Mare to engineer banvu chhe books and stories free download online pdf in Gujarati

મારે તો એન્જીન્યર બનવું છે!

મારે તો એન્જીન્યર બનવું છે!

Piyush M Kajavadara

https://www.facebook.com/kajavadara


જયારે ૧૦માં માં હતો ત્યારે પરીક્ષા દઇને બહાર આવ્યો લગભગ છેલ્લી પરીક્ષા હતી અને ભાઇ લેવા માટે આવેલો પરીક્ષા ત્યારે તો બોવ મસ્ત જતી ખબર નહી કેમ અને ભાઇ સાથે ઘરે જવા માટે નીકળયો તો ભાઇએ પુછ્યુ શું કરવુ છે આગળ જઇને? ભાઇડો તો મોજ માં હતો બોલી ગયો મારે ને! મારે તો એન્જીન્યર બનવું છે... એ એક વાત હજુ ભોગવી રહયો છું. મને પણ ખબર ના હતી કે એ કેમ બોલી ગયો.
પછી ભાઇ કહે કયો એન્જીન્યર?
મેં કીધુ ગમે તે બસ આપડે તો એન્જીન્યર બનવું એટલી ખબર છે.
સમય જતા કયા વાર લાગે ૧૧ મુ પત્યુ જેમ તેમ લગભગ ૬૨-૬૪ પરસન્ટેજ સાથે પછી ખબર પડી એટલા એ કશું ભી નહી થાય મહેનત કરી ૧૨માં બહુ નહી પણ ૧૧ માં કરતા થોડી વધુ ત્યારે થોડાે હોર્મોન્સ નો પ્રોબલ્મ હતો ગમે ત્યાં િદલ લાગી જતું. તો પણ ૭પ પરસન્ટેજ સાથે પુરુ કરયુ અને પછી ટાઇમ આવ્યો કોલેજીયન બનવાનો ખબર નઇ કેવી ખુશી નીકળતી હતી અંદરથી.
અને થોડા સીનીયર પાસેથી સલાહ લીધી તો બઘાએ અલગ અલગ આપી. તો બઘાને મુકયા તડકે ને જાતે િવચારયુ તો બોવ ભાન ના પડી ને ગામના છેડાની પાલનપુરની ગવ્રમેન્ટમાં સીવીલમાં એડમીશન મળયુ. જામ્યુ નહી બોવ પાછુ બદલાવ્યુ તો ફરી ગામનો છેડો મેહસાણા આવ્યુ હજુ કોલેજ બની નોતી અને એ આપણને શું એન્જીન્યર બનાવશે. હજુ એક ચાન્સ હતો અને એ ચાન્સમાં આવીને પડયો પારુલનાં કેમ્સમમાં. હવે ખુશી હતી કે દુખ એ ત્યારે ખબર નોતી પણ ચાર-પાંચ કેતા હતા ત્યાં છોકરીઓ બોવ મસ્ત અને રંગીન જોવા મળશે એ વાતની તો ખુશી હતી પણ ત્યાં આવ્યો પછી ખબર પડી બસ જોવા જ મળશે બીજુ કશું નહી થાય એતો અહીં પણ મળતી જોવા ફરક શું રહયો બન્નેમાં?

ચાલો કાઇ નહી આવી ગયો પછી શું કોઇનો વાંક તો હતો નહી મન પડે ત્યારે ઘરતો પહોંચી જવાય જલ્દી બીજુ શું..
કોલેજનો પહેલાે દિવસતો કોને ભુલાય પણ મારો તો યાદ રાખવા જેવો જ નથી. કોલેજ આવ્યો બહારથી જોય વાહ! કોલેજ તો મસ્ત છે એમ કરીને બહારથી ગુલ્લી. પહેલા િદવસે કોઇ ભાગે? પણ મેં ભાગી જ ગયો. ના કલાસ જોયો ના કલાસ સર ને જોયા અને ના તો કલાસમાં બેઠેલા સ્ટુડંટને આપણે ગુમ.. ત્યારથી લઇને આ ચાર વર્ષમાં મને ખબર ત્યાં સુધી લગભગ બઘુ ભેગુ કરી નીરાતે હીસાબ મારીયે તો ગણી ગણીને ૬ મહીના પણ આખા તો નથી જ ભરયા પણ હવે શું હિસાબ મારીને હવે તો એન્જીન્યર બની ગયો ને થોડી કલાસ-મેટની કૃપાથી અને થોડી રુમમેટ એ પણ જતા જ એપ્લીકેશનમાં સાઇન કરાવવા પણ કરીના દેતુ કોઇ અને લાસ્ટમાં બોવ બઘી મારા કલાસસરની કૃપાથી.
મારી પાછળ બોવ મેહનત કરી ત્યારે જ તો સાત-સાત સેમેસ્ટર ડીટેઇન લીસ્ટ માંથી બહાર કાઢયો. બાકીતો કયારનો ઉડી જાત મૈં. એમને જોઇને સર કેવાનુ મન ના થતુ ભાઇ જેવી ફિંલીગ્સ આવતી મારા ભાઇની અને એમની ઉંમર લગભગ સરખી હશે પણ ભાઇ કેત તો થોડુ વધુ માખણ લાગે એમ હતુ એટલે એ જવા દીધુ અને જેમ ચાલતુ એમ ચાલવા દીધુ.

