Mahima Bhag - 1 books and stories free download online pdf in Gujarati

મહિમા ભાગ - 1

અર્પણ

જીંદગીની પરીક્ષામાં પાસ કરનાર,

જીવનની એક નવી રાહ બતાવનાર,

વિચારોને ચીંખરની ટોચ પર લાવનાર,

અધુરા સપનોને હક્કિતમાં પૂરા કરનાર,

શબ્દોથી ન વર્ણવી શકાય તેવી અને,

જેનો મહિમા ગાતો થાકતો નથી તેવી,

મારી બેસ્ટ ફ્રેન્ડ "મહિમા"ને અર્પણ.


  • લફરા થાય છે.
  • ખુશ્બુના નામે તો ખોટા ફુલ થાય છે.

    વિશ્વાસના નામે તો હવે ઘાત થાય છે.

    નાની અમથી વાતમાં હવે મોટા ધિંગાણા થાય છે.

    સાધુંના નામે તો હવે ચેતરવાનાં ધંધા થાય છે.

    પૈસાના નામે તો હવે પાંપ થાય છે.

    લગ્નના નામે તો હવે દહેજનાં વાયદા થાય છે.

    ડૉકટરના નામે તો હવે દવાખાનાં થાય છે.

    રસ્તાના નામે તો હવે કરોડોનાં કૌભાંડ થાય છે.

    ધર્મના નામે તો ધરમકોમના જગડા થાય છે.

    શિક્ષણના નામે તો હવે ટયુશન થાય છે.

    વ્યસનના નામે તો હવે પૈસાનું પાણી થાય છે.

    ઇજ્જતના નામે તો ખુલે આમ આબરુ લટાય છે.

    "સંગી" પ્રેમના નામે તો હવે "લફરા" થાય છે.

  • સંગીઅખિલ "અખો"

  • ભુંકપ
  • ભસાવથી ભાગતો, ભટકતો, ભુંજમાં ભુંકા બોલાવતો,

    કચ્છમાં માંડુજનની હાલત બગાડતો,

    ચોટીલા, સાયલા, લીંબડીના રસ્તે ચડતો

    રાજકોટના રેસકોસમાં ફરતો, મોટી મોટી ઇમારત ધરાશય કરતો,

    અમદાવાદમાં આટાં મારતો, ખોટે ખોટો ભટકતોને,

    કાંકરીયાને ઉલેસ્તો, દર્ગાહ, મસ્સિદને ડોલાવતો,

    સુરતના શેઠીયાની હાલત બગાડતોને જઈ,

    ડાકોરના મંદિરે – મંદિરે નમતો, ધજાને ધ્રુજાવતો,

    ભાવનગરમાં જઈને ભંભક બોલાવતો,

    મહુવા, તળાજા, પાલીતાણાના ડુંગર ડોલાવતો,

    ગીરના સાવજની સાથે ડણકુ બોલાવતો,

    પહાડ પર ચડતો, પથ્થરને પાડતો, તોય જરા ના ડરતો,

    ગામડે-ગામડું ધમરોલ્તો, પશું-પંખીને મારતો,

    ખેડુંતના ખેતરે - ખેતરે આંટો મારતો,

    અવની પર હાહાકાર બોલાવતો, સાગરને ચલકાવતો, ધરણી ધ્રુજાવતો,

    આગળને આગળ વધતો, "ભુંકપ" ઠાકતો ત્યારે ધીરેથી હેઠો બેસ્તો.

  • સંગીઅખિલ "અખો"

  • પ્રેમ
  • રોજ "અખો" "મહિમા" ગાતો રહ્યો છે પ્રેમનો

    તોય હજી ક્યાં પામી શક્યો છે પ્રેમને

    કારણ ચોરી ગયેલો શંણગાર છે પ્રેમ

    વિતિ ગયેલી વાત છે પ્રેમ, નજર-નજરથી વાગેલો છે પ્રેમ

    તનમાં ટાંઢક બની પામેલો છે પ્રેમ, નવાં-નવાં યુંગલોનો પ્રગરંવ છે પ્રેમ

    મધમીઠી મુસ્કાન છે પ્રેમ, હકિકતમાં અવ્યાખ્યાઈત છે પ્રેમ

    ગમતી વ્યક્તિને ખુશ રાખવાનો નુસ્કો છે પ્રેમ

    તણખલા વગર બાંધી રાખતો માળો છે પ્રેમ

    તાજમાં શણાયેલો છે પ્રેમ, ચુંબનમાં જોઈલો છે પ્રેમ

    આપી શકો એટલો ઓછો પડે પ્રેમ, લઇ શકો તેટલો ઓછો પડે પ્રેમ

    "સંગીઅખિલ"ની વાત સાથે છ બાય છ ની સ્ક્રિન પર,

    જેનો ફોટો ચિતરાય છે તે પ્રેમ

  • સંગીઅખિલ "અખો"

  • શુદ્ધ પ્રેમ
  • સૌ ટકા (100%) શુદ્ધ્ર પ્રેમ કરવો છે.

    ભેળસેળ વગર પ્રેમ કરવો છે.

    નિસ્વાર્થ ભાવથી, નિર્વિઘ્નથી, નિરાકાર વગરનો

    લાંશ, લાલશ, લડાયને, લેદે વગરનો

    કપટ, કંજુસાય, કાયરતા, ક્રુતા, કઠિનતા વગરનો

    એકરારથી, ઇન્તજારથી, એતબારથીને, અતિશુદ્ધ્ર પ્રેમ કરવો છે

    આંખથી અમી વેરતો, હૈયાને ટાઢક આપતો

    ત્રાજવામાં તોલ્ય વગરનો અને વજન કર્યા વગરનો

    ભંય, ભીસણને ભણકાર વગરનો

    આગ, અંધકારને અડસણ વગરનો

    મધમીઠી મુસ્કાન જેવો, કંડક મીઠી ચા જેવો

    ચંદ્રને ચકોરી જેવો, સારસને સારસી જેવો

    "પરી"ને પુછી રહ્યો છે "અખિલ"

    શું સૌ ટકા શુંદ્ધ પ્રેમ જોવા મળે છે. ?

  • સંગીઅખિલ "અખો"

  • ઇતમારો પ્રેમ છે.
  • જેના ખંભા પર માથું મુકી રડી શકાય તો ઇતમારો પ્રેમ છે.

    જેનું પલ્લુ પકડીને થોડું ચાલી શકાય તો ઇતમારો પ્રેમ છે.

    મસ્તમજાની ખુશ્બુનો એહસાસ કરાવે તો ઇતમારો પ્રેમ છે.

    નકામા શબ્દો જેની ગઝલ બનાવે તો ઇતમારો પ્રેમ છે.

    જેને જોતા જ જો નજર જુકી જાય તો ઇતમારો પ્રેમ છે.

    એકલા હોવા સતા જેનો એહસાસ થાય તો ઇતમારો પ્રેમ છે.

    બંધા હોવા સતા જેનો ખુટતો ચહેરો જોવાનું મન થાય તો ઇતમારો પ્રેમ છે.

    પાણીનો અર્ધએઠો ગ્લાસ જો પીવાનું મન થાય તો ઇતમારો પ્રેમ છે.

    જેના વિચારોના દરીયામાં ડુબી જાવ તો ઇતમારો પ્રેમ છે.

    મૌનમાં પણ જેની સાથે વાત કરી શકાય તો ઇતમારો પ્રેમ છે.

    હોળીના રંગમાં જેની સાથે રમવાનું મન થાય તો ઇતમારો પ્રેમ છે.

    મિત્રો જેના સમ દયને બોલાવે તો ઇતમારો પ્રેમ છે.

    "મહિમા" આ પ્રેમનો સાંભળતાં જેનો ચહેરો સામે આવે છે તો ઇતમારો પ્રેમ છે.

