dukh bhare din bite, kiske books and stories free download online pdf in Gujarati

દૂ:ખ ભરે દિન બિતે , કિસકે ?


અમુક-તમુક સેનિટાઈઝર ઉત્પાદકો કે જેવોએ રસ કસ વગર નું સેનિટાઈઝર બજાર માં મૂકી ને કરોડો ઉતારી લીધા તેઓ , અમુક-તમુક માસ્ક ઉત્પાદકો કે જેઓએ અછત ની પોઝીશનમાં માસ્કના ભાવ ત્રણ-ચાર ગણા ચડાવી ને વહેચ્યા તેઓ , અમુક-તમુક શિક્ષણવિદો કે જેઓએ વગર ભણાવ્યે વગર ખર્ચ કર્યે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલીને મલાઈ તારવી લીધી તેઓ , અમુક-તમુક પ્રાઇવેટ ડોક્ટર- હોસ્પિટલોએ માનવતા નેવે મૂકી ને અછતની પરિસ્થિતિ નો લાભ ઉઠાવી દર્દી પાસે મો માગ્યા ભાવ વસૂલ્યા તેઓ , અમુક-તમુક ભ્રષ્ટ આગળ પડતાં લોકો કે જેઓ એ અછતની પરિસ્થિતિ નો લાભ ઉઠાવી ને કરોડો બનાવી લીધા તેઓ, અમુક-તમુક વેપારીઓ કે જેઓએ અસંખ્ય વસ્તુના ભાવ રાતો રાત 20 થી 30 ટકા વધારી દીધા તેઓ, અમુક-તમુક કહેવાતા સામાજિક સંસ્થાના સેવકો કે જેમને પોતાની પ્રસિદ્ધિ ની ભૂખ સંતોષી અને સાથે સાથે તેઓના કામ પણ આસાની થી ઉતારી લીધા તેઓ, અમુક-તમુક ટ્રાન્સપોર્ટ , ટેમ્પા , છકડા ચાલકો કે જેમને રાતો રાત ભાડા વધારી દીધા તેઓ, અમુક-તમુક ટ્રસ્ટ ના એમ્બ્યુલન્સ ઓપરેટરો કે જેઓ એ રાતો રાત સેવાઓ ના ભાવ જરૂરિયાત મુજબ અધધધ કરી નાખી નાખ્યાં તેઓ ....

આવા બધા લોકો નું એક જુથ ભેગું થયું હતું અને તેઓ દ્રારા સર્વાનુમતે એક ભવ્ય પાર્ટી નું આયોજન કરવા માં આવ્યું હતું લગભગ 5000 લોકો ની ઉપસ્થિતિમાં મોંઘામાં મોંઘા પાર્ટી પ્લોટ માં સોલ્જરીમાં આ પાર્ટી નું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું પરંતુ યજમાની ની છૂટ હતી ! મુખ્ય યજમાનો અમુક-તમુક એવા પાન-બીડી , મસાલા ના ઉત્પાદકો- વેપારીઓ તથા ઓલ ટાઈમ સદાબહાર છાંટોપાણી ના અમુક-તમુક ઉત્પાદકો-વેપારીઓ હતા કે જેઓ એ ફૂલપેટ કમાણી કરી હતી ! આ પાર્ટી , ના ભૂતો ના ભવિષ્યતી જેવી બની રહી હતી ગ્રીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસ માં આ પાર્ટી નું નામ ચમકે તેવા સંજોગો ઉપસ્થિત થયા હતા !