વાત હતી કોલેજની તો આ કોલેજ માં બઘુ જોવા મળયુ છે પહેલા દિવસે આવ્યો તો નાના છોડ હતા તે જ છોડને છેલ્લા દિવસે વૃક્ષ બનેલા જોયા મેં અને તે સાથે સાથે મોટા અને ધીમે ધીમે સમજણા બનતા થયા છીએ. ફરક એટલો તે છાંયડો આપતુ થયુ અને મેં બીજાની મદદ કરતો. કોલેજમાં મોટા ગાર્ડન પણ જોયા ત્યાં કોઇને બેસવા ના દેતા એ અલગ વાત છે.અને પછી આ પરીક્ષાનો લોડ બોવ આપ્યો અને બાકી રેતુ હોય તો એકસ્ટરનલ સાથે ઇન્ટરનલ વાયવા ભી રાખે. અને વાયવાના એ સવાલ ને ઉપરથી આપણા જવાબ. જવાબ સોરી ત્યાં ખાલી સવાલ જ હતા જવાબ માં આપડુ એ કોઇને મારીને ચાલ્યુ ગયુ હોય એવુ મૌં હતુ જાણે આપણને કોઇએ ૨-૩ દિવસથી ખાવા જ ના આપ્યુ હોય તેવુ.
પણ આ બઘુ ભેગુ કરતા જ બની ગઇ કોલેજલાઇફ.

"થોડી ખરાબ અને બોવ સારી
કોઇકને રડાવતી તો કયારેક એટલુ જ હસાવતી
ધુમાડા ઉડાવતી તો પાર્ટીઓ બનાવતી
દિવસે સુવડાવતી અને રાતમાં જગાડતી
કોઇને ગર્લફ્રેન્ડ ના બનતી તો કોઇની ગર્લફ્રેન્ડ રડાવતી
આખુ સેમેસ્ટર કોઇના ભણતું ને છેલ્લી રાતે બઘુ આવડતુ
રુપાળી છોકરી જોઇને મનમાં મલકાતુ નામ ભલે ખબર ના હોય પણ ભાભીનું બિરુદ અપાતુ
કોઇનું ફીગર છે હોટ તો કોઇનો ફેસ છે કલીન અેટલે જ તો બઘા છે કોલેજલાઇફમાં લીન
લીન માં ને લીન કયારેક થઇ જાય છે કોઇકનો સીન.."

એમાં લાસ્ટમાં ફેરવેલની તો મજા કાઇ અલગ હતી. પહેલી વાર લાગ્યુ ના કલાસમાં યુનીટી તો હતી. અને એ બઘાનો ૨ પેક મારીને આવ્યા હોય એવો ડાન્સ અને પછી જમવાનું અને એના પછી મસ્ત મનોરંજન થોડુ પેટતો ખાલી થઇ જ ગયેલુ હસી હસીને.
અને લાસ્ટમાં છુટા પડયા ત્યારે બઘાના ફેસ પર સ્માઇલતો હતી પણ અંદરથી દુખી પણ હતા આ પહેલીને છેલ્લી પાર્ટી હતી હવે તો આમ નહી મળીયે કયારેય અને ખાસ એ સર ના ચેહરા પર થી ચોખ્ખું દેખાતુ હતું. સરનો એ ચેહરાે પડી ગયો હતો એક ખાસ બોન્ડીંગ થઇ ગયેલી આ ચાર વર્ષમાં જે લગભગ નહી તુુટે અને કોલેજની બીજી અને સરની એ પહેલી બેચ સરને હંમેશાં યાદ રહેશે.
પણ વાત એમ આ ચાર વર્ષમાં શીખ્યા શું?
પાકકા એન્જીન્યર બન્યા કે કાચા?

