The Author Rahul Narmade ¬ चमकार ¬ Follow Current Read બંધન By Rahul Narmade ¬ चमकार ¬ Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 22 "બસ કર. થાકી જવાય છે જિંદગી.તારી આ ઊથલપાથલની ભરમાર.હું માણસ... શું જીવનમાં દરેક વસ્તુ પહેલેથી નિશ્વિત છે? આ પ્રશ્નનો જવાબ હા અને ના બંનેમાં છે.જીવનમાં જે કંઈ પણ બને છ... તસ્કરી તસ્કરી- રાકેશ ઠક્કર જ્યારે હિંસા અને એક્શનના... વિશ્વાસ સાથે વિકાસની સફર ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મ માત્ર માન્યતા નથી, પરંતુ દૈનિક... ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 15 ભાગ - ૧૫: બર્નિંગ ટાવર તરફનું મિશનFBIના ગુપ્ત હેડક્વાર્ટરમા... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share બંધન (2.7k) 2.1k 5.2k સૂરીન્દર સિંઘ ના હાથ માં તેમની દીકરી રશ્મિ નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતો અને આંખો માં આંસુ, રિપોર્ટમાં લખ્યું હતું " ડેથ ડ્યૂ ટુ હેન્ગ", સિંઘ પરિવાર ની એકમાત્ર દીકરી રશ્મિ સિંઘે ગઈ કાલે મોડી રાત્રે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો અમદાવાદ ની સી. યુ. શાહ મેડિકલ હોસ્પિટલમાં તેના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ આજે તેના પિતા ના હાથ માં હતો. રશ્મિ, કે જે તેના પિતા સૂરીન્દર સિંઘ ના ત્રણેય ભાઈઓ અને બહેનો ના સંતાનો માં એકમાત્ર દીકરી હતી સૌની લાડકી હતી. આજ થી 25 વર્ષ પહેલાં તેનો જન્મ થયો ત્યારે સિંઘ પરિવારે સમસ્ત એરિયા માં ધુમાડાબંધ લોકો નું જમણવાર રાખેલું, તેના ચહેરા પરનું તેજ અને તેની સુંદરતા જોતા તેનું નામ "રશ્મિ" તેના દાદા રેશમપાલ સિંઘે રાખ્યું હતું. સિંઘ પરિવાર ખૂબ જ સુખી સંપન્ન પરિવાર હતો, રશ્મિ ના પિતા સૂરીન્દર સિંઘ એક બાયોમેડિકલ એન્જિનિયર હતા મેડિકલ સર્જરી વખતે જે બાયો મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નો ઉપયોગ થાય તે બનાવવાનો તેમનો વ્યવસાય હતો. રશ્મિ ના મૃતદેહને હવે ઘરે લાવવાનો હતો, ઘરે સૌ કોઈ આઘાત માં હતા રશ્મિ ની માતા મિત્તલ કૌર ને ઊંઘ નું ઈન્જેક્શન આપીને બેહોશ કરવી પડી હતી, ઘરમાં ગુસ્સો અને દુઃખ નું વાતાવરણ હતું, રશ્મિ ના દાદી ગુસ્સામાં મરી જવાની ધમકી આપી રહ્યા હતા, દાદી : ના પાડી હતી મેં, શું જરૂર હતી રૂઢિવાદ દેખાડવાની!! મારી દીકરી જતી રહી!! હવે મારે પણ મરી જવું છે (એમ કહી ને રસોડા માં જાય છે, ત્યાંથી છરી થી હાથ પર ઘા કરવાની કોશિશ કરે છે, રશ્મિ ની કાકી તેમને આવું કરતા જોઈ જાય છે અને તે બારાડી ઉઠે છે) રશ્મિ ની કાકી : બા!!! આ શું કરી રહ્યા છો, તમને કૈંક થઈ ગયું તો અમે કોના સહારે જીવશુ??!!! દાદી : (ગુસ્સામાં) છોડ મને, મારે મરી જવું છે 96 વર્ષે આ દિવસ જોવો પડે છે કે મારે મારી જ દીકરી ને કંધો આપવો પડશે!!! રશ્મિ ને સારામાં સારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ માં દાખલ કરવામાં આવેલી, રશ્મિ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી, સ્કૂલ માં વક્તૃત્વ સ્પર્ધામાં હમેશાં તે પ્રથમ આવતી. ધોરણ 10 માં આવી ત્યારે તેના અભ્યાસ પ્રત્યે ઘરના સભ્યો ખૂબ ગંભીર થયેલા તેને બધી જ રીતે સગવડો પૂરી પાડવામાં આવેલી અને સૌની મહેનત નું પરિણામ રશ્મિ ના રીઝલ્ટ માં જોવા મળ્યું, 85% સાથે તેણી એ ટોપ કરેલું. તે સમયે સૂરીન્દરે પૂરી કંપની માં પેંડા વહેંચેલા. ધો. 