mamta na lagan books and stories free download online pdf in Gujarati

મમતાના લગ્ન

મમતાના લગ્ન

નાનકડું એવું ગામ ,આખા ગામ વચ્ચે એક જ કુવો ,મમતા દરરોજ ત્યાં પાણી ભરવા આવતી.આખા ગામની વાતો કુવે પાણીનું બેડું ભરવાનો વારોનો આવે ત્યાં સુધી થતી.

મમતાની વાત કરુ તો તે નાનજીભાઈની એકની એક દિકરી હતી,નાનજીભાઈ કહેતા બેટા તું ઘર છોડીને જાશ ત્યારે મારો જીવ પણ સાથે સાથે જાશે..
મમતા હસતી હસતી કહેતી બાપુજી એવું થોડું છે લગ્ન કરવા જ પડે હું તો કહી જવાની નથી..!!
બાપુજી દિકરી સામે જોઈને હસવા લાગતા.
અને કહેતા તું મારી દિકરી નથી દિકરો છે બેટા..!!
બંને આંખો દિવસ ખુબ હસી મજાક કરતા 
મમતા પણ બાપજીનો એટલો જ ખ્યાલ રાખતી.ખાવામા ગરમ ગરમ રોટલી હમેશા તે બાપુજીને ખવડાવતી,
બસ બસ ..!!બેટા હવે એક પણ રોટલી નહી હો,બાપુજી મારા નામની તો એક લેવી જ પડે લાવ તારે બીજું તો શું ..!!ખાય લઈએ.

બા કહેતા દિકરી સાસરે જાશે ને તારે ખબર પડશે બોવ લાડનો કરાવો.
ત્યારે બાપુજી કહેતા મારી દિકરી તો સોનાનો
ટુકડો છે.તેને તો બધુ આડજ જ છે.અને નહી આવડતું હોય તો શીખી જાશે તું શુકામને એટલી બધી ઉપાદી કરે છે.
કરે જ ને કાલ સવારે હવે છોકરા જોવા આવશે એને કઈ આવડતું નો હોય તો મારે મોં શું દેખાડવું.
બા મને બધુ આવડે છે અને હું કઈ સાસરે 
જવાની નથી.
જાને મમતુંડી આવતા વષઁ વળાવી દેવાની છે કોઈ સારો છોકરો મળે એટલી જ વાર છે..!!

આજ કુવે મમતા પાણી ભરવા આવી હતી 
ગામમાં કોઈ આવ્યું હતું.તે પણ કુવે પાણી ભરવા આવ્યા હતા.કાનમાં બુટી,માચલી જેવી લટક મટક ચાલ,પગમાં ચાંદીના ચડા,સુયઁ જેવું તેજ મમતાની સુંદરતા જોઈને તે બાજુમાં ઊભેલી બેનને પુછી લીધું આ કોની છોકરી છે.
અરે નાનજીની..!!!
આવડી મોટી છોકરી થઈ ગઈ એની હૈ...!!
હું અને નાનજી એક કલાસમા સાથે ભણતા હું પરણીને સાસરે વહી ગઈ મને ક્યાંથી ખબર હોઈ.રુપા મારો દિકરો મિલન એન્જીનિયર છે,તેનું મમતા સાથે ગોઠવાય જાય તો કેમ થાય.

એ જ દિવસે નાનજી ભાઈને વાત કરી મમતાના સગપણની.જુવો હજુ અમે મમતાનું સગપણ ગોતતા નથી.ત્યાં જ મમતાના બા બોલ્યા કોણે કીધું અમારે સગપણ અત્યારે નથી કરવાનું ,ગામડાની છોકરીને એન્જીનિયરીગ કરેલો છોકરો થોડો મળે આ તો આપડા ભાગ્ય કહેવાય કે પહેલું જ માંગું ભણેલા છોકરાનું આવું.

દિકરીને રાખશો તોય હવે કેટલા દિવસ તમે ઘરમાં પુરી ને રાખશો,એક દિવસ સાસરે જાવું તો પડશે જ ને.
હું કવ છુ તમે તમતારે શ્રીફળને સાકર લઈને આવો અમારું પાકુ છે.છ જ મહીનામાં મમતાનું સગપણ અને લગ્ન થઈ ગયા.બાપુજીને રાત દિવસ મમતા યાદ આવતી.શું કરતી હશે મારી મમતા,જમી તો લીધુ હશે ને.કોઈ તેને સાસરેયે હેરાન તો નહી કરતું હોય ને,આખો દિવસ બાપુજીને એ જ 
વિચાર આવતા.

