Shaurya seeks cure! books and stories free download online pdf in Gujarati

શૌર્ય શોધે ઈલાજ !

આવો સુંદર દિવસ હતો. શૌર્ય એ પોતાનો નિર્ધાર માતા તેમજ પિતાને જણાવ્યો. સ્વપ્નુ સાકાર કરવાનો દિવસ આવ્યો. દેશને માટે ફના થવાનો પ્રસંગ ઉભો થયો. શૌર્ય માતા અને પિતાનો એકનો એક  લાડકો દીકરો હતો.

બે વર્ષ પહેલાં માયા માસીનો  શૌર્ય માતા  તેમજ પિતાનું વચન ઉથાપી  જ્યારે લશ્કરમાં જોડાયો ત્યારે માએ રોકકળ કરી મૂકી. ખબર નહી જન્મતાની સાથે ફોઈબાને કેવી રીતે ખબર પડી કે મારા ભત્રીજામાં નામ પ્રમાણે ગુણ હશે ?

‘બેટા તું મારો એકનો એક દીકરો, લશ્કરમાં જઈશ તો અમે નોંધારા થઈ જઈશું ”

સાંભળે તો શૌર્ય શાનો ?

“મમ્મી તે મારું નામ શૌર્ય પાડ્યું છે, તો હવે કેમ પાછા પગલાં ભરે છે” ?

‘બેટા મમ્મીએ નહી ફોઈબાને ગમતું નામ હતું,આ તેમની પસંદ છે’ !

ગમે તેમ કરીને માયા મમ્મીને મનાવી લીધી. મંગળદાસ તો માસ્ટર મારે પણ નહી અને ભણાવે પણ નહીં તેવા હતા. લશ્કરની તાલીમ લેતા બે વર્ષ નીકળી ગયા. સમય મળ્યે શૌર્ય ઘરે આવતો. જ્યારે ઘરે આવતો ત્યારે માયા મમ્મી દિવાળી ઉજવે. શૌર્ય કહેતો, ‘જો હું પાછો આવ્યો. તું જરાય ચિંતા કરતી નહીં. ‘

માયાનો શ્વાસ હેઠો બેઠો. ધીમે ધીમે પીગળી ગઈ હતી. શૌર્યનું શરીર ખૂબ કસાયેલું હતું. તેના આખા દીદાર ફરી ગયા. શિસ્તનો આગ્રહી થઈ ગયો. પ્રધાનમંત્રી મોદીજીના રાજ્યમાં બરાબર દેશ ભક્તિનો રંગ  લાગ્યો હતો. બાકી વાણિયાનો દીકરો લશ્કરમાં જોડાયા  !

‘વો કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દિવાના’ !

આ વખતે શૌર્ય પાંચ દિવસની રજા માણી પાછો જતો હતો ત્યારે માયા માસીના પેટમાં ફાળ પડી. 'કદાચ હવે દીકરાનું મોઢું જોવા નહીં પામું.'

‘મમ્મી મને કંઈ નથી થવાનું’ કહી માતા અને પિતાના આશીર્વાદ લઈને શૌર્ય ઘરેથી નીકળ્યો.

પાકિસ્તાન, કાશ્મીરમાં ખૂબ ઘાલમેલ કરતું. પથ્થર મારો એકદમ સામાન્ય થઈ ગયો હતો. બહેન દીકરી તો ઠીક પુરુષ માણસ માટે પણ ધોળે દિવસે ઘરની બહાર નિકળવું ખતરાથી ખાલી ન હતું. જો દીકરી નિકળે તો તેમનું અપહરણ કરી તેમના પર જુલમ ગુજારતા. દીકરી પાછી આવે ત્યારે સમજી લેવું તેના પર જોર જુલમ થયો છે. નક્કી તેનું શિયળ ભંગ થયું છે. આવા વાતાવરણ માં માનવ શ્વાસ પણ કઈ રીતે લઈ શકે ? માનવીએ માનવતા નેવે મૂકી હતી. હિંદુઓ તો ઠીક મુસલમાનો માટે પણ ઘરની બહાર નિકળવું ખતરાથી ખાલી ન હતું..

