PUC in Gujarati Short Stories by Divya Modh books and stories PDF | પી.યુ.સી. અને પહેલી મુલાકાત

Featured Books
  • Safar e Raigah - 5

    منظر۔رات کا اندھیرا گہرا ہوتا جا رہا تھا اور راستہ دشوارگزار...

  • Safar e Raigah - 4

    اُسنے آگے پڑھنا شروع کیا ۔۔۔۔۔۔۔بیٹا ، عثمان ۔۔۔۔۔۔۔۔۔۔۔ میں...

  • طلاق شدہ لڑکی (قسط نمبر 1)

    یہ ایک مختصر افسانہ ہے.... جس میں محبت کے حقیقی جذبے اور معا...

  • Safar e Raigah - 3

    منظر ۔شهمیر نے ڈائری بند کی اور اس پر اپنا ہاتھ ہلکا سا ٹھپا...

  • مہلت

    مہلت مہلت لیتے ہوئے میں نے بات بدل لی۔ میں خواہشات اور ہنگام...

Categories
Share

પી.યુ.સી. અને પહેલી મુલાકાત

  પ્રિયા પોતાનું બાઈક સાઈડ પર કરી પી.યુ.સી  કરાવવા લાઈનમાં ઊભી હતી .  હા,પ્રિયાને બાઈક નો શોખ હતો . લાઈન બહુ  જ લાંબી હતી અને ઉપરથી એ લાઈનમાં છોકરીઓ બહુ જ ઓછી પણ શું કરે પ્રિયાએ તો સ્પેશિયલ પી. યુ.સી કરાવવા જ સમય નીકળ્યો હતો  એટલે એણે રાહ જોવા સિવાય બીજો રસ્તો જ  ન હતો. પ્રિયા લાઈનમાં ઊભી જ હતી ને અચાનક  એનું ધ્યાન પાછળ ગયું તો એણે જોયું કે એક છોકરો એની જ બાઈક પર બેસી ને સ્મોક કરી રહ્યો હતો ના પ્રિયા ને એ વાંધો ન હતો કે એ છોકરો  સ્મોક કરી રહ્યો હતો  પણ પ્રિયાને તો એ વાંધો હતો કે  પેલો એના (પ્રિયા)ના બાઈક પર બેસી ને સ્મોક કરી રહ્યો હતો,  એ પણ  જ્યાં આટલા વાહન હતા , લોકો હતા એવી જગ્યા પર. પ્રિયા તરત જ પેલા છોકરા પાસે ગઈ  અને  ગુસ્સામાં કેહવા લાગી  :ઓ.. હેલો મિસ્ટર , તમે પ્લીઝ થોડે દૂર જઈને સિગારેટ પીવો  અહી  કેટલા લોકો  છે, કેટલા વાહનો છે. પણ પેલા છોકરા એ કઈ જવાબ ન આપ્યો , એટલે  પ્રિયાથી રહેવાયું નહિ  એ ફરી બોલી:  તમે અહીંથી  આ બાઈક થી દુર જાવ.

   પેલા છોકરા એ પ્રિયા સામે જોયું  અને બોલ્યો:  મિસ બ્યુટીફુલ  અહી કોઈ પણ વ્યક્તિ ને પ્રોબ્લેમ નથી   , જેને પણ મારા સ્મોક થી પ્રોબ્લેમ હોય એ આવી ને મને કહેશે તો હું જતો રહીશ બસ..હવે તમે જાવ મેડમ લાઈનમાં ઊભા રહો. પ્રિયા પેલાના આવા તોછડા જવાબથી વધારે અકળાઈ અને થોડુ જોરથી બોલી  :  બીજાને હોય કે ના હોય પણ મને પ્રોબ્લેમ છે ઓકે.. કારણકે આ બાઈક જેના પર તમે બેઠા છો ને મહાશય , એ મારું  છે  તો ભલે બીજા કોઈ હકથી નહિ પણ  બાઈકની માલિક હોવાના હકે તો હું તમને અહીંથી ઉઠાડી જ શકું છુ . અને  ભલે  આપણે મોડર્ન બની   ગયા પણ છોકરી  નું બાઈક છે એ જાણી ને થોડી નવાઈ તો લાગે જ બસ પેલો છોકરો પણ બે મિનિટ જાણે કે પોઝ થઈ ગયો હોય એમ પ્રિયાને જોતો રહ્યો.  એટલામાં પ્રિયા બોલું: હવે ઉતારશો??  અને પેલો છોકરો ફટાફટ નીચે ઉતરી ગયો  પણ હા જતા જતા  પ્રિયાને  પોતાનું નામ પણ જણાવતો ગયો: અનુજ. પછી એ  લાઈનમાં જોડાયો , પ્રિયા પણ લાઈન માં ગઈ. 

