Safalta Na Saat Sopano books and stories free download online pdf in Gujarati

Safalta Na Saat Sopano

સફળતાના સાત સોપાનો

લેખિકા : આરતી જાની

સરનામું : ૧/૧૦, ઈન્દ્રવિલા, નવાવાસ,

માધાપર, તા.ભુજ-કચ્છ.

મોબાઈલ : ૯૯ ૭૯ ૭૭ ૩૫ ૯૯.

ઈ-મેઈલ : jani.arti90@gmail.com



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.સફળતાના સાત સોપાનો

૨.આત્મવિશ્વાસ

૩.ધ્યેય

૪.દ્રઢ મનોબળ

૫.મહેનત

૬.એકાગ્રતા

૭.પોઝીટીવ થીન્કીંગ

૮.ટાઈમ મેનેજમેન્ટ

૧. સફળતાના સાત સોપાનો

આજે દરેક વ્યક્તિ સફળ થવા માગે છે. સફળતાનો પર્યાય દરેક વ્યક્તિ માટે અલગ-અલગ છે. કોઈને ડોક્ટર બનવું છે, કોઈને ઈન્જીનીયર, કોઈને બિઝનેસમેન..... વગેરે. ને વ્યક્તિ જે ઈચ્છે તે મેળવી લે એટલે એમના માટે એ સફળ ગણાય. સફળતા ભલેને દરેક વ્યક્તિ માટે ભિન્ન હોય પણ તે મેળવવાના રસ્તાઓ તો એક જ સરખા છે. સફળતા મેળવવા માટે સાત સોપાન અને તે સર કરવા માટેની પદ્ધતિ અહીં દર્શાવેલ છે જેના દ્વારા તમે ૧૦૦% સફળતા પ્રાપ્ત કરી શકશો.

૨. સફળતાનું પહેલું સોપાનઃ આત્મ વિશ્વાસ.

આત્મવિશ્વાસ એ મહાન શક્તિ છે જેના દ્વારા તમે જે ધારો એ કરી શકો છો. કોઈ પણ સિદ્‌ધિ મેળવવા માટે આત્મવિશ્વાસ એ પાયાની જરૂરિયાત છે. વૈજ્જ્ઞાનિક થોમસ અલ્વા એડીસને પણ એ જ વાત કરી હતી,

“મારી સફળતાનો આધાર મારો આત્મવિશ્વાસ જ છે.”

આત્મ વિશ્વાસ વધારવા શું કરવું જોઈએ?

૧.આત્મવિશ્વાસ વધારવા પોતાની જાત સાથે મિત્રતા વધારો.

૨.પોતાની સમસ્યાઓનું સમાધાન જાતે લાવવા પ્રયાસ કરો.

૩.સતત હકારાત્મક વલણ અપનાવો.

૪.સફળ વ્યક્તિઓની જીવનકથાઓ વાંચતા રહો અને તેમાંથી પ્રેરણા મેળવતા રહો.

૫.સમયાંતરે સ્વમૂલ્યાંકન કરતાં રહો. તમારી નબળાઈઓ લખી તે કઈ રીતે દુર કરી શકો તે જાતે જ વિચારી તે દિશામાં કાર્ય શરૂ કરી દો. તમે તમારી એક પણ નબળાઈ દુર કરી શક્યા ને ત્યારથી જ તમારો આત્મવિશ્વાસ વધવાનો શરૂ થઈ જશે.

૩. સફળતાનું બીજું સોપાનઃ ધ્યેય.

ધ્યેય એ જીવનની જીવાદોરી છે. ધ્યેય વગરનું જીવન જીવવું એ મધદરિયે દિશાવિહીન થવા સમાન છે. કોઈ પણ સફળ વ્યક્તિના જીવન પર નજર કરી જુઓ તમને ખ્યાલ આવશે કે એ દરેક પાસે એક ચોક્કસ ધ્યેય હતું જેને કારણે એને એ સફળતા હાંસલ કરેલ છે.

ધ્યેય કેવી રીતે સિદ્ધ કરશો?

ટ્ઠ.સૌ પ્રથમ એ સ્પષ્ટ હોવું જોઈએ કે તમારૂં લક્ષ્ય શું છે? તમે જીવનમાં શું સિદ્ધ કરવા માંગો છો એ માટે તમારા મનમાં એક ચોક્કસ છબી હોવી જોઈએ.

હ્વ.ત્યારબાદ એ ધ્યેય સિદ્ધ કરવા તમને ક્યાં પગલાં લેવા, શું, ક્યારે અને કેવી રીતે કરવું એની યાદી બનાવી લો. અને તે મુજબ કાર્ય કરવાનું શરૂ કરી દો.

