શિવાલી ભાગ 14

શિવાલી ફરી ભાનમાં આવી જાય છે. હવે તે થોડી સ્વસ્થ છે પણ હજુ અસમંજસ માં છે. તેની સામે ચન્દ્રપ્રભા ની આત્મા ઉભી છે. એ પહેલા પણ ચન્દ્રપ્રભા થી ડરતી હતી. ને સામે એને જોઈ ને એ બોલી પડે છે, રાજકુમારી ચન્દ્રપ્રભા? 

હા રાજકુમારી ચન્દ્રપ્રભા. તો તને તારો પાછલો જન્મ યાદ છે કનકસુંદરી.

હવે શિવાલી ને બધું યાદ આવી ગયું હતું. પણ એ ચન્દ્રપ્રભાને જોઈ ને ડરી ગઈ હતી.

તારા લીધે હું અહીં કેદ થઈ ગઈ. તે મારુ બધુજ છીનવી લીધું. મારુ જીવન નર્ક બની ગયું અને હું આ અંધારા ઓરડામાં મૃત્યુ પામી. તારા લીધે સમરસેન મને ના મળી શક્યો. હું તને નહિ છોડું. તે શિવાલી ને મારવા હાથ ઉઠાવે છે પણ એ એને અડી પણ શક્તિ નથી. શિવાલી ગભરાય જાય છે. ચન્દ્રપ્રભા ના બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે. તે ગુસ્સામાં ધ્રુજવા લાગે છે.

કનકસુંદરી હું તને નહિ છોડું. તું હવે ક્યારેય અહીં થી બહાર નહિ જઈ શકે. તું પણ મારી જેમ આ મહેલમાં કેદ થઈ જઈશ. રાજકુમારી ચન્દ્રપ્રભા બુમો પડતી ત્યાં થી ચાલી જાય છે.

શિવાલી ને હવે બધું સમજાય છે કે શુ થઈ રહ્યું છે. તે ખૂબ ડરી જાય છે. એ રાજકુમારી સામે કઈ પણ કરી શકે તેમ નહોતી. તે ત્યાં થી નીચે ઉતરી ને મહેલ ની બહાર જવા પ્રયત્ન કરે છે પણ તે જઇ શકતી નથી. તે વારે વારે પ્રયત્ન કરે છે પણ તે સફળ થતી નથી. તે હવે બરાબર ડરી જાય છે. હવે શુ થશે? હું કેવી રીતે બહાર જઈશ? ઘરે બધા મારી રાહ જોતા હશે. તેને પોતાના કરેલા કામ પર અફસોસ થવા લાગ્યો. એ વિચારવા લાગી કે રાજકુમારી એને કેમ કઈ કરી ના શકી? એ હવે થાકી ગઈ હતી.

શિવ, ગૌરીબા અને ચારુબેન ઓલિયાપીરની દરગાહ પર જાય છે. 

પ્રણામ અમને ફકીરબાબા ને મળવું છે, શિવે કહ્યું.

તમે આવો હું તમને લઈ જવું. બધા ફકીરબાબા પાસે જાય છે.

પ્રણામ બાબા શિવે કહ્યું.

प्रणाम शिव कैसा है?

बाबा हम सब एक मुसीबत में फस गए है, ચારુબેન બોલ્યા.

क्या हुआ?

ચારુબેને બધી જ વાત ફકીર ને કરી. बाबा बच्ची कल से घर नही आई।

ગૌરીબા ની નજર એ ફકીર પર છે એ એજ ફકીર હતો જેણે એમને તાવીજ આપ્યું હતું. એ બોલ્યા, बाबा में शंकरगढ़ से आई हु। आप मुजे जानते है। सत्रह साल पहले एक बच्चे को बचाने के लिए आप ने मुजे एक तावीज दिया था। 

ફકીર એ વાત યાદ કરે છે. પછી એ બોલ્યા, अम्मा बच्चा बच गया क्या?