  • સંગીઅખિલ "અખો"

  • ગુરુ – પ્રભુની શોધ
  • અજનબી પંથ પર ચાલીને શોધી રહ્યો છું ,

    હૈયામાં નામ રાખીને શોધી રહ્યો છું ,

    આંખોમાં છબી રખીને શોધી રહ્યો છું ,

    મારી બંને તરસ્તી આંખે શોધી રહ્યો છું ,

    પરમાત્માં સુધી પહોચવા માટે શોધી રહ્યો છું ,

    ભણકારના અવાજમાં શોધી રહ્યો છું ,

    લખસોરાચી ટાળવાં શોધી રહ્યો છું ,

    અમાસનાં અંધારામાં શોધી રહ્યો છું ,

    વ્યંમનાં વ્યોમી વાદળોમાં શોધી રહ્યો છું ,

    મળશે એના વિશ્વાસે શોધી રહ્યો છું ,

    સ્વાર્થ- નિસ્વાર્થ ભાવથી શોધી રહ્યો છું,

    નયનની નજરુથી શોધી રહ્યો છું ,

    મનની મેડિયે જયને શોધી રહ્યો છું ,

    દિલ – દિમાગથી શોધી રહ્યો છું ,પ્રભુની શોધમાં સંગી’’, શોધી રહ્યો છે ગુરુ ‘‘અખા’’ને

    - સંગીઅખિલ "અખો"


  • આશીર્વાદ
  • વિજ્ઞાનનું એવું જ્ઞાન દે, મળવાનું એક એવું મુકાન દે

    નિર્ખતી આંખને નિર્ખી લેવા દે, અંધારી રાતમાં અજવાસ દે

    અંધકારને ત્યાગે તેવું આંખોમાં તેજ દે, સુ-વાક્યમાં શ્વાસ દે

    જગતમાં પ્રસરે તેવું એક વર્દાન દે, ગગન તારલાને સુમવાની શક્તિ દે

    જોઈ લવ અવકાશને એવી ઉડવાની બે પાંખ દે

    નાનકડી આગળીઓમાં જાઝું જોર દે, પગ ચાલે તેવી પગડંડી ગોતી દે

    જોઈલવ આ વિશ્વને એવી બારી ખોલી દે

    પુરુષાર્થનું ભોજનને ,તનને ટકાવવાની શક્તિ દે

    ભંયને ભાગીને નિર્ભયને સર્જન કરી દે

    કલમ – કટારી હાથે સજાવી દે, બખ્તરને સીને સે લગાવી દે

    શત્રુની સામે યુધ્ધમાં વિજ્ય દે , ગુરુની સાથે રહેવાની ઘંડી બે ઘંડી દે

    સાચા તારા ચરણનાં ‘‘સંગીઅખિલ’’ને આશીર્વાદ આપી દે

    - સંગીઅખિલ "અખો"


  • લક્ષ્મણની વેદના
  • લક્ષ્મણ કહે છે મારે વિરહની વાતૂં કોને કહેવી ?

    મારો રુદિયો રુવે છે રોજ રાતે રે ... ...

    લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...

    ભાઇ – ભોજાય મારા માત-પીતા સમાનને .... (2)

    દુઃખની વાતુના કરાય રે....

    લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...

    નૈને નિંદ્ધ્ર ના આવેને .... (2)

    એ તો ઉર્મિલાને વિચારે રે...

    લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...

    સંગા-વાહલા દુર છેને... (2)

    સખા-સંબંધી કોઇ નહિ મારી પાસે રે...

    લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...

    જંગલ-જંગલ ભટકતો ફરુ છુને... (2)

    વિરહની વેદના વેઠતો રહું છું રે...

    લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...

    સરિતાના જળને ના સમજાવાયને... (2)

    પશુ-પંક્ષીના સાંભળે વાત મારી રે...

    લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...

    વનની તે વનરાયને રડાવે છે...(2)

    લક્ષ્મણ વાતુ કરીને વેદનાની રે...

    લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...

    "અખિલ" વિશ્વના નાથની સાથે .... (2)

    વાતુ કરુ શું વારી રે... વારી રે...

    લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...

    - સંગીઅખિલ "અખો"


    9. આદત

    શરાબને પીને નશો તો લીધો, પણ શરાબે પછીથી એને પકડી લધો.

    છોડવા મથે પણ છુટે નહિ, બોટલ ખાલી થયા વગર ટુંટે નહિ.

    જમીન-જાઇદાદ વેચીને, ઇજ્જત-આબરું ખોતા થયા છે.

    ઓરત પર અવળી નજરને રાખી, એકલી જોઇને આડા ઉભા છે.

    નશામાં ભાન ભુલીને, છોકરીને છેડતા થયા છે.

    શરમ વગરના થઇને, સંબંધને ભુલી ગયા છે.

    સેવન શરાબનું કરતાં, પોતાનું ભાન ભુલી ગયા છે.

    પેક પર પેક બનાવીને પીતાએ, શરાબથી શરીરને ચલાવતાં થયા છે.

    "અખિલ" કહે છે એ લોકો, આજે પાયમાલ થયા છે.

  • સંગીઅખિલ "અખો"

  • જરૂર નથી
  • હું માંગુ અને તું આપે દિલ, એ મને મંજુર નથી.

    દયદે દિલ મફતમાં સોદાબાજી મને મંજુર નથી.

    કરુ છુ પ્રેમ, એ સાબિત કરવાની જરૂર નથી.

    થયો હોય તને પણ પ્રેમ, તો દિલને દિલથી સ્વીકારી લે.

    ખાલી ખોટો પ્રેમનો "મહિમા" ગાવાની જરૂર નથી.

    ચાલતો રહું છું, આ જીંદગીની સફરમાં મુસાફર બનીને,

    બાકી તારી પાંછળ-પાંછળ ફરવાની જરૂર નથી.

    આવવું હોય તો હાલ મળવા કે મુલાકાત કરવાં,

    બાકી વાટ જોતા રહેવાની જરૂર નથી.

    "અખિલ" મનની વાત મનમાં રાખીને,

    દુર રહીને વેંદના વેઠવાની જરૂર નથી.

    હોય જો દિલમાં એક જ વાત તો વાત કરવાની જરૂર નથી.

    સુખ-દુઃખના સરવાળા કરવા ચાલ આવવું હોય સફરમાં સાથે,

    બાકી મુરદા જેવા માણસને મનાવવાની જરૂર નથી.

  • સંગીઅખિલ "અખો"
  • 11. એવુ લાગે છે.

    અક્ષર પણ એજ હોય છે.

    શબ્દ પણ સાંભળેલા જ હોય છે.

    બસ વાક્ય બદલાયું હોય એવું લાગે છે.

    હાવ-ભાવ પણ માણસના એજ હોય છે.

    માંગણીઓ પણ માણસની એજ હોય છે.

    બસ માણસ બદલાયો હોય એવુ લાગે છે.

    દિવસ-રાતનો સમય એટલો જ હોય છે.

    દિવસનું તેજ અને રાતનો અંધકાર એજ લાગે છે.

    બસ સમય બદલાયો હોય એવું લાગે છે.

    અપતા વાયદાઓ એજ હોય છે.

    કૌંભાડોના કારીગરો તો એજ હોય છે.

    બસ સરકાર બદલી હોય એવુ લાગે છે.

    રસ્તો ઘરથી કબર સુધી એજ હોય છે.

    જીંદગીની સફરતો એટલી જ હોય છે.

    બસ વાહનો બદલ્યા હોય એવું લાગે છે.

    ઓઢાડેલું કફન તો એક જ હોય છે.

    નનામી પણ એક જ હોય છે.

    બસ"અખા"ને ઉપડવાવાળા બદલાયા હોય એવુ લાગે છે.

  • સંગીઅખિલ "અખો"

  • અનામત
  • ગામે-ગામથી લોકો આવીયા, સાબરમતીને કાંઠે વાહનો રાખ્યા.

    ચાલતા પગે બધા મોટા મેદાનમાં ભેગા મળીયા.

    ઉભરાયેલી કિંડીઓની માફક જ્યાં જોવો ત્યાં લોક જ ભાંળિયાં.

    સભામાં બંધા ભેગા ભળિયા, વાંત એક અનામતની સમજાવવાં.

    લિડરને લઇ જતાં જોયો, લોકોનો ગુસ્સો આસમાને ગયો.

    અમદાવાદ, સુરતને પેલા મોરબીને બાળતાં, ગુસ્સો દેખાડતાં.

    આડા રઇ રસ્તાઓ રોકતાં, વાહનોની તોડફોડ કરતાં,

    સ્કુલ-કોલેજો બંધ રખાવતાં, ગુજરાત બંધનું એલાન કરતાં.

