable જવાબ વાળે એ પહેલાં જ PI જાડેજા પોતાના કાફલા સાથે આવ્યો.

“યુવરાજ રાવળ... ચાલો! તૈયાર છોને?”

“હાં! સાહેબ ચાલો!” યુવરાજે જવાબ વાળ્યો. એક જમાદારે તાળું ખોલ્યું. સાથી કેદીઓ ઉભા થઇ યુવરાજને ગળે મળવા લાગ્યા. PI જાડેજાને આ ન ગમ્યું.

“ચાલો હવે યુવરાજસાહેબ! સામે જ જવાના છો આ વિદાય programme બંધ કરો. પાછા તો મળવાના જ છો..ચાલો. હવે...” PI આગળ ચાલવા લાગ્યા. દરવાજો ખુલતાં જ યુવરાજ constable સાથે ચાલવા લાગ્યો. Jail ની north side high secure cellblock પુરા jail compound માં સૌથી મોટી cellblock હતી, Security માટે jail staff પણ સૌથી વધુ તૈનાત હતો. બન્ને બાજુ હારબંધ cell અને વચ્ચે gallery! PIનો કાફલો cellblock માં પ્રવેશ્યો. યુવરાજ તો ચાલતો-ચાલતો ચારેબાજુ જોતો જતો, Cell પણ પુરી સવલતો વાળી, Toilet-Bed-AC-TV-Refrigerator બધુ જ હાજર હતું. જેવો VIP કેદી તેવી સવલત! કેદીઓ પણ hiprofile નામચીન હતાં. કેટલાક તો જાણીતા ચહેરા લાગતાં હતાં. કેદીઓ જ નહિં તેના સાગરીતો પણ cell માં પુરાયેલા હતાં. 2-4 cell પાર કર્યા બાદ એક ખાલી cell આગળ PI જાડેજા ઉભા રહ્યો, Constable ને ઇશારો કરતાં constable એ તાળું ખોલ્યું. યુવરાજ અંદર પ્રવેશ્યો, આ cell સાવ ખાલી ન હતી, Bed-table-cabinet-માટલું રાખેલ હતાં.

“બીજુ કાંઇ જોઇતું હોય તો બોલો. યુવરાજસાહેબ!”

“Sir! તમે મને યુવરાજસાહેબ ન બોલાવો. હું એક કેદી છું,”

“સારા બનવાનું નાટક ન કર. તારા માટે CM house થી order આવે. દોડાદોડ અમારે કરવી પડે. સાહેબ નહિં તો શું? હવે બોલ બીજું કોઇ વસ્તુ જોઇએ છે?” PI જાડેજા ભારે અવાજે બોલ્યો.

“Sir. બીજુ કશું જોઇતું નથી. બસ મને વાંચવાની સગવડ કરી આપો તો વધારે સારુ! Time પસાર થશે...” યુવરાજે માંગણી કરી, PI મર્મમાં હસ્યાં, બોલ્યા વગર પાછા જતાં રહ્યાં, બે constable દરવાજા પાસે તૈનાત થયાં, યુવરાજ cell ને ચારેતરફ જોઇ રહ્યો, બરાબર સામેની cell માં PI જાડેજાના ગયાં બાદ તરત જ ઠઠ્ઠા-મશ્કરી શરુ થઇ ગઇ. યુવરાજનું ધ્યાન ત્યા ગયું. એક વિશાળ bed પર એક રાક્ષસી કદ ધરાવતો માણસ તેના સાગરીતો સાથે જુગાર રમતો હતો, Rummy રમતો હતો. ઠઠ્ઠા-મશ્કરી કરતો હતો. યુવરાજ તો આ જોઇ સ્તબ્ધ થઇ ગયો.

“આ તો અમારે રોજનું છે. યુવરાજ!” ત્યા યુવાન constable આવતાં સાથે બોલ્યો, “આ બધા પેલ્લુ શું કેવાય? VIP..! આ બધા VIPs છે. યુવરાજભાઇ. એ jail માં રહે કે પોતાના આલિશાન મકાનમાં. શું ફરક પડવાનો? આ નવો આવેલ માત્ર તમારા જેવા સાદા માણસો સામે જ રોફ જમાવે. બાકી આ લોકો સામે તો એનીયે ફાટે..”