हा बाबा बच्चा बच गया। अभी हम उसी बच्चे को बचा ने की बात कर रहे है। शिवाली वही है। बाबा आपने एक बार उसे बचा लिया है। बाबा आप हमारी मदद करे।

अच्छा अम्मा आप चिन्ता मत करो। आप उसकी कोई चीज मुजे दीजिए।

ગૌરીબા શિવાલી નો રૂમાલ આપે છે.

રૂમાલ લઈ ને ફકીર ધ્યાન લગાવે છે. પોતાની શક્તિ થી શિવાલી ને જોઈ શકે છે. પણ પરિસ્થિતિ ને સમજી શકતો નથી.

अम्मा बच्ची एकदम ठीक है।

ठीक है। बाबा वो कहां है।  ચારુબેન બોલ્યા.

अम्मा बच्ची देवगढ़ के महल में है। और वो वहाँ सुरक्षित है।

બધા ડરી જાય છે. હાલમાં મહેલ ની જે પરિસ્થિતિ થી તે બધા માહિતગાર હતા. महल में वो क्या कर रही है? શિવે પૂછ્યું.

शिव वो तो हमे वहाँ जाकर ही पता चलेगा। हमे वहाँ जाना पड़ेगा।

બધા સાથે મહેલ જાય છે. મહેલ ની ભવ્યતા જોઈ ને બધા અચંબિત થઈ જાય છે. શિવ ગાડી માં થી ઉતરી ને મહેલ ની અંદર જવા દોડે છે પણ ફકીર એનો હાથ પકડી લે છે.

बाबा ये महल अचानक से ऐसा कैसे हो गया? और आप मुजे रोक क्यों रहे है? शिवाली अंदर है, શિવે કહ્યું.

शिव मुजे पता है। तुम थोड़ा शांत रहो। मुजे थोड़ा वक्त दो मै तुम्हारे सारे सवालो का जवाब दे दूँगा। 

મહેલ ની દીવાલ પર હાથ રાખી ફકીર ધ્યાન લગાવી પોતાની શક્તિ થી શુ થયું છે કેમ થયું છે તે જાણવાનો પ્રયત્ન કરે છે. હવે એને પરિસ્થિતિ સમજાય છે પણ અચાનક એને એક ઝાટકો લાગે છે અને તે નીચે પડી જાય છે.

બધા આ જોઈ ડરી જાય છે. શિવ ફકીર ને ઉભા કરે છે.

हम सबको यहाँ से जाना पड़ेगा। 

पर बाबा शिवाली कहां है? वो हमे दिख नही रही है? 

शिव अभी ये सब बाते करने का वक्त नही है, अभी चलो यहाँ से। 

ત્યાં ગૌરીબા બોલ્યા પર બાબા શિવાલી?

अम्मा यहाँ से चलो वरना  सबकी जान को खतरा हो शकता है। मैं आपको सब बताता हु पर पहले यहाँ से चलिए।

શિવ ચાલો બધા ગાડીમાં બેસી જાવ ને ગાડી હવેલી એ લઈ લે, ચારુબેન બોલ્યા.

હા બા. બધા ગાડીમાં બેસી જાય છે અને ગાડી હવેલી તરફ જાય છે.

ગાડી હવેલી પર આવી ને ઉભી રહે છે. ને બધા અંદર હવેલીમાં જાય છે.

બા શિવાલી મળી ગઈ? પુની એ પૂછ્યું.

કોઈ કઈ બોલી શકતું નથી. બધા બેસે છે.

બા શિવાલી ની કોઈ ખબર? મગનભાઈ એ પૂછ્યું.

હા મગન શિવાલી પેલા મહેલમાં છે. પુની બધા ને પાણી આપ.

મહેલમાં? પણ બા એ ત્યાં શુ કરે છે? તમે એ મહેલ ની હાલત તો જાણો છો? ને તમે એને લઈ કેમ ના આવ્યા?