    સરકારી ચાજને આંગમાં બાળતાં, કરોડોનું નુંકશાન કરતાં.

    "અખો" કહે છે એજ લોકો "અનામત" માંગતાં.

  • સંગીઅખિલ "અખો"

  • ભિખારી
  • લાંબો હાથ કરી નથી માગતો કે,

    શુટ-બુટ કે ટાઇ-શુટમાં ફરે છે કે પછી,

    ભગવાનના ભરોસે આપી દે એ બોલતો નથી,

    એનો મતલબ એ નથી કે તે ભિખારી નથી.

    વાડી-વજીફો, વૈભવ-વારસો કે,

    જર-જમીનને જોરુ કે માલ, મિલકતને માયા કે પછી,

    માઢ-મેડીને, મકાન કે નોકર, સાકરને સેવક,

    હોવાનો મતલબ એ નથી કે તે ભિખારી નથી.

    સાદ પાડી-પાડી માગતો નથી કે,

    વૈદ,વકીલને ડૉકટર કે દવા, દારુને ન્યાય કે પછી,

    કાળો, ધોળાને ગોરો કે નર, નારીને નારાયણ,

    હોવાનો મતલબ એ નથી કે તે ભિખારી નથી.

    હાથમાં ભલે ભિક્ષાનું પાત્ર નથી કે,

    ખીસ્સામાં ભલે ખંખડે ખજાનો અઢળક કે પછી,

    લાખો હોય ભલે રૂપિયાનો માલિક અમિર"અખિલ"

    હોવાનો મતલબ એ નથી કે તે ભાખારી નથી.

  • સંગીઅખિલ "અખો"

  • શ્યામસુંદર (છંદ)
  • શ્યામસુંદરને રાધા યાદ આવતીતી, હાથ-હાથમાં લય હારે હાલતીતી.

    પાલવથી વાહર નાખતીતી, જુલ્ફોની છાવ કરી સુવ રાવતીતી.

    આંખને આંખથી સરમાવતી, હસીને હૈયાને હરખાવતીતી.

    હૈયાને હૈયાની વાત સમજાવતીતી, અધરને અધરથી ચુમતીતી.

    શ્યામસુંદરને રાધા યાદ આવતીતી... ... ....(2)

    ઓઢણી ઓઢી ચાલ મજાની ચાલતીતી, ભાલે ચાંદલો છોડી ચહેરો સજાવતીતી.

    કાળા કાજલ આજી આંખને સજાવતીતી, રઢિયાળી રાતે રાસ રમાડતીતી.

    માથે હેલ ધરી ચાલ ચટકતી ચાલતીતી, પગે ઝાંઝર પેરી ઝણકારતીતી.

    સોળે શણગાર સજાવતીતી, નજરોથી નેણલા નચાવતીતી.

    સૌભાગ્યનું સીંધુર માથે સજાવતીતી, "સંગી"બનીને સીતારામનો "મહિમા" સમજાવતીતી.

    શ્યામસુંદરને રાધા યાદ આવતીતી... ... ... (2)

  • સંગીઅખિલ "અખો"

  • એળે ગયો અવતાર (ભજન)
  • જેને ભજ્યાં નથી ભગવાનને, એનો એળે ગયો અવતાર રે...

    સુખ સાહબી છોડયાં છુટ્યા નહિને,

    પાપ કરવામાં જરાના અશકાયો રે... એનો એળે ગયો અવતાર રે...

    મોહ-માયાને મણી-રત્નને છોડવાના ગમેને,

    દોલત દુનિયાની ભેગી કરવા ચોર લુટારો થયો રે... એનો એળે ગયો અવતાર રે...

    શોખથી શરાબના પ્યાલા પીધાને,

    પોતાનું ભાન ભુલીને પર સ્ત્રીને પેખવા ગયો રે... એનો એળે ગયો અવતાર રે...

    જેને ભજ્યાં નથી ભગવાનને, એનો એળે ગયો અવતાર રે...

    સુખમાં વિષમય બનીને , ખેલ્યા છે ખેલ ખોટાને,

    ધર્મને વિસરી ગયો રે... એનો એળે ગયો અવતાર રે... ... ...

    પરમાટીને પાખી ખાયને પાપી બન્યોને,

    જીવતા જીવ પર દયા ન દાખવી જરા રે... એનો એળે ગયો અવતાર રે...

    "અખિલ"બ્રહ્માંડનાં નાથની હારે,

    નેડો લાગ્યો છે જેનો રે... તે તરી ગયો ભવસાગર રે...

    જેને ભજ્યાં નથી ભગવાનને, એનો એળે ગયો અવતાર રે...

  • સંગીઅખિલ "અખો"
  • દેશદ્રોહની આગ
  • તોડવું ફોડવું એતો કાયરોનું કામ છે,

    શુરવીરને જનમેદનીમાં શોધવો નથી પડતો.

    પહેલેથી આંતકની આગમાં સળગતા દેશમાં,

    બસ સ્ટેશનને બાળવામાં બાહાદુરી શેની ?

    રસ્તાઓ રોકવા, વાહનો તોડવા એતો કાયરોનું કામ છે.

    મડદ માણસ તો સામી સાતીયે લડતો હોય છે.

    લોકોના જોરે જોર કરવું એતો કપટી લોકોનું કામ છે.

    એકલા હાથે લડવું એ મડદ માણસનું કામ છે.

    ભુખની આગમાં લપેટાયેલા લોકોને તો પુછો,

    હક્કિતમાં જરૂર છે શેની ? આ દેશદ્રોહની આગમાં.

    કવિવર "અખિલ" કહે છે દુબળાની દિલની વાત તો સાંભળો,

    અમ જેવાં નોર્દોશને શિદને ચતોવો છો "અનામત"ની આંગમાં.

  • સંગીઅખિલ "અખો"

  • सत्य मेंव जयते
  • सत्य को ना छोड़गे, सत्य को ही साथ में

    रखेंगे,

    चाहे मरना पड़े, चाहे सर कटाना पड़े

    सारी दुनिया को सुन वायेगे,

    सत्य मेंव जयते.......(2)

    ए देश में एक नया रंग, एक नया तरंग,

    एक नया होश, एक नया जोश लायेगे,

    ए देश को एक नया रास्ता दिखायेगे....(2)

    सारी दुनिया को सुन वायेगे,

    सत्य मेंव जयते.......(2)

    हम आजाद है, आजाद हि रहेंगे

    आजादी का इतिहास सबको सुन वायेगे,

    सत्य की भाँति हम सबको सम जायेगे..(2)

    सारी दुनिया को सुन वायेगे,

    सत्य मेंव जयते.......(2)

    असत्य के सामने आवाज़ उठायेगे,

    हिमंत से अधर्म का सामना हम करेंगे,

    बच्चे और बुढ्ढो को खुशीयो से न्हलायेगे..(2)

    सारी दुनिया को सुन वायेगे,

    सत्य मेंव जयते.......(2)

  • संगीअखिल "અખો"

  • માં (છંદ)
  • હરખાતીતી, હરખાતીતી, હસાવતીતી, હરખેથી હિચોળતીતી,

    હાલરડા ગાયને સુવરાવતીતી, ઢીંગલા-પોતીયા દયને રમાડતીતી,

    આજ માં તું યાદ આવતીતી.... આજ માં તું યાદ આવતીતી....

    પાલવ ઢાકીને ધવરાવતીતી, આંખે આજણ આજી સજાવતીતી,

    "સંગી" બનીને કાન કય બોલાવતીતી, કોમળ ગાલને વારી-વારી ચુમતીતી,

    આજ માં તું યાદ આવતીતી.... આજ માં તું યાદ આવતીતી....

    કાળી-ઘેલી ભાંષા બોલી બોલાવતીતી, મુખ મહિ કોળીયા કાઢી ખવરાવતીતી,

    નિસ્વાર્થ ભાવથી ઉચેરતીતી, "મહિમા" માતાનો સમજાવતીતી,

    આજ માં તું યાદ આવતીતી.... આજ માં તું યાદ આવતીતી....

  • સંગીઅખિલ "અખો"

  • ગામાતા
  • માતા મને માફ કરજે, જાય છે કપાવા તું, રોકી શકતો નથી હું.