“એલ્લા. તું તો બેબાંક છો. PI સાહેબ સાંભળી જશે તો..?”

“..તો શું? કાઢી તો મેલવાના નથ! આમપણ. પાડલિયાસાહેબ સામે તેનું કાંઇ ચાલતું નથ. મારી સામે ચાલતું નથી તો આ લોકો સામે શું ચાલવાનું? ધુળ ને ઢેફા!”

“પણ. પાડલિયાસાહેબ તો બહું જ કડક છે એમને ખબર પડે તો..”

“કડક તો અમારા જેવા નાના માણસો પર રોફ જમાવવા માટે ને તમારા જેવા મોટા માણસો સામે પેલ્લું શું કેવાય..?” વિચારવા લાગ્યો, યુવરાજ બોલે એ પહેલાં બોલી ગયો, “હાં, ઇમાજી બનાવવા માટે કડક હોય બાકી તો ઉપરથી ઓરડાર આવે તો એમનીય...” Constable યુવરાજને નવાઇ પમાડે તેવો હતો, “આ પાછળની cell વાળો તલાંટી કૌભાંડમાં પકડાયો′તો, સચિવાલયમાં પૈસા ફેંકે એટલે કામ થઇ જતુ, એક sting operation માં પકડાઇ ગયો, હજુ case ચાલે છે પણ. તમારા uncle Kevin broad ના આર્શિવાદથી લીલા-લ્હેર કરે છે. જુઓ!”

“આ સામે?” યુવરાજે સામેની cell તરફ ઇશારો કર્યો.

“Oh... એ..!” જમાદાર આંખો પહોળી કરી ગયો, “યુવરાજભાઈ! એ તરફ તો ભુલથી પણ ન જોતાં. પુંછો કેમ?”

“કેમ?” યુવરાજને સમય કાઢવો હોય કે રસ પડ્યો હોય ગમે તે હોય આ યુવાન constable સાથે વાતો કરવામાં મશગુલ થઇ ગયો.

“કારણ કે એ કોઇ સીધો સાદો ચોર નથી, નામ એનું શાહિર નરોડાવાળા! એક નંબરનો નફ્ફટ. નાલાયક ને ખૈપાની ખોપડી છે, 10 વર્ષનો હતો ત્યારથી દરેક Railway station એ મુસાફરોને લુંટી લેતો. 15 વર્ષની...! 15 વર્ષની ઉમંરે તેને 3-3 રાજ્યો ગુજરાત-મધ્યપરદેશ-મહારાષ્ટ્રાની police એને શોધતી′તી. એનાય વળી અનેક સાગરીતો! એ તો આ જાડેજાસાહેબ આદુ ખાઇને પાછળ પડ્યાં હતા એટલે પકડાયો. તોપણ. એનો રોફ તો રાજા- મહારાજા જેવો! સામેથી બોલાવો તો ધુતકારેય નઇ. એની એક lady સાગરીત ફરાર છે ઇ police ના હાથમાં નથ આવતી,”

“ભાઇ! તમે તો આ શાહિરનો ઇતિહાસ કહી નાખ્યો. રસપ્રદ છો તમે! નામ શું છે? તમારુ?” યુવરાજને આ યુવક ગમ્યો, Constable જોઇ રહ્યો.

“શું બોલ્યા? તમે મને ′તમે′ સંબોધન કર્યું?” જમાદાર માથું ખંજવાળવા લાગ્યો, “સાલું... આજદિન સુધી મારી બૈરીએ પણ મને ′તંમે′ સંબોધ્યું નથી, બાપુએ તો એ વિચારીને નામ રાખ્યું′તું કે ભાઈસા′બ રાજાની જેમ જીવશે! એટલે જ નામ રાખ્યું′તું. ′રાજા′! પણ. મારા બાપને એ ખ્યાલ નહોતો કે રાજાનું રાજુ પણ થાય, જે ચા વેચવાથી આગળ આવતો જ નથી. અને! આવે તો કામ તો એનું એ જ પણ, post constable ની બની જાય.” રાજુ constable હસતો-હસતો બોલ્યો. “..પણ. સાહેબ! આજે તમે મને માન આપતા મને જાફરીચાચાની યાદ આવી ગયાં. ખરેખર આ પુરી jail માં તમારી જેમ જો ખોટી રીતે પુરાઇ ગયાં હોયને તો એ જ છે,ખરેખર અલ્લાહનો બંદા છે. પણ. ખબર નહિં ક્યાં જનમના બદલા પુરા કરે છે જાતી જિદંગીએ છોકરાનાં છોકરાં રમાડવાને બદલે આ કાળકોટડીમાં મૌતની રાહ જોઇ રહ્યાં છે”