12 સાયન્સ સાથે પાસ કરી Pharm. D (ડોક્ટર ઓફ ફાર્માસી) માં એડમીશન લીધેલું. કોલેજ માં એક દિવસ તેણી ને થયું કે કોઈ તેને ચૂપકીથી જોઈ રહ્યું છે. પીછો કરતાં ખબર રહી કે તેના ક્લાસ નો એક છોકરો અમિત તેને જોઈ રહ્યો હતો. રશ્મિ એ ગુસ્સામાં પુછ્યું તો અમિતે ડરતા ડરતા કહી દીધું "I love you", રશ્મિ એ ખુશ થઈ ને હા કહી દીધી, આમ બંને વચ્ચે પ્રેમ થયેલો. ઘરે જ્યારે વાત કહી રશ્મિ એ ત્યારે સૌ કોઈ ના વિચિત્ર પ્રતિભાવો હતા કેમકે અમિત મધ્યમ વર્ગની વ્યક્તિ હતો જ્યારે રશ્મિ નો પરિવાર ભલે સુખી સંપન્ન હતો પરંતુ મની માઈન્ડેડ હતો, પૈસા માં સૌ કોઈ અંધ હતા. કડક થઈને સૌ કોઈએ ના કહી દીધી પરંતુ ઘરની એક વ્યક્તિ હતી કે જે રશ્મિ ના પક્ષ માં હતી અને એ હતા તેના દાદી, પરંતુ તેમની હાલત ઘરમાં વધી પડેલા સામાન જેવી હતી, અસ્તિત્વ તો હતું પણ કોઈ તેમની નોંધ લેતા ન હતા. રશ્મિ અને અમિત નો પ્રેમ પૂરા Pharm. D સુધી ચાલ્યો, કોલેજ પૂરી થયા બાદ બંને પોતાના છૂટા પડ્યા પરંતુ કોન્ટેક્ટ માં હતા. એક દિવસ અમિત સાથે વાત કરતા રશ્મિ ના પંચાતિયા કાકી જોઈ જાય છે અને તેની માતા ને ચાડી ફૂંકી દેય છે, તેની માતા તેને પૂરો દિવસ રૂમ માં પૂરી દે છે, રશ્મિ પૂરા દિવસ રડતી રહે છે રાત્રે રૂમ ખુલે છે. બીજી તરફ રશ્મિ નો દેહ ને ઘરે લાવવા માટે તૈયારી થઈ જાય છે, કાંપતાં હાથે સૂરીન્દર ડિસ્ચાર્જ કાગળ પર સહી કરે છે,રશ્મિ નું બોડી સોપવામાં આવે છે. ઘરે આવતા ની સાથે આખે આખો પરિવાર સમૂહ માં પોક મૂકે છે, એટલું કરુણામય વાતાવરણ થાય છે કે માનો હમણાં સૌના હ્રદય ફાટી જશે. એક મહિના પહેલા અમિત નો ફોન લાગતો ન હતો, તેણે તપાસ કરી તો તેના પગ તળે જમીન હટી ગઈ, અમિત નું કાર અકસ્માત માં મોત થયું હતું અમદાવાદ હાઈવે પર ગાડી લઈ ને જતી વખતે ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. તેણે માંડ માંડ આ વાત સાંભળી ને કંટ્રોલ કર્યો, આ વાત તેણે તેના ઘરના સભ્યો ને કહી ત્યારે તેઓએ કોઈ ખાસ પ્રતિકાર ન આપ્યો, ઊલટાનું તેના સદસ્યો એ તો કેવા કેવા જવાબો આપ્યા " સારું થયું મરી ગયો, આવા લોકો રસ્તા પર ચાલતા કીડા જેવા હોય છે", કોઈએ કહ્યું કે "સારું ને તારો રસ્તાનો કીડો હટી ગયો", તેની સાહેલીઓએ પણ કઈ ખાસ સાંત્વના ના આપી". રશ્મિ એ સ્યુસાઇડ કર્યા ના આગલા દિવસે રશ્મિ માટે રિશ્તો આવ્યો હતો, સુરત ના હીરા ના વેપારી ના દીકરા મિતુલ નો રિશ્તો હતો, મની માઈન્ડેડ સિંઘ પરિવારે રશ્મિ ને પૂછ્યા વિના નક્કી કરી દીધેલું, રશ્મિ હજી અમિત ના આઘાત માથી બહાર પણ નહોતી આવી અને તેની માથે જવાબદારી સોંપવાની તૈયારી તૈયારી થઈ રહી હતી, તેણે તેની માતાને કહ્યું કે તે હમણાં તૈયાર નથી પરંતુ મિતુલ જાણે દુનિયાનો છેલ્લા છોકરો હોય એમ બધા આ બંને નું ફિક્સ કરાવવાની પાછળ પડ્યા હતા. સ્યુસાઇડ કરેલું તે દિવસે રિશ્તા ને લઈને સૂરીન્દર અને રશ્મિ વચ્ચે ઝગડો થઈ ગયેલો અને ગુસ્સા માં બેકાબુ થયેલા સૂરીન્દરે રશ્મિ ને થપ્પડ મારી દીધી. રશ્મિ નું મગજ ફરી ગયું રાત્રિ ના ત્રણ વાગ્યા સુધી જાગી તે અને પછી તેણીએ પંખા સાથે પોતાનો દુપટ્ટો બાંધી ગાળા ફાંસો ખાઈ લીધો, સવાર માં સાડા પાંચ વાગે રશ્મિ નો ભાઈ ઉઠયો ત્યારે દરવાજો ન ખુલતા તેણે બળજબરી પૂર્વક ખોલ્યો અને રશ્મિ ને લટકતી હાલત માં જોઈ, ત્યારે સૌને ખબર પડી. રશ્મિ ના મૃતદેહને દુલ્હન ની માફક શણગાર કરી ને તેની અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય તેના પરિવારે લીધેલો. તે જે બ્યુટી પાર્લર માં જતી ત્યાં કહેવામાં આવ્યું પણ તેઓએ આગ્રહપૂર્વક ના પાડી આખરે જે વ્યક્તિને જીવતી શણગારી હોય તેના મૃતદેહ ને શણગારવા માટે હાથ કેમ ચાલતા ભલા. બીજા બ્યુટી પાર્લર થી સ્પેશિયાલિસ્ટ બોલાવ્યા, રશ્મિ માટે રૂ. 3000/- ની સાડી મંગાવી આખરે એક અનોખી અંતિમ યાત્રા જો શરૂ થવાની હતી. Download Our App