    પેલા ડિગ્રીવાળા દલાલો આડા ઊભા રય રોકી રાખે છે મને.

    રોકવા કરે જો જોર સાચા સાવજો, તો તરત પકડી પૂરતા પીંજરે,

    પછી પેલા બનાવટી લોકો ખુદને સમજતાં સાવજ.

    હતી તું જેના આંગણાની લાડકડીને, નાનકડી ગવલડી,

    તે વેચી હાલ્યાં દેશ-વિદેશમાં રૂપિયા રળવા જાજા.

    અમુલ્ય હતી તું, પેલા દુષ્ટ લોકોએ કિંમત તારી કરી નખી.

    દુબળી દેહ વેચાણી તારી, પછી કતખાને કપાણી કાયા તારી.

    બજારે મડદા લટકતા તારા, પછી કસાઇની હાટે હટાણાં થાતાં

    સમારી, ચુલે ચડાવી, પછી છેકેલા દેહ થાળીમાં ઠલવાતાં.

    આવતી આંવકમાં આંધળા બનેલા લોકો ધર્મને ધિકારતાં થયા છે.

    "મહિમા" ગામાતાનો ભુલી ગયેલા લોકોને "અખો" ધિકારતો થયો છે.

  • સંગીઅખિલ "અખો"

  • તડકો (છંદ)
  • તનને તપાવતો, ઝાંઝવે જલકતો,

    આંખને અજવતો, શરીરને પરસેવે નવરાવતો,

    કાળઝાળ ગરમીને ફેકતો, એવી અગ્નીને વેરતો,

    સરવર-નદીઓના નીર ચુકવતો, લીલી વનરાયને વિખેરતો,

    ગરમીથી ઢોરોને ધમારતો, એવો ધોમ ધખેલો,

    ખેતરે-ખેતરે જપટ બોલાવતો, પશુ-પંખીને તર્સ્યા મારતો,

    "અખા" "તડકો" "પરી"ઓને તડપાવતોતો.... ...(2)

    આજ તડકો હાહાકાર બોલાવતોતો.... .... ... (3)

  • સંગીઅખિલ "અખો"

  • પ્રેમ
  • પ્રેમ એવો કઇક હોવો જોઇએ કે જ્યાં,

    પ્રેમ હોય પણ પાગલપન નહિ. આદર્શ હોય પણ અભિમાન નહિ.

    લાગણી હોય પણ લડાય નહિ. ઇન્તજાર હોય પણ ઉજાગરો નહિ.

    સમજણ હોય પણ સાલાખી નહિ. નમ્રતા હોય પણ નારાજગી નહિ.

    દલીલ હોય પણ દર્દ નહિ. સલામતી હોય પણ સરખામણી નહિ.

    શાંતી હોય પણ ચીંતાં નહિ. મર્યાદા હોય પણ માદક નહિ.

    મુલાકાત હોય પણ મનમાની નહિ. અધિકાર હોય પણ અંધકાર નહિ.

    તિવ્રતાં હોય પણ તોફાન નહિ. આલિગન હોય પણ અથડામાણ નહિ.

    મસ્તી હોય પણ મારામારી નહિ. "મહિમા" હોય પણ મોહ નહિ.

  • સંગીઅખિલ "અખો"

  • દાખલો
  • જીંદગી જીવતાં-જીવતાં ગણવો પડશે એક જીવનનો દાખલો.

    દુનિયામાં આવ્યો ત્યાં આવિયો જનમનો દાખલો.

    જાતી, પાતીનો તોલ થયો ત્યાં આવ્યો જાતીનો દાખલો.

    બાપાની કમાણીને માપવા કાઢવો પડ્યો આવકનો દાખલો.

    નિશાળે દાખલ થયો ત્યાં આવિયો દાખલ તારીખનો દાખલો.

    ભણતાં – ભણતાં કાઢવો પડ્યો ચાલું અભ્યાસનો દાખલો.

    વિષય ગણિત હાથ લિધો, ત્યાં ગણવો પડ્યો ગણિતનો દાખલો.

    દુબળી દશાને દેખાડવા કાઢવો પડ્યો પછાતનો દાખલો.

    રસાયણના તત્વની ગણતરી કરવા ગણવો પડ્યો રસાયણનો દાખલો.

    ભૌતિકને ભણ્યો ત્યાં વાહનની ગતિને માપવા ગણવો પડ્યો ગતિનો દાખલો.

    મરી ગયા પછી પણ દેતો જઇશ છેલ્લો મરણનો દાખલો.

    જીંદગી જીવતાં – જીવતાં ગણવો પડ્યો એક જીવનનો દાખલો.

    હોય જો "મહિમા" અખિલ"વિશ્વના નાથનો તો ગણિ કાઢિશું જીંદગીનો દાખલો.

  • સંગીઅખિલ "અખો"

  • મેઘનું રોદ્રરૂપ
  • વરસાદ વરસ્યો અતિ થય, અતિવૃષ્ટીથી અણધાર્યો ત્યારે,

    ખેતર ખાંડા-ખાબોછીયા ભરતો, સરોવરને છલકાવતો,

    તળાવને તોડતો, નદિઓને ઉભરાવતો, ધારીને છલકાવતો,

    બંધ, બારણાને તોડતો, ફોડતો, ધરાને જળ બંબાકાર કરતો,

    પીઠળીયા, પીપળી, ખારી,કેરાળા, રાણશીકી, સનાળીને સમેટતો,

    ઉના, અમરેલીને ડુબાડતો, સુલતાનપુર, બાબાપુરને પુરનાં ટાડવમાં તાણતો,

    ગામે-ગામના ભુકા બોલવતો, ઝાડવે-ઝાડવાને ઝડમુળથી ઉખેડતો,

    મહેલ, મકાનને મસળતો, ધરાશય કરી ધમરોળતો, ટ્રેનને તોડતો,

    રસ્તાઓ રોકતો, વાડી, વગડા પર સમુદર છલકાવતો,

    ઢોર – ઢાંખરને ભરખતો, માણસને મારતો, પાણીનાં વેગમાં તાણતો,

    આગળને આગળ હડસેલતો, હાહાકાર બોલાવતો,

    "અખિલ"વિશ્વને મેઘનો "મહિમા" નહિ, રોદ્રરૂપ દેખાડતો,

  • સંગીઅખિલ "અખો"

  • રાસે રમતી સખી...(છંદ)
  • મન મુકિને માં અંબાનો "મહિમા" ગાતી ગાતી...(2)

    સખીઓ સંગ રમતી રમતી, કલકલ કરતી કરતી,

    રાતભર ભમતી ભમતી, ગરબે ઘુમતી ઘુમતી,

    ગીત ગાતી ગાતી, રાસે ઝુંમતી ઝુંમતી,

    પીયું "સંગ" ફરતી ફરતી, ડાંડિયે-ડાંડિયે લડતી લડતી,

    મન મુકિને માં અંબાનો "મહિમા" ગાતી ગાતી...(2)

    શૃગારએનો ચમકે ચમકે, કેશએના ફરકે ફરકે,

    સાડીએની સરકે સરકે, ઝાંઝરએના ઝણકે ઝણકે,

    તનએનું ફડકે ફડકે, નૈનએના નિરખે નિરખે,

    હૈયુંએનું ધડકે ધડકે, ગગન આખું ગરજે ગરજે,

    મન મુકિને માં અંબાનો "મહિમા" ગાતી ગાતી...(2)

  • સંગીઅખિલ "અખો"

  • અમદાવાદ
  • મસ્તમજાનું ખાવાનું ને, મસ્તમજાનું પીવાનું,

    મસ્તમજાનું હરવાનું ને, મસ્તમજાનું ફરવાનું,

    મસ્તમજાનું રહેવાનું ને, મસ્ત બનીને જોર જોરથી ગાવાનું

    આ છે આપણું અમદાવાદ .... ....અમદાવાદ..... ...

    ધમધમતું ને ધબકતું ... આ છે અમદાવાદ.......... (2)

    ભણીગણીને આગળ વધવાનુંને, નોકરી ધંધે જાવાનું,

    માન-મર્યાદામાં રહેવાનું, સંસ્કારી બનવાનું,

    સમયસર જાવાનુંને, સમયસર આવી જઇને,

    મસ્ત બનીને... આ છે .... ... ધમધમતું ને ...... ....

