Sangarsh Ek Sankalp books and stories free download online pdf in Gujarati

Sangarsh Ek Sankalp

સંઘર્ષ-એક સંકલ્પ

પરમ ગરવલિયા

આ મારી પ્રથમ ઇબૂક છે. સાહિત્ય જગતની અંદર પ્રથમ ડોકિયું છે. આ ઇબૂકમા મે સંઘર્ષ વિષેની ઘણી-બધી બાબતો કહી છે. આ ઇબૂક તમને મુશ્કેલીઓમાથી બહાર નીકળવા માટે મદદ કરશે. જીવન સાથે મહાન સંઘર્ષ કરવા પ્રેરશે. આશા છે કે વાચકોને ઇબૂક પસંદ આવશે.

ઈમેલ- Param.garvaliya99@gmail.com

મોબાઇલ- 9662399961

સંઘર્ષ એ જીવવાની કળા છે.માર્ગમાં આવતા પથ્થરો સાથેનું યુદ્ધ છે. જીવન નિર્માણની ગાથા છે. સંઘર્ષ માનવીને જીત તરફ લઈ જાય છે. આવયશ્ક હોય છે જીવનની ધારને મજબૂત કરવું અને એટલે જ એ ધાર એટલે સંઘર્ષ. જીવનનું બીજું નામ છે પરીવર્તન અને પરિવર્તન એટલે સંઘર્ષ.

વાસ્તવમાં,આ જગતમાં અસીમિત સૂર્યના પ્રકાશથી પણ અનંતગણો વધારે પ્રકાશ છે. હિંમતથી માણસ મહાસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

જેણે-જેણે સંઘર્ષ કર્યો તે જીત્યો જ છે. આ ઈતિહાસનું પ્રમાણ અને પ્રણામ બંને છે. અનેક યોદ્ધાઓએ આઝાદી અને રક્ષા માટે વર્ષોથી સંઘર્ષ કર્યા છે. પરંતુ,સંઘર્ષમાં હિમ્મત ન હોય તો પછી તે પાણીવિહોણા સરોવર જેવુ હોય છે. કહેવાય છે ને “હિંમતે મર્દા તો મદદે ખુદા “ હિંમત એ ભાવ છે જે વીરોના ધબકતા લોહીમાં વસ્યો છે.

જો માનવી પોતાની જિંદગીથી નિરાશ છે તો તે અજ્ઞાની છે. તે ગુલામ છે. જો આ ગુલામીમાથી આઝાદ થયું હોય તો સંઘર્ષ કરવો પડે. માત્ર ખોટા વિચારો કરવાથી માત્ર સમય જ સરી જવાનો છે. જે માણસ વિચારો તો મહાન કરે છે પણ સાકાર નથી કરતો એ વ્યર્થ છે. એ તો માત્ર ગાલિબના શેર જેવુ છે કે – “दिल बहलाने के लिए ख़्याल अच्छा है गालिब”

સંઘર્ષ એક રાગ છે કે જેને ગાનારો શીખે છે. સંઘર્ષ જીતની આશાઓ કાયમ કરે છે. કાર્યમાં સફળતા ન મળે તો નિરાશ થનારની ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ થતી નથી. સંઘર્ષ એટલે વીરતા.

સંઘર્ષના 3 પાયાઓ છે – હિંમત,શ્રદ્ધા અને ધીરજ. પણ, હા એ વાત પણ સાચી એ હમેશા કોમ્પિટિશનમાં ન પડવું. પણ, ઈર્ષા કદી ના કરવી. સાહેબની ગઝલ છે ને કે -

“खुदी को कर बुलंद इतना के

हर तक़दीर से पहले

खुदा बंदे से ये पुछे की

बता तेरी रज़ा क्या है”

દરેક માનવી એક દિવ્ય શક્તિઓનો ભંડાર છે. હું વાત કરું છુ પોતાની અંદર રહેલા રાગ,મોહ,મદ,લાલચ,ક્રોધને અંકુશીત કરવાની. આપણે કોમ્પિટિશન કરી-કરીને પોતાને ચકાસીએ છીએ અને ચકડોળે ચડીએ છીએ.

