sabndhni maryada - 3 books and stories free download online pdf in Gujarati

સંબધની મર્યાદા - પ્રકરણ 3 - કાચો સંબંધ

ઘડિયાળના કાંટા સડસડાટ જતા હતા. ચેતન્ય અટકી ગયો હતો, જડ બની ગયો હતો. પોતાનામાં ભરેલો શ્વાસ પણ ઉડી ગયો હતો. નવી સ્કૂલ જિંદગીનો નવો પાસો લઈને આવી હતી. બધી બાજી જીત તરફ જ જતી હતી. ચેતન્ય ઘણા સમયથી એક અજાણ્યા સમયની રાહ જોતો હતો. કદાચ એ સમય આવી ગયો હતો. માલિનીને જે સત્ય હકીકત બતાવી દેવાનો. કદાચ બોવ નજીક થઈ જવાનો હતો અથવા બહુ દૂર. ચેતન્ય કાફેમાં આવીને બેઠો રાહ જોતો હતો....
* * *
"તે કદી આ મુખોટાં પાછળથી જોવાનો પ્રયાસ કર્યો છે" શબ્દોમાં માદકતા હતી.

"પ્રેમમાં કદી મુખોટાં ના હોય, કે ના હોય કદી પરદો. હું શું કામ જોવ તે રીતે"

તે દિવસનો આંશીના સવાલમાં એક પડઘો હતો શકનો. એ સમજી શકતો હતો ચેતન્ય.
"મેં હંમેશા તને મારામાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે, અને તું પણ જાણે છે કે તેમાં હું કામયાબ થયો છું, અને કામયાબી મારી સફળતા છે"
"આથમી ગયેલા સૂરજને તો સવારની જ અભિલાષા હોય"
આંશીના હાથમાં હાથ ભેરવી ચેતન્ય પુરેપૂરો આંશીમાં સમાય ગયો. અને આંશી એ હાથ ચપોચપ કરી દીધો. "કદાચ જગા રહેશે તો કોઈ પ્રવેશી શકે"
સંવાદ હજી કાનમાં સાંભળતો હતો, ને માલિની આવી પહોંચી. મનમાં બોલી પણ જવાયું "જગા થઈ પણ ગઈ અને પુરાય પણ ગઈ"
આંશી માંથી બહાર આવી માલિનીમાં પ્રવેશી ગયો.
માલિની ના ચેહરા પર આછું તેજ હતું. જે ચેતન્ય નરી આંખે જોતો હતો. માલિની મેનુ કાર્ડમાં લખેલી વસ્તુના નામ વાંચતી હતી. મનમાં બોલી પણ ગયો કે "સોરી માલિની, અત્યાર સુધી તારાથી વાત છુપાવી.
ચેતન્ય એ માલિનીનો હાથ પોતાના હાથમાં લીધો. ચેતન્યનો સ્પર્શ થતા માલિનીને એવો એહસાસ થયો કે ચેતન્ય ને કોઈ અફસોસ થાય છે. માલિનીએ ચેતન્યની સામે જોયું. આંખમાં લાલ રેખા ઉપસી આવી હતી. અને તેવી જ રેખાઓ ચેહરા પર પણ જોઈ શકાતી હતી. તે રેખાની ગુંચમાં તેમણે જવાનો પ્રયાસ કર્યો.
"બોલો, કંઈ કેહવું છે"
માલિની ના શબ્દો એ રસ્તો બતાવ્યો હોય તેવું ચેતન્યને લાગ્યું. મનમાં થયું કે જે વાતો છે તે બધી જ કહી દઉં. પણ મનમાં ઊડતી ડમરીઓ ને એક મર્યાદા નડતર રૂપ હતી. સબંધ જે તાંતણે બધાંયો હતો તે કદાચ બહુ નાજુક હતો. અને હજી લગ્ન નહોતો થયા એટલે દોર હજી કાચો હતો. ઉડતા વેગે મનએ નક્કી કર્યું હતું કે વાતોનો ઢગલો કરી આવું. માલિની આગળ પણ એ નહોતું વિચાર્યું કે માલિની તે વાતને અડકીને સરળતાથી વર્તી શકશે.
છતાં પણ વાતની અને પોતાના ચારિત્ર્યની સહેજ ટકોર કરવાનું વિચાર્યું.
ચેતન્ય થોડો સ્વસ્થ થયો.
"માલિની, વિચાર કદાચ મારા ભૂતકાળમાં કોઈ છોકરી સાથે અફેર હોય તો.?"

અવાજમાં પ્રશ્નાર્થ ચિન્હનો પડઘો હતો. જે નરી આંખે જોઈ શકતી હતી માલિની.
માલિની એકીટશે ચેતન્યની સામે જોઈ રહી ચેહરા પર પેહલા જેવી જ તેજસ્વીતા અને પેહલા જેવું જ લાલિત્ય.

ચેતન્યની લગોલગ બેસી ને ઉત્તર આપ્યો "પેહલા તો વાક્યમાં તો છે અને પ્રશ્નાર્થ ચિન્હ છે, અને બીજું કે કદાચ હોય તો પણ તે ભૂતકાળ હતું. મારો ચેતન્ય અત્યારે ફક્ત મારો જ છે તે મહત્વનું છે."

જવાબ સાંભળ્યા બાદ થોડી ટાઢક વળી, છતાં બીજી બધી કાંકરા જેવી વાતો કહેવાનું મુલતવી રાખ્યું. અને આપેલો ઓર્ડર આવી ગયો હતો એટલે બંને એ હોંશભેર ખાધું. થોડીવાર સવારના કલરવ જેવી વાતો કરી. પછી માલિનીએ ચેતન્યના આગ્રહને ધ્યાનમાં લઈ મુકવા આવવાની વાત પર હા ભણી. બંને નીકળી પડ્યા, રસ્તા પર માલિની ચેતન્યની પાછળ માથું ટેકવી ને બેસી ગઈ. ચેતન્યને એવું ફિલ થતું કે હાશ કોઈ તો મારું બન્યું છે, મારો વિશ્વાસને ટેકો આપે તેવું.

* * *
ઘરે આવીને સોફા પર બેઠો હતો. પંખો તેની ગતિ પ્રમાણે ફરતો હતો. ઘડિયાળ ના કાંટા પણ તેની ગતિને માન આપતા હતા. થોડી વાર આંખની લીલાશ મારવા સોફા પર લાંબો થયો. ને ફોનમાં કંઈક મેસેજ આવ્યો, મેસેજ આંશી નો હતો. 'હેલ્લો' ચેતન્યએ ફોન લોક કર્યો.
મનમાં એક કાંટો ખૂંચતો હતો. જે વાત કેહવા બોલાવી તે વાત કીધી જ નહીં. પણ અંદરથી એક જવાબ આવતો કે કાચા સબંધની કશી મર્યાદા હોય છે.