    સિદિસૈયેદની જાળીએ જાવાનુંને, તળાવ કાંકરીયાનું જોવાનું,

    ઝુમા મસ્ઝિદે સર ઝુકાવીને, લાલ દરવાજાની હાટે હટાણું કરવાનું,

    સાયન્સ સિટીએ વિજ્ઞાનની વાતું કરવાનીને,

    ઇસ્રોમાં ખગોળ, ભુગોળને ભણવાનું ને,

    મસ્ત બનીને... આ છે .... ... ધમધમતું ને ...... ....

    પંતગે ચાની પ્યાલી પીવાની ને, સાબરમતીનાં કાંઠે ફરવાનું

    પરીમલની પ્રદક્ષિણા કરીને, પ્રેમી પંખીડાની"સંગ"બેસી જવાનું,

    વિદ્યાપીઠે પુસ્તકનું પાનું ખોળીને, રેટિયાથી રૂને કાતી જોવાનું,

    બાપુના આશ્રમે જઇને, સત્ય,અહિંસાને, ધર્મનો "મહિમા"ગાઇને,

    મસ્ત બનીને... આ છે .... ... ધમધમતું ને ...... ....

  • સંગીઅખિલ"અખો"

  • બચાવજે માનવી
  • અબોલ જીવ છું બચાવજે માનવી.

    સાવ નિર્દોષ છું ન્યાય આપજે માનવી.

    ચણ વગરના રખડે છે છોરું અમારા.

    અમને ખાંવા જાતાં પહેલા વિચારજે માનવી.

    અબોલ જીવ છું બચાવજે માનવી.

    મારો પરીવાર છે એવો જ તારો પરીવાર છે માનવી.

    પોતાના ઘરમાં નજર એક નાખજે માનવી.

    હું જીવશ તો જીવીશ તું યાદ રાખજે માનવી.

    પરીવારનું સભ્ય બનાવીને રાખજે માનવી.

    અબોલ જીવ છું બચાવજે માનવી.

    ક્યાં ભવના પાપ નડે છે અમને માનવી.

    કાયા કપાયને રક્ત વહે છે રાતુ માનવી.

    દયા વગરના અને રદય વગરના સ્વાર્થી માનવી.

    આવું બેમોત શીદને આપે છે અમને માનવી.

    અબોલ જીવ છું બચાવજે માનવી.

    મારા મોતનો "મહિમા"ના સાંભળીયો તે માનવી.

    જાવ છું દુનિયા છોડી તારા કારણે માનવી.

    તું પણ મરીશ મારી જેમ બેમોત માનવી.

    યાદ રાખજે આ અબોલ જીવનો પોકાર માનવી.

    "અખિલ"વિશ્વનો નાથ છોડશે નહિ તને માનવી.

    અબોલ જીવ છું બચાવજે માનવી.

  • સંગીઅખિલ"અખો"

  • ગામની ગાવલડી
  • ખરાબા ખેડાવા લાગ્યા, ચરવા ક્યાં જશે ગામની ગાવલડી ?

    ગામડા શહેર થવા લાગ્યા અને ગોદરા ગામના ભુસાવા લાગ્યા,

    કુણુ – કુણુ ઘાસ ચરવા ક્યાં જાશે ગામની ગાવલડી ?

    વગડા થયાં વેરણ, ખડ ખાંવા ક્યાં જશે ગામની ગાવલડી ?

    પછી કઇ સીમમાં ગોતી મળે બિચારી ગામની ગાવલડી ?

    નદીના નીર સુકાયા, પાણી પીવા ક્યાં જશે ગામની ગાવલડી ?

    તરસી તોફાને ચડે, લોક કહે રેઢિયાર છે ગામની ગાવલડી,

    પાંપીયો માર એવો મારે પછી ભાગીને ક્યાં જશે ગામની ગાવલડી ?

    મકાનો થયા ચુંનાબંધ, ખીલા ખોડવા ક્યાં હવે ?

    રહે છે બીજે – ત્રીજે માળે, ગાવલડી બાંધવી ક્યાં હવે ?

    નીણ – પુળો અને વાંછીદા કરે કેવી રીતે ગામની ગાવલડીનાં ?

    આહિરોના આગણાની શોભા અને ભરવાડોની ભુજા છે ગામની ગાવલડી.

    રબારીનાં હાકલા હેવાય છે ગોરી ગામની ગાવલડી.

    ભુલાયુ આ બધુને શોધતી રહી આસરો ગામની ગાવલડી

    ખાવાં મળે નય કાય, કસાય ભાળે તો પક્ડી લઇ પુરતાં પીંજરે,

    ગાવલડી રાખવાવાળા જ નોધણાં કસાયના હાથમાં સોપતાં.

    એમા ફરીયાદ કોને કરે એ બિચારી ગામની ગાવલડી ?

    "અખિલ" આપણે "મહિમા" ગાવાવાળાં ગામની ગાવલડીનો,

    લુંટારા હજમ કરી ગયેલા છે, એમા ગોતવા ક્યાં જાશું ગામની ગાવલડી ?

    ખરાબા ખેડાવા લાગ્યા, ચરવા ક્યાં જશે ગામની ગાવલડી ?

  • સંગીઅખિલ "અખો"

  • ગુજરાતનું ગામડું
  • ગુજરાતનું ગામડું આજ ગૌરવંતું દેખાય છે.

    સમકતું અને સળકતું દેખાય છે. વિસ્તરતું અને વિકસ્તું દેખાય છે.

    ઉગતું અને અજવાળતું દેખાય છે. આગળ વધતું આભે આબતું દેખાય છે.

    કઇક આપતું અને આવકારતું દેખાય છે. શીખવતું અને સમજાવતું દેખાય છે.

    હસ્તું અને હસાવતું દેખાય છે. હિસોળતું અને હરખાવતું દેખાય છે.

    ગરજતું અને ગાજતું દેખાય છે. વગસ્તું અને વહેતું દેખાય છે.

    છલકતું અને ઉભરાવતું દેખાય છે. કુપળ કાઢતું અને ઉગતું દેખાય છે.

    જળહળતું અને ઝલકતું દેખાય છે. આંનદ અને ઉલાસથી રમતું દેખાય છે.

    "મહિમા"તો ગુજરાતનો બોહુ મોટો દેખાય છે.

    મહાભારતમાં અને આંઝાદીનાં ઈતિહાસમાં,

    ગુજરાતનાં મોહનનો મોટો હાથ દેખાય છે.

  • સંગીઅખિલ "અખો"

  • આંશું કેમ આવીયા ?
  • ખબર હતી નથી મળવાનાં, તોય આંશું કેમ આવીયા ?

    દર્દ બધું જીલવાની ભાન હતી, તોય આંશું કેમ આવીયા ?

    ચહેરાના ભાવ વાંચવાની સન હતી, તોય આંશું કેમ આવીયા ?

    લુટાવી બેઠાં છે પહેલેથી, તોય વિદાયવેળાએ આંશું કેમ આવીયા ?

    વિધાતાના લેખ હતા સહવાસ નથી કરવાના, તોય આંશું કેમ આવીયા ?

    હૃદય સાફ હતાં, મન શોખા હતાં, તોય આંશું કેમ આવીયા ?

    ઘોર સપનાઓના સાગરમાં હતાં, તોય આંશું કેમ આવીયા ?

    માત્ર અમારા લાગણીના સંબંધો હતાં, તોય આંશું કેમ આવીયા ?

    વિરોધના વાદળ નથી, આશાંના બંધન નથી, તોય આંશું કેમ આવીયા ?

    પ્યાસ તો ઝાંઝવાના જળની જ હતી, તોય આંશું કેમ આવીયા ?

    રમતમાં હાર અમારી જ છે, જાણ હતી, તોય આંશું કેમ આવીયા ?

    તરસ્તા હતા કાન"ચાહું છુ તને"સાંભળવા, તોય આંશું કેમ આવીયા ?

    જીવી લઇશ એકલાં તારા વગર માત્ર વિચાર છે, તોય આંશું કેમ આવીયા ?