મમતાના લગ્નને ઘણા દિવસ થઈ ગયા 
બાપુજીને થયું લે હું મમતાના ઘરે એક ચક્કર મારી જોયાવું મમતા મજામાં તો છે ને.
બાપુજી બપોરે જ અમદાવાદ શહેરમાં પોંહચી ગયા બાપુજીને જોઈ મમતા રાજી રાજી થઈ ગઈ,તરત જ બાપુજીને પાણી આપ્યું.મમતા પાણી આપવા ગઈ ત્યાં જ બાપુજી મમતાના ગાલ પર અને ડોક પર ડાઘ જોયા.
મમતા આ શું..!!!
મમતા એ તરત જ ચુદંડી ઢાંકી દીધી.વાત છુપાવતા બોલી બાપુજી બાને કેમ છે.
તારી બા મજામાં છે...!!
તમે જમીને જજો હું રોટલીને શાક બનાવી નાખું.ના બેટા દિકરીના ઘરનું અમારેનો ખવાય.મારે શહેરમાં કામ છે,
સારુ બાપુજી,પછી કયારેક આવો ત્યારે.
બાપુજીને વળાવતી વખતે મમતાના આંખમાંથી ધર ધર આંસુ પડવા લાગ્યા.
બાપુજી તે જોઈ ન શકયા તરજ પાસે આવીને મમતાને કહ્યું આ શેના ડાઘ છે મમતા.
તું મને નો કહે તો તારા બાપુજીના સમ છે

બાપુજી મિલન સવારે જાય છેક સાંજે આવે  દારુ પી ને આંખો દિવસ જુગાર રમે બીજું કઈ કરતો નથી.દરરોજ સાંજે આવીને મારી મારીપીટ કરે.તમે કહી કહેતા નહી બાપુજી નહી તો મને તે મારી નાંખશે.મમતા બાપુજી પાસે આંસુનો વરસાદ વરસાવયો.
બાપુજીને થયું આજ દિન સુધી મમતાના આંખમાં એક પણ આંસુ મે જોયુ નથી.
મારી એકની એક દિકરીના એમણે આવા હાલ કર્યા હું એને નહી છોડુ.

મિલને ત્યારે જ ઘરમાં પગ મુકયો.
મિલનને જોત જ મમતાના બાપુજી ગુસ્સે થઈ ગયા.આજ દિન સુધી મારી દિકરીનો વાળ પણ વાંકો થયો નથી.એને જે જોયે તે મે આપ્યું છે અને તું તેને ઢોરની જેમ મારે છે.હું તને નહી છોડું.ચાલ મમતા ઘરે આ નરક જેવા ઘરમા આપણે નથી રહેવું,ના બાપુજી અત્યારે 
નહી સમાધાન પછી જ અત્યારે તો મારુ આજ ઘર છે .બાપુજીના આંખ માથી આંસુ નિકળી ગયા કયા એ એક વષઁ પહેલાનો હસતો ચહેરોને કયા આજના આંસુ. 

બે દિવસ પછી બાપુજીના હાથમા કાગળ આવો બાપુજી મે તમને ત્યારે કહ્યું હતું કે તમે મિલન સાથે ઝઘડતા નહી તે મને મારી નાંખશે.બે દિવસથી તે મને કોઈ ગુનેગારની જેમ મારી રહ્યો છે.બાપુજી મને માફ કરજો હવે આ દુનિયામાં જીવવા જેવું તેમણે નથી રહેવા દીધું.તમારી દિકરીના હાલ તમે નહી જોઈ શકો બાપુજી,તમારી દિકરીને માફ કરજો.

બાપુજી હેમખેમ અમદાવાદ પહોંચ્યા.
ઘરનો દરવાજો ખોલતા જ સામે દિકરીનો દેહ પડ્યો હતો.દિકરીનો દેહ જોતા જ તેજ દરવાજા પાસે બાપુજીએ પણ દેહ છોડ્યો.

સ્વર્ગમાં -બેટા તું કહેતી કે બાપુજીથી ક્યારેય  
છુટુ પડવું નથી.હવે તું મારથી ક્યારેય છુટી નહી પડે, અહીં તને કોઈ કહી નહી કહે કે નહી કોઈ તને મારશે.

કેમ બાપુજી?માર લગ્ન અહી નહી થાય?

બાપુજી સ્વગઁમાં ફરી વાર લગ્નની દિકરીના મોં પર વાત સાંભળી રડી પડયા.

            
લેખક -કલ્પેશ દિયોરા



આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...