Forced Fighters books and stories free download online pdf in Gujarati

Forced Fighters

Forced fighters. . .

(એક ફિક્સનરૂપે સાહસ-સસ્પેન્સની રોલર-કોસ્ટર રાઈડ)

By- Ch!ntan N. upadhyay

પ્રસ્તાવના

Forced fighters - (સશસ્ત્ર યોદ્ધાઓ)-

એક સૈનિક ક્યારેય પણ નિ:સહાય કે લાચાર નથી હોતો, પરંતુ નક્કર પગલા ને મક્કમ નિર્ણયો લેવામાં સરકાર જયારે ઢીલી પડે ત્યારે સરહદે તૈનાત સૈનિકને વેઠવાનું આવે છે, રાજરમત સૈનિકને લાચાર બનાવી દે છતાં પણ પોતાનું શૌર્ય અને માતૃભૂમિ પ્રત્યેની ફરજ જવાનો સ્વાર્થ વગર પૂરી કરે છે. સક્ષમ યોદ્ધાઓ જયારે રાજકારણનો ભોગ બને ત્યારે ઉઠતી વેદનાની વ્યથાગાથા અહી સાહસ અને સસ્પેન્સનાં કોકટેલ કોમ્બીનેસનમાં ફીક્સન સ્ટોરી રૂપે રજૂ કરી છે. આશા રાખું આ રોલર-કોસ્ટર રાઈડ તમને ગમશે.

-Story by : Chintan N. Upadhyay

***

અંધારી રાતના ૩:10 A. M. , પશીઘાટી, કારાકોરમ હિલ-રેંજ, સિક્કિમ, માઈનસ -18C તાપમાન.

ભારત-ચીન બોર્ડરના છેલ્લાં ભાગ ‘દિબાંગ-વેલી’ પહોંચીને, કેપ્ટન અવિનાશ દિલ્હી વોરરૂમ, આર્મી ચીફને વોકી-ટોકીથી સંદેશ આપે છે:’સર, અમે બ્રહ્મપુત્રા ફ્રન્ટના આશરે, લોકલ સિવિલિયન ટ્રાન્સપોર્ટ વાહનમાં દિબાંગ-વેલી પહોચી ગયા છીએ, ઓવર.

***

હેડકવાર્ટર, સાઉથ બ્લોક, દિલ્હી વોરરૂમ.

આર્મી ચીફ : ડોન્ટ શૂટ અનટીલ હેડક્વાટર્સ ક્લીયર્લી ગિવ પરમિશન, ઓવર.

કે. અવિનાશ : પણ સર LAC-લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ ક્રોસ કરવામાં ફક્ત દોઢ કિલોમીટર દૂર છીએ, આપણી ફાયર રેંજમાં દુશ્મન-ટાર્ગેટ છે, જો અત્યારે ફાયરના ઓર્ડર ના મળ્યા અને દુશ્મનને ભનક લાગી ગઈ તો આપણી ટીમના કોઈ જવાન પાછાં નહિ આવે, ઓવર.

આર્મી ચીફ : વી હેવ સમ પોલીટીકલ બેરીયર્સ, આ પોલીટીકલ ઇસ્યુઝ ક્લીયર ના થાય ત્યાં સુધી શૂટનો ઓર્ડર નહિ મળે.

કે. અવિનાશ : પણ સર અમે ઇન્ડિયા-ચીન બોર્ડર રેંજમાં છીએ.

આર્મી ચીફ : હોલ્ડ યોર પોઝીસન અનટીલ ઓર્ડર વીલ રિલીઝ. સાંભળ અવિનાશ તુ ફક્ત ટીમનો કેપ્ટન નથી પણ ઇન્ડિયન આર્મીનો ડેકોરેટેડ ઓફીસર પણ છે. તારા પરાક્રમ ને સિદ્ધિના જોરે જ તને આ મિશન માટે પસંદ કરાયો છે, તારો ઈન્સ્ટન્ટ એકસનવાળો જિદ્દી સ્વભાવ સૌ જાણે છે, આપણા તરફની એક ભૂલ સીધી યુદ્ધની નોબત નોતરશે.

“યસ સરરરર, ઓવર એન્ડ આઉટ” ગીનાયેલા અવાજમાં કે. અવિનાશ વોકી-ટોકીનો બરફ પર ઘા કરે છે.

***

બનેલો ઘટનાક્રમ ને કેપ્ટનની લાચારી જોઇને ટીમનો એક સૈનિક જયંત બોખલાઈ ઉઠે છે;’સર, આ પરમિશનના પોલિટીકસનો ક્યાં સુધી ભોગ બનતા રહીશું? તક હંમેશા આપણી તરફેણમાં હોય છે પણ મક્કમ નિર્ણય ના લઇ શકતી સરકારના ઓર્ડરની રાહમાં આપણે તક ને જવાનના માથા બંને ગુમાવી બેસીએ છીએ. સરહદે આપણે છીએ એટલે દેશનો એક આમ નાગરિક સુરક્ષિત રહી શકે છે, બાળક સ્કુલે સેફટી અનુભવે છે, બહેનો સ્વતંત્રતાથી બજારમાં આવ-જા કરી શકે છે, આપણે બંધૂકની ગોળી ખાઈએ ત્યારે દેશનો નાગરિક તહેવારોની મીઠાઈ ખાઈ શકે છે. સરહદે આપણે તૈનાત હોઈ તો અહીની પરીસ્થિતિનો ખ્યાલ આપણને વધુ હોય કે પોલીટીકલ બેરીયરની ચર્ચા કરતા રાજકારણીઓને? સર, આ પરમિશનનું પોલિટીકસ ક્યાં સુધી જવાનોના જીવ લેતું રહેશે? ’

કે. અવિનાશ આ બધું સાંભળીને ચૂપ રહે છે.

