Nakami babatoma n pado - 1 books and stories free download online pdf in Gujarati

નકામી બાબતોમા ન પડો - 1

એક રાજા હતો, તે ખુબ લાંબી માંદગીથી પીડાતો હતો, તે હવે વધારે જીવી શકે તેમ ન હતો અને વધુમા તેને કોઇ બાળક પણ ન હતુ એટલે તેણે પોતાના નગરજનોમાથીજ કોઇને વારસદાર બનાવી રાજગાદી સોંપવાનુ નક્કી કર્યુ. પણ રાજગાદી સોંપવી કોને એ બહુ મોટો પ્રશ્ન હતો .! રાજાએ થોડુ વિચારી હુકમ કર્યો કે જાઓ રાજગાદી સંભાળવા જેટલા યુવાનો લાયક હોય તેમને આમંત્રણ આપી એકઠા કરો. રાજાની આજ્ઞા મુજબ ૧૦૦ જેટલા યુવક યુવતીઓને રાજ્યનુ શાસન ચલાવવા લાયક સમજી તેઓને એકઠા કરવામા આવ્યા.
આ દરેક વ્યક્તીને નગરના એક છેળેના દરવાજા પાસે ઉભા રાખી કહેવામા આવ્યુ કે જે વ્યક્તી આ દરવાજેથી દોડીને નગરની સામે બાજુએ ૫ માઇલ દુર આવેલા દરવાજાથી સૌથી પહેલા પણ ૧ કલાકની સમય મર્યાદામા બહાર નિકળી બતાવશે તેને રાજા બનાવવામા આવશે. આ સાંભળી બધા યુવક યુવતીઓતો હરખમા આવી ગયા અને શરત સ્વીકારી દોડવા માટે તૈયાર થઈ ગયા.
પછી દોળવાનો આદેશ મળતાજ બધા યુવક યુવતીઓ પુરી તાકાત લગાવીને દોળવા લાગ્યા. થોળે દુર પહોચ્યા તો ત્યાં એક બોર્ડ મારેલુ હતુ જેમા લખેલુ હતુ કે “ શું તમે સુખી થવા માગો છો “ આ જોઇ યુવાનોતો હરખાણા કે અહી આપણા માટે સુખી થવા જેવુ વળી શું હોઇ શકે ? ત્યાં જઇને જોયુ તો ત્યાં બધાના મનપસંદ હીરો હીરોઇનો નાચી રહ્યા હતા. બધાને તેઓની સાથે નાચવાની છુટ હતી એટલે મોટા ભાગના લોકો મન મુકીને નાચવા લાગ્યા અને બાકીના લોકો આગળ વધ્યા. આગળ વધતા રસ્તામા મોટી બજાર આવી, ત્યાં જાત જાતની ખાણી પીણીના સ્ટોલ હતા. ત્યાંનુ ખાવાનુ જોઇ જાઓ તો વર્ષો જુની ભુખ ઉઘળી જાય તેવુ સ્વાદીષ્ટ અને રજવાળી ટાઇપનુ હતુ. વધુમા આઇસક્રીમ, પીત્ઝા, શરબત, વેજ–નોનવેજ એમ બધાજ પ્રકારનુ શાહી ભોજન તૈયાર હતુ. એટલે વળી પાછા અમુક લોકો ખાવા માટે તો અમુક લોકો ફરવા માટે રોકાઇ ગયા. પણ આ બધામાથી એક યુવાન સતત દોળતો રહ્યો અને પેલા દરવાજાને સૌથી પહેલા પાર કરી બતાવ્યો. બધા લોકોએ ફુલહાર અને ઢોલ નગારા વગાળી તેનુ સ્વાગત કર્યુ અને જાહેર કરવામા આવ્યુ કે તમેજ અમારા નગરના રાજા બનશો. પછી રાજાએ ખુશ થઇને તે યુવાનને પ્રશ્ન પુછ્યો કે રસ્તામા મળેલી સુખ–સુવીધાઓ ભોગવવાનુ તમને મન ના થયુ ? આ પ્રશ્ન સાંભળીને તેણે ખુબ સરસ જવાબ આપ્યો કે મહારાજ હું પણ એક માણસ છુ, મને પણ સુખ–સુવીધાઓ ભોગવવાનુ મન થતુ હતુ, તેમ છતાય હું થોડી વાર રહી વિચારતો હતો કે આ બધુ તો આજનો દિવસજ છે, કાલે એ બધુ હશે કે નહી તેની કોને ખબર છે ! તેના કરતા જો હું આ બધુ જતુ કરીને એક વખત રાજા બની જાવ તો જીંદગી ભર આવી સુખ સાહ્યબીઓ ભોગવવાનો લાભ મેળવી શકુ તેમ છુ. આ કારણથીજ મે જીંદગીભારના આનંદ માટે એક દિવસનો આનંદ જતો કર્યો અને છેવટ સુધી જરા પણ ધ્યાન ભટક્યા વગર દોળતો રહ્યો. રાજા આવો જવાબ સાંભળી ખુબ ખુશ થઇ ગયા અને તેને પોતાનો ઉત્તરાધીકારી ઘોષીત કર્યા.