    "મહિમા""અખિલ"નો છે આ ગઝલમાં ,વાંચતા જ આંશું કેમ આવીયા ?

  • સંગીઅખિલ "અખો"

  • રણમાં
  • સિંધુડા સંભળાય છે રણમાં, રક્ત રેલાય છે રણમાં,

    ખેલ એવા ખેલાય છે રણમાં, માંથડા કપાય છે રણમાં.

    ઘોડા વેતગાય છે રણમાં, રથડા રોકાય છે રણમાં,

    દેહ તલવાર, ભાલાથી ઘવાય છે રણમાં, મડદો મૂશાળા મરાય છે રણમાં

    દુશ્મનો હણાય છે રણમાં, પાળીયા એમનાં પુજાય છે રણમાં,

    સુરજ અથમાય છે રણમાં, વિરો વિરગતિ સિંધાવે છે રણમાં.

    તિરોનાં ટાડવ ખેલાય છે રણમાં, બળતી ચિતામા દેહ હોમાય છે રણમાં,

    નદીઓ રક્તની હલી છે રણમાં, બેન મળવા વીરને હાલી છે રણમાં.

    પત્ની ભરથારને ભેટવા હાલી છે રણમાં, દુઃખના દરિયા ઉમટાય છે રણમાં,

    "અખિલ"વલોપાત કરે છે રણમાં, શહિદોનો "મહિમા" ગવાય છે રણમાં.

  • સંગીઅખિલ "અખો"

  • સ્ત્રીનું ત્યાગ
  • વાળમાં ચુડામણી તો પતિના નામની,

    માંથા પરનું સિંધુર તો પતિના નામનું,

    ગળાનું મંગળસુત્ર તો પતિના નામનું,

    હાથની ચુડી તો પતિના નામની,

    ઓઢવાની ઓઢણી તો પતિના નામની,

    સૌભાગ્યનો ચાંદલો તો પતિના નામનો,

    આંગળીની અંગુઠી તો પતિના નામની,

    નામ પાછળનું નામ તો પતિના નામ,

    પોતાનું બાળક તો પતિના નામનું,

    પોતાનું ઘર તો પતિના નામનું,

    ઘરમાં મોટું સ્થાન તો પતિનું,

    દુઃખ પોતાને ભોગવાનું, સુખ પતિને આપવાનું,

    ત્યાગ કરે પોતે નામ ચડે પતિનું,

    અજીબ"મહિમા" છે સ્ત્રીનાં ત્યાગનો.

  • સંગીઅખિલ "અખો"

  • સુખ ભાંદર
  • કલકલ કરતી વહેતી સુખ ભાંદર

    મધમીઠું ગાન ગાતી સુખ ભાંદર

    જાણે ઝાંઝરનો ઝણકાર કરતી સુખ ભાંદર

    હરખાતી મલકાતી હાલી સુખ ભાંદર

    નમણી નાર બની હાલી સુખ ભાંદર

    સાગરને મળવાને દોડી સુખ ભાંદર

    ડુંગરથી દડતી-પડતી હાલી સુખ ભાંદર

    પથ્થરથી અથડાતી-પસડાતી સુખ ભાંદર

    છલકાતી-ઉભરાતી હાલી સુખ ભાંદર

    ગામડે-ગામડે ભેળી ભળતી સુખ ભાંદર

    લડતી-વડતી હાલી સુખ ભાંદર

    અટકાતી-ભટકાતી હાલી સુખ ભાંદર

    તોડતી-ફોડતી હાલી સુખ ભાંદર

    માતાની મમતા વેરતી હાલી સુખ ભાંદર

    નીરથી નવરાવતી સુખ ભાંદર

    નદીનો "મહિમા" ગાતી હાલી સુખ ભાંદર

  • સંગીઅખિલ "અખો"

  • સુખ ભાંદર
  • કલકલ કરતી વહેતી સુખ ભાંદર

    મધમીઠું ગાન ગાતી સુખ ભાંદર

    જાણે ઝાંઝરનો ઝણકાર કરતી સુખ ભાંદર

    હરખાતી મલકાતી હાલી સુખ ભાંદર

    નમણી નાર બની હાલી સુખ ભાંદર

    સાગરને મળવાને દોડી સુખ ભાંદર

    ડુંગરથી દડતી-પડતી હાલી સુખ ભાંદર

    પથ્થરથી અથડાતી-પસડાતી સુખ ભાંદર

    છલકાતી-ઉભરાતી હાલી સુખ ભાંદર

    ગામડે-ગામડે ભેળી ભળતી સુખ ભાંદર

    લડતી-વડતી હાલી સુખ ભાંદર

    અટકાતી-ભટકાતી હાલી સુખ ભાંદર

    તોડતી-ફોડતી હાલી સુખ ભાંદર

    માતાની મમતા વેરતી હાલી સુખ ભાંદર

    નીરથી નવરાવતી સુખ ભાંદર

    નદીનો "મહિમા" ગાતી હાલી સુખ ભાંદર

  • સંગીઅખિલ "અખો"

  • માફ કરજે
  • માફ કરજે કહ્યાં વગર ચાહી બેઠો છું,

    અંતરની લાગણીઓને દબાવી બેઠો છું,

    દિલ માગ્યા વગર તમને આપી બેઠો છું,

    લગ્ન કર્યા વગર સૌભાગ્યલક્ષ્મી બનાવી બેઠો છું,

    સરનામા વગર ઘર ગોતી બેઠો છું,

    સાપ-સીડીની રમતમાં તમારી સામે હારી બેઠો છું,

    કોરા કાગળ પર ગઝલ તમારી લખી બેઠો છું,

    તમારી નજર સામે નજર નમાવી બેઠો છું,

    ખબર વગરના નિકળીયા તમેને રસ્તા પર ફુલ બની બેઠો છું,

    તારા વગર કોમળ હૃદય કેટલું તડપે છે ? પુછી બેઠો છું,

    અજાણીયા રસ્તે આગળી તમારી ઝાલી બેઠો છું,

    "જલદી મેળાપ"ની તમન્નામાં ઉપવાસ કરી બેઠો છું,

    તમારી યાદમાં આંશુનો સાગર છલકાવી બેઠો છું,

    "અખિલ"યાદમાં"મહિમા"મોટો ગાય બેઠો છે.

    મારા જેવી જ લાગણી એનામાં છે કે નહિ, ભગવાનને પ્રશ્ન કરી બેઠો છું.

  • સંગીઅખિલ "અખો"

  • તુલસીદાસ
  • વિયોગ થયો વાણીના કારણે તુલસીને રત્નાનો,

    રત્ના અતિસુંદર નારી, વિયોગ સહ્યો સહાયો નહિ તુલસીનો.

    બની બેઠો રત્નાના ઘરનો અડઘી રાત્રે અતિથી,

    જોયું નહિ, જાણું નહિ, નિર વરહતાને, નદી જાતી બેઉ કાંઠે.

    પાગલ બનેલો તુલસી દોરડું સમજી પકડી બેઠો ભુંજગને,

    રત્ના જબકી જાગી ગઇ, અર્ધરાત્ર કોણ આવ્યું દ્રારે ?

    જાગીને જોયું તો ભિના કપડે નજર આવીયા નાથજી

    એવુ તો શું કામ પડ્યું ? કે આવવું પડ્યું વરસતા વરસાદે,

    તારા જેવી રૂપવાન અર્ધાગ્નીને વિયોગ કપાય કેમ એકલા ?

