Nakami babatoma n pado - 2 books and stories free download online pdf in Gujarati

નકામી બાબતોમા ન પડો - 2

એક ભાઇને અભીમાન કરવાની અને નાની નાની બાબતોમા જઘળાઓ કરવાની ખુબ ખરાબ આદત હતી. જે કોઇ પણ વ્યક્તી તેની સાથે વાત કરે તેને તે પોતાની મોટી મોટી વાતોથી નીચા પાળવાનો પ્રયત્ન કરતો, જો કોઇનાથી ભુલ થઈ જાય, આનાકાની કરે તો તેની સાથે તે જઘડી પડતો. લગભગ દરેક વ્યક્તી સાથે આવુ બનતુ એટલે ગામના લોકો આ ભાઇથી ખુબ કંટાળતા. ગામના ઘણા લોકો સાથે આ ભાઇને ઝઘડો હતો એટલે તેણે ઘણા મોરચે પોતાના કામ ધંધા મુકી લળવુ પડતુ હતુ. તે કામ કરતા કરતા પણ આવી લડાઇઓમા કેમ કરીને જીતવુ અને કેમ કરીને બદલા લેવા તેનીજ વિચારણાઓ કર્યે રાખતો એટલે તેનો મોટા ભાગનો કિંમતી સમય આવી નકામી બાબતોમા વેળફાઇ જતો હતો. તેણે ક્યારેક ઘરમાને ઘરમા ૨–૩ દિવસ સુધી પુરાઇ રહેવુ પળતુ તો ક્યારેક ગામ બહાર પણ ભાગવુ પળતુ. આ રીતે તે મહત્વના કામમા પુરતો સમય આપી ન શકવાને કારણે તે પોતાના મુખ્ય કામમા નીશ્ફળ જતો અને વધુ નકામી બાબતોમા ગુંચવાઇ જતો. પછીતો તેને લોકોએ બોલાવવાનુ બંધ કર્યુ, કામ આપવાનુ બંધ કર્યુ અને પૈસાની તંગી ઉભી કરી તેમ છતાય તે પોતાનો વટ મુકવા તૈયાર ન હતો. તેના માટે બીજી બધી બાબતો કરતા પોતાનો વટ વધારે મહત્વનો જણાતો હતો.

એક દિવસ ફરી પાછો તેને કોઇની સાથે ઝઘડો થયો, પણ આજ વખતે કોઇ સામાન્ય માણસ સાથે નહી પણ મોટા પહેલવાન સાથે ઝઘડો થયો હતો. હવે તમે સૌ જાણોજ છો કે મોટા પહેલવાન સાથે જઘડો થાય તો કેવા હાલ થાય. તો આ પહેલવાને પણ એમજ કર્યુ. કેટલાય દિવસથી તે આ વ્યક્તીને પાઠ ભણાવવા માગતો હતો એટલે આજે બરોબરનો લાગ હતો. તેણે આવેલી તકનો ભરપુર લાભ ઉઠાવ્યો અને પેલા વ્યક્તીની બરોબર ધોલાઇ કરી નાખી.
બોલ હવે કોઇ દિવસ અભીમાન કરીશ ?
ના સાહેબ ના , નહી કરુ ....
હવે ક્યારેય લોકો સાથે નાની નાની બાબતોમા જઘડો કરીશ ?
ના, ભાઇ ના, હવે હું ક્યારેય જઘડો નહી કરુ. મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ છે મને માફ કરો, હું વચન આપુ છુ કે ફરી પાછુ આવુ ક્યારે નહી થાય.
ઠીક છે, જા તને હુ માફ કરુ છુ.
પણ જો હવે કોઇની સાથે ઝઘડતો કરતા દેખાણો તો ગામના બધા લોકો ભેગા થઇને પહેલાતો તને ખુબ મારશુ અને પછી તને ગામની બહાર કઢી મુકશુ,
બોલ મંજુર છે ?.......
હા, મને તમારી બધીજ શરતો મંજુર છે એમ કહી વાતનુ સમાધાન કર્યુ.
જો આ વ્યક્તી પહેલેથીજ સમજી ગયો હોત કે નકામી બાબતોમા પડવાથી કે ઝઘડાઓ થાય તેવુ વર્તન કરવાથી આખરેતો આપણાજ કામ રજળી જતા હોય છે, તો આવો માર તેણે ક્યારેય ખાવો પડ્યો ન હોત, તેના કાર્યો અને કીંમતી સમય પણ બચી ગયા હોત. જો દરેક વ્યક્તી આટલુ સીધુ સાદુ ગણીત સમજી લે તો તેની શક્તીઓ ખોટી જગ્યાયે વેળફાતા બચી જતી હોય છે અને આખરે તેને સફળતા પ્રાપ્ત થતી હોય છે.
માટે યાદ રાખો કે આપણુ જીવન એ કંઈ કચરા પેટી નથી તે આપણે તેમા નકામી બાબતો ઠાલવ્યેજ રાખીએ. જો તમે નકામી બાબતોને તમારી જીંદગીમા ઠાલવ્યેજ જશો તો તમારી જીંદગી એક કચરાપેટી જેવી બનતી જશે, પછીતો લોકો તમારી સાથે વાત કરવાનુ પણ પસંદ નહી કરે, પણ જો તમે જીવન ઉપયોગી બાબતોનેજ જીવનમા સ્થાન આપવાનુ રાખશો તો પોતાની જીંદગી ફુલોના બગીચા જેવી સુદર અને સુગંધીત બની જશે અને વિશાળ જન સમુદાયને આકર્ષી શકાશે.
એક સમજદાર અને ડાહ્યો વ્યક્તી ખુબ સારી રીતે સમજતો હોય છે કે એકતો આપણી પાસે સમય શક્તી ઓછા છે અને એમાય તેનો ફાલતુની ચીજોમા બર્બાદ કરવો એમા કોઇ દ્રષ્ટીકોણથી બુદ્ધીમાની ન કહેવાય. આવી સમજણને કારણેજ આવા વ્યક્તીઓ ઓછા સંસાધનોનો મહત્તમ લાભ મેળવી મહાન સફળતા પ્રાપ્ત કરી બતાવતા હોય છે. આવા લોકોના જીવનમા ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ તેઓ શાંત મનથી ધ્યાન ક્યાં કેન્દ્રીત કરવુ જોઇએ તેવા પોઇન્ટ શોધી કાઢતા હોય છે જ્યારે નીષ્ફળ લોકો નાની નાની બાબતોમા ચીડાઇ જતા હોય છે, ગુસ્સો કરતા હોય છે અને તેઓ પોતાના વાણી–વર્તન પર કાબુ ગુમાવી વધુ નવી સમસ્યાઓ ઉત્પન કરી બેસતા હોય છે. આમ સમસ્યાનો વધારો થતા માણસ મેળવેલી તમામ સફળતાઓ પણ ગુમાવી બેસતો હોય છે.