ષ્ઠ.એક ધ્યેયવાક્ય બનાવી એને મોટા અક્ષરે લખી એવી રીતે ગોઠવો કે જેથી એ તમારી નજર સામે વારંવાર આવ્યા કરે. મનમાં એ ધ્યેયવાક્યનું રટણ કરો.

૪. સફળતાનું ત્રીજું સોપાનઃ દ્રઢ મનોબળ.

૧.સફળતા પ્રાપ્ત કરવા માટે માત્ર ધ્યેય હોવું એ પૂરતું નથી. પણ તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારી પાસે દ્રઢ મનોબળ હોવું એ અનિવાર્ય છે. સાચું જ કહેવાયું છે કે ‘મન હોય તો માળવે જવાય.’ ધ્યેય સિદ્ધ કરવા તમે ગમે તેટલા સંકલ્પ કરો પણ જો તેમાં દ્રઢતા નહિ હોય તો તે સિદ્ધ થશે નહિ.

૨.હેરી પોટરની લેખિકા જે.કે.રેલીંગની લખેલ સ્ક્રીપ્ટ છાપવા પણ કોઈ તૈયાર ન હતું. છતાંયે એમના મનોબળનું પરિણામ આજે તમારી સામે જ છે !!! એમ, એક વાર લક્ષ્ય સુધી પહોચવા માટે દ્રઢ મનોબળ કેળવી લીધું તો તો સફળતા તમારા હાથવેતમાં જ હશે.

દ્રઢ મનોબળ કેવી રીતે કેળવશો?

૧.દ્રઢ મનોબળ કેળવવા માટે ધ્યેય નક્કી કર્યા બાદ તેને વારંવાર મનમાં દોહરાવતા રહો.

૨.તમે એ ધ્યેય સિદ્ધ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છો જ એવો વિશ્વાસ રાખો.

૩.એ ધ્યેયને તમારા જીવનમાં ઓતપ્રોત કરી દો. તેના જ સપના જુઓ, તેના જ વિચારો કારો.

૪.તમારા દરેક કાર્યને તમારા ધ્યેય સાથે જોડી દો. જો આમ થશે તો તમે સફળ થશો, થશો ને થશો જ.

૫. સફળતાનું ચોથું સોપાનઃ મહેનત.

કહેવાય છે ને સખત મહેનતનો કોઈ જ વિકલ્પ નથી. ચંદનનું લાકડું કેમ વધુ ઘસાય તેમ વધુ ને વધુ સુગંધ આપે છે તેમ તમે પણ જેમ વધુ ને વધુ મહેનત કરશો તેમ ઉત્તમોત્તમ પરીણામ મેળવી શકશો. સખત મહેનતથી કરવામાં આવેલ દરેક કાર્ય રંગ લાવે જ છે.

મ - મનુષ્યનો

હે - હેતુ સિદ્ધ

ન - ન થાય ત્યાં સુધી ચાલતી

ત - તપસ્યા.

જયારે તમને કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે ત્યારે તમે નિરાશ થઈને ધ્યેયને પડતું મૂકી દો છો અને તેનાથી નીચું જે કાઈ પણ મળે તેનાથી ચલાવી લો છો ખરૂને ! વીજળીના બલ્બના શોધક થોમસ આલ્વા એડીસન બલ્બની શોધ વખતે ૪૦ વખત નિષ્ફળ રહ્યા હતા છતાંય તેને પ્રયત્નો ન છોડયા અને આખરે એક્તાલીસમી વખત તેમને સફળતા મળી. આમ, અતૂટ વિશ્વાસ અને સખત મહેનતનું પરીણામ સફળતા જ છે.

૬. સફળતાનું પાંચમું સોપાનઃ એકાગ્રતા.

આપણું મન ખુબ જ ચંચળ હોય છે. વૈજ્જ્ઞાનિકોના કહેવા મુજબ આપણને દિવસના ૬૦૦૦૦ જેટલા વિચારો આવતા હોય છે. અનેક વિચારો માંથી કોઈ એક વિચાર પણ સંપૂર્ણ ધ્યાન કેન્દ્‌રિત કરવું એટલે એકાગ્રતા. એકાગ્રતાની તીવ્રતાની બાબતમાં સ્વામી વિવેકાનંદજીનું નામ મોખરે છે. તો ચાલો, નીચે બતાવેલ માર્ગ અપનાવી આપણે પણ એમના જેવી એકાગ્રતા હાંસલ કરીએ.

એકાગ્રતા કેવી રીતે વધારવી?

