Paryavaran - Ek Jawabdari books and stories free download online pdf in Gujarati

પર્યાવરણ - એક જવાબદારી

" પર્યાવરણ- એક જવાબદારી ".                      પર્યાવરણ..... આ સિમેન્ટ જંગલોમાં ભરાઇ રહેલા આપણે, પ્રકૃતિ ના બન્યાં છીએ દુશ્મન,એક સમય ના પોતીકાં શહેરમાં, બન્યા છીએ અજનબી........ ...............................ઉનાળાનું વેકેશન ચાલે છે. પત્ની  બાળકો સાથે વેકેશન માં તેના પિયર ગઈ હતી. ઉનાળા ને લીધે ઘણી જ ગરમી અને બફારો હતો. સાંજે ઓફિસ થી આવી ને પંખા માં બેઠો,પણ પંખા નો પવન બહુ લાગતો નહોતો.પરસેવા થી રેબઝેબ થયો હતો. સ્નાન કરી ને ધાબે આંટો મારવા ગયો પણ પવન ના હોવાથી ગરમી લાગતી હતી અને ગભરામણ પણ થતી હતી.થોડી વાર માં ધર માં આવ્યો. ગરમી અને અકળામણ ના લીધે ભૂખ લાગતી નહોતી તેથી થોડો નાસ્તો કરી ને રાત્રે શયનખંડ માં ગયો . ગરમી લાગતી હોવાથી એ.સી.ચાલુ કર્યું.થોડી વાર માં ઠંડક થઈ.                                મોબાઈલ ના મેસેજો જોયાં .થાક ના લીધે ધીરે ધીરે આંખ ઘેરાવા માંડી.અને સરસ નિદ્રામાં પોઢી ગયો........................................... અચાનક અવાજ આવવાથી જાગી ને જોયું તો રસ્તામાં હતો.ચારે બાજુ ની ગંદકી ના લીધે દુર્ગંધ ફેલાતી હતી.આગળ જતાં લાશો ના ઢગલા અને અધમૂઆ લોકો ને જોયાં.આ જોઈ ને ગભરાઈ ગયો.............................આ શું થઈ ગયું?........... કંઈ ખબર પડી નહીં.અને ઈશ્વર ને યાદ કરતો આગળ ગયો.. સામે જોયું તો એક મંદિર હતું.મંદિર ના પાસે અધમૂઆ અને બેભાન માણસો ને જોયાં. હિંમત કરી ને મંદિર માં દાખલ થયો.મંદિર ના ગર્ભ ગૃહમાં અંધારું હતું. લાઈટ અને પંખો ચાલુ કરવા ગયો પણ ચાલુ થયો નહીં.મંદિર માં ભગવાન ની મૂર્તિ ના દર્શન કરવા નજર માંડી,તો ઈશ્વર ની મૂર્તિ ગાયબ હતી. .................થોડો ગભરાયો અને ઈશ્વર નું સ્મરણ કરતાં પ્રદક્ષિણા ફરવાની ચાલુ કરી.મંદિર ના પાછળ ના ભાગ માં એક દરવાજો જોયો. ................ત્યાં થી તીવ્ર પ્રકાશ આવતો હતો. ઉત્સુકતા થી દરવાજા ને ધક્કો માર્યો અને અંદર દાખલ થયો. તીવ્ર પ્રકાશ ના લીધે આંખ બંધ થઈ ગઈ અને દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો.............ગભરાયેલો ભગવાન નું સ્મરણ કરતાં આંખ ખોલી તો એક ઉપવનમાં હતો.પક્ષી ઓનાં કલરવ, કુદરત નું મધુર સંગીત અને મન પ્રફુલ્લિત થાય તેવું દ્રશ્ય. રોમાંચિત થઈ ને આગળ વધ્યો એક બાજુ તુલસી ના અનેક છોડવા ઓ હતા. ઉંડો શ્વાસ લીધો તો શુદ્ધ પ્રાણવાયુ  મળ્યો.