વાત જ એવી હતી કે આ વસ્તુ ગ્રીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં ચમકે ! શું હતું આ પાર્ટી નું રાજ ? શા માટે આટલી પ્રશિદ્ધિ મળી હતી આ પાર્ટી ને ? કેમ ગ્રીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ સંસ્થા એ આ પાર્ટી ની નોંધ લેવી પડી ? કારણ તથા જવાબ એક જ હતો આ પાર્ટી માં એક જ ગીત કે જે સદાબહાર હિન્દી સોંગ માં ગણતરી ધરાવે છે તે ગીત 170 વાર રિપીટ થયું હતું , વાગ્યું હતું !! પાર્ટીમાં સામેલ લોકો આ ગીત ઉપર મન મૂકીને નાચ્યા હતા , એ પણ 170 વાર , ઝૂમ બરાબર ઝૂમ ! અરે બાપા , આ ગીત નહીં પરંતુ આ ગીત ઉપર --- દૂ:ખ ભરે દિન બિતે રે ભયા તબ સુખ આયો રે , રંગ જીવન મે નયા લાયો રે , ઓય ઓય દૂ:ખ ભરે દિન બિતે રે ભયા બિતે રે ભયા !

સવાર નો સાત વાગ્યા નો સમય હતો , સુરજ દાદાના કોમળ કિરણો પૃથ્વી ઉપર પ્રકાશ રેલાવતાં હતા, યશોદાબાઈ નામ ની એજયુકેટેડ શ્રમિક કે જે સગર્ભા હતી તે પોતાના કુટુંબ સાથે પોતાના વતન જવા પગ પાળા નીકળી હતી. અચાનક નીંદર માથી સફાળી જાગી ગઈ સાથે રહેલ કુટુંબીજનો બોલ્યા - હાલ યશોદા હાલ હજી તો આપણે માઈલો ની મુસાફરી પૂરી કરવાની છે. યશોદા બોલી – હા , હા ચાલો , ચાલો , થોડું ઉઠવામાં મોડુ થઈ ગયું અને એક ‘સુંદર સ્વપ્ન’ પણ આવ્યું હતું , સુંદર પાર્ટી નું ! અમુક-તમુક લોકો ની ! આથી પણ સ્વપ્ન ને હિસાબે ઉઠવામાં થોડું મોડુ થઈ ગયું , હાલો બધા હાલો ચાલવા માંડો જલ્દી થી વતન પહોચવાનું છે અને વતન પહોચી ને આપણે પણ પેલુ મધર ઈન્ડિયા નું ઓલ ટાઈમ હિટ ગીત ગણગણવાનું છે , 171 વાર ! રેકોર્ડ બ્રેક કરવાનો છે , સ્વપ્ના નો ! દૂ:ખ ભરે દિન બિતે રે ભયા તબ સુખ આયો રે , રંગ જીવન મે નયા લાયો રે , ઓય ઓય દૂ:ખ ભરે દિન બિતે રે ભયા બિતે રે ભયા ! એ હાલો જલ્દી હાલવા માંડો અને બીજું કે મારી કૂખે થી નવો અવતાર પણ જ્ન્મ લેવાનો છે જે નવો અવતાર કદાચ લાલો (શ્રીકૃષ્ણ) પણ હોય શકે.... એ હાલો જલ્દી હાલવા માંડો હાલવા !

બધા હાલવા માંડ્યા એક શ્રમિક પાસે રહેલા રેડિયો માંથી એફ.એમ. રેડિયો ઉપર મિસ્ટર નટવરલાલ ફિલ્મ નું સદાબહાર ગીત વાગી રહ્યું હતું .... અરે એ એ ... એ ઊચી ઊચી બાતો સે કિસી કા પેટ ભરતા નહીં અરે એ એ .... એ રામ કા ભરોશા જિસે કભી ભુખા મરતા નહીં , કભી ભુખા મરતા નહીં , કભી ભુખા મરતા નહીં ! અને આ રીતે શ્રમિકો માં અદભૂત શક્તિ નો સંચાર થતાં શ્રમિકો હાલવા ની બદલે વતન જવા દોડવા માંડ્યા હોય તેવું વાતાવરણ ખડું થયું ! શ્રમિકોનો વતન જવા માટેનો રાષ્ટ્રીયમાર્ગ અલૌકિક પ્રકાશ થી છવાય ગયો !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)