જયંત :’સર આ સિક્રેટ કલાસીફાઈડ મિશન છે, દુશ્મનને મારીને જીત્યા તો પણ ઇતિહાસમાં આપણું નામ નહિ હોય અને શહીદ થયા તો પણ ખાસ નોંધ નહિ લેવાય, તો પછી આપણે શા માટે ક્રિટીકલ સમયે હેડક્વાર્ટર્સના ઓર્ડરની રાહ જોઈએ છીએ? તમે જ શીખવાડેલું કે લડાઈ દુશ્મનને શહીદ કરીને જીતાય છે. ’

બધા જ કે. અવિનાશ સામે જોઈ રહે છે. આખરે શું હતું આ સિક્રેટ કલાસીફાઈડ મિશન? કોણ છે આ પરાક્રમી કેપ્ટન અવિનાશ? આતો ફક્ત શરૂઆતી ફલેશબેક હતું, મૂળ વાર્તા તો હવે શરૂ થાય છે.

***

26 જન્યુઆરી, 2001, શુક્રવાર ૫૧મો પ્રજાસતાક દિન, ભચાઉ (ગુજરાત)

સવારે 8:46 A. M., ૧૬ વર્ષનો તરૂણ અવિનાશ ભચાઉની સ્કુલમાં પ્રજાસતાક કાર્યક્રમમાં ધ્વજારોહણ થઈ ગયા બાદ, રમતગમત રાઉન્ડ શરૂ થતા ઘરે આવવા નીકળે છે. અચાનક જ સમજમાં ના આવે એવી રીતે આસપાસનાં મકાનો હલવા ને ધરતી ધ્રૂજવા લાગે છે. તે દોડતો પોતાની શેરી તરફ ભાગે છે પણ એક પછી એક ધ્વસ્ત થતા મકાનો જોઇને હેબતાઈ જાય છે. એવામાં જ એના દાદા પાછળથી આવી અવિનાશને તેડી દૂર ખુલ્લાં મેદાનમાં લઇ જાય છે. દાદાના ખંભે લટકાયેલો અવિનાશ પોતાની કૂમળી નજરે પોતાનું ઘર જમીનમાં ભળી જતું જુએ છે. જોતજોતામાં 7. 7ની તીવ્રતાનો ભૂકંપ આખા ગુજરાતને ઘમરોળી નાખે છે. કચ્છ-ભુજ તો જાણે તહેસનહેસ થઇ જાય છે.

બપોરના 2:20 P. M., સગાઓને ગુમાવાથી ચારે તરફ રોકકળનું વેદનાયુક્ત વાતાવરણ હોય છે. જાણે અડધું ભચાઉ ભાંગી પડ્યું હોય. કાઈપણ ખાધા-પીધા વગર અવિનાશ દાદા પાસે સૂમસામ બેઠો રહે છે. તેના માં-બાપનો કોઈ અતોપતો મળ્યો હોતો નથી, પરંતુ 16 વર્ષની કૂમળી વયના માનસ પર એક દ્રશ્ય વારંવાર ઝીલાય છે. ભૂકંપ આવ્યાનાં 5 કલાકની અંદર સમગ્ર કચ્છ-ભુજમાં આર્મીના જવાનો રાહત કામગીરી માટે આવી ગયા હોય છે. જવાનો દ્વારા કાટમાળ ખસેડાતો ને દટાયેલા લોકોને બહાર કઢાય છે. તાત્કાલિક ઉભા કરાયેલા રાહત કેમ્પમાં જવાનો દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર થતી અવિનાશ જોવે છે. એક સૈનિક ફૂડ પેકેટ પણ અવિનાશના હાથમાં આપે છે. આ દ્રશ્યો જોઇને જ એનાં મનમાં લોકોની સેવા અને દેશની રક્ષા કરવાના બીજ રોપાય છે. કદાચ એ જવાનોની નિઃસ્વાર્થ કામગીરી જોયાનો જ પ્રભાવ હશે કે બીજા દિવસે કાટમાળમાં દટાયેલા પોતાના માં-બાપ મૃત હાલતમાં મળ્યા તો પણ એ ઘા અવિનાશ ઝિરવી ગયો.

અવિનાશના જીવનનું ધ્યેય આંખોમાં પારખી ગયેલા દાદા વ્હાલસોયાને 2 વર્ષ માટે મિલીટ્રીના બેઝ કેમ્પમાં ટ્રેનિંગ માટે રાજસ્થાન મોકલે છે. માનસિક રીતે થકાવી ને શારીરિક રીતે હરાવી દેનારી સખત ફિઝીકલ ટ્રેનિંગ લઇ, ખડતલ શરીર બનાવી મિલીટ્રીની થર્ડ કેડરમાં અવિનાશ દાખલ થાય છે. શારીરિક શ્રમ અહી જ અટકતો નથી, ૨૦૦૪માં કુદરતી આફત એના માટે અવસર બની આવે છે. ઇન્ડોનેશિયાની સમુદ્રી સુનામી ભારતના દક્ષિણ છેડાના વેરવિખેર કરી નાખે છે, ત્યારે ૩વર્ષ પહેલાનું ઋણ ઉતારવાનો મોકો એને મળે છે. થર્ડ કેડરના લીધે માનવ રાહત સેવાની આર્મી ફોર્સમાં , દક્ષિણના છેડે રાહતકેમ્પમાં લોકોના જીવ બચાવવા એ વળગી પડે છે. આ ગાળા દરમિયાન કસરત ને શારીરિક પરિશ્રમ તો ચાલુ જ હોય છે. માંસલ સ્નાયુ, પહોળી છાતી ને ખડતલ શરીર, આંખમાં રહેલો અંગાર માફકનો જુસ્સો એના પોંરૂષત્વમાં કઈક અલગ જ નિખાર આપે છે. થર્ડ કેડરમાં એનું નિષ્ઠાવાન કામ જોઈ પ્રમોશનના ભાગરૂપે એને ‘આસામ રેજીમેન્ટમાં’ સ્થાન મળે છે, અહી પણ પોતાનું પરાક્રમ દાખવવાનું એ ચૂકતો નથી. પશ્ચિમ બંગાળ ને અરુણાચલ પ્રદેશમાંથી થતી બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર ઘુસણખોરી પોતાની કુનેહ ને કાંડાના જોરે નિયંત્રિત કરે છે.