બાપુ એતો અમને પણ નથી ખબર. बाबा क्या हुआ आप कुछ बताते क्यू नही? हम अंदर क्यू नही गए? બાબા 

शांत शिव शांत मैं सब बताता हु। शिवाली उस महल में है पर वो वहाँ अपनी मर्जी से नही है। उसे वहाँ कैद करके रखा गया है। और उसे राजकुमारी चंद्रप्रभा की आत्मा ने कैद किया है।

क्या आत्मा? બધા ડરી જાય છે. ને એકબીજા ની સામે જોવા લાગે છે.

हा आत्मा। राजकुमारी चंद्रप्रभा की आत्मा। शिवाली अपने पिछले जन्म में राजकुमारी की दुश्मन थी और राजकुमारी ये मानती हैं कि उसकी वजह से राजकुमारी की मौत हुई थी। जिस का बदला लेने के लिए राजकुमारी की आत्मा ने उसे कैद कर लिया है। 

શુ વાત કરો છો બાબા? ગૌરીબા બોલ્યા.

પણ એ કેવી રીતે બને? શિવાલી આ પહેલા ક્યારેય અહીં આવી નથી. તો પછી......

शिव ये सब उपरवाले के हाथ में होता है। उसमे हम कुछ नही कर शकते।

पर शिवाली कैसे उसकी दुश्मन हो शक्ति है? बाबा शिवाली के साथ ऐसा कुछ भी कभी नही हुआ। ये तो अजीब है, ગૌરીબા બોલ્યા.

अम्मा कुछ बाते हमारी समज से परे होती है। हम उसे समज नही पाते। जीवन मे काफी चीजे ऐसी होती है जिसे समझना इंसानो के बस की बात नही होती। वो तो ऊपरवाला ही समझता है।

बाबा अब हम क्या करे? शिवाली को कैसे वापस लाएंगे? શિવે પૂછ્યું.

शिव में उस दीवाल पर हाथ रखके वही जान ने की कोशिश कर रहा था। पर तभी मुजे एक बिजली के झटके जैसा लगा और में नीचे गिर गया। वो आत्मा नही चाहती की कोई वहाँ जाए। वो आत्मा ताकतवर है। उसने अपनी शक्तिओ से महल को जकड़ लिया है। इसी वजह से मै पूरी बात जान नही पाया।

तो अब हम क्या करे बाबा? ચારુબેને પૂછ્યું.

अब हमे शिवाली के जन्म और उसके जन्म के तारो को देखना पड़ेगा। फिर इस आत्मा से कैसे निपटे वो सोचना पड़ेगा। अम्मा हमे शिवाली की कुंडली और कुछ जानकारी चाहिए।

રમણ હવે તો રાઘવ ને જાણ કરવી જ પડે. તું એને ફોન લગાવ હું વાત કરું, ગૌરીબા બોલ્યા.

હા માસી. રમણભાઈ એ ફોન લગાવી ગૌરીબા ને આપ્યો.

રાઘવ બા બોલું ને ગૌરીબા ને ગળે ડૂમો ભરાય આવે છે. એ વાત નથી કરી શકતા. ચારુબેન તરત જ ફોન લઈ લે છે.

રાઘવ હું માસી બોલું સાંભળ તું અને રમાવહુ શિવાલીની કુંડળી લઈ ને તરત જ દેવગઢ આવી જાવ.

કેમ માસી શુ થયું? શિવાલી માટે કોઈ સગપણ આવ્યું છે?

ના રાઘવ એવું કઈ નથી. બસ તું અને રમાવહુ જેટલું જલ્દી બને અહીં આવી જાવ.

રાઘવભાઈનું મન ગભરાવા લાગ્યું, માસી શિવાલી ક્યાં છે? એ બરાબર તો છે ને? જુઓ જે હોય તે કહો હું સાંભળું છું.

રાઘવ એવું કઈ નથી. તું આવી જા બસ. એટલું બોલી ચારુબેને ફોન મૂકી દીધો. એ ફોન પર બધી વાત કરી રાઘવભાઈ ની ચિંતા વધારવા નહોતા માંગતા.

