Amangala Part 4 books and stories free download online pdf in Gujarati

અમંગળા - ભાગ ૪

( અમુક વાર્તાઓ લખતા હાથ ધ્રુજી જતા હોય છે આ વાર્તા કંઈક એવાજ પ્રકારની છે , આ વાર્તામાં અમુક ભાગ રસરુચિ ભંગ કરનારો હોઈ શકે પણ વાર્તાનો ભાગ હોવાથી લખવો પડ્યો છે જો કોઈ ભૂલ થતી હોય તો તે માટે પહેલાથી ક્ષમા માંગુ છું )

આંખમાં આંસુ સાથે મંગળા સાથે કહી રહી હતી ” મારો મામો તો કંસ કરતા પણ ખરાબ હતો, તેણે મારુ જીવન બરબાદ કરી નાખ્યું.”

 આજે નશામાં મંગળાના મનનો બાંધ તૂટી ગયો હતો તે તેની બધી વ્યથા જીતેન આગળ ઠાલવી રહી હતી.

“ તને ખબર છે ઘરમાં બધા મને શું કહીને બોલાવતા અમંગળા! સગી જનેતા પણ મને પ્રેમ નહોતી કરતી એવામાં મારા મામા મારા માટે ચોકલેટ લાવતા અને મને વહાલ કરતા તેથી તે મને ગમતા. તે મને ખોળામાં બેસાડીને પપ્પીઓ કરતા અને કહેતા કે મારી મંગળા તો ડાહી છે જો કે આ બધું મારી મમ્મીની ગેરહાજરીમાં કરતા. જયારે જયારે ઘરમાં કોઈ ન હોય ત્યારે તે મને બાથમાં ભરી લેતા અને વહાલ કરતા.”

“ પછી હું મોટી થઇ તેમ મને તેમનો સ્પર્શ અખડવા લાગ્યો પણ તેઓ એક માત્ર વ્યક્તિ હતા જે મારી સાથે સારી રીતે વાત કરતા. હું દસ વર્ષની થઇ તે વખતે બધા મને ઘરે મૂકીને બહાર ગયા હતા, તે વખતે મારા મામા આવ્યા અને મને ચોકલેટ આપી અને વહાલ કર્યું પછી મમ્મી પપ્પા માટે પૂછ્યું તો મેં કહયું કે બધા બહાર ગયા છે તો તેમની આંખોમાં ચમક આવી. તેમણે પાણી મંગાવીને બાટલીમાંથી કંઈક ભેળવ્યું જે મને પાછળથી ખબર પડી કે દારૂ હતો.”

 “ તેમણે પોતે પણ પીધો અને મને પણ થોડો પાયો. પછી મારા બધા કપડાં જબરદસ્તીથી કાઢીને મને બાથમાં લીધી પછી તેમણે જે નીચતા બતાવી તેમાં મારે નીચેથી ખુબ લોહી વહ્યું હતું. તેમણે એવું એક વાર નહિ ચાર પાંચ વાર કર્યું અને દર વખતે મને ધમકી આપતા કે કોઈને કંઈ કહીશ તો મને મારી નાખશે, હવે તું જ મને કહે કે જે છોકરીનો નાનપણમાં આવો ભયંકર બળાત્કાર થયો હોય તે કોઈ પુરુષનો સ્પર્શ કઈ રીતે ખમી શકે.”

 તેની આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી.

 જીતેને કહ્યું,” બહુ ભયંકર કૃત્ય કર્યું છે, તારા મામાએ પણ તેની સજા તું પોતાને કેમ આપી રહી છે? અને તે વખતે તારી મમ્મીને કહ્યું કેમ નહિ?”

 મંગળાએ કહ્યું,”કેવી રીતે કહેત મારી મા તો મને નફરત કરતી હતી અને મને મારવા માટે હંમેશા તત્પર રહેતી હતી.

જીતેને તેના વાળમાં આંગળીઓ ફેરવતા કહ્યું,” તારે મજબૂત થવું જોઈએ. આટલા દર્દ સાથે તુ કેવી રીતે જીવન વીતાવીશ.” મંગળાએ પોતાનું માથું જીતેનના ખભા પર મૂક્યું અને ક્યાંય સુધી રડતી રહી અને પછી બેહોશ થઇ ગઈ.

સવારે ઉઠી ત્યારે તેનું માથું ભારે લાગી રહ્યું હતું. રાત્રે શું થયું હતું તે વિષે તેને કંઈ યાદ નહોતું. થોડી વારમાં બેડરૂમમાં જીતેન ચા લઈને દાખલ થયો.

 મંગળાએ જીતેનને પૂછ્યું,”રાત્રે શું થયું હતું?”