ઇન્લીગલ પબ્લિક ટ્રાન્સપોર્ટસન અટકાવીને સરહદી સુરક્ષા કરવા બદલ સૌથી નાની વયે અવિનાશને ડેકોરેટેડ ઓફિસરથી સન્માનવામાં આવે છે. આ હતી ‘કેપ્ટન અવિનાશ’ બનવા સુધીની સફર.

***

ડિસેમ્બર 2016, રાજકીય આગેવાનોમાં ઉજાણીનો માહોલ હોય છે. કેમ કે વર્ષોથી તંગ રહેલા ભારત-ચીન સંબંધો સુધારાના પંથે આવે છે. કારણ હોય છે બોર્ડર વિસ્તારમાં થયેલો ‘રોડલાઇન-કરાર’. અકસાઇ ચીન ને કારાકોરમનો પશ્ચિમ ઘાટ બંને દેશો માટે વિવાદાસ્પદ જગ્યા રહી છે. બને દેશોના બોર્ડરના સૈનિકો સુધી ખાધા-ખોરાકીનો સામાન આસાનીથી પહોચી શકતો નહોતો. ખાસ કરીને ચીની સેના માટે કારણ કે એમને ઘાટની વિકટ ભૌગોલિક સ્થિતિ નડતી, માટે સરળ ટ્રાન્સપોર્ટ કરવા બંને દેશો વચ્ચે ‘રોડલાઈન-કરાર’થવો જરૂરી હતો, જેથી પાક્કો રસ્તો બનતા વસ્તુઓ સરળતાથી પહોચી શકે. બંને દેશોના વડા તથા એક્સ્ટર્નલ અફેર્સના મંત્રીઓએ સર્વસંમતિથી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર સફળતાપૂર્વક થયો એ માટે આલિશાન હોટલમાં બંને દેશોના રાજકીય આગેવાનો, આર્મી ચીફ, ડેકોરેટેડ ઓફિસર્સ વગેરે માટે ખાસ રાજકીય-તાયફાનું – પાર્ટીનું આયોજન કરવામાં આવેલું.

ગેટ પાસે એક વ્યક્તિ લીગલ આઇ. ડી. પ્રૂફ આપીને પાર્ટીમાં દાખલ થાય છે. ક્યારેક ચીનના વડાની વર્તણુક નોટડાઉન કરે, તો ક્યારેક એક્સ્ટર્નલ અફેર્સના મિનિસ્ટરને ધારીધારી જુએ તો ક્યારેક છુપી રીતે ઇન્ડિયન આર્મી ચીફ કામઠને ફોલો કરે. પાર્ટીના લોકોથી દૂર, ખૂણામાં ઉભા રહી આ વ્યક્તિ દરેક વ્યક્તિની ગતિવિધિ બારીકાઇથી જોતો. વધુ ક્લીયર વિઝન મળી રહે એ માટે આ સંદિગ્ધ વ્યક્તિ ઝડપથી પહેલો માળ ચડી, હોટલના બેન્કવેટ હોલ તરફથી નઝર રાખવાનું નક્કી કરે છે, પણ એની આ શંકાસ્પદ હિલચાલ અવિનાશની નઝરમાં આવી જાય છે. ફ્લોર પર જ અવિનાશ એને જમીનદોસ્ત કરી નાખે છે અને આર્મી ચીફ કામઠને ઉપર બોલાવે છે. સંદિગ્ધ વ્યક્તિ પર અવિનાશને ચડેલો જોઇને કામઠ હસવા લાગે છે.

આર્મી ચીફ કામઠ : “છોડ એને અવિનાશ, એ મારો અન્ડરકવર એજન્ટ ‘કરણવીર’ છે, અને આજથી તારો દોસ્ત પણ. !!!

કરણવીરનું આર્મી ચીફ કામઠના અન્ડર-કવર એજન્ટ હોવું કે. અવિનાશ માટે આશ્ચર્ય ને આચકા સમાન હતું.

કે. અવિનાશ: “સર, તમે અને અન્ડર-કવર એજન્ટ? ? ”

આર્મી ચીફ: “હા અવિનાશ, મને ચીની ડ્રેગન પર ભરોસો નથી એ પણ ત્યારે જયારે ‘રોડલાઈન-કરાર’માટે ચીને સામેથી હાથ લંબાવ્યો હોય, હંમેશા લુચ્ચા શિયાળની ગતિ ચાલતું ચીન સ્વાર્થનું જ સગું રહ્યું છે, મને આ કરાર પાછળ ચીનનો અલગ જ હેતુ હોવાનું લાગે છે અને એટલે જ બોર્ડર પાર કરી ખાસ ઈન્કવાયરી માટે મેં ગુપ્ત રીતે આ કામ કરવા કરણવીરને હાયર કર્યો છે. ”

“સર, તમે એક મિનીટ મોડા પડ્યા હોત તો તમારો આ કેપ્ટન મારું મો તોડી જ નાખેત”, કરણવીર હસતા-હસતા બોલ્યો.