જ્યારે ગોળીબાર થાય ત્યારે મુસલમાન વધુ હોવાથી તેમનો જ કચ્ચરઘાણ નિકળતો. પથ્થર મારો તો સાવ સામાન્ય હતો.

આવા સંજોગોમાં મોદી સરકાર કાશ્મીરમાં ઈમરજન્સી લાવવા વગર બીજો કરી પણ શું શકે? શૌર્ય શૂરવીરતાને કારણે પહેલી ટોળીમાં પસંદગી પામ્યો. તેની છાતી ગજ ગજ ફૂલી રહી.  જે કામ માટે માથે કફન બાંધીને નિકળ્યો હતો તે સુવર્ણ તક તેને પ્રાપ્ત થઈ હતી. મોદીજીની  દેશ પ્રત્યેની નિષ્ઠા ઘણા યુવાનોને જીવન જીવવાની દિશા સુઝાડતા. શૌર્ય તેમાનો એક હતો. કાશ્મીર જઈ તેની રમણિયતા આંખોથી પી રહ્યો. આવા સુંદર પ્રદેશમાં ચાલતી કરુણ અને આઘાતજનક પરિસ્થિતિ તેના હૈયાને હચમચાવી ગઈ.

જીવનમાં આ પ્રથમ સુવર્ણ તક તેને સાંપડી હતી. જે તેણે ઝડપી લીધી.  દેશભક્તિમાં રંગાયેલું તેનું તન અને મન ભારતમાતાને ચરણે ધરી પોતાની ફરજ બજાવી રહ્યો. એક રાતના ખબર નહી કેમ એને કાને કણસતી એક સ્ત્રીનો અવાજ પડ્યો. ધીરે ધીરે એ દિશામાં આગળ વધ્યો. શિયાળાની ઠંડી રાતના તે બે હાથ છાતી પર રાખીને પોતાની લાજ ઢાંકવાનો પ્રયાસ કરી રહી હતી.

સરહદ પર જવાવાળો જવાન કોઈ કોંગ્રેસ, બી જે પી કે સમાજવાદી નથી હોતો. એ ભારતમાતાની રક્ષા માટે બલિદાન આપવા વાળો કોઈ માનો પુત્ર છે. શૌર્યે કણસવાનો અવાજ સાંભળ્યો . ધર્મ અથવા મજહબ એ શબ્દોથી તેને શું લાગે વળગે ? ભારતમાતાની સુરક્ષા, નાગરિકોની સેવા એ તેમનો ધર્મ હોય છે.  ઠંડીથી બચવા પહેરેલું જેકેટ કાઢીને પેલી સ્ત્રીને આપ્યું. પ્રજાનું રક્ષણ કરનાર શૌર્યને એની ચિંતા ન હતી કે એ સ્ત્રી હિંદુ છે કે મુસલમાન ! ‘તે સ્ત્રી’માં સમગ્ર સ્ત્રી જાતિનું દર્શન થયું. જેની ભર બજારે કોઈએ લાજ લૂંટી હતી.

આ જગ્યાએ પોતાની મા અથવા બહેન હોત તો? એ પ્રશ્ન તેના દિમાગમાં સળવળી ઉઠ્યો. કણસતી સ્ત્રીને પોતાની જીપમાં બેસાડી પોલીસ થાણે લઈ ગયો. શૌર્ય બેચેન હતો. સ્ત્રીની ઉમર ૨૦ યા બાવીસથી વધારે ન લાગી. તેને સ્ત્રી કહેવી યોગ્ય ન લાગ્યું. કોઈ યુવતી હતી. તેના પર બળાત્કાર કરીને લુચ્ચા લફંગા ભાગી ગયા હતા. ગાડીમાંથી તેને ફેંકીને મરવાના વાંકે છોડી ગયા હતા.