    મને પ્રેમ કરો છો એટલો કરો પ્રભુને, મળશે રામ એવી પ્રીતિથી,

    મેણું રત્નાનું કરે તુલસીને માંથાનો ઘા,

    મુખ મલિન કરી વાટ પકડે તુલસી અયોધ્યાનગરીની,

    મોહથી છુટી લખે ગ્રથ તુલસી "રામચરિત માનસ"

    "મહિમા" બોહુ મોટો છે તુલલીદાસનોને, ભક્ત છે એ રામનો,

    જેનો મન લાગે "અખિલ"વિશ્વના નાથમાં,

    એનું જીવન ચિત્ર દોરે તુલસી "રામચરિત માનસ"માં

  • સંગીઅખિલ "અખો"

  • રૂપ
  • રૂપનું અમૃત તું, રૂપનું ઝરણું તું, રૂપનું ઉપવન તું,

    રૂપનો સાગર તું, રૂપનો ભંડાર તું, રૂપરૂપનો અંબાર તું,

    રૂપની હેલી તું, રૂપની રાણી તું, રૂપ નિરાલી તું,

    રૂપ બરેલી, શ્વેતસુવાળી, લાલ હિગોળી તું,

    અતિરૂપવાન, ગુણવાન, સૌદર્યવાન તું,

    અલબેલી તું, સાજસજેલી, રૂપમઢેલી તું,

    જોબનવંતી, ગુણવંતી, રૂપવંતી તું,

    ન્યારી તું, પ્યારી તું, રૂપસુંદરી તું,

    ચાંદની તું, તું મનમોહિની, રૂપની રંભા તું,

    રમણિય, રળિયામણી, માણિગર નાર તું,

    રૂપનો બાગ તું, રૂપનું ઐશ્વર્ય તું, રૂપવાન તું,

    ગુલાબ તું, ગુલદસ્તો તું, ગોરી ગોરી તું,

    તિલોતમા તું, પુર્વચિતિ તું, ભુંવનસુંદરી તું,

    ઉર્વશી તું, મેનકા તું, "અખિલ"વિશ્વસુંદરી તું

    તારા રૂપની "મહિમા"અપ્રમપાર છે...... (3)

  • સંગીઅખિલ "અખો"

  • મડદ મુછાળા
  • ભલે સાવજો આવે સામટા સામા,

    અમે મડદ મુછાળા સામી છાતિયે લડવાંવાળા. ...... (2)

    વંકટ મોટી મુછાળા, મોતને માડવે માલવાંવાળા,

    ક્ષત્રિયે કાયમ યુદ્ધ ખેલવાંવાળ, અપસરા સંગ ભેટવાંવાળા.

    ઘા પર ઘા જીલવાંવાળા, પીઠ કદી ન ફેરવે વાહલા,

    મોટા માણસ એવા, નભ નમે તો નભને ટેકો દેનારા.

    મોતનો મોટો "મહિમા" ગોતિ ગાવાંવાળા,

    અમે મડદ મુછાળા સામી છાતિયે લડવાંવાળા. .......(2)

  • સંગીઅખિલ "અખો"

  • કવિ
  • કવિ બનવું હોય તો સાચું સાંભળતાં શીખો,

    સાચું કાર્ય કરતા શીખોને, સાચું બોલતા શીખો.

    ભલે સામે અમિર હોય કે ગરિબ, રાજા હોય કે રંક,

    સંબંધોમાં માં હોય કે બાપ, મિત્રોને સ્નેહથી સમજાવતા શીખો.

    આપ પર આવે કે આપણા પર આવે વિપતિ અનેક,

    તોય ડગે નય મનને, આંખથી અંશુ સરે નય ખોટા.

    દુઃખમાં સુખ શોધશે અને સુખમાં અભિમાન આણે નય,

    અવળી નજર નાખે નહિ, નિંદા કરે નય કોઇની.

    સહે તાપ સઘળો સુર્યનો, શિતળ ચાંદનીમાં ચહેરો ચમકતો એનો,

    "સંગ" કહે કવિનો "મહિમા" અનોખો છે આ જગતના ચોકમાં

  • સંગીઅખિલ "અખો"

  • અંધારી રાતે
  • અંધારી એ રાતમાં, વરસાદીએ રાતમા,

    ભીંજાયેલા તનથી, સ્પર્શી રહ્યાંતાં અમે.

    આંખોથી ના ભળાયું, પગથી ના ચલાયું,

    હાથોમાં હાથ લઇ , સાથે જ ચાલતાં અમે.

    વાત-વાતમાં ત્યાં સુધી પણ પહોચી જતાં,

    વાતને વિઝવતાં, ભીંજવતાં, સુમતા અધરથી અધર અમે.

    સુ-સુંદર ચહેરે, આંખોનાં આગોસમાં,

    વધારતા પ્રેમને બેઉની એ વાતથી અમે.

    અંતરમાં એક અહેસાસ, પ્રેમનો એ અહેસાસ,

    વર્ષોનો એ અહેસાસ, સમજથી સમજતા અમે.

    ભીંજાયેલા રસ્તે, ભીંજાયેલા પગથી,

    ભીંજાયેલા તનથી, ભીંજવતાં ગાલથી ગાલ અમે.

    અરે ઓ સાંભળ "અખિલ" આ વાત અમારી,

    કલ્પના શક્તિની છે બુરી લાગે તો માફ કરજે.

  • સંગીઅખિલ "અખો"

  • રામાયણની કલમ
  • કલમ કેટલી રડતી હશે ?

    રામાયણની રચના કલમ લખતી હશે.

    વાલ્મીકીને વારી-વારી વિનવતી હશે.

    આ કથા લખતા કલણ કેટલી ડરતી હશે.

    કૈકયના કારણે કૌસલ્યા કેટલી રડતી હશે.

    રામાયણમાં રામની વિદાય વસમી હશે.

    વંસમાં વિદાયનાં પ્રસંગો કેમ લખતી હશે ?

    જગત જનની સિતા વન-વન ભટકતી હશે.

    રાવણના હાથે સિતાનું હરણ કેમ કરતી હશે ?

    રામસિતાના વિરહની વેદના કેમ સહેતી હશે ?

    એકલી તપોવનમાં લવકુશને જન્મ આપતી હશે,

    પ્રસ્તુતી પીંડા કેમ સહન કરતી હશે ?

    રામાણયમાં રામારાજ્યનો પ્રાણ પુરતી હશે ?

    ત્યારે કર્મનાં ફળનું વર્ણન કેમ કરતી હશે ?

    વૈદેહીનાં દુઃખનો "મહિમા" ગાતી હશે,

    ત્યારે નૈનથી નિર વહાવાને સમદરને છલકાવતી હશે.

    રામાયણનું મહાકાવ્ય કલમ લખતી હશે,

    ત્યારે કલમ કેટલી રડતી હશે ?

    કલમ કેટલી રડતી હશે ?

  • સંગીઅખિલ "અખો"

  • મહાભારતની કલમ
  • કલમ કેટલી રડતી હશે ?

    મહાભારતનું મહાકાવ્ય કલમ લખતી હશે.

    વ્યાસને વારી-વારી વિનવતી હશે.

    આર્યવ્રતની સામરાગીની પર્ણકુટીમાં વસ્તી હશે

    આ કથા લખતા કલમ કેટલી ડરતી હશે ?

    પાંચ પતિની પત્નિ દ્રોપદી દાસી કહેવાણી હશે,

    અધર્મની સંભાનું વર્ણન કેમ કરતી હશે ?

    ધર્મસ્થાપનામાં વંસનો વેલો બળતો હશે,

    આર્યવ્રતનો વિધવંશ કેમ જોઇ શકતી હશે ?

    સત્યવાદી, ધર્મધારકનો રાજ્યાભિશેકનું વર્ણન લખતી હશે,

    ત્યારે કર્મનાં ફળનું વર્ણન કેમ કરતી હશે ?

    યજ્ઞસૈનીના દુઃખનો "મહિમા" કેમ લખતી હશે ?

    ત્યારે નૈનથી નિર વહાવીને સમદરને છલકાવતી હશે.

    મહાભારતનું મહાકાવ્ય કલમ લખતી હશે,

    ત્યારે કલમ કેટલી રડતી હશે ?

    કલમ કેટલી રડતી હશે...

    કલમ કેટલી રડતી હશે....

  • સંગીઅખિલ "અખો"

  • એમાં પ્રભુ ક્યાંથી મળે.
  • પથ્થરને પુજે પ્રભુ સમજીને,

    પ્રભુ જેવાં માબાપને રોજ રજાડે.

    એમાં પ્રભુ ક્યાંથી મળે.

    રોજ સવારે મંદિરે જાય દોડીને,

    મંદિર જેવા ઘરને બગાડે છે.

    એમાં પ્રભુ ક્યાંથી મળે.

    નિરથી ધોઇને તન રાખે ચોખાં,

    મન રાખે કાયમ મેલા.

    એમાં પ્રભુ ક્યાંથી મળે.