આર્મી ચીફ: “કરણ તારે ઓપરેસન પાર પાડવા સેફટીગાર્ડમાં શું જોઇશે? ”

કરણવીર: “એક મોટું બેગ, જેમાં બુલેટ્સ, માઈન ડીસ્ટ્રોયર બોમ્બ, L-7 બાયનોક્યુલર, ક્લાઈમ્બીંગ કીટ અને હા 2 ન્યુટ્રીસનના ટીન, થોડા ફૂડ પેકેટ્સ ને પાણી!!”

કે. અવિનાશ:”ક્યારે નીકળવાનું છે કરણવીરને સર? ”

ચીફ કામઠ:”આવતીકાલે રાતે 12:૩૦ વાગ્યે, ગુવાહાટીથી ઇન્ડિયન આર્મી તેજપુર-ઝિરો પોઈન્ટ સુધી પહોચાડી દેશે, ત્યાંથી કરણ તારે પ્લાન મુજબ જાતે આગળ વધવાનું. ”

કરણવીર:”સર, કાલે જ? એટલું ઈન્સ્ટન્ટ? ”

ચીફ કામઠ: “કરણ, રાતે આવતી ઉત્તેજના અને આર્મીના ઓર્ડર ઈન્સ્ટન્ટ જ હોય. ”!!!

આર્મી ચીફની કોમેન્ટથી ત્રણેયના મોઢે હાસ્યનું મોજું ફરી વળ્યું.

***

પછીની રાતે, 2 વાગ્યે.

ઇન્ડિયન આર્મીનો ટ્રક કરણવીરને તેજપુર-ઝિરો પોઇન્ટે ડ્રોપ કરે છે, જ્યાંથી કરણે જાતે જ આગળ વધવાનું હોય છે. જો બોર્ડર ક્રોસ કરતા કોઈ ઊચનીચ થાય તો સેફટી તરીકે ચીફ કામઠે, કરણવીરનું ફેક આઈ. ડી. પ્રૂફ બનાવી આપેલું, જે રોડલાઈન-કરારના વાઈસ સુપરવાઈઝર ને ઇન્સ્પેક્સન અધિકારી તરીકેનું હતું, પરંતુ પહેલો ટાર્ગેટ તો ચીની સૈનિકોની નજરમાં આવ્યા વગર બોર્ડર પાર કરી હવાઈઘાટી પહોચવાનો હતો, જ્યાંથી ચીનીઓની હિલચાલ સ્પષ્ટ જોઈ શકાય.

અરુણાચલપ્રદેશનો સીમાડો –બલીગામ સુધીનો રસ્તો તો સરળ હતો પણ ત્યાંથી હવાઈઘાટી પહોચવું સરળ નહોતું. કારાકોરમની હિલ-રેંજ, -20ᵒC જેટલું ઠંડુ તાપમાન, હાડ થીજાવતી ઠંડીનો બર્ફીલો વિસ્તાર ને જંગલી શિયાળનો ખોફ. બલીગામથી સતત 1 કલાક 40 મિનીટ ચાલ્યા બાદ 9 કિલોમીટરનું અંતર કપાણું, સામે હવે હવાઈઘાટીની તળેટી દેખાતી. રાતના 4:10 વાગી ચુક્યા હતા સૂરજ ઊગે ત્યાં સુધીમાં હવાઈઘાટી પહોચવું જરૂરી હતું જેથી અજવાળામાં ચીની સેનાની કાર્યવાહી જોઈ શકાય. જોડે લીધેલ ન્યુટ્રીસન ટીન તોડી જરૂર પૂરતું ખાઈને 20 મિનિટનો આરામ લઇ હવાઈઘાટીનું ચઢાણ શરૂ કર્યું.

પાતળી હવા, ઓક્સીજનની ઓછી માત્રા, સામા આવતા બર્ફીલા પવનો અને એકધારું ઉભું ચઢાણ-સંજોગો સહેજ પણ તરફેણમાં નહોતા. પાણી પણ અડધું વપરાઈ ગયેલું. રાતનું અંધારું મુશ્કેલીમાં ઓંર વધારો કરતું કારણ કે કલાઇમ્બિંગ કીટ તો જોડે હતી પણ અંધારામાં હુક-અપ કરી ચઢાણ કરવું સહેલું નહોતું, સહેજપણ ચૂક થાય તો સીધા લીજીઆંગની ખાઈમાં ને ત્યાંથી ચીની સેનાના હાથમાં જ પકડાવાય એમ હતું. જેમજેમ ઉભું ચઢાણ આવે એમ ઢોળાવ ને બર્ફીલા પવનોનો વેગ વધતો જતો હતો પરંતુ હજુ ચીની સેનાના બેઝની લાઈટો ધૂંધળી દેખાતી હતી, માટે હજુ 1000-1200 ફીટ ઉપર ચડવું જરૂરી હતું.

હવે કરણવીરના શ્વાસ ફુલાવા લાગેલા પરંતુ આવી વિપરીત સ્થિતિ સામે ઝઝૂમવા માટેતો એમની અઘરી ટ્રેનિંગ લેવાતી હોય છે, હિંમત હાર્યા વગર તે ઉપર ચડે છે. આખરે સૂર્યોદય થતા તે હવાઈઘાટીની જરૂરી ઊચાઈએ પહોચી જાય છે, પણ અહી પહોચી કરણવીરને ઝટકો જ લાગે છે, ચીની સેનાની કામગીરીનું દ્રશ્ય જે એણે જોયું અને L-7 બાયનોક્યુલરની મદદથી પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી તો, માઈનસ , -20ᵒCમાં પણ કરણને કપાળે પરસેવો વળી ગયો.

આખરે એવું તો શું ત્યાં ચાલતું હતું. ? ?