બીજી બાજુ જોયું તો અનેક વૃક્ષો વનરાજી અને ત્રણ થી ચાર પીપળા ના વૃક્ષ હતાં.આટલો શુદ્ધ પ્રાણવાયુ ..આહ..... ........વાંચ્યું હતું કે પીપળા ના વૃક્ષ અને તુલસી સૌથી વધુ પ્રાણવાયુ પુરો પાડે છે. આનંદિત થઈ ને આગળ જોયું તો એક વૃક્ષ નીચે એક સંત બેસેલા હતાં.પાસે જ ઈ ને પ્રણામ કર્યા.અને સંત પાસે બેઠો.સંત બોલ્યા," આવ બેટા,તને આશ્ચર્ય થાય છે ને ?" હા, બાપ જી, આ બધું શું છે? મેં જોયેલા બનાવો મને ચકિત કરે છે.બાપ જી આમ કેમ ?. " બેટા, ઈશ્વર દયાળુ છે.તેમણે સર્વ જીવો માટે આ દુનિયા બનાવી છે.પણ વધુ સગવડો સુખ સમૃદ્ધિ ભોગવવા માનવ નવાં નવાં સંશોધનો કરે છે અને તેનો દુરઉપયોગ પણ કરે છે જેના પરિણામે વિશ્વ ની હાલત બગડતી જાય છે. પર્યાવરણ ની સમતુલા ગુમાવી દીધી છે..... હવે જો માનવ પર્યાવરણ ની સમતુલા જાળવવા પ્રયત્ન નહીં કરે તો આવનારી પેઢી ને જીવવું મુશ્કેલ બની જશે." " પણ બાપજી, આ અનુભવ મને જ કેમ ?" " બેટા, દરેક વ્યક્તિ ને ઈશ્વર આ બાબતે સીધી કે આડકતરી રીતે જાણ કરે જ છે.પણ.જાગૃત અને અજાગૃત  મન પછી ભુલી જાય છે. ઈશ્વર ના ઉપહારો  ની ઉપહાસ કરે છે.બેટા, હવે સમય આવી ગયો છે.હવે તું આંખો બંધ કરી ને ઈશ્વર નું સ્મરણ કર." આ સાંભળી ને આંખો બંધ કરી અને ઉંડો શ્વાસ લીધો. શુદ્ધ પ્રાણવાયુ થી મન પ્રફુલ્લિત થયું......જાણે સ્વર્ગ માં આવી ગયો !............... અને અચાનક મોબાઇલ માં એલાર્મ ની રીંગ વાગી. મોબાઈલ માં જોયું તો સવાર ના છ વાગ્યા હતા. અને એજ વખતે મિત્ર નો મેસેજ આવ્યો. " World environment Day " વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન "............              લેખક- કૌશિક દવે....    ( પર્યાવરણ ની જાળવણી કરવી એ દરેક મનુષ્ય ની ફરજ છે.આ એક સામુહિક જવાબદારી છે.સુરક્ષા વૃક્ષો ની અસ્તિત્વ જીવ સૃષ્ટિ ની )                         પર્યાવરણ પર ની મારી કવિતા................" કુદરત નું સંગીત "
સૂરજ ના ઉગતા સવાર થાતી,
પક્ષીઓ ના કલરવ થાતાં,
પતંગિયાઓ બગીચામાં ઉડતાં,
ફુલો માંથી મધુરસ પીતા,
માળામાં થી પંખી ઓ જાતાં,
બચ્ચાં ઓ માટે ચણ લાવતાં,
ખીસકોલી ઓનાં કુદાકુદ વચ્ચે,
મંકોડા ઓ પણ  બહાર નીકળતાં,
કીડીઓની સાથે હરિફાઈ કરતાં,
કોણ જાણે તેઓ શું કરતાં !,
કુદરત નાં સંગીત માં સાથ આપતાં,
સૃષ્ટિ નો એ ક્રમ જાળવતાં,
દાના પાની શામતક લાવતાં,
ના કોઈ તેઓ યુદ્ધ ખેલતાં,
પર્યાવરણ ને સાથ આપતાં,
બોલો, આપણે આવું કરી શકતાં ?.......
લેખક-કવિ- કૌશિક દવે