પણ ફોન મુક્યા પછી રાઘવભાઈ નું મન ચકડોળે ચડી ગયું. ચોક્કસ શિવાલી પર કોઈ મુસીબત આવી છે. આ વર્ષ એના માટે સારું નથી. એમણે તરતજ રમાબેન ને બૂમ પાડી.

શુ થયું કેમ બૂમ પાડો છો?

રમા તું જલ્દી તૈયારી કર આપણે હમણાં જ દેવગઢ જવાનું છે. હું ત્યાં સુધી મંદિર જઈ પંડિતજી ને મળી આવું.

દેવગઢ? કેમ શુ થયું? બધું બરાબર છે ને?

હા બધું બરાબર છે તું તૈયારી કર હું આવું છું ને શિવાલી ની કુંડળી લઈ લે જે આટલું બોલતા બોલતા રાઘવભાઈ મંદિર જવા નીકળી ગયા. ને રમાબેન શુ થયું એ વિચારતા કામે લાગી ગયા.

પંડિતજી પંડિતજી શિવાલી...

અરે રાઘવભાઈ આવો આવો કેમ આમ રઘવાયા થઈ ગયા છો? શુ થયું?

રાઘવભાઈ એ શિવાલી અને ગૌરીબા દેવગઢ ગયા તે અને  ફોનવાળી વાત એમને કરી. મને લાગે છે શિવાલી પર કોઈ સંકટ આવ્યું છે.

પંડિતજી તો દેવગઢ નું નામ સાંભળતા જ ચિંતામાં આવી ગયા હતા. એ તો જાણતા હતા કે શિવાલી નો દેવગઢ સાથે શુ સબંધ છે. એમને સમજ આવી ગઈ કે શિવાલી નું ભાગ્ય તેને સંકટ પાસે લઈ ગયું. 

તેમણે પુરી સ્વસ્થતાથી રાઘવભાઈ ને કહ્યું,  રાઘવભાઈ તમે શિવાલી ને ત્યાં કેમ મોકલી તમે જાણો છો ને કે આ વર્ષ એના માટે સારું નથી? તેના જીવન પર સંકટ છે. 

હા પંડિતજી પણ મને શુ ખબર કે ત્યાં જશે તો કઈ થશે. ને કઈ ખરાબ થયું જ છે તે હજુ પાકું નથી. બા એ તેની કુંડળી મંગાવી છે. મને બહુ ડર લાગે છે.

રાઘવભાઈ તમે ડરો નહિ. બધું સારું થઈ જશે. ભગવાન ભોળાનાથ પર ભરોસો રાખો. હું પણ આવું છું તમારી સાથે. તમે એક કામ કરો તમે ઘરે જઈ ને અહીં આવો ત્યાં સુધી હું તૈયારી કરી લઉં.

જી પંડિતજી. એટલું બોલી રાઘવભાઈ નીકળ્યા. તેઓ ખૂબ ચિંતામાં આવી ગયા હતા. તેમનું મન ખોટા ખોટા વિચારો માં ઘેરાતું હતું.

પંડિતજી મંદિરમાં ભગવાન ભોળાનાથ સામે હાથ જોડી ઉભા રહ્યાં. હે ભોળાનાથ તું તો બધું જાણે છે. તું તો ભૂત ભવિષ્ય ને ઓળખનાર છે. તારી ભક્ત ની રક્ષા કરજે. હું એની મદદ માટે જાવ છું. હે ભોળાનાથ તારા આશીર્વાદ આપ કે હું તેની મદદ કરી શકું. પછી એ પોતાના રૂમમાં જાય છે ને જવાની તૈયારી કરવા લાગે છે. 

ક્રમશ....................

***

Rate & Review

Verified icon

Sudhirbhai Patel 2 months ago

Verified icon

Heena Suchak 2 months ago

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Kiran Soni 3 months ago

Verified icon

Appy Shingala 3 months ago