આપણા બધાના જીવનમા પણ આવુજ કંઇક બનતુ હોય છે. મોટા ભાગના લોકો ક્ષણીક સુખ ભોગવવાની લાલચમા પોતાનો હેતુ ભુલી જીંદગી ભરનો આનંદ ગુમાવી બેસતા હોય છે. નાની નાની નકામી બાબતોમા પડી તેઓ સાચો માર્ગ ભુલી જતા હોય છે અને પાછળથી તેઓ પછતાતા હોય છે. આટલી વાત જો લોકો સમજી જાય અને છેવટ સુધી પોતાના ધ્યાનને નકામી બાબતો, લોભ, લાલચમાથી બચાવી પોતાના હેતુમાજ કેન્દ્રીત રાખે તો વ્યક્તીને સફળ થતા કોઇજ રોકી શકે નહી.

એક વ્યક્તીને દુરના કોઇ શહેરમા અગત્યનુ કામ કરવા જવાનુ હોવાથી તે ત્યાં જવા પોતાનુ વાહન લઇને નીકળે છે. રસ્તામા તે મુસાફરી કરવાને લીધે થાકી જાય છે એટલે આગળ જતા એક હોટલે નાશ્તા પણી માટે રોકાય છે, પણ હવે બને છે એવુ કે તે હોટલ, ત્યાંના બાગ બગીચા અને ત્યાંના કર્મચારીઓ એટલા બધા સરસ અને સેવાભાવી છે કે આ ભાઇતો ખુશ ખુશાલ થઇ જાય છે અને એમ વિચારવા લાગે છે કે અસલી સુખ તો અહીજ છે. આના સીવાય બીજે ક્યાય શાંતી મળી શકે તેમ નથી તેમ વિચારી તેતો પોતાના બધાજ કામ કાજ ભુલી ત્યાજ રોકાઈ જાય છે અને આખો દિવસ પસાર કરી નાખે છે. આ રીતે તે વ્યક્તી જે કામ કરવા માટે નીકળ્યો હતો તે કામ કરવાનુતો રહીજ જાય છે પણ સાથે સાથે તે કામ ન થવાને લીધે તેના દુષ્પરીણામો પણ તેણે ભોગવવા પડે છે.
અસલ જીંદગીમા પણ આપણી સાથે આવુજ કઇંક બનતુ હોય છે ! આપણે કશુંક પ્રાપ્ત કરવા નિકળ્યા હોઇએ ત્યારે રસ્તામા મળતી કોઇને કોઇ પ્રવૃતી જેમકે રખળપટ્ટી, ગપ્પાબાજી, વાદ-વિવાદ, દેખા-દેખી અને આરામના નામે એવાતે ગુંચવાઇ જતા હોઇએ છીએ કે જાણે ત્યાંજ સૌથી મોટુ સ્વર્ગ છુપાએલુ હોય, પછીતો તેના સીવાય બીજી કોઇ પ્રવૃતીમા રસજ પળતો હોતો નથી જેથી આપણો મુળ ઉદ્દેશ સાવ કોરાણે ધકેલાઇ જતો હોય છે. વિદ્યાર્થીઓના જીવનમા આવુ સૌથી વધારે બનતુ હોય છે. તેઓ કોઇ શહેરમા અભ્યાસ કરવા માટે ગયા હોય તો ત્યાં શરુ શરુમાતો ખુબ અભ્યાસ કરતા હોય છે પણ પછીતો મોજ મસ્તી, મીત્રતા અને હરવા ફરવાના નામે અભ્યાસને પળતો મુકી બાકી બીજી બધી પ્રવૃતીઓ તરફ એવા તે આકર્ષાઇ જતા હોય છે કે જાણે તેના થકીજ તેઓનુ જીવન દીપી ઉઠવાનુ હોય !! સુખ સમૃદ્ધી ભોગવવામા લોકો ગુંચવાઇ જાય એ તો સમજ્યા પણ ઘણા લોકો તો વ્યસનો, ચીંતાઓ, દુ:ખ-નિરાશા અને વાદ વિવાદમા પણ એટલા બધા અટવાઇ જતા હોય છે કે આપણનેય એક વખત એમ થઇ જતુ હોય છે કે હવે તો આ વ્યક્તી આ બધામાથી બહાર નીકળે તો સારુ. આ રીતે સફળતા મેળવવા નીકળેલા લોકો આવી બધી પ્રવૃત્તીઓમા અટવાઇને એટલીતે દિશા ચુકી જતા હોય છે કે તેઓ નીકળ્યા હોય છે ઉત્તર તરફ જવા પણ પહોચી જાય છે દક્ષીણ દિશામા. પછી જ્યારે તેઓની આંખ ઉઘળે છે ત્યારે ખુબ મોળુ થઇ ગયુ હોય છે જેથી વણઉકેલ્યા પ્રશ્નો, ગરીબી, નિરાશા નિશ્ફળતા અને અફસોસ સીવાય બીજુ કશુ તેઓના હાથમા બચતુ હોતુ નથી. આ વાત હું એટલા માટે કહુ છુ કે જ્યારે તમે સફળતા મેળવવાના માર્ગે નીકળશો ત્યારે અનેક