Friendship - 7 books and stories free download online pdf in Gujarati

ફેન્ડશીપ - 7

મિત્રો આજે તમારી સક્ષમ સાતમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.બધા ભાગ ની જેમ આ ભાગ પણ તમને વાંચવો ગમશે.તમે સહયોગ કરશો તેવી આશા રાખીશ.મિત્રો તમારો સહયોગ મળતો રહેશે, તો હું વધુ ને વધુ સારૂ લખવા માટે ના પ્રયત્ન કરીશ.જો કોઇ ત્રુટિ રહી જતી હશે તેને પુરી કરવા માટેના પ્રયત્ન કરીશ.

( તમે છેલ્લે વાંચ્યું હશે કે કિષ્ના મનમાં પ્રેમ પ્રત્યેનો વિશ્વાસ થોડો ડમમગવા લાગ્યો હોય તેમ લાગતું હશે , પરંતુ આની પાછળ કિષ્ના જવાબદાર ના હતી.તેના પપ્પાએ કહયું હતું કે ધ્યાન રાખજે.પછી કિષ્નાએ પણ પ્રેમની પરીક્ષા લેવાનું નકકી કર્યુ.અને એક દિવસ પ્રેમ ની પરીક્ષા પણ લીધી પણ તે પરીક્ષા રામ પાસ થઇ ગયો.)

હવે આગળ....

જયારે કિષ્ના રાત્રે સુતી હતી, ત્યારે ફરી થી તેના મનમાં એવું થવા લાગ્યું કે મેં જે પણ કર્યુ તે ખોટું કર્યુ.આવું મારે નહોતું કરવું જોતું.તે ક્ષણે બીજો પણ વિચાર આવતો હતો કે કર્યુ એ બરાબર જ કર્યુ છે, મને ખ્યાલ તો આવી ગયો કે રામે મને સાચો પ્રેમ કર્યો છે.હું કાલે જ રામને બધી સાચી વાત કરી દઇશ.પણ પછી વિચાર કર્યો કે હવે હું પપ્પા ને પણ કહી દઇશ કે , રામે મારી પરીક્ષા પાસ કરી લીધી છે.હવે હું તને સાથે જ મેરેજ કરીશ.પછી સુઇ ગઇ હવે સવારે વાત.

દરરોજની જેમ વહેલી ઉઠી ગઇ.પછી તેને રામને ફોન કર્યો , પણ રામે ફોન રીસિવ ના કરી શકયો.કિષ્ના પોતાના કામમાં લાગી ગઇ.જયારે તેમના પરિવારના સભ્યો સાથે બેઠા હતા , ત્યારે કિષ્નાએ તેના પપ્પાને કહયું કે , મેં તમે કીધું હતું તેનું ધ્યાન રાખીને બરાબર ચકાસી લીધું છે .પછી કહયું કે તે તેમાં સફળ થયો છે હવે હું તમને મળાવવા માંગું છું .જો તમે હા કહો તો તેને બોલાવું.

તેના પપ્પા કહયું અત્યારે તો થોડાક કામ થી હું એક વીક માટે બહાર જવાનો છું , તો તું તેને હું આવી જાવ પછી બોલાવજે.કિષ્નાએ હા કાંઇ વાંધો નહી તમે કેશો ત્યારે તેને બોલાવીશ લઇશ.પછી કિષ્ના પોતાના કામમાં લાગી ગઇ.

કિષ્નાએ પોતાનું કામ કરીને રામેને કોલ કર્યો.રામે કહયું કે તું વીડિયો કોલ કર તને મારે જોવી છે.કિષ્નાએ કીધું કે તમે મને જોઇ તો છે.અત્યારે તને જોવી છે.વીડિયોકોલ પર પહેલા તો બંને એકબીજાને જોવા લાગ્યા , જયારે એકબીજા પાસપાસ બેઠા હોય તેવી અનુભુતિ કરવા લાગ્યા.જયારે બંને હોશમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે તે બંને વિડીયોકોલમાં વાત કરી રહયા છે.

વિડીયોકોલ કોટ કરીને રામે કિષ્નાને ફોન કર્યો.તે બંને વાતો કરવા લાગ્યા , પછી કિષ્નાએ વાતમાં વાત કહી દીધું કે મેં પપ્પાને તમારી વાત કરી છે. તેને મેં બધી વાતો કરી દીધી છે.અને મળવા માટેનું પણ કહયું છે કે , તે અત્યારે તો એક વીક માટે બહાર ગયા છે તે આવશે એટલે પછી તમને બોલાવીશ તમે આવી જજો.તમે પણ તમારા ઘરનાને વાત કરી દીજો.રામે કહયું કે , જયારે સમય આવશે ત્યારે કહીશ.અત્યારે નહી કહું.આમ બંનેની વાતો લાંબે સુધી ચાલી ત્યારે કિષ્નાના મમ્મી રૂમમાં આવ્યા .રૂમમાં આવ્યા એટલે કિષ્નાએ ફોન કટ કરી નાખ્યો.તેના મમ્મી કહયું કે બેટા તું કોની સાથ વાત કરતી હતી. કિષ્નાને લાગ્યું કે હવે મમ્મીને સાચું કહી દવ.

તેને પોતાની બધી વાત તેના મમ્મીને જણાવી દીધી.તેના મમ્મી કહયું તારો જે નિર્ણય હોય તે કેજે તે પ્રમાણે જ અમે કરશું .તું અમારી લાડકવાય દીકરી છો.તારુ સુ : ખ એ જ અમારૂ સુ : ખ.તેના મમ્મી તેને બોલાવવા માટે આવ્યા હતા કે હું બહાર શાક માર્કટ જવ છું . હું આવું ત્યાં સુધી તું ટી વી જોજે.તેના મમ્મી શાકમાર્કટ ગયા એટલે કિષ્ના રામેને ફોન કર્યો.બંને ફરીથી પોતાની અધુરી વાતો થી શરૂઆત કરી તે વાત પુરી કરી.