sambandh ma deta books and stories free download online pdf in Gujarati

સંબંધમાં ડેટા ઓફ અને સોશિયલ ડિસ્ટટન્સ

સંબંધમાં ડેટા ઓફ અને સોશિયલ ડિસ્ટટન્સ

આ ભાગદોડ ભરેલા જીવનમાં ઓછામાં ઓછા સંબંધ રાખવાથી વધારે શાંતિ મળે છે.આમ જોવા જઈએ તો વધારે સંબંધ તમારી કળા, તમારા સંસ્કાર, તમારી નૈતિકતા, તમારી પ્રમાણિકતા જેવી ખૂબીઓ જાણી શકે છે પણ આ બધાની વચ્ચે લાગણીનો સબંધ બંધાય છે અને આ લાગણીઓ તૂટે છે ત્યારે દુઃખ ઉતપન્ન થાય છે.

આપણે આજે વાત કરવાની છે.'સંબંધોમાં ડેટ ઓફ અને સોશિયલ ડિસ્ટટન્સ'. સાવ સાદી ભાષામાં કહીએ તો. એવા લોકો સાથે સંબંધો ન રાખવા કે જ્યાં માત્ર પોતાના હિત માટે સંબંધો ટકેલા હોય. આ સંબંધો પારિવારિક પણ હોય તો ય ત્યાં 'ડેટા ઓફ અને સોશિયલ ડિસ્ટટન્સ રાખવું'. આપણી આજુબાજુના આવા લોકો માત્ર દુઃખ આપતા હોય છે. એ લોકોનું કામ માત્ર નડવું જ હોય છે. ભલે આપ આવા લોકો સાથે સંબંધ 'ના' તોડી શકો પણ 'હા' ત્યાં 'સોશિયલ ડિસ્ટટન્સ' રાખી લેવું જોઈએ.

હવે આપણે થોડીક વાત આ બધા રહેલા આપણા અસ્તિત્વની કરીએ. શું આવા લોકો વચ્ચે આપણું મૂલ્ય શું હશે? શું આ લોકો આપણા દુઃખને સમજી શકતા હશે? શું આ લોકોને માત્ર પીડા આપવામાં જ ખુશી મળે છે? શું આ લોકો આપણી લાગણીઓનો ગલત ઉપયોગ કરે છે? આવા ઘણા સવાલો પેદા થાય છે.આ પ્રશ્નો જ ક્યારે તમારા અસ્તિત્વની આડે આવે છે. આ પ્રશ્નો જ વધારે તમને સતાવતા ફરે છે. ક્યારેક એવું પણ બની જાય છે કે આ પ્રશ્નો જ ચિંતા પેદા કરે છે.પણ આ સમયે પોતાનું અસ્તિત્વ જાળવવા પોતાના મનને આ સંબંધમાં દૂર કરી દેવું જોઈએ. આ વાત તમામ સંબંધોમાં જોવા મળે છે. જેમાં આપણે ખુશીઓ ચાહતા હોઈએ છીએ ત્યાં આપણને વારંવાર માનસિક પીડા મળે છે. બસ એક જ સૂત્ર 'આ સંબંધોમાં કરી દો ડેટા ઓફ અને રાખો સોશિયલ ડિસ્ટટન્સ'.

બે પરિવાર વચ્ચેની ઘટના અહીં રજૂ કરવી છે. ઘટના સમજશો તો આપ સમજી જશો કે કેમ 'સંબંધોમાં ડેટા ઓફ અને સોશિયલ ડિસ્ટટન્સ' રાખવું જોઈએ. એક પરિવાર નાનું અને બીજું પરિવાર મોટું હોય ત્યારે શું બને છે.એની વાત કરવી છે. આ ઘટનામાં નાનો પરિવાર વધારે પીડાય છે અથવા જે નમતું મૂકે છે અથવા તો જે સંબંધ સાચવવા ઈચ્છે એ વધારે પીડાય છે. તો ચાલો ઘટનાક્રમ સમજીએ. એક પરિવારમાં ચાર લોકો છે.જેમાં એક દાદા એક પુત્ર એક પુત્રવધુ અને એમનો એક દીકરો છે. બીજી બાજુ બીજા પરિવારમાં દાદા દાદી એમના બે પુત્રો અને બે પુત્રવધુ અને એમના બન્નેના બે બાળકો છે. આવે સમય જ્યારે મોટા પરિવારમાં સાસુ વહુ જો ઝઘડો થાય ત્યારે સાસુ પોતાના દુઃખની વાત નાના પરિવારની સ્ત્રી સાથે વાત કરશે. ત્યારે ઝઘડો કરેલ સ્ત્રી એવું સમજશે કે નાના પરિવારની સ્ત્રી એમને ચડાવે છે પણ એવું કઈ જ હોતું નથી.જ્યારે આવું થાય છે ત્યારે ઝઘડો કરેલ સ્ત્રી નાના પરિવારમાં અવર-જવર થતી અટકે છે. આવું થતા નાના ઘરની સ્ત્રી કોઈજ કારણ વગર વાંકમાં આવે છે. જ્યારે એ સ્ત્રી દુઃખની વાત મોટા પરિવારની સાસુ સાથે કરે છે ત્યારે માત્ર એને અહોભાવ આપવામાં આવશે. પછી ઘટનાનું આગળ વિવરણ કરીએ તો ઘટના એવી બને છે. મોટા ઘરમાં થયેલો ઝઘડો સમાપ્ત થાય છે અને સાસુ વહુને બનવા લાગે છે. સાસુ વહુ એક બની જાય અને નાના ઘરની સ્ત્રી જવાનું બંધ કરી દે છે.