પ્રવૃતીઓ, સમસ્યાઓ તમને આકર્ષવાનો કે પથ ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, તમારી શક્તીઓને અવળે રસ્તે વાળવા મથશે, તો આવા સંજોગોથી થાપ ખાઇ પોતાનો માર્ગ ચુકી જવાને બદલે તેનો જરુરીયાત મુજબ ઉપયોગ કરી નીરંતર પોતાની દિશામા આગળ વધતા રહેવુ જોઇ એટલે કે દુનિયાની કોઇ પણ શક્તી આપણો મુળ ઉદ્દેશ મિટાવી શકવી ના જોઇએ. જો તેમ થઇ જાય તો એ આપણી સૌથી મોટી ભુલ, ખામી કે કમજોરી કહેવશે. માટે જો થાકી જવાય તો ફ્રેશ થવા થોડી મોજશોખની પ્રવૃતીઓ કરી શકાય પણ તેને આપણા જીવનને બર્બાદ કરવાની ખુલી છુટ તો ન જ અપાય. જીવનમા કે પોતાની મંજીલ મેળવવાના માર્ગમા થોળી ગંભીરતા, હસીમજાક, વાતચીત, મોજમસ્તી કરતા કરતા જવુ જરુરી છે પણ તે એટલુ બધુ પણ ન વધી જવુ જોઇએ કે પોતાનો મુળ હેતુજ ભુલાઇ જાય.

આજે તમે જોશો તો જણાશે કે મોટા ભાગના લોકો દેખાદેખી, લાલચ, આળસ, રખળપટ્ટી, ગપ્પાબાજી, વધુ પડતા મનોરંજનો, વ્યસનો અને બદલા લેવાની પ્રવૃત્તીમા એટલા બધા ગુંચવાઇ ગયા છે કે તેઓ પોતાના જીવનનો કે આ ધરતી પર આવવાનો, ભગવાને સોપેલો મુળ હેતુ શું છે તેજ ભુલી ગયા છે. તેઓને માટેતો રોજ સવારે મોડે મોડે ઉઠવુ, લોકોની ઇર્ષા કરવી, દેખાદેખી કરવી અને અંતે રખળપટ્ટી, વ્યસનો કે ગપ્પાબાજી કરી ખાઇ પીને સુઇ જવુ બસ એજ તેઓની જીંદગી બની ગઇ છે. તેઓને જીવનમા કઇંક પ્રાપ્ત કરી બતાવવુ, વધુ જ્ઞાન મેળવવુ, નવ સર્જન કરવુ, શરીરમા તાજગી કે સ્ફુર્તી અનુભવવી, સમાજમા માનભેર જીવવાનો કે અથાક પરીશ્રમ કરી બતાવવાના આનંદની કશી ખબરજ હોતી નથી. આવા માણસો પાસે પોતાની કોઇ અલગ ખાસ વિચારસરણી ન હોવાથી તેઓ જાતે કોઇ ટાર્ગેટ સેટ કરી શકતા હોતા નથી એટલા માટેજ તેઓ અન્યોને પોતાના કરતા વધારે મહત્વ આપી દેખાદેખી કે રખળપટ્ટીમા આવી પોતાનો કિંમતી સમય અને જીંદગી બન્ને વેળફી નાખતા હોય છે. પછી જ્યારે આજુ બાજુમા કોઇ વ્યક્તી કે મીત્ર માન સમ્માન કે સફળતા મેળવતા હોય છે ત્યારે તેઓને અચાનકજ જટકો લાગતો હોય છે કે અરે!! હું તો આ બધાથી ઘણોજ પાછળ રહી ગયો છુ.. હવે મારુ શું થશે ? કેવી રીતે હું બધુ મેળવીશ, હવે હું ક્યાં જઇશ ? ઉપરથી પાછુ જ્યારે સમાજના લોકો પણ આરોપ અપમાન કરવા લાગતા હોય છે ત્યારેતો વધુ નિરાશા અનુભવતા હોય છે. એવા સમયે તેઓને સાચુ માર્ગદર્શન કે હકારાત્મક વાતાવરણ ન મળે તો તેઓ પોતાની નીરાશા દુર કરવા ફરી પાછા વ્યસનો, રખડપટ્ટી કે ગપ્પાબાજીના ચક્કરમા ફસાઇ જતા હોય છે. આ રીતે તેઓ જણે અજાણે પણ નીંભર બની જતા હોય છે એટલે કે હવે તેઓને ગમે તેટલુ રોકવા ટોકવા કે સમજાવવામા આવે તો પણ તેઓને કશી અસર થતી હોતી નથી. આવી પરીસ્થીતિથી બચવાનો ઉપાય માત્ર એજ છે કે તમે સાચી દિશામા ધ્યાન કેન્દ્રીત રાખો એઆ રીતે જયાં સુધી તમારુ ધ્યાન તમારા હેતુ પરજ કેન્દ્રીત રહેશે ત્યાં સુધી દુનિયાની કોઇ તાકાત તમને તેમ કરતા રોકી શકે નહી જેથી તમે વણથંભ્યે આગળ વધી શકતા હોવ છો.

