PAA -પિતૃત દિન books and stories free download online pdf in Gujarati

પા

.

“પા”

(જુન મહિનાનો ૩જો રવિવાર- ફાધર્સ ડે)

“પપ્પા મને યાદ છે-મારી સાથે રમતા રમતા,મને જીતાડવા તમે ખોટું ખોટું હારી જતા,ને છતાં કેવા રાજી થતા !!હવેના જીવનમાં તમને સાચેસાચું જીવાડવાના પ્રયત્નોથી જ હું રાજી થઈશ.....’--શ્રી રોહિત શાહની આ વાતની જેમ આવા પિતૃત્વનો ગુણ સહુ કોઈના જીવનમાં ક્યારેક ને ક્યારેક જરૂર જોવા મળ્યો જ હશે..ને આ ઋણ કે જે ક્યારેય ન ચૂકવી શકાય પણ તેની આપણે કદર કરીએ છીએ,તેવા ભાવ સાથે ઉજવાતો દિવસ એટલે ફાધર્સ ડે..

આમ તો ઈ.સ.૧૯૧૦ માં પ્રથમવાર વોશિંગટનમાં સોનારા સ્માર્ટ ડોડેપોતાના પિતાએ તેઓ છ ભાઈઓને એકલે હાથે સરસ રીતે ઉછેર્યા તેનો આભાર વ્યક્ત કરવા આ દિવસ ઉજવ્યો.પછી તો જુદા જુદા દેશોમાં અલગ અલગ દિવસે આની ઉજવણી થવા લાગી.ઈ.સ.૧૯૪૦મ માર્ગરેટ ચેસ સ્મિથે પોતાનું મંતવ્ય આપતા કહ્યું કે આપને માતાનું ઋણ અદા કરવા માતૃદિન ઉજવીએ છીએ પણ પિતાનું ઋણ પણ ભૂલાય એવું નથી.તેથી જુન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે પણ એટલા જ શાનથી ઉજવાવા લાગ્યો.

પિતૃદિનની ઉજવણી પાછળ જે પણ કારણો હોય પણ એટલું તો સાચું જ છે કે આપના જીવનમાં ‘માં’ને ‘પા’ બેય અમુલ્ય છે.કેમકે બેયની કામગીરી સમાન ભાગે વહેચાય છે.માની ઉપસ્થિતિથી બાળક પ્રેમાળ,કોમલ,વ્યવહારલક્ષી બને છે તો પા ની ઉપસ્થિતિથી નિર્ભય,સશક્ત અને ટટ્ટાર બને છે.માં સંતાનને વહાલ કરી,ચિંતા સેવી,તેનામાં સંસ્કારો રોપે,આંતરિક શક્તિ ખીલવે,પોષણ સંવર્ધન કરે,તો પા બાહ્ય જગતની માયાજાળ વચ્ચેથી માર્ગ કાઢવાનું કપરું કામ શીખવે છે. ભીને સુઈ પોતે અને સુકે સુવાડનારી માં તો માત્ર એક સંતાનની જ ચિંતા કરતી હોય પછી એ બેયની ચિંતા સેવનારા પિતાની જવાબદારી બેવડી થઇ જાય છે.ત્યારે એ પિતાને બમણા નમસ્કાર જ થઇ જાય ને ?!!પુત્રના પરાક્રમથી હર્ષાશ્રુ વહાવતી માનો હરખ દેખાય છે તો ફોનમાં પપ્પાની નકલ કરતો અને તરુણાવસ્થામાં આવ્યા પછી છાનુંમાંનું પિતાનું રેઝર ને આફ્ટરશેવ લોશન લગાડતા પુત્રને જોઈ હૈયામાં હરખાતા પિતા અવ્યક્ત લાગણીનું માધ્યમ બની જાય છે!પોતાના શર્ટ કે ચપલ પહેરી ભાગી જતા પુત્ર પર ખોટો ગુસ્સો વ્યક્ત કરનાર બાપ અંદરથી તો સંતોષ પામી વિચારતો હોય કે,હાશ હવે આ મારો પડછાયો બની ગયો ને ટુક સમયમાં મારી ટેકણ લાકડી બની ઉભો રહેશે!આ જ વાત જયારે પિતા પોતાના બાળકને આંગળી પકડી ચલાવતા હોય ત્યારે પણ વિચારતા હોય છે:” ‘’“આજ ઉંગલી થામકે ચલના શીખાઉ તેરી તુજે મૈ,કલ હાથ પકડના મેરા,જબ મૈ બુઢા હો જાઉં.!!”

અથર્વવેદમાં કહેવાયું છે”:

અનુવ્રત:પિતૃ:પુત્રો માતા ભવતુ સંમના:જાયાપ્રત્યે મધુમતી વચમ વદતુ શાંતિવામ|’’

અર્થાત પુત્ર એ પિતાના વ્રતોને પૂરો કરનાર _અનુવ્રત છે.જેની આંગળી પકડી ચાલતા શીખ્યો,તેને ઘડપણમાં ખભાનો સહારો આપવાનું ભુલી જાય,જેને હજારો પ્રશ્નો પૂછતો છતાં થાક્યા વગર જે પિતાએ જવાબો આપ્યા ને એના થકી જ દુનિયાદારી શીખી એ જ પિતાના દરકારપૂર્વકના પ્રશ્નોને યુવાવસ્થાના કેફ માં કચક્ચ સમજી વૃધાશ્રમ તરફ ધકેલનારા પુત્રે વિચારવું જ રહ્યું કે જેણે તમારા એક હાસ્ય માટે,તમારી જીત માટે પોતાનું સર્વસ્વ હાર્યું તેવા પિતાનો ખભો બની તેમની ખુમારી બનવું જોઈએ.દરેક પિતાનું ‘યુનીક’વ્યક્તિત્વ હોય છે,પોતે ન ભોગવેલી તમામ સુખસુવિધા પોતાના સંતાનોને દેવા અથાક મહેનત કરી,દુનિયાનું તમામ શ્રેષ્ઠત્વ આપવા ઇચ્છતા પિતા માટે કવિ શ્રી કિરણ શાહની સુંદર પંક્તિ છે: ‘’રાતભર બાપે દબાવી ખાંસીને,એ જ ચિંતામાં,છોકરા જાગી જશે!!’’આવા પ્રેમાળ પિતા પ્રત્યે દરેક સંતાન પણ પોતાની શ્રેષ્ઠ ફરજ બજાવી પિતૃત્વ ઋણ અદા કરે તે જ આજના દિનની સાર્થકતા..

યાદ રાખીએ...

If the relationship of father to son could really be reduced to biology,The whole EARTH would blaze with a glory of father and sons .