“એ કોણ?”

“લે, તમને ખબર નથી? તમને તો પેલ્લાં ખબર હોવી જોઇએ, આ ઇ જ જાફરીચાચા છે જેના પર કોમીરમખાણ કરાવવાનો આરોપ સાબિત થયો છે. તમારા બાપ આને કારણે તો મર્યા′તા,” રાજુ ઉત્સાહમાં ને ઉત્સાહમાં ઘણું બધું બોલી ગયો. પછી ખ્યાલ આવ્યો કે તેને આ નહોતું બોલવું જોઇતું. યુવરાજ તો સ્તબ્ધ રહી ગયો. “Sorry.... sorry! યુવરાજભાઈ! મારો ઇરાદો તમને દુખી કરવાનો નહોતો. આ તો લોકો કહે છે. બાકી મને પણ વિશ્વાસ નથી આવતો કે જાફરીચાચા આવું કરી શકે...” રાજુ યુવરાજની માફી માંગવા લાગ્યો ત્યારે જ કોઇ તેને બોલાવવા લાગ્યું ને રાજુ જતો રહ્યો.પણ. તેને ખબર નહોતી કે તેણે કેવા ઉંડા ઘા તાજા કરી નાખ્યા હતાં.

***

- પુરૂ jail પરીસર સુઇ ગયેલ ભાંસતું હતું, security officers બગાસા ખાઇ રહ્યાં હતા. છતાં ઉંઘ ન આવે એ માટે લાફો મારીને ગાલ લાલ રાખીને ઉંઘ ભગાડતાં હતા.

-..... અને અચાનક jail પરીસરમાં હાહાકાર મચી ગયો. યુવરાજ એ જ ચીસો- બરાડા પાડતા અવાબને કારણે જાગી ગયો. ઉભો થયો ત્યારે પોતાની cell નો દરવાજો ખુલ્લો જોઇને ચોંકી ગયો. બહાર આવતો અવાજ પણ અસહ્ય હતો. યુવરાજ બહાર આવ્યો ત્યારે સામે શાહિર નરોડાવાળાની cell ખાલી જોઇ. પોતે સુવા ગયો ત્યારે શાહિરની cell માં જમાવડો જામ્યો હતો. તે અત્યારે ખાલી હતો અને ડાબી બાજુ તરફ ટોળું એકઠ્ઠું થયું હતું. અસહ્ય અવાજ ત્યાથી જ આવતો હતો. યુવરાજને શંકા જતાં દોડ્યો. ટોળા વચ્ચે ઘુસ્સો અને તેણે જે જોયું....

“એ....ભાઇ.... છોડો એમને....છોડો એમને....” યુવરાજથી રાડ નીકળી ગઇ. એક હટ્ટો-ગટ્ટો કેદી અન્ય એક વૃદ્ધ કેદીને લાકડી-લાકડીએ મારી રહ્યો હતો. યુવરાજે આજુબાજુ જોયું તો બધા તમાશો જોઇ રહ્યા હતાં. કેટલાક તો એ કેદી ઉક્શાવી રહ્યાં હતાં. “માર શાહિરભાઈ! માર શાહિરભાઈ!” યુવરાજથી એ જોવાયું નહિં અને ટોળા વચ્ચે સરકીને ઝડપથી એ વૃદ્ધને ભેટી પડ્યો. શાહિર ન રોકાયો અને યુવરાજને પણ દેવાવાળી કરી.