 જીતેને કહ્યું,”કંઈ નહોતું થયું, તું ખુબ રડી અને રડતાં રડતાં બેહોશ થઇ ગઈ એટલે હું તને અહીં સુવડાવીને બહાર સોફા પર સુઈ ગયો. ઠીક છે! હું તને પ્રેમ કરતો હતો, પણ હવે તું મારા માટે પરસ્ત્રી કહેવાય અને હું તારા મામા જેટલો નીચ નથી.”

 મામાનું નામ સાંભળીને મંગળના પગ નીચેથી ધરતી ખસી ગઈ. જીતેને કહ્યું,” ડર નહિ મંગળા, આમાં તું દોષિત નથી સમાજમાં ઘણાબધા ભૂખ્યા વરુઓ હોય છે જે તારા જેવી ગભરુઓનું જીવન બરબાદ કરી નાખે છે. હવે તારે મજબૂત થવાની જરૂર છે.” એમ કહીને તેના કપાળ પર ચુંબન અંકિત કર્યું 

આગળ તેણે કહ્યું,”હું તારો મિત્ર છું અને હંમેશા તારી પડખે ઉભો રહીશ. મારો પ્રેમ પવિત્ર છે અને તેમાં વાસનાને કોઈ સ્થાન નથી. જે થયું તેમાં તારો કોઈ દોષ નહોતો. પણ આપણને જે મળ્યું સમાજને તે જ પાછું આપવું એવો તો કોઈ નિયમ નથી.”

 મંગળા વિચારવા લાગી કે જીતેનના વિચારોમાં કેટલું ઊંડાણ છે. તેણે અજાણતામાં જીતેનને હોઠ ઉપર ચુંબન આપી દીધું અને તેના બાહુપાશમાં સમાઈ ગઈ. થોડી વાર પછી બંને બેડ ઉપરથી ઉઠ્યા ત્યારે મંગળના ચેહરા પર સંતોષ હતો પછી મન ભરીને નહાઈને ઘરે જવા નીકળી. તે પહોંચી ત્યારે સુયશ ઓફિસ જવા  નીકળી ગયો હતો. ઘરે આવીને તે વિચારવા લાગી કે શું પોતે કર્યું તે યોગ્ય છે? આજે પ્રથમવાર જ પોતાની મરજીથી સહશયન કર્યું હતું. પછી પોતાના મનને ટપાર્યું કે સુયશે પણ તેની સેક્રેટરી સાથે સંબંધ બાંધ્યો હશે અને હું કોઈની સાથે સંબંધ બાંધુ તો તેમાં ખોટું શું છે? અને શું બધા અધિકારો ફક્ત પુરુષોને જ છે શું હું સ્ત્રી છું એટલે બંધનમાં રહેવાનું?

આજે પ્રથમ જ કોઈના બાહુપાશમાં બાંધવાનું ગમ્યું હતું. જીતેનની આગોશમાં જે ઉષ્મા હતી તે ક્યારેય સુયશમાં અનુભવી નથી અને તેના વિચારોમાં કેટલું ઊંડાણ છે. સુયશ ફક્ત ભૌતિક સુખસાધનો મેળવવામાં અને ભોગવવામાં વ્યસ્ત છે હવે હું પણ ખુલીને જીવીશ.

હવે મંગળા ખરા અર્થમાં ખુલીને જીવી રહી હતી. તે પોતાના સાજશૃંગાર તરફ ધ્યાન આપી રહી હતી. તે અઠવાડિયામાં જીતેનને બે ત્રણ વખત મળતી કોઈ વખત મુવી તો કોઈ વખત નાટક જોવા જતી.

 એક વખત બપોરના શો જોઈને નીકળી અને જીતેનથી છુટ્ટી પડી તે વખતે તેને નિમીભાભીના  પાડોશમાં રહેતી સરલા મળી.

 તેણે મળતા સાથે જ પૂછ્યું,”હમણાં તમારી સાથે હતો તે જીતેન હતો ને?”

 મંગળાએ કહ્યું,” હા,જીતેન હતો તું તેને ઓળખે છે?”

  સરલાએ કહ્યું,”એ મારો દૂરનો સગો થાય પણ તમે તેને કેવી રીતે ઓળખો છો?”

 મંગળાએ કહ્યું,”અમે સ્કૂલમાં સાથે ભણતા હતા બહુ સારો છે.”

 સરલાએ કહ્યું,”સ્કુલમાં કદાચ સારો હશે પણ હવે અમારા પુરા પરિવારમાં કોઈ તેને બોલાવતું નથી બહુ જ બદમાશ છે.”

Share

NEW REALESED