હવાઈઘાટીની જરૂરી ઉચાઇએ પહોચી કીટબેગમાંના અદ્યતન બાયનોક્યુંલર L-7ની મદદથી કરણવીર ચીની સેનાની કાર્યવાહી જોઈ હક્કા-બક્કા રહી ગ્યો. -20ᵒCમાં પણ તેને કપાળે પરસેવો વળી ગયો. ’રોડલાઈન-કરાર’મુજબ ચીની સેનાના સૈનિકોને ખાધા-ખોરાકીનો સમાન પહોચાડવા પાક્કા રસ્તા બનવાના હતા, પણ અહીતો રસ્તાની આડમાં દિબાંગ-વેલી તરફ જતા રસ્તે જોરશોરથી સૂરંગ બનાવવાનું કામ ચાલતું હતું. દિબાંગ-વેલી, ઇન્ડિયા-ચીન બોર્ડરે અરુણાચલપ્રદેશને અડીને જ આવેલી હતી. અહી જ ઇન્ડિયન આર્મીની 6, 42 અને 46 નંબરની ફોર્સ બટાલિયનનું મેઈન સેન્ટર હતું. ખતરાની ઘંટી પામી ચૂકેલા કરણે ફટાફટ બેગમાંથી જીઓગ્રાફીકલ મેપ કાઢ્યો અને સૂરંગ જે દિશામાં ખોદાઈ રહી હતી એની રેખાંશ-અક્ષાંશ મુજબ ગણતરી કરી જોઈ તો દિબાંગ-વેલી તરફ ઇન્ડિયન આર્મીની 6, 42, 46 નંબરની બટાલિયનના મુખ્ય કેન્દ્ર તરફ ધસતું હતું. જીઓગ્રાફીક ડીસએડવાન્ટેજનું બહાનું ધરી, રસ્તાની આડમાં સૂરંગ દ્વારા માઈન-બ્લાસ્ટને દુર્ઘટનાનું રૂપ આપી આર્મીની ત્રણેય બટાલિયન ઉડાવી દેવાનું ચીની ડ્રેગનનું કાવતરું હતું.

રસ્તા ક્લીયર કરવા માઈન બ્લાસ્ટમાં આ બોર્ડર સીઝફાયરનું ઉલ્લંઘન શરતચૂકથી થયું એમ જણાવી આસાનીથી ચીનીઓ આ કાવતરાના આરોપમાંથી છટકી શકે એમ હતા. આર્મી ચીફ કામઠનો શક સાચો હતો, ચીની ડ્રેગન લુચ્ચા શિયાળ માફક ભારતને છેતરવા જઈ રહ્યું હતું ને ટાર્ગેટ પર હતા ત્રણ બટાલિયન સેન્ટરના 150+ ભારતીય જવાનો. આ ગંભીર સંકટની જાણ ચીફ કામઠને કરવી જરૂરી હતી પણ એર-સિગ્નલના અભાવે હવાઈઘાટીથી એ શક્ય નહોતું. જેટલી ઝડપે નીચે ઉતરાય એટલી ઝડપે કરણે નીચે ઉતરી સિગ્નલ મેળવવા પ્રયત્ન કર્યા. અંતે લીજીઆંગ પહાડની તળેટી, કે જે ચીની સૂરંગના માર્ગમાં પડતી ત્યાં એર-સિગ્નલ મળતા આર્મી ચીફને આ ષડયંત્રની જાણ કરી.

ચીફ કામઠ માટે આ આચકાથી કમ નહોતું. તેમણે તરત જ દિલ્હી PMOનો સંપર્ક કર્યો અને સાઉથ બ્લોક, વોરરૂમ, દિલ્હી હેડક્વાર્ટરને એલર્ટ રહેવા જણાવ્યું. હવે એકસનનો સમય હતો. દિલ્હી મંત્રાલયમાં PM, આર્મી ચીફ અને એક્સટર્નલ અફેર્સના વડાઓ વચ્ચે આપત્કાલીન મીટીંગ યોજાઈ. વાતો કરવામાં સમય વેડફવો પોસાય એમ નહોતો કારણ કે ચીની સેનાનું સૂરંગ કામ પૂરું થતા તેઓ દિબાંગ-વેલીમાં ઇન્ડિયન બટાલિયન પર ગમે ત્યારે બ્લાસ્ટ કરી શકે એમ હતા.

આર્મી ચીફ:”સર, 150+ જવાનોની ઝીંદગી દાવ પર લાગી છે, ચીની લુચ્ચાઈનો જવાબ આપવો જરૂરી છે. ”

PM : “ઇન્ટરનેશનલ વોરના રૂલ્સ મુજબ આપણે આગળ વધીશું. ”

આર્મી ચીફ:”સર આ પ્રોટોકોલને પાળવાનો સમય નથી, પ્લીઝ. ”

PM : “તો રસ્તો શું છે. ? ”

આર્મી ચીફ: “એક સિક્રેટ કલાસીફાઈડ મિશન. ”

ગૃહમંત્રી : “ઓપરેશન આટલું જલદી કોણ કરશે? ”

આર્મી ચીફ: “સર, ’આસામ રેજીમેન્ટ’. ”

PM : “આર યુ શ્યોર? !આસામ રેજીમેન્ટનો કેપ્ટન ઇન્ચાર્જ અવિનાશ છે, એના ગુસ્સા, આંખની આગ ને જિદ્દી એકસનવાળા સ્વભાવ વિષે સૌ જાણે છે. એ આ મિશન માટે રિસ્કી નહિ રે? ”-PM ચહેરા પર ગંભીર ભાવ લાવી બોલ્યા.