“કોણ છે તું? શાહિરને રોકવાની તારી હિમ્મત કેમ થઇ. હટી જા. નહિતર આ તો તેના ગુનાની સજા ભોગવશે જ સાથે તું પણ જીવનો જઇશ. હટી જા..” લાંબી લાલ દાઢી વાળો ગોળ જાડો કરડાટી ખાતો લાલચોળ થયેલો ચહેરો. મોટી રાક્ષસી આંખોમાં ખુન્નસ સવાર હતું. જાડા બેડોળ બાંધાનું જોર પણ એટલું હતું. હાથ પર લોહી નીતરતી લાકડીના બે ભાગ થયાં ત્યા સુધી બન્ને મારતો ગયો. Jail staff ક્યાય દેખાય રહ્યો ન હતો, “_____ બે કોડીના ડોહા! પગ કબરે ખોડાયા છે પણ. મગજની અક્કડ નથી ગઇ તારી? મારી ફરીયાદ ગયો તું? આ jail માં શાહિરની હકુમત ચાલે છે તું કોણ અમને રોકવાવાળો? અમે ગમે તે કરીએ. તારી તો આજે કયામત આવી સમજ..” શાહિર મારતો જતો ને બોલતો જતો.

“શું ચાલી રહ્યું છે અહિયાં? પકડો બધાને...” અચાનક PI જાડેજા કાફલા સાથે આવી પહોચ્યો. કેદીઓ ભાગવા લાગ્યા. PI એ વિજળીવેગે શાહિરના હાથમાંથી લાકડી ઝુટવી લીધી અને ફેંકી દિધી, Constable એ શાહિરને પકડી રાખ્યો. યુવરાજ અને એ વૃદ્ધને અલગ કરીને સારવાર માટે લઇ જવાયા. બાકી બધાને પકડા constable દોડ્યા તો ખરી પણ બધા પોતાની cell માં પુરાઇ ગયા.

“શાહિર! તું શું કામ જાફરીચાચાની પાછળ પડ્યો છે. એ ડોસો મરવાના વાંકે જીવે છે ને એ તો તારા જ મજહબનો છે છતાં તું એને જીવથી મારવા પાછળ પડ્યો છે?” શાહિરને તેની cell માં પુર્યા બાદ PI અંદર આવ્યો.

“જાડેજા! જ્યાં સુધી જાફરી નઇ મરે ત્યાં સુધી હું એને છોડવાનો નથી. એણે મારા-તારા મદહબના લોકોને માર્યા છે. કોમીરમખાણો કરાવ્યા છે. વેમન્સ્ય ઊભુ કર્યું છે. અમારા મજહબનું નામ બદનામ કર્યું છે. અરે..! અમારા શરીયતમાં તો આવા કાફીરોને પથ્થરો મારી-મારીને મૌતને ઘાટ ઉતારી દેવાય છે અને તમે સાલ્લાઓ! આજીવનના નામે શાંતિથી ન જીવવા દ્યો કે ન તો શાંતિથી મરવા દ્યો..”

“શાહિર...!” PI જાડેજાએ શાહિરનો કાટલો પકડી લીધો. “ચુપ મર..! તારી મજહબી વિચારો તારી પાસે રાખ. તું તારી સજા કાપ! બીજાની પંચાત ન કર!” શાહિરને ધક્કો મારીને PI બહાર નીકળ્યો. તાળું મરાયું. 2 constable તૈનાત થયાં. શાહિર સળીયા પછાડતો રહ્યો.

***

- “Vicky! તે મોકલેલા lawyer સવાણીસાહેબ તો ગજબના નીકળ્યા. ડાકોર હત્યાકાંડ પર Hearing થવાની છે, સવાણી સાહેબે 54 witnesses ની જુબાની લખાવી. ફેરતપાસ કરી, 7 FIRs document તપાસ્યા, crime scene પર જઇ ફેરતપાસ કરી. હત્યાકાંડમાં police procedure પર અભ્યાસ કર્યો...”

“ન્યાલ થઇ ગયાં...” સવારના પ્હોરમાં હજુ તો બરાબર ઉઠ્યો પણ નહોતો ને ઇશરતનો Vicky માથે call આવ્યો, “મારો મતલબ છે કે તમે તો ન્યાલ થઇ ગયાં, આ case માં જલ્દી ફેસલો આવી જશે. અમ્મીજાન ખુશ તો છેને?”

