Albert Einstein - 5 books and stories free download online pdf in Gujarati

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 5

આલ્બર્ટ તે સ્કૂલમાં એક દિવસ પણ ભણવા નહોતા માંગતા... અને ડિસેમ્બર ૧૮૯૪માં તેઓ બીમારીનું બહાનું કાઢીને Pavia - Italy (પેવીઆ - ઇટલી) પોતાનાં પરિવાર પાસે જતા રહ્યા.

આલ્બર્ટને ઇટલી ખૂબ સારું લાગ્યું. ઇટલીમાં મોટા-મોટા સંગ્રહાલયો અને જોવાલાયક સુંદર સ્થળો અને કલા અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ હતા, જે આલ્બર્ટને ખૂબ સારા લાગ્યા. આલ્બર્ટને અહીંયા ભણવા અને વિચારવા માટે ઘણુંબધું મળ્યું. તે સંગીત સાંભળતો, પહાડો પર જતો રહેતો અને હોડી પણ ચલાવતા શીખી. આલ્બર્ટ કહેતો હતો કે... તેનો ઇટલીમાં પસાર કરેલો સમય ખૂબ સારો હતો.

આલ્બર્ટે સન.૧૮૯૪માં ફક્ત પંદર વર્ષની ઉંમરે પોતાનું પહેલી રિસર્ચ પેપર લખ્યું, જેનું ટાઇટલ આપ્યું હતું "On the Investigation of the Ether in a Magnatic Field". આ રિસર્ચ પેપર તેમણે પોતાનાં એક અન્ય કાકા Seasore coach ને વાંચવા તેમજ તેમનો અભિપ્રાય જાણવા માટે મોકલ્યું. તેની સાથે તેમણે એક નાની નોટ પણ લગાવી અને તેમાં લખ્યું કે "મને ખરાબ નહીં લાગે જો તમે મારા રિસર્ચ પેપરને નહી વાંચો, પરંતુ કમ સે કમ તમે જોશો કે એક સારા રાઈટરની જેમ મેં લખવાનો પ્રયાસ કર્યો છે. જે હું મારા માતા-પિતા પાસેથી શીખ્યો છું".

સન.૧૮૯૫ આલ્બર્ટ સોળ વર્ષનાં હતા. ઘરવાળાઓએ તેમને કહ્યું કે "હવે તું મોટો થઈ ચૂક્યો છે, હવે તારે તારી જીંદગી વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. તું એક ઇલેક્ટ્રીક એન્જીનીયર બનીને આગળ વધ." આલ્બર્ટ Munich માં "Swiss Federel Polytechnic (સ્વિસ ફેડરલ પોલીટેક્નિક)" ની Entrance Exam માં બેઠો, પરંતુ તે આમાં ફેલ થઈ ગયો. કારણ કે તેને Language (ભાષા), Zoology (પ્રાણી વિજ્ઞાન) અને Botany (વનસ્પતિ વિજ્ઞાન) માં ઓછાં માર્ક્સ મળ્યા. આની પાછળનું એક કારણ ફ્રેન્ચ ભાષા પણ હતું, આલ્બર્ટને ત્યાર સુધી એટલી ફ્રેન્ચ ભાષા નહોતી આવડતી. પરંતુ તેના માર્ક્સ Mathematics અને Physics માં સારા આવ્યા.

"Swiss Federal Polytechnic" નાં પ્રિન્સિપલે તેને સલાહ આપી કે તારા Maths અને Physics માં સારા માર્ક્સ આવ્યા છે, માટે તું જો સ્વિટ્ઝર્લેન્ડની પ્રખ્યાત સ્કૂલમાં એક વર્ષનો અભ્યાસ કરીશ તો તું આ Exam ને જરૂરથી પાસ કરી લઈશ. પ્રિન્સીપલની સલાહ પર આલ્બર્ટ Zurich (ઝ્યુરિક) થી વીસ માઈલ દૂર Aarau, Switzerland (આરાઉ - સ્વિટ્ઝર્લેન્ડ) ચાલ્યા ગયા... પોતાનું Secondary Education પૂરું કરવા માટે.

Jost Winteler (જોસ્ટ વિન્ટેલર) સ્વિટ્ઝર્લેન્ડની એક સ્કૂલમાં ટીચર હતા, આલ્બર્ટ તેમને ત્યાં જ રહેતો હતો અને તેથી જ બન્ને વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ. પરંતુ સાથે સાથે આલ્બર્ટને Jost Winteler ની પુત્રી સાથે પ્રેમ થઈ ગયો, જેનું નામ હતું "Marie Winteler". ધીરે ધીરે આલ્બર્ટ અને Jost Winteler ની ફેમિલીમાં દોસ્તી થઈ ગઈ અને આ દોસ્તી બાદમાં સગપણમાં પણ પરિણમી.

Marieનાં લગ્ન તો ના થયા આલ્બર્ટ સાથે પણ આલ્બર્ટની બહેન Maja (માજા) નાં લગ્ન Jost Winteler નાં દીકરા Poul Winteler સાથે થયા. આલ્બર્ટની જિંદગીનો આ એ સમય હતો જ્યારે Physics માં તેમનો Intrest ઘણો વધી ગયો હતો. ત્યાં તેમની પાસે ભણવા માટે ઘણુંબધું હતું અને સારા શિક્ષકો પણ હતા.

આલ્બર્ટ સ્કૂલની લેબોરેટરીમાં ઘણાં Experiment કરતા. તેઓ વિચારતા કે... શું હું પ્રકાશનાં કિરણોને પકડી શકું ?. આલ્બર્ટ પોતાની જાતને આ જ સવાલ પૂછતાં અને પછી આ જ સવાલે તેમના Relativity Theory (સાપેક્ષતાનો સિદ્ધાંત) ને જન્મ આપ્યો.

સન.૧૮૯૬ માં પોતાનાં પિતાની પરમિશન લઈને તેમણે જર્મનીની નાગરિકતા છોડી દીધી, જેથી કરીને તેમને સેનામાં ન મોકલી દેવાય. સપ્ટેમ્બર ૧૮૯૬માં તેમણે પોતાની Secondary School નું ભણતર સારા ગ્રેડ સાથે પાસ કર્યું. ત્યારબાદ તેઓ પાછા આવ્યા અને "Zurich Polytechnic" માં એડમિશન લીધું....

આલ્બર્ટને પ્રેમ થયો હતો Marie Winteler સાથે, જે તેનાંથી એક વર્ષ મોટી હતી. તે Olsberg (સ્વિટ્ઝર્લેન્ડ) જતી રહી....

વધુ આવતા અંકે... આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સામાન્ય બાળકથી જીનિયસ સુધીની સફર