૧.શાંત રૂમમાં દીવો પ્રગટાવી તેની જ્યોતને એકીટસે જુઓ. કેટલો સમય જોઈ શકો છો તે નોંધો. રોજ પ્રેક્ટીસ દ્વારા આ સમય વધારતા રહો.

૨.તમને જયારે અનેક વિચારો એકસાથે આવતા હોય ત્યારે કોઈ પણ બિંદુ પર નજર કેન્દ્‌રિત કરો. (જેમકે, બોલપેનનો પોઈન્ટ, ઘડિયાળનો કાંટો) તમે જોશો કે તમારા વિચારો આપોઆપ ઘટતા જશે.

૩.રોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ ઊંંડા શ્વાસોચ્છવાસ કરવાની આદત રાખો. એનાથી એકાગ્રતા વધશે.

૪.એકાગ્રતા કેળવવા માટે શ્રેષ્ઠ રસ્તો ધ્યાન છે. રોજ નિયમિત સમયે નિયમિત સમય માટે ધ્યાન કરો. મન સ્થિર થઈ જશે. અને યાદશક્તિ પણ વધી જશે.

૭. સફળતાનું છઠું સોપાનઃ પોઝીટીવ થીન્કીંગ.

વિચારોની આપણા જીવન પણ ખુબ જ ઊંંડી અસર પડે છે. તમે સુખી છો, દુઃખી છો, શ્રીમંત છો, ગરીબ છો, - આ બધું જ માત્ર ને માત્ર તમારા વિચારોનું પરીણામ છે. હકારાત્મક વિચાર ધરાવતી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં ખુશ રહી શકે છે, તેનો હિમતપૂર્વક સામનો કરી શકે છે. જયારે નકારાત્મક વિચારસરણી વાળી વ્યક્તિ રાઈ જેટલી તકલીફનો પણ પહાડ બનાવી દે છે. તો ચાલો, આજથી જ આપણે પોઝીટીવ થીંકર બની આપણા જીવનને હકારાત્મકતાથી ભરપુર અને શ્રેષ્ઠ બનાવીએ.

પોઝીટીવ થીંકર કેવી રીતે બનશો?

૧.સૌપ્રથમ મનમાં જે નકારાત્મકતા ઘર કરી ગઈ છે તેને દુર કરવી પડશે.

૨.“હું આ કાર્ય કરીને જ રહીશ” એનું સતત મનન કરો.

૩.સફળ વ્યક્તિઓના ઉદાહરણો યાદ કરી પ્રેરણા મેળવો.

૪.પોઝીટીવ થીન્કીંગ વાળી વિચારધારા ધરાવતા પુસ્તકોનું રોજ વાંચન કરો.

૫.જયારે કોઈ નકારાત્મક વિચાર આવે ત્યારે એનાથી વિરૂદ્ધનો વિચાર મનમાં દોહરાવો.

૮. સફળતાનું સાતમું સોપાનઃ ટાઈમ મેનેજમેન્ટ.

૧.સમય એ અમુલ્ય મૂડી છે. જે એક વાર ચાલ્યો જાય છે તો પાછો આવતો નથી, આથી તેનો ઉપયોગ ખુબ જ કરકસરથી કરો.

૨.સમય ઉપર નિયંત્રણ કરવા માટે સમયપત્રક એ શ્રેષ્ઠ ઉપાય છે. સમયપત્રક તો ખુબ જ સરળતાથી બનાવી શકાય છે, પણ મુશ્કેલ છે તો તેનો અમલ કરવો. અને તેના અમલ કરવા માટે દ્રઢ મનોબળ હોવો જરૂરી છે.

૩.બસ,તો નીચું મુજબના સ્ટેપ્સનો અમલ કરી પોતે જ પોતાના ટાઈમ મેનેજર બની જાઓ.

ટાઈમ મેનેજમેન્ટના સ્ટેપ્સ.

ટ્ઠ.તમારૂં લક્ષ્ય નક્કી કરો.

હ્વ.તેને સિદ્ધ કરવા માટે ક્યા કાર્યો કરવા અને તેના માટે કેટલો સમય આપવો તેનો હિસાબ કરો.

ષ્ઠ.એક પણ પળ બરબાદ ન કરો.

ઙ્ઘ.દરેક પ્રવૃત્તિનો સમય નક્કી કરી તે જ સમયમાં પૂર્ણ કરવાનો આગ્રહ રાખો.

ી.સૌથી મહત્વનું કાર્ય પહેલા કરવાનો આગ્રહ રાખો.

ક.સતત પરિણામલક્ષી પ્રવૃતિઓ કરતાં રહો.

તો આ સાત સોપાનો સર કરી ધારી સફળતા મેળવવા માટે મારી આપ સૌ વાચકોને શુભેચ્છાઓ.