“અરે...એ તો સૌથી વધારે ખુશ છે, એ તો એમ જ કહે છે કે જો આમ જ ચાલ્યુ રહ્યું તો બાકીના બે case પણ જલ્દી ખતમ થઇ જશે.”

“આમને આમ ચાલ્યું તો હું ખતમ થઇ જવાનો!” Vicky બબડ્યો.

“કેમ વળી તું એમ જ કહે જાણે તું ઇચ્છતો જ હોય કે case પુરો થાય?”

“હે રામ...” ઇશરત સાથે વાતો કરતાં-કરતાં Vicky નું માથું પાકી ગયું, થોડીવાર તો mobile ને જોઇ રહ્યો, સવાર-સવારમાં ક્યાં Receive કરી નાખ્યો! “I mean to say... ઝપાટાબંધ કામ થાય તો સારુને! મારા જેવા જલ્દી આળસું જલ્દી ખતમ થઇ જાય...મેં ધાર્યુ′તું તે કરતાં તો સવાણીસાહેબ ઝડપી નીકળ્યાં. તું પણ સાવ ____ છો. પુરુ સાંભળતી નથી. ચાલ! Baby! બીજું કોઇ કામ તો કેજે.. Bye! Darling!” ઝડપથી call cut કરીને રાહતનો શ્વાસ લીધો.

“અલ્યા એ સવાણી! આ કેવી કરી મારી સલવાણી? 11th player તરીકે મોકલ્યો′તો defence કરવા! ને તું તો 100 run સુધી પહોચીં ગયો? Dad એ તને case ઢીલ્લો રાખવા કહ્યું હતું...”

“તમે યાર! છોકરીઓની વાતમાં આવી ગયા. ઝેર પીવાનું નાટક કરવું હોય તો bottle ને મોઢા આગળ મુકવી તો પડે કે નહિં? હવે આટલી વાતમાં સમજી જાવ તો સારૂ.. બે દિવસ બાદ મારો ખેલ જોજો.આ તેમનો છેલ્લો Case હશે.. You don’t worry!”

“તો-તો thank U! Yaar!” Vicky એ રાહતનો શ્વાસ લીધો, Lawyer સમીર સવાણી પણ Vicky પર હસવા લાગ્યો, ખબર જ હોય કે જેવો પેલ્લી છોકરીનો Vicky પર call આવે કે Vicky નો lawyer સવાણી પર call આવે જ!

- “નરૂભા! બે દિવસમાં કોઇ ગૃહમંત્રી ન બની જાય. મારે પણ. અભિનવને precedent બનાવવો છે. પણ સમયની નરમાશ પણ જોવી જોઇએને?” CM house માં સવારના પ્હોરમાં માણેક પરીવારે ધામા નાખ્યાં, Kevin અને અભિનવ સાથે બાપ-દિકરો hall બેઠા હતાં ને CM રાવળ આવતા નરૂભાએ ગૃહમંત્રીપદુનો મુદ્દો ઉછાળ્યો ને ત્યારે CM રાવળે જવાબ વાળ્યો.

“પણ. હેવ કોણ રોકવવાળું સે? સરકારને બીજા કોઇ કામ હોય કે ની? ગૃહમંત્રી આવી જાય તો તમારે કામનો બોજો હળવો થાય કે નઇ?” નરૂભાની આંખો સામે ગૃહમંત્રપદ સામે તરવળતું હતું. સુફીયાણી વાતો કરવા લાગ્યા. CM રાવળ મરક-મરક હસવા લાગ્યાં.

“એટલા પણ મીઠા ન થાવ કે મને ડાયાબિટીશ થઇ રહે, નરૂભા!”

“વૈસે ભી શહેરાને case છોડકે હમારા કામ આસાન કર દિયા. અબ નયા lawyer hire કરને મેં બુઢે કી આંખો મેં પાની આ જાયેગા. અબ વહ હમારી બાતોં મેં interfere નહિં કરેગા..”