આમાંથી એક પણ નહી બન્ને વચ્ચેના બન્યા અમે તો. કારણકે પાસે નોકરી નથી અને ઉપરથી સાવ બેરોજગાર છીએ પણ લાંબો ટાઇમ નહીં કોઇને તો જરુર પડશે જ ને આપણી.
અને શીખ્યા તો બોવ બઘુ સૌથી પહેલા સંબંધ બનાવતા શીખ્યા. અને સંબંધ જયારે તુટવાની અણી પર હોય ત્યારે રહેલી મિસઅન્ડરસ્ટેડીંગ દુર કરી વધુ મજબૂત બનાવતા શીખ્યા.
કોની સાથે કેમ વર્તન કરવું કયાં શું બોલવું ને કયાં નહી એ. અને કયારેક પૈસા ના હોય તો ખાલી ખિસ્સા માં દિવસ કાઢતા અને બીજા કોઇની આવી મજબુરી માં મદદ કરતા.
અને છેલ્લી ખાસ વાત ખાલી ખિસ્સે સપના જોતા શીખ્યા અને એ જ સપનાને ઉડાન આપી હોંસલો વધારતા પણ.
એન્જીન્યર બન્યા કે નહી એ નથી ખબર પણ એક સારા માણસ જરુર બની ગયા.

ઘણા બઘા િમત્તો મળયા અહીં થોડા સારા થોડા ખરાબ તો થોડા લુખ્ખા તો થોડા િદલદાર. થોડા સાયકો તો થોડા હોનહાર, થોડા પ્રેમાળ તો બીજાની હાથમાં હોય તલવાર. જેવા મળયા એવા પણ બઘા જ રહયા દિલની બોવ પાસે. સમય મળયે યાદ કરજો કારણકે બોવ બઘી યાદો છે આપણી પાસે.

અને લાસ્ટમાં ઓછા માર્કમાં પણ સંતોષ લેતા શીખી ગયા...
ગમે તે કહો પણ કોલેજનો સમય એક સોના જેવો હોય છે હકીકતમાં કોલેજ કાળ નહી પણ શાળાનો સમય પણ એવો જ હોય છે. કોલેજ માં આવીયે એટલે શાળા યાદ આવે અને કોલેજ પતાવીએ એટલે પછી કોલેજ યાદ આવે પણ જીવનમાં પરિવર્તન જરુરી છે અને એના માટે આપણે બધુ સમયસર છોડવું પણ જરુરી છે ૩૦ વર્ષના થઇએ પછી કોલેજ જતા હોઇએ એ સારુ ના લાગે ત્યારે આપણા શેડાળા છોકરાને શાળાએ મૂકવા જતા હોઇએ એ જ સારું લાગે.
અને શાળા માંથી કોલેજમાં આવીએ એટલે સ્વાભાવિક છે થોડાે તો અહંકાર જન્મ લે જ છે. ત્યારે જ અમૂક મિત્રો છૂટી જાય છે અને તે કયારેય પાછા મળતા નથી જેનો ખરો અહેસાસ કોલેજ પત્યા પછી જ થાય છે. પણ જેઓ આ બુક વાંચે છે અને કોલેજમાં જ છે તે મારું માનો તો અહંકાર મૂકીને એકવાર જૂના મિત્રો જે છૂટી ગયા છે તેને બધુ ભૂલીને ગળે વળગાડી લેજો એમને કારણકે અહીં ભણતર કરતા ગણતર વધુ જરુરી છે. મેં તો ધણા મિત્રો ગુમાવ્યા છે અને હજુ સુધી અહંકાર વચ્ચે આવે છે કારણકે સંબંધને જયારે સમય નથી મળતો ત્યારે તે નિખાલસ બની નિરસ બની જાય છે એકદમ બે જાન. એટલે જ મેં જે કરયુ છે એવું તમે કોઇ ના કરતા. અહીં બધાનો થોડાે થોડાે વાંક હોય જ છે એટલે બીજાનો જ વાંક છે એવું કયારેય ના વિચારવું અને માફી માગી લેવી.
બસ ઇજનેર બનવાની આ પ્રોસેસ માં બીજુ કાઇ શીખ્યાે કે ના શીખ્યાે બસ માણસ અને સંબંધને સાચવતા શીખી ગયો.