આર્મી ચીફ:”સર, એટલે જ અવિનાશ આ મિશન માટે ફિટ બેસે છે. ”

ગૃહમંત્રી :”તો ઠીક છે, આસામ રેજીમેન્ટમાંથી કેપ્ટન અવિનાશ સહીત 12 જવાનોની ટીમ આ મિશન માટે મોકલીએ. ”

PM : “કામઠ, યાદ રહે આ કલાસીફાઈડ મિશન છે. ”

આર્મી ચીફ: “સર, મને પ્રોટોકોલ ખબર છે. મિશન સકસેસફુલ રહ્યું તો આપણા સિવાય એમને કોઈ નહિ ઓળખે અને જો શહીદ થયા તો ‘We dont know them’, પણ એ નોબત નહિ આવે સર. આપણે દાયરાની બહાર નીકળી ઓર્ડર આપવા પૂરતી હિમત દાખવવી પડશે, બાકી જવાનોમાં તો હિંમત છે જ. ”

મીટીંગ પતાવીને તરત જ ચીફ કામઠ ને ડિફેન્સ મિનિસ્ટર આર્મી હેલીકોપ્ટર દ્વારા આસામ રેજીમેન્ટના મુખ્ય કેન્દ્ર જવા રવાના થયા. સેન્ટરના મેઈન રૂમમાં કેપ્ટન અવિનાશને, મિશનની વ્યૂહરચના, જવા માટેનો રસ્તો અને જોડે લઇ જવા માટેના સૈનિકો સિલેક્ટ કરવા બોલવામાં આવે છે. સિક્રેટ કલાસીફાઈડ મિશન માટે આસામ રેજીમેન્ટ પર પસંદગી ઉતારવામાં આવતા અવિનાશનો જૂસ્સો ને ગૌરવ ઔર વધી જાય છે.

ડિફેન્સ મિનિસ્ટર:”અવિનાશ, હવે બધું જ તમારી ટીમ ઉપર આધાર રાખે છે. ”

ચીફ કામઠ:”અવિનાશ, સંભાળજે આ ચીની ડ્રેગન છે. ”

કે. અવિનાશ:”ડોન્ટ વરી સર, ઇન્ડિયન ટાઈગર ચીની ડ્રેગનનું ગળું દબોચી જ લેશે. ”

***

--એકસન નાઈટ... (રાતના 8 P. M)

સિક્કિમ સીમાથી પશીઘાટ જવા 12 જવાનોની ટીમ રવાના થાય છે, વિપરીત બર્ફીલા સંજોગોમાં કારાકોરમ હિલ-નું ચઢાણ શક્ય નહોતું માટે બ્રહમ્પુત્રા નદીના ફ્રન્ટ ફેઝ્થી દિબાંગ-વેલી પહોચવાનું હોય છે. નિર્જન વસતિનો વિસ્તાર અને રાતની હિલચાલની દુશ્મનને ભનક ના લાગે એ માટે ડિફેન્સ મિનીસ્ટી દ્વારા લોકલ સિવિલિયન ટ્રાન્સપોર્ટ વાહનમાં દિબાંગ-વેલી પહોચવાનું હોય છે. પથ્થરોવાળો સાંકડો રસ્તો, પ્રમાણમાં લાંબો સમય માંગી લે તેવો હતો ઉપરથી જેમ જેમ દિબાંગ-વેલી નજીક આવે તેમ તેમ બરફાવરિત થતો જતો.

5 કલાકની લાંબી પથરાળ મુસાફરી બાદ. . .

અંધારી રાતના 3:10 A. M,

દિબાંગ-વેલી પહોચીને કે. અવિનાશ, દિલ્હી વોરરૂમ, ચીફ કામઠને વોકી-ટોકીથી સંદેશો આપે છે:”સર, અમે સિવિલિયન ટ્રાન્સપોર્ટ વાહનમાં ‘દિબાંગ-વેલી’પહોચી ગયા છીએ, ઓવર. ”

(સાઉથ બ્લોક, હેડક્વાર્ટર્સ, દિલ્હી વોરરૂમ)

આર્મી ચીફ:”Dont shoot, untill headquarters give clear permission, over. ”

(-ઈન્ટરનેશનલ વોર-રૂલ્સ તોડીને ભારત UN-આંતરરાષ્ટ્રીય સંઘમાં પોતાની છબી ખરડાવા નહોતું માંગતું, ઉપરથી બોર્ડર સીઝફાયરનું ઉલ્લંઘન કરવાની પહેલ, ભારત કરે અને યુદ્ધનો સંદેશ ચીનને પહોચે એ બીકે ભારત સરકાર પ્રોટોકોલ તોડવા માગતી નહોતી, યુદ્ધ કરવા ઇન્ડિયન આર્મી સક્ષમ હતી છતાં રાજકારણીઓ ફક્ત ઓચિંતા હૂમલાને ડિફેન્સ કરવા જ માંગતા, પ્રોટોકોલનું પોલીટીક્સ આર્મીને હુમલો કરવાની પરવાનગી નહોતું આપતું, વોર્રુમમાં બેઠાબેઠા ફક્ત ચર્ચાઓ કરતા રાજકારણીઓને , સરહદી પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ જ નહોતો, કહો કે એ લોકો માટે સેના કરતા પક્ષ-વિપક્ષનું રાજકારણ વધુ મહત્વનું હતું. )

***

હેડક્વાર્ટર્સથી પરમિશન ના મળતા લાચાર અવિનાશને જોઈ ટીમનો સભ્ય જયંત બોખલાઈ ઉઠે છે.

“સર, રાતના 3:20 થયા છે, મિશન પૂરું કરી ભારત પાછા જવા ફક્ત ૩ કલાક જેટલો સમય છે, તમે જ શીખવાડેલું કે યુદ્ધ દુશ્મનને શહીદ કરીને જ જીતાય છે. ”

બધાં અવિનાશ સામું જોઈ રહે છે.