જો આ ઘટનામાં એક જ વસ્તુ જાણવા મળે છે કે જે વ્યક્તિ નમતું મૂકે છે અથવા સાથ આપે છે. એની જ સાથે આવા દગાઓ થતા રહે છે. વિશેષ સંબંધોમાં કોઈ જ કારણ વિના દુઃખ મળે ને ત્યાં 'સંબંધોમાં ડેટા ઓફ કરી દેવા જોઈએ અને ત્યાં રાખવું જોઈએ સોશિયલ ડિસ્ટટન્સ'.

આ ઘટના માત્ર વાંચકોને સમજણ પુરી પાડવા માટે જ કહી છે. બાકી આવી ઘટનાઓમાંથી આપ પણ પસાર થયા હશો અથવા તો આપનો પરિવાર આ ઘટનાને જીવી રહ્યું હશે. હવે વાત નિરાકરણની જ્યારે પણ કોઈ ઘટના બને છે. ત્યારે એનું નિરાકરણ જરૂર હોય છે. તો આવે સમય બધું સમય પર ન છોડવું જોઈએ. જો છોડવું જ હોય તો આવા સંબંધને છોડી દેવા જોઈએ. જે વ્યક્તિ પોતાના હિત માટે એકવાર તરછોડી શકે છે એજ વ્યક્તિ ફરી સંબંધ બાંધ્યા પછી પણ તરછોડી જ દે છે. હું એવું માનું છું કે આવી ઘટનાઓમાંથી સારા-નરસા લોકોની ભાન થાય છે.જેથી ભવિષ્યમાં કેવા લોકો પર વિશ્વાસ કરવો કે ન કરવો.


મેં પહેલાં જ કીધું કે 'જેમ ઓછા સંબંધો એમાં વધારે શાંતિ'. ખોટા લોકોની વધારે ફોજ હોય છે અને નિર્મળ અને સાચા લોકો ઓછા લોકો વચ્ચે રહેવાનું પસંદ કરે છે. તમારા જીવનમાં જો તમને આવા પારિવારિક કે અંગત અથવા બીજા કોઈ સંબંધીઓ તરછોડી દે છે અથવા આવો વ્યવહાર કરે ત્યારે આવા લોકોની જીવનમાં ક્યારેય જરૂર નથી એવું વિચારી ત્યાં 'ફુલસ્ટોપ' લગાવી દેવું જોઈએ.કોઈ સંબંધ વિના પણ જીવન જીવી શકાય છે. આવા લોકો સાથે રહીને માનસિકા પીડામાં જીવવું કરતા એકલું સારું. આવા લોકોને મનમાંથી જ કાઢી નાખવા જોઈએ અને એવું વિચારવું કે આ લોકો માત્ર અમુક સમય માટેના સાથી હતા. ભલે એ લોકો ખુદના જ કેમ ન હોય!


અંતે એક વાત યાદ રાખી લેજો. 'સંબંધ એક રબર બેન્ડ જેવા હોય છે. બે ય બાજુ અલગ અલગ સંબંધ હોય છે. જેમ જેમ સમય જાય છે. લાગણીઓ બંધાય એમ એમ રબર બેન્ડ તણાય છે અને કોઈ જ કારણસર કંઈક સંબંધ ગેરસમજણ ઉભી થાય છે.ત્યારે કોઈ એક સંબંધ તોડવા મજબૂર થાય છે અને બીજો સંબંધ ગેરસમજણ દૂર કરી સંબંધ સાચવવા માંગે છે. ત્યારે સંબંધ છોડનાર વ્યક્તિ રબર બેન્ડ મૂકી દે છે અને સંબંધ સાચવનાર એ રબર બેન્ડ પકડી રાખે છે. ત્યારે સંબંધ સાચવનારને દુઃખ થાય છે. રબર બેન્ડ એને જ ખુદને વાગે છે.'


દીપક કે. સોલંકી 'રહીશ'