પથ્થર મારો સાવ સામાન્ય હતો. વરસતા પથ્થરોની વર્ષામાં કામ કરી રહ્યા. એ તો જવાનોના નસીબ સારા કે હજુ સુધી શૌર્ય સાથે આવેલા કોઈ ઘાયલ થયા ન હતા. શૌર્ય જ્યારે તેને જીપમાં બેસાડી લાવ્યો ત્યારે થોડી શરીરમાં ગરમી આવવાથી એ યુવતી વાત કરી રહી હતી. તેની મા બીમાર હતી તે દવા લેવા નીકળી હતી. ક્યાંથી અચાનક ગાડી આવી ને તેને જબરદસ્તીથી ગાડીમાં ખેંચીને બેસાડી. લગભગ એક કલાક ગાડી ચાલી હશે. કોઈ અજાણ્યા ખંડેર જેવી જગ્યામાં તેને લાવ્યા હતા. ત્રણેક ખુસડ જેવા માણસો હતા. ઉર્દુ ભાષા બોલતા હતા,

ફાતિમા હવે એકદમ ચૂપ થઈ ગઈ હતી. તેને થયું અમારા જ બંદા આવું કામ કરવાના હોય તો ધા ક્યાં નાખવી ? અંધારાને કારણે તેને કોઈનું મોઢું ઓળખાય એવી શક્યતા ખૂબ ઓછી હતી. પોલીસ સ્ટેશન આવે ત્યાં સુધીમાં શૌર્યએ તેની પાસેથી ઘણી બધી વાતો કઢાવી.

ફાતિમાને લાગ્યું એ લોકો આતંકવાદી હતા. પાકિસ્તાનના હતા અને ભારતના કાશ્મીરમાં ઘૂસી આવ્યા હતા. કાશ્મીરમાં અરાજકતા અને અશાંતિ ફેલાવતા હતા. શૌર્યને અનુભવ થયો હતો. કાશ્મીરમાં રહેતા લોકો પ્રામાણિક હતા. તેમને આ દંગા ફસાદ જરા પણ પસંદ ન હતું.

ફાતિમાનું બયાન લઈ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હરણીની માફક ફફડતી ફાતિમાની ડોક્ટરી તપાસ કરવામાં આવી. શૌર્યના હાથમાં આ કેસ હતો એટલે એણે અથથી ઇતિ. સુધીની બધી વાતની નોંધણી કરાવી. બધું કામ પતાવી ફાતિમાને ઈજ્જત ભેર તેને ઘરે પહોંચાડી.

આતંકવાદીઓને ખબર પડી ભારતના એક હિંદુ સિપાઈએ ફાતિમાને ઈજ્જત ભેર  તેને ઘરે પહોંચાડી. બીજે દિવસે શૌર્યનું પગેરું શોધી તેનું નિકંદન કાઢવાનું નક્કી કર્યું.આખો દિવસ શૌર્ય કામકાજમાં ગૂંથાયેલો હતો. રાતના ઘરે જતી વખતે તેની જીપ પર બોંબ નાખી ભાગી છૂટ્યા.

આ બધા ગદ્દારો આપણા દેશના નાગરિક નથી એ શૌર્ય બરાબર જાણતો હતો. તેમને પૈસા અને માર્ગદર્શન બહારથી આવતું હતું. એ તો શૌર્યના નસીબ સારા કે જીપમાંથી ઉછળીને દૂર પડ્યો. ઘાયલ થયો હતો. મદદ આવી પહોંચી અને હોસ્પિટલ ભેગો થયો. પાછા પગ પર ઉભા રહેતા છ મહિના નીકળી જશે ! હોસ્પિટલની ખાટ પર પડેલો  શૌર્ય આ સમસ્યાનું સમાધાન શોધવામાં મશગુલ રહેતો !

શૌર્ય એ નોંધ્યું હતું, કાશ્મીરની પ્રજા ખૂબ શાંતિની ચાહક છે. આ આતંકવાદી હુમલાથી ત્રાહિમામ પોકારી ગઈ છે.  ઈલાજ ?