અવિનાશ ઘુટણીયે બેસી ભૂતકાળમાં ખોવાઈ જાય છે. એ 2001ના ભૂકંપને યાદ કરે છે, 16 વર્ષનો અવિનાશ, નિ:સ્વાર્થ ભાવે ભચાઉના રાહતકેમ્પમાં કામ કરતા સૈનિકોના દ્રશ્યો યાદ કરે છે. મનોમન વિચારે છે, દુશ્મન જ્યારે આપણા સૈનિકોને તબાહ કરવા માંગતો હોય ત્યારે શું આપણે રૂલ્સ ફોલો કરવાના? દેશ માટે નિ:સ્વાર્થ લડતા, ફના થતા સૈનિકની કિમત શું રાજકારણ રમવા પૂરતી જ? પ્રોટોકોલ પાળવા શું શહીદના પાળિયા થવા દેવાના? ?

ભૂતકાળમાંથી બહાર આવી આક્રોશ સાથે જુસ્સાથી અવિનાશ ઓર્ડર આપે છે:”જયંત, તું બીજા ૩ જવાનોને લઈને ઉત્તર દિશામાં ‘સ્પેક્યુંલેટિંગ ફાયરીંગ કરીશ. (એટલે કે એક પ્રકારનું ફેક ફાયરીંગ. જે દિશામાં ખતરો હોય તેનાથી વિરુદ્ધ દિશામાં હવામાં ગોળીઓ છોડવાની, જેથી દુશ્મન સેનાનું ધ્યાન એ તરફ ખેચાય. )

અવિનાશ:” સ્પેક્યુંલેટિંગ ફાયરીંગ થતાં જ ચીની સેનાનાં થોડા જવાનોનું ધ્યાન એ તરફ જશે અને મોકાનો લાભ લઇ બાકીના આપણે 8, એના બેઝ-કેમ્પમાં ઘુસી કાઉન્ટર અટેક કરીશું. ”

“ભારત માતા કી જય”-તમામ જવાનો એકસાથે બોલી ઉઠે છે અને જયંત સહીત ૩ સૈનિક ઉત્તર દિશામાં ફાયરીંગ શરૂ કરે છે. થોડા જ સમયમાં ચીની સેના એ દિશામાં અંધાધૂંધ ગોળીબારી શરૂ કરે છે. ૩૦ ચીની સૈનિક ફાયરીંગની દિશામાં આગળ વધે છે. સામે છેડે લીજીઆંગ તળેટી સુધી કે. અવિનાશ બાકી ટુકડી સાથે ઘૂસી જાય છે પણ અહી પહોચતા હતપ્રભ થઇ જાય છે.

લીજીઆંગ તળેટીથી દિબાંગ-વેલી સુધી જ્યાં સૂરંગ ખોદાઈ રહી હતી ત્યાંથી 80+ ચીની સેનાનું હથિયારધારી ધાડું પોતાની તરફ આવતું હોય છે.

રેજીમેન્ટનો એક સૈનિક:’કેપ્ટન હવે? આપણે ફક્ત 8 અને તેઓ 80 કરતા પણ વધારે. ’

કેપ્ટન અવિનાશ સહેજપણ ખચકાટ વગર:’જવાનો, સામેનું સંખ્યાબળ નહિ પણ પોતાનું આત્મબળ જોવો, ભારત માં નું અહેસાન ઉતારવાનો આ જ મોકો છે, જ્યાં સુધી રાઈફલમાં બુલેટ્સ અને શરીરમાં જીવ છે ત્યાં સુધી કાઉન્ટર અટેક કરીશું. ’

અવિનાશ સહીત બાકીના 7 જવાનો, દુશ્મન સામે ચારે તરફ એસોલ્ટ રાઈફલનો મારો કરે છે, જોતજોતામાં બરફ પર બુલેટ્સનો ખડકલો થઈ જાય છે, વીર જવાનો હિંમત ને જુસ્સાથી ચીની સેના પર તૂટી પડે છે. એવામાં જ ઉત્તર દિશાએ જયંતની ટૂકડીએથી માઠા સમાચાર એક જવાન આપે છે.

“સર, ફાયરીંગ કરી રીટર્ન આવતા જયંતનો પગ, બિછાવેલી માઈન પર પડ્યો અને માઈન-બ્લાસ્ટમાં આપણે જયંતને ગુમાવવો પડ્યો, ચીની સેનાને બહેકાવવામાં અમે સફળ રહ્યા છીએ અને હવે તમારી તરફ ઝડપથી આવીએ છીએ, ઓવર. ”

“ઓકે. . ઓવર એન્ડ આઉટ. ”અવિનાશથી ફક્ત આટલું જ બોલાય છે.

ફૂલફોર્સ સાથે ચીની સેના લીજીઆંગ તળેટી અંધાધૂંધ ફાયરીંગ કરી ધસી આવે છે. અવિનાશની ટૂકડી પણ પૂરા જોમથી બુલેટ્સનો મારો ચાલુ રાખે છે. દરેક ભારતીય જવાન આંખમાં અંગાર ને મોઢે ભારત માં નું નામ લઇ પૂરી તાકાતથી તૂટી પડે છે. મનોમન અવિનાશ જાણતો હોય છે કે એની ટીમ ચંદ મિનિટોની જ મહેમાન છે, મોંત સામે હતું કારણ કે પોતાના કરતા વધુ સંખ્યામાં ચીની સૈનિક લીજીઆંગ તળેટી તરફ ધસી આવતા હતા.