સાહસ,સમજ,સંઘર્ષ – એજ સંકલ્પ

સાચી વાત તો એ છે કે આપણે હંમેશા જીતની પાછળ દોટ લગાવીએ છીએ અને ઈર્ષાના કાળા વાદળોને જીવીએ છીએ. પછી સફળતા કેમ મળે ? આગળ કહ્યુ તેમ ધીરજ અને શ્રદ્ધા ન હોય તો દરેક પ્રયત્ન નાસમજ છે. એટલે સાહસ સમજદારી અને સંઘર્ષ એજ સંકલ્પ.

સંઘર્ષ અને પુરુષાર્થમાં થોડું અંતર છે. સંઘર્ષ કાર્ય તો પુરુષાર્થ પરિણામ અને પરિમાણ પણ મહેનત તો સદા રંગ લાવે છે અને સંઘર્ષ એ જીવનના તૂટેલા માર્ગને વ્યવસ્થિત કરવા પ્રેરે છે. આશાઓના કિરણોનું નિર્માણ કરે છે. આમ વિચારીએ તો સંઘર્ષ અને પુરુષાથ બને સમાન જ છે. ખેતર ખેડનારા ખેડૂત ને પાક જ મળે છે. મહેનતથી આશા અને આશાથી સમૃદ્ધિ અને સમૃદ્ધિ થી સુખો પર શાસન અને શાસનથી પરિવર્તનનો પવન

સંઘર્ષનો મૂળ અર્થ છે પરિવર્તન સાથે અનુકૂળતા સિદ્ધ કરવી. જે વ્યક્તિએ આ પરિવર્તનના નિયમને પોતાના અંતરમાં પ્રગટાવ્યો એ મહાન બન્યો. સંઘર્ષનો મતલબ એમ નથી કે એ જીત અપાવે પરંતુ, તેનો અર્થ છે પરિવર્તન. પછી મહાભારતના અર્જુનના બાણોથી નીકળતા અંગારાઓ કે પ્રતાપની ધબકતી તલવાર કે શિવાજીની જયજયકાર કે પછી ગાંધીની સત્યની રોશની હોય – તે એક સંકલ્પ સંઘર્ષથી જ જીવિત છે. ઇતિહાસમાં અમર છે.

સંઘર્ષ એજ સંકલ્પ કરનારની સામે દુનિયા નત મસ્તક છે અને બેસીને રહેનાર ને દુનિયા ઝૂકાવે છે.

વાસ્તવમાં, વિશ્વ સાગર છે. સંઘર્ષ જીવનને મહાન બનાવે છે. પ્રયત્ન કરતાં રહો તો દરેક વસ્તુ પ્રાપ્ત થઇ જાય કારણકે, પ્રકૃતિનો નિયમ છે- સર્વમાં તે અને તેમાં સર્વ

સંસારનો આ સાર છે જે સમ+સાર છે તે સંસાર છે.

સંઘર્ષ એ આત્માની શુદ્ધિ માટે હોય કે આઝાદી માટે હોય કે કોઈપણ કારણસર હોય તે તેની સાથે સંકલ્પ,ન્યાય,સમજ ભળે તો સોનામાં સુગંધ મળે.

મહાનમાં મહાન લોકો પ્રયત્ન છોડી દે છે.પરંતુ, તેને કદી છોડવો જોઈએ નહીં.

પર્વત પણ ઝૂકે છે પ્રભાવથી;

દુનિયા ઝૂકે છે પ્રયત્નથી.

લડો ખુમારથી, જીતો સમજથી

ન મળે તો સંઘર્ષ કરો પ્રયત્નથી

સાહસ,સમજ,સંઘર્ષ – એજ સંકલ્પ

આ દુનિયામાં જો કલ્પનાને સાકાર કરવી હોય તો મહેનત,હિંમત અને લગન હોવી જોઈએ.આ વાત જેને સમજાણી છે તે કલ્પનાની ઉડાન ભરીને સાકાર થયો છે. જીવનમાં સંઘર્ષ સફળતા નહીં, શિક્ષા આપે છે. સંઘર્ષ એ ઉત્તમ છે.

આમ,સંઘર્ષ એ જીવન જીવવાની કળા છે.