  પાંચ દસ મિનિટ પછી એક ૬૦વર્ષના કાકા  લાઈન માં  આવ્યા . ખાસ્સી વાર સુધી લાઈનમાં ઉભા રહ્યા  પણ પછી એમનાથી  રહેવાયું નહિ એટલે એ લાઇનમાંથી નીકળી  પી.યુ. સી. નીકળનાર ભાઈ પાસે જવા લાગ્યા , એવામાં જ એક  જાણે એમને રોકયા અને લાઈન તોડવા બદલ ગમે તેમ બોલવા લાગ્યો. આ જોઈ  અનુજ  કાકાની મદદ કરવા ગયો  . એણે બધાને  કાકા સાથે આવું  વર્તન કરવા માટે ઠપકો  આપ્યો અને પછી કાકા ના હાથમાંથી કાગળિયા લઈ પેલા દુકાન વાળા પાસે ગયો અને કાકાનું કામ  કરી આપ્યું.

   પ્રિયા પણ આ બધું જોઈ રહી હતી  એણે  અનુજની આ આદત બહુ જ ગમી ગઈ અને  એના મનમાં રહેલો બધો ગુસ્સો પીગળી ગયો. બધાના નંબર આવતા આવતા સાંજ થઈ ગઈ  હતી . પ્રિયાનો નંબર આવ્યો.  થોડી જ વારમાં એનું કામ થઈ ગયું એટલે એ બાઈક પાસે આવી  . બાઈક ચાલુ કર્યું અને ત્યાંથી નીકળી. થોડે આગળ પોહચી ત્યાં પ્રિયા એ જોયું કે અનુજ  પોતાની બાઈક માં કઈ કરી રહ્યો હતો , એટલે પ્રિયા એ બાઈક રોકી અને અનુજ પાસે  જઈ  બોલી: ઓ હેલો અનુજ   શું થયું અહી કેમ? અનુજ પણ પાછળ ફર્યો  પ્રિયાને જોઈ  એટલે બોલ્યો: મિસ બાઈકર ને આમ બોલતા એણે થોડુ સ્માઇલ કર્યું.  પછી એ બોલ્યો: યાર બાઈક ધોકા દે ગઈ. એટલે? પ્રિયા એ પૂછ્યું. અનુજ કહ્યું: યાર બાઈકનું પેટ્રોલ પતી ગયું. આ સાંભળીને પ્રિયાને પણ થોડુ હસુ આવ્યું .  પછી એ બોલી:  તો હવે? કઈ નહિ ઓટો ની રાહ જોવું બીજું શું અનુજે પણ જવાબ આપ્યો.

    જો  તમને પાછળ બેસવામાં વાંધો ન હોય  તો હું તને તારી   જગ્યા પર મૂકવા આવી શકું છું.  બસ પછી અનુજ  પ્રિયા ની બાઈક પર બેઠો .   થોડે દુર ગયા  ત્યાં  અનુજે   કહ્યું  :મિસ બાઈકર  તને  ચા ગમે કે કોફી ?  એટલે લાઈન મારવાનું શરૂ એમ ને ? પ્રિયા હસીને બોલી . અરે  યાર શું કરું છોકરી ની બાઈક પાછળ તો બેસી ગયો  પણ હવે ઈજ્જત રાખવા કઈ તો કરવું જ પડે ને અનુજે પણ મસ્તી માં જ જવાબ આપ્યો. ઓહ..એવું? બાય ધ વે મારું નામ બાઈકર નહિ પ્રિયા છે  અને હા હું પ્યોર ચા લવર છું.  બસ પછી શું બંને જાણ ચા ડેટ પર ગયા અને    ત્યાં થઈ લાંબી વાતો અને નવા સંબંધ ની શરૂઆત.