“કેવી ફિવર નહિં કરેગા?” તળપદી નરૂભાને Kevin ની વાત ન સમજાઇ. CM અને Kevin એ માથું કુટ્યું, અભિનવ-નકુળ હસવા લાગ્યા.

“કાકા! Uncle ના કહેવાનો અર્થ છે કે ડોસો હવે આપણી વાતમાં દખલ નઇ કરે, Interfere એટલે દખલ!” અભિનવ સમજાવવા ગયો, નરૂભા જોઇ રહ્યો. અભિનવને લાગ્યું કે પોતે સમજાવી ન શક્યો. “કાકા દખલમાં તો સમજો છોને?” અભિનવના પુછતાં જ નરૂભા હસવા લાગ્યા. બધા જાણે તમાશો જોઇ રહ્યાં. નકુળને તો આ ફજેતી લાગી.

“Dad..! તમે હસો છો?” નકુળે આંખ દેખાડવી પડી.

“હવે તેમાં આખો શું દેખાડે છે? મને ખબર છે હવે! હું તો માહોલ હળવુ કરવા હસાવતો હતો.. બાકી મને ખબર પડે. હો!” નરૂભા પાછા ન પડ્યાં. બધા હવે કંટાળ્યા.

- “CM સાહેબ! અમે આવ્યે કે..” એક કર્ણપ્રિય અવાજ hall પઘડાયો. બધાની નજર દરવાજા તરફ ગઇ. ગૌરાંગી તેના સેવકો સાથે ઉભી હતી. સૌની નજર ગૌરાંગી પર ગઇ. વાતાવરણમાં જાદુ પ્રસરાય ગયો. નકુળ-અભિનવ સાથે ઉભા થઇને ગૌરાંગી તરફ ગયાં. અભિનવે નકુળ સામે જોયું તો નકુળ ઉભો રહી ગયો. નકુળને લાગ્યું કે પોતાને ઉભું થવાની જરુર ન હતી. પોતે પાછો ફરવા ગયો. અભિનવ પાસે આવ્યો ને નકુળનો હાથ પકડી લીધો. બન્ને ગૌરાંગી પાસે આવ્યા. ગૌરાંગી બન્ને સામે મર્મમાં હંસી. બન્ને સાથે ચાલવા લાગી. Hall ની વચ્ચે સૌ સામે આવી. સૌ વારાફરતી પગે લાગ્યાં. નકુળ પણ!

- “બોલો! ગૌરાંગીજી! સ્વામીજીનો શો સંદેશ લઇ આવ્યા છો?” CM સાહેબે ગૌરાંગીને આવકારતાં પૂછ્યું. સૌ બેઠા. ગૌરાંગી હંસી પડી.

“ખરેખર! CM સાહેબ! મને તો એમ હતું કે માત્ર સ્વામીજી જ અંતર્યામી છે. પણ. તમે આવનારાના મન પારખી જાવ છો એ તમારી કળાનો આજ જ્ઞાન થયું..”

“રાજકારણમાં બીજાના મન ન પારખી ન શકનાર ક્યારેય સફળ થતો નથી. આપણું કામ ત્યારેજ થાય જ્યારે બીજાના મનના ચાલતી મંશા પારખી લઇએ. બોલો! શું સ્વામીજીનો સંદેશ છે?”

“નવિનભાઈ પટેલના અવસાનનો સ્વામીજીને ઘોર શોક લાગ્યો છે. જે રીતે યુવરાજ રાવળ કાંડ થયું એ જોતાં લોકોમાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ ડગી જાય તેવી પુરેપુરી શક્યતા છે જ્યારે રાજકારણ રસ્તો ભટકી જાય ત્યારે ધર્મકારણ જ માર્ગદર્શક-પર્થદર્સક બની રહે છે એ માટે ધર્મના અધિનાયક પસંદ કરવાનો સમય આવી ગયો છે. જે રાજકારણ અને ધર્મકારણને જોડી રાખે. એ માટે આવતાં ગુરુવારે સ્વામીજી દ્વારા ′નુતન ધર્મસભા′ નું આયોજન કરવા સ્વામીજી ઇચ્છી રહ્યા છે. જેથી અભિનવને મજબુત ધાર્મિક સમર્થન મળી રહે અને યુવરાજની પ્રમુખ તરીકે પસંદ કરવામાં જે ભુલ થઇ હતી એ પુનરાવર્તન ન પામે..” ગૌરાંગીએ ખુબ ચતુરાઇથી સ્વામી સત્યાનંદનો સંદેશ રજુ કર્યો. બધા ખુશ થઇ ગયાં.