આપણે બધા જે સમાજમા રહીએ છીએ, તેમા એક બીજા સાથે હળી મળીને ધ્યાન રાખીને જીવવુ પડતુ હોય છે, પણ ઘણી વખત તેમા મનમોટાવ કે ટકરાવ થઇ જાય તેવી પરીસ્થીતિઓ ઉત્પન્ન થતી હોય છે તો આવા સંજોગોમા પોતાની સુઝ બુઝનો ઉપયોગ કરીને આવા ટકરાવો અને વિવાદોને સાચવી લેતા શીખવુ જોઇએ. જે વ્યક્તીને પોતાની જાતને આવી બાબતોથી બચાવતા આવળી જાય છે તેઓ જીંદગી ભરના ત્રાસ દાયક ઝઘળાઓ અને વિવાદોમાથી બચી જતા હોય છે. આ રીતે તેઓ ખુશ ખુશાલ જીવન પસાર કરી શકતા હોય છે અને પોતાના કામમા સફળતા પણ મેળવી શકતા હોય છે.

આવી નકામી બાબતો જોઇએ તો તેમા...
- વધુ પળતા મોજ શોખ, આરામ, દેખાદેખી
- ગુસ્સો, અભીમાન, અપમાનની ભાવના ( નકારાત્મક લાગણીઓ )
- દુ:ખ, ચીંતા, નીરાશા, બદલો લેવાની ભાવના
- વાદ વિવાદ, દુશ્મનાવટ, દલીલબાજી, ગપ્પાબાજી,
- ચોરી, લુંટફાટ, દગાખોરી,
- નકારાત્મક લાગણીઓ, નકારાત્મક વિચારો અને નકારાત્મક લોકો.
- કજીયા, કુટેવ, દેખાદેખી, લાલચ, વધુ પડતા મનોરંજનો, કોઇ પણ બાબતમા અતિશયોક્તી.
- પોતાના હેતુ, જીવન કે ક્ષેત્રને મદદરુપ ન થઈ શકે તેવી બબતો.
- બધુજ યાદ રાખવાનો, દરેક બાબતમા પડવાનો પ્રયત્ન કરવો.
- લફળાબાજી, અશ્લીલતા, વિક્રુતીઓ
- અનૈતીકતા કે અનૈતીક સંબંધો રાખવાની લાલચ વગેરેનો સમાવેશ કરી શકાય ...
આવી નકામી બાબતોમા પળવાના કારણો શું હોઇ શકે ?
- વધુ પડતી લાલચ
- આત્મસંયમ અને નૈતીકતાનો અભાવ
- સમસ્યાને પદ્ધતીસર હેંડલ ન કરી શકવાની અણઆવળત
- પોતાની લાગણીઓ અને નકારાત્મકતા પર ઓછો કાબુ
- ભ્રામક સુખ મેળવવાની લાલચ
- જવાબદારીઓ પ્રત્યે અજ્ઞાનતા કે અણગમો, સમ્માન મેળવવાની અનીચ્છા
- સમાજ પ્રત્યે તીરસ્કાર હોવો
- કોઇ બાબતનો કશો ફર્ક ન પળવો
- શોર્ટકટ કે અનૈતીકતાથીજ બધુ મેળવવાની કુટેવ
- પોતાની આગવી, કુશળ વિચારપદ્ધતી કે કાર્યાપદ્ધ ન હોવી
- માનવિય મુલ્યો, સીધ્ધાંતો, સામાજીક મર્યાદાઓ, કે અનુશાસનમા વિશ્વાસ ન હોવો.
- ખુબ જળપથી બધુ મેળવી લેવાની લાલચ, ધીરજનો અભાવ
- પોતાના માટે શું વધારે મહત્વનુ છે તે નક્કી કરવાની અણઆવળત
- લોકોની નજરોમા પોતાને દુ:ખી, નિરાશ, બેબસ લાચાર સાબીત કરી તેઓની સીંપથી મેળવવાના વલખા મારવા.
- અપમાન કે બદલો લેવાની ભાવના
- તેમજ ડર, ગુસ્સો, અહંકાર વગેરે જેવી બાબતો વ્યક્તીને તેના માર્ગ પરથી અવળે રસ્તે વાળી મુકતી હોય છે.