દેખાદેખી, લાલચ, આળસ, વાદ વિવાદ, દુશ્મનાવટ, બદલો લેવાની ભાવના એ બધી એવી પ્રવૃત્તીઓ છે કે જેમા એક વખત વ્યક્તી જકળાઇ જાય તો પછી પોતાને બર્બાદ કર્યા બાદજ તેનો અંત આવતો હોય છે. આવી બધી પ્રવૃતીઓ એ મીઠા જહેર સમાન હોય છે, તે વ્યક્તીની આંખો પર બંધાયેલી એવી કાળી પટ્ટી સમાન હોય છે કે જે વ્યક્તીને ભ્રામક સુખ સુવીધામા ડુબાળી ખરેખર ફાયદો શેમા છે કે કઇ દિશામા જવુ જોઇએ તે સમજવાની શક્તી છીનવી લે છે. આવા વ્યક્તીઓને સફળતા મેળવવાની વાત તો દુર પણ પોતાનો વિકાસ કરવા સુદ્ધાનો પણ વિચાર આવતો હોતો નથી, પછી આવા લોકો પ્રગતી ક્યાંથી કરી શકે ?
ઘણી વખતતો મનેય પ્રશ્ન પુછવાનુ મન થઇ જતુ હોય છે કે કોઇ વ્યક્તી ૧ નહી ૧૦ લીટર દારુ પી જાય તોય તેને શું ફાયદો થઇ જવાનો હતો? તમે ૨ કલાક સુખના ભ્રમમા રહેશો એટલુજ ને !! તો શું આવા ભ્રમમા રહેવા માટે પોતાના પૈસા અને શરીરનો બગાળ કરવો વ્યાજબી ગણાય ? શું તેનાથી ખરેખર સમસ્યાઓ સુધરી જવાની હતી ? શું આ માનવ તરીકેની જીંદગી ખોટા ભ્રમમા રહેવા માટેજ મળી છે ? તેવીજ રીતે તમે ઇન્ટરનેટ પર લાખ અજણ્યા મીત્રો બનાવી લ્યો તોય એ બધા ક્યાં તમને મદદ કરવા દોળી આવવાના હતા ? અહી તો બધા નકામી ચર્ચાઓ કરીને કોણ હું ને કોણ તુ એમ કરીને ચાલતીજ પકળવાના છે તો પછી આટલા સીધા સાદ ગણીત સામે શા માટે આંખ આડા કાન કરવા પડે ? શું આપણી પાસે કોઇ જ હેતુ નથી ? શું આપણા જીવન-ભવિષ્યની કોઇ જ કીંમત નથી ? શું આપણે બધા વૈચારીક રીતે સાવ નાદર થઇ ગયા છીએ? શું આપણા વિચારોમા કોઇજ તાકાત રહી નથી ? જે વ્યક્તી આ વાત સમજી જતો હોય છે તેને આ દુનિયામા કોઇ હરાવી શકતા હોતા નથી કારણકે તેનો પોતાના હેતુ પરનો ફોકસીંગ પાવર એટલો બધો મજબુત થઇ ગયો હોય છે કે દુનિયાની કોઇ તાકાત, કોઇ નિષ્ફળતા કે ઘોર નિરાશા પણ તેને તેના માર્ગ પરથી વિચલીત કરી શકે નહી જેથી તે નીરંતર આગળને આગળ વધતો રહેતો હોય છે.