“વાહ! ગૌરાંગીજી, વાહ! જય હો, સ્વામીજીનો જય હો!” અભિનવની ખુશી સમાતી ન હતી, CM-uncle broad ખુશખુશાલ થઇ ગયાં, અભિનવ ત્રણેય વડિલોને ત્થા ગૌરાંગીને પગે લાગ્યો, CM રાવળ તો ભેટી પડ્યાં.

“સુબહે-સુબહે જો આપને good news દિયે હૈં ઇસસે ઇતની ખુશી હુઇ હૈં કી કૈસે જાહિર કરે વહ સમજ નહિં આતા. God સ્વામીજી કી સારી wishes પુરી કરે! હમારી સાલો કી મનોકામના પુરી કરને તરફ આજ એક ઔર કદમ આગે આયે હૈં!” Uncle broad સૌથી વધારે ખુશ હતો, અભિનવને ભેટીને ગાલ પર kisses કરવા લાગ્યો. ત્યાંસુધીમાં લાવણ્યા આવી ગઇ. અભિનવની નજર લાવણ્યા પર ગઇ.

“લાવણ્યા! મહેમાનો માટે ચા-નાસ્તા-પાણી તૈયાર કરો!”

“જી. Sir!” લાવણ્યા દુરથી જ બોલી અને kitchen તરફ ગઇ. ગૌરાંગી તેણીને જોઇ રહી.

“સાહેબ! હવે રજા આપો!” ગૌરાંગી ઉજવણી વચ્ચે બોલી.

“ચા-નાસ્તો કરીને જાવ, ગૌરાંગીજી!” CM રાવળે વિવેક કર્યો, “હવે અમે પણ office એ જઇ રહ્યા છીએ. નવિનભાઇના ગયા પછી કામ ખુબ વધી ગયું છે.” CM રાવળ ગૌરાંગી પાસે ઉભા રહ્યાં પેલ્લા ચારેય પાછળ આવ્યા.

“તમારા વિવેકની આભારી રહીશ, પણ, આશ્રમમાં ખુબ કાંમ છે એટલે જ મારતી ગાડીએ આવી..” ગૌરાંગી પણ ઉભી થઇ, “એક વાત રહી ગઇ કે સ્વામીજીએ ખાસ કહ્યું છે કે તમારી સરકારમાં કોઇપણ જાત ફેરફાર કરતાં પહેલાં ગ્રહોની ચાલ સ્વામીજી પાસે જોઇ લેશો. જેથી ભવિષ્યમાં નડતર ન રહે..!” ગૌરાંગીએ સંકેતાત્મક CM રાવળને સલાહ આપી. “ભલે ત્યારે મને રજા આપો!”

“ચોક્કસ! સ્વામીજીની આ સલાહને લક્ષ્યમાં લેશું.” CM રાવળ પણ એ સંકેત સમજી ગયાં. ગૌરાંગીજી તેના સેવકો સાથે ચાલતાં થયાં. નરૂભા પણ નકુળ સાથે ચાલ્યા ગયા, CM રાવળ કોઇ જરૂરી વાત કરવા Uncle broad ને પોતાની સાથે લઇ ગયાં.

“Sir!” અભિનવ હજુ sofa પર બેઠો જ હતો ત્યા લાવણ્યા આવીને ઉભી રહી, અભિનવ ઉભો થઇ ગયો.

“કોઇ news?”

“એ જ સવાલ હું તમને કરવાની હતી, sir! મને બહું ડર લાગે છે, હજુ સુધી કોઇ massage કે call પણ નથી આવ્યો, એ લોકો શું ઇચ્છે છે એ ખબર નથી પડતી..”