એવામાં જ ચીની સેના તળેટી નજીક પહોચતા જ , એક પછી એક 4 બ્લાસ્ટ થાય છે, જોતજોતામાં આ 4 બ્લાસ્ટમાં 80 જેટલા તમામ ચીની સૈનિકોનો સફાયો બોલી જાય છે, એ તમામ ચીની તરફડીયા મારતા મોંતને હવાલે થાય છે. અવિનાશ માટે આ સમજની બહાર હોય છે, ફાયરીંગ અટકાવવાના ઓર્ડર આપી, અવિનાશ નજીક જાય છે. અવિનાશની ટુકડીનું મગજ બેર મારી જાય છે કે આ થયું શું?

બરફમાં બ્લાસ્ટના લીધે ચારે તરફ બરફાચ્છાદિત-બરફના ફોલ્લાં ઉડતા હોય છે. બર્ફીલા ધુંધળા વાતાવરણમાં એક વ્યક્તિ આવતી દેખાય છે, અવિનાશ ધ્યાનથી જુએ છે તો બરફના ઉડતા ફોલ્લા વચ્ચેથી એ ‘કરણવીર’ની એન્ટ્રી હોય છે!!

‘તમે તો મને ભૂલી જ ગયા!’-પહોચતાની સાથે જ કરણવીર બોલી ઉઠે છે. ”ભાઈ, હું પણ આ મિશનનો ભાગ હતો, જયારે હવાઈઘાટીથી એર-સિગ્નલ મળે એમ નહોતું ત્યારે સૂરંગ ષડયંત્રના સમાચાર આપવા ને સિગ્નલ મેળવવા મારે લીજીઆંગ તળેટી આવવું પડેલું, ત્યારે જીઓગ્રાફીકલ મેપમાં ગણતરી કરી જોઈ તો દિબાંગ-વેલીથી ૬, ૪૨, ૪૬ ભારતીય બટાલિયન ઉડાવા ચીની સેનાને અહી સુધી આવવું પડે એમ જ હતું અને વળતો જવાબ પણ એ લીજીઆંગ તળેટીથી જ આપી શકે એમ હતા માટે મેં તળેટીની આસપાસ 4 માઈન ડીસ્ટ્રોયર બોમ્બ બિછાવી દીધેલા, બસ રાહ તો ચીની સૈનિકોના આવવાની હતી, મારા બીછાવેલા માઈન્સ ચીની ડ્રેગનના કુર્ચા ઉડાવા તૈયાર જ હતા. ’

કે. અવિનાશ:’પણ, એ બોમ્બ તારી પાસે કેવી રીતે હોય શકે? ’

કરણવીર:’યાદ કરો, નિકળતા પહેલા જોડે જોઈતી વસ્તુઓ વિશે સરે મને પૂછ્યું ત્યારે મેં મારી બેગમાં બુલેટ્સ, ન્યુટ્રીશનના ટીન ઉપરાંત માઈન ડીસ્ટ્રોયર બોમ્બ પણ માંગેલા. !!!’

કરણવીર ગર્વથી હસે છે, ટીમના સભ્યો એને સલામી આપ્યા વગર રહી નથી શકતા.

એવામાં જ જયંતના હણાયેલા પાર્થિવ શહીદ દેહને લઈને જોડે ગયેલા ૩ જવાનો પણ ત્યાં આવી પહોચે છે. તમાંમની આખો પાણીથી ભરાય જાય છે, ટીમ મિશનની શરૂઆતમાં જયંતના બોલાયેલા શબ્દો યાદ કરે છે;--(જયંત :’સર આ સિક્રેટ કલાસીફાઈડ મિશન છે, દુશ્મનને મારીને જીત્યા તો પણ ઇતિહાસમાં આપણું નામ નહિ હોય અને શહીદ થયા તો પણ ખાસ નોંધ નહિ લેવાય, તો પછી આપણે શા માટે ક્રિટીકલ સમયે હેડક્વાર્ટર્સના ઓર્ડરની રાહ જોઈએ છીએ? તમે જ શીખવાડેલું કે લડાઈ દુશ્મનને શહીદ કરીને જીતાય છે. ’)

***

કે. અવિનાશ:’પણ, કરણ તું અત્યાર સુધી હતો ક્યાં? ’

કરણવીર:’હાહાહા, હું અન્ડર-કવર એજન્ટ છુ, ઠેકાણું ગોતી શકો તો ગોતી લેજો. ’

અવિનાશ, દિલ્હી હેડક્વાર્ટર્સ, વોરરૂમ, ચીફ કામઠને સંદેશ આપે છે:’સર, ઇન્ડિયન ટાઈગરે ચીની ડ્રેગનનું ગળું દબોચી લીધું, મિશન સકસેસફુલ, ઓવર એન્ડ આઉટ. ’

***

પોતાની સુરંગી લુચ્ચાઈ ખુલી પાડવાં ના માંગતું ચીન UNમાં એમ જણાવી દે છે કે અગાઉ બીછાવેલા માઈન બ્લાસ્ટમાં ચીની સૈનિકો માર્યા ગયા. આમ ઇન્ડિયન આર્મીનું વધુ એક મિશન કલાસીફાઈડ રહ્યું, સિક્રેટ પણ અને સકસેસફુલ પણ. . . !!!

(આતો એક ફિક્સન સ્ટોરી હતી, પણ કાશ પ્રોટોકોલ્સના પોલીટીક્સમાંથી બહાર નીકળી આપણી સરકાર મક્કમ, નક્કર નિર્ણયો લેતી હોત, બાકી રિયલ લાઈફમાં આપણી આસપાસ ઘણાં કેપ્ટન અવિનાશ, જયંત ને કરણવીર જેવા ઝામ્બાઝ જવાનો મોજૂદ છે જ, જે સરહદે છે એટલે જ આપણે સુરક્ષિત છીએ. )

***