“આ કહીને તું મને વધારે tension માં નાખે છે, મારા માણસો પણ નાકામ થયા. ગઇસવારે એ તારા ઘરેથી ક્યાં ગાયબ થઇ ગયાં? ધરતી ગળી ગઇ કે હવામાં ઓગળી ગયા? શું કરવું મને તો કાંઇ સમજાતું નથી? ક્યં શોધવી એ છોકરીને?” અભિનવે લાંબા વાળ રમાડ્યાં.

“Sir! હવે તો એક જ રસ્તો છે..”

“ક્યો?” અભિનવ વાળ રમાડતો અટકી ગયો.

“Sir! Police...” લાવણ્યા હજુ બોલે ત્યાં અભિનવે તેણીના ખભા પકડી લીધા.

“અક્કલનું પ્રદર્શન ન કર! Police પાસે જઇશ તો એટલા સવાલો પુછશે કે તું સાચું ઓકી નાખીશ! એક તો uncle એ foolproof plan બનાવ્યો હતો. યુવરાજ life time jail માં સબડે એ માટે રાધિકાનું મળવુ ખુબ જરૂર છે. પણ રાધિકા પોતે જ wanted છે. Police તારી પાસે photo જોશે તો તને જ સંડોવણીમાં jail પુરશે,”

“મતલબ કે આખો ફાલ જ ખોટો છે,” લાવણ્યા બોલી ઉઠી, અભિનવે ખભા છોડ્યા, “ત્યારે જ વિચારુ કે રાધિકા તમારી સાથે...”

“લાવણ્યા! જીભ સંભાળ..તારી...” અભિનવનો હાથ ઉપાડતો જ રહી ગયો. લાવણ્યાનો પણ ગુસ્સેથી ચેહરો લાલ થઇ ગયો.

“જુઓ! Sir! મને શોખ નથી આવું બોલવાનો! પણ...” લાવણ્યા ઘણું બોલવા જતાં અટકી ગઇ. શ્વાસ લઇને comedown થઇ, “છોડો એ! હવે તમે જે નક્કી કરશો એ હું આગળ કરીશ! હું officeએ જાવ છું..” લાવણ્યા જતી રહી. અભિનવે ગુસ્સામાં sofa પર હાથ પછાડ્યો.

“ક્યાં બાત હૈં મેરે શેર! ઔર કિસી મેં નહિં તો આજ sofa પર ગુસ્સા ડાલ રહે હો!” એકબાજુ લાવણ્યા ગઇ અને બીજીબાજૂ uncle broad હાજર થયાં. અભિનવ પાસે આવ્યા. અભિનવ uncle ને જોતા જ અવાક્ થઇ ગયો. “દેખ રહા હું. દો દિનો સે તુમ્હે કોઇ બાત સતા રહી હૈં પર તુમ હો કી બોલને કો તૈયાર હિ નહિં હો..” અભિનવ પાસે જઇ એના માથે હાથ ફેરવવા લાગ્યા. બેડોળ શરીરના માલિક uncle broad અભિનવ પાસે ઠિગણાં લાગતા હતાં.

“કુછ નહિં. Uncle! આપ તો જાનતે હોની! નોકરો કે પાસ કામ નીકાલના કિતના tuff હૈં? ઇસ લડકી મે જરા-સી ભી અક્કલ નહિં! Party workers કે સાથ meeting કરની હૈં ઔર ઇસ લડકીને meeting site ભી decide નહિં કિયા! અબ યુવરાજ કે જાને કે બાદ workers કા trust બરકરાર રખના હોગાના!” અભિનવ ચાલાકીથી વાત ફેરવી નાખી. Uncle હસ્યાં.

“અરે તો ઇસમે tension વાલી બાત ક્યાં હૈં? વૈસે નોકરો કો જ્યાદા important દેના નહિં ચાહિયે. અગર કામ અચ્છા નહિ કરતી હૈં તો ઉખાડકે ફેક દેના! ઠિક હૈં. But you don’t worry! હમારી જાન હૈં તું!” Uncle broad વ્હાલ કરતાં ચાલ્યા ગયાં. અભિનવને આશ્ચર્ય એ વાતનું હતું કે દરેક વાતે શંકા કરતાં uncle ને આ વાતે તેના પર શંકા ન ગઇ.

***