    ચાર ધામની યાત્રા તો સાતવાર કરે,

    ચાર પગ પુજા તો પલવાર ના કરે

    એમાં પ્રભુ ક્યાંથી મળે.

    દુનિયાના ધર્મની વાતુ તો ધર્મગુરુ બનીને કરે,

    સાચો ધર્મ તો સમજણની બહાર રહે

    એમાં પ્રભુ ક્યાંથી મળે.

    લેતા આવડે અધિકથી અધિક,

    અન્નનો ટુકડો દેતા આવડે નય એક.

    એમાં પ્રભુ ક્યાંથી મળે.

    "મહિમા" પ્રભુનો હું શુ લખી શકુ ?

    દુનિયાની અવળી દિશાની વાતું લખી દવ છું

    એમાં પ્રભુ ક્યાંથી મળે.

  • સંગીઅખિલ "અખો"

  • મળે કે ના મળે
  • વિદાય વેળાનો "મહિમા" લખુ છું તારોને મારો,

    પછી આવું એકાંત ફરીવાર મળે કે ના મળે.

    છેલ્લાં દિવસની સવાર છે તારીને મારી,

    પછી સવાર સાથે ખિલે કે ના ખિલે.

    છેલ્લી નજર છે તારીને મારી,

    પછી આવી નજર ફરીવાર મળે કે ના મળે.

    છેલ્લાં સંવાદ છે તારીને મારા,

    પછી આવા વણબોલ્યા શબ્દો મળે કે ના મળે.

    છેલ્લી વાર હાથ મળ્યા છે તારા ને મારાં,

    પછી આ હાથને કોઇનો હાથ મળે કે ના મળે.

    છેલ્લી વાર રહૃય મળ્યાં છે તારાં ને મારાં,

    પછી કોઇ રહૃય આ રહૃયને મળે કે ના મળે.

    છેલ્લી વાર આંખને આંખમાં પરોવી જોઇલે,

    પછી આંખમાં આંશું જોવા મળે કે ના મળે.

    છેલ્લી મુલાકાત છે તારી ને મારી,

    પછી તન આપણાં મળે કે ના મળે.

  • સંગીઅખિલ "અખો"

  • વ્યસન
  • વ્યસન વિદ્યા ભુલાવે, ભાન ભટકાવે,

    અન્યાય કરાવે, અધર્મ કાર્ય કરાવે,

    ઘડીક અતિ આંનદ આવે પછી બોહું તડપાવે.

    પલ પલ નશો નવા નવા નાચ નચાવે.

    વ્યસન વૈભવ વેડ ફાવે, વ્યવહાર ભુલાવે,

    પરિવાર તરછોડાવે, નિજ નહિ કોઇ આવે,

    દોલ્ત દુશ્મન કરાવે, ભાન એવું ભુલાવે,

    પલ પલ નશો નવા નવા નાચ નચાવે.

    વ્યસન ખોટા કામ કરાવે, દયા કદી ન આવે,

    રસ્તા રોકાવે, દાદાગીરીથી ડરાવે, ચોરી કરાવે,

    દુઃખ ઉપજાવે, સુખ સમજ ન પાવે,

    પલ પલ નશો નવા નવા નાચ નચાવે.

    વ્યસન વાંધા વધારે, ભિક્ષા પાત્ર હાથ ધરાવે,

    નાણાં નહિ કોઇ નાખે, દાણાં નહિ કોઇ આપે,

    ભિખારી કરી ઘર ઘર ભટકાવે, તોય સમજ ન આવે.

    પલ પલ નશો નવા નવા નાચ નચાવે.

    વ્યસન અતિ રોવ રાંવે, નિંદ નહિ આવે,

    નિત નવા નવા રોગ અંગ ઉપજાવે,

    "મહિમા" નહિ કોઇ ગાવે, "સંગ" નહિ કોઇ આવે.

    પલ પલ નશો નવા નવા નાચ નચાવે.

  • સંગીઅખિલ "અખો"

  • ગુજ્જુ
  • ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.

    આઝાદી અપાવામાં ગુજ્જુ ગાંધીનો હાથ હોવો જોઇએ.

    અંખડભારત કરવામાં ગુજ્જુ પટેલભાઇનો હાથ હોવો જોઇએ.

    ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.

    આખાખંડમાં ગરજ્તો ગીરનો ગુજ્જુ સંહિ હોવો જોઇએ.

    મોદી સરકાર કહેડાવવામાં ગુજ્જુ ગામડીયોનો હાથ હોવો જોઇએ.

    ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.

    ઢોલના ધમાકેદાર ગુજરાતી ગરબાનો ગુજ્જુ રાસ હોવો જોઇએ.

    કવિતાઓનો રાષ્ટ્રીય શાયરમાં ગુજ્જુ મેઘાણીનો હાથ હોવો જોઇએ.

    ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.

    વિશ્વમાં પૈસામાં નામ છે તે ગુજ્જુ અંબાણી હોવો જોઇએ.

    રામકથાને કહેનારો ગુજ્જુ સંત મોરારીનો હાથ હોવો જોઇએ.

    ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.

    પાટણમાં પટોળુ બનાવનાર ગુજ્જુ જ્ઞાની હોવો જોઇએ.

    ભરતકામમાં ભાંતિગળ ભોમ ગુજ્જુ કચ્છડો હોવો જોઇએ.

    ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.

    વિજ્ઞાનના જ્ઞાનની વાત કરનાર ગુજ્જુ વિક્રમ હોવો જોઇએ.

    ગુજરાતના ઇતિહાસમાં આગવો "મહિમા" ગુજ્જુનો હોવો જોઇએ.

    ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.

  • સંગીઅખિલ "અખો"

  • ગુજરાતીનો ગર્વ
  • કંપનીમાં કામ કરવાંવાળો ધીરુ કંપનીઓનો માલિક થઇ ગયો.

    રમકડાં તોડીને ફિટકરવાંવાળો વિક્રમ, વિશ્વનો વૈજ્ઞાનિક થઇ ગયો.

    કૃષ્ણ પાછે કામ કરાવવાળો ભક્ત નરસિંહ ભગત થઇ ગયો.

    અંધશ્રધાનાં છપ્પા લખવાવાળો "અખો" બ્રહ્મજ્ઞાની થઇ ગયો.

    બોલવામાં સરમાવાવાળો છોકરો સત્ય,અંહિસા, પ્રેમથી રાષ્ટપિતા થઇ ગયો.

    અંખડભારત કરાવાવાળો નડિયાદી પટેલ લોખંડી પૂરૂષ થઇ ગયો.

    ગામડે ગામડેથી ગોતીને લખવાવાળો મેઘાણી રાષ્ટ્રીય શાયર થઇ ગયો.

    છ અક્ષરના નામવાળો દુલાભૈયાકાગ કાગવાણી કહી ગયો.

    નિશાળના છોકરા ભણાવાવાળો રામકથા કહીને સંતમોરારી થઇ ગયો.

    ચાની કિટલીવાળો સીએમ થયેલો, ગુજરાતી મોદી પીએમ થઇ ગયો.

    ગુજરાતના ઇતિહાસનો "મહિમા" થોડો ગઝલને "સંગ" થઇ ગયો.

    ગુજરાતમાં જનમવાવાળો ગુજરાતી નામ કમાયને નામાંકિત થઇ ગયો.

  • સંગીઅખિલ "અખો"

  • આંખ
  • આંખથી આંશુ આવી જાય તો,

    માનજો દુઃખને વહાવી કાઢીયું છે.

    આંખ જો નિચી નમી નજર ફેરવી લે તો,

    માનજો દુઃખને રહૃયમાં ઉતારી કાઢીયું છે.

    છલકેલી આંખમાં હોઠ હસી પડે તો,

    માનજો કોઇ પુણ્યનું ફળ મળી રહ્યું છે.

    આંખ મળેને કોઇ સમણામાં આવે તો,

    માનજો ચાસા પ્રેમની હુફ મળી રહી છે.

    આંખને જેને જોવાની તડપ છે તે સામે આવે તો,

    માનજો ખુદ ખુદા પાસે પ્રાર્થના પોગી ગઇ છે.

    આંખની પાંપણ ભીંજાય આવે તો,

    માનજો "મહિમા" મોટાઇનો નહિ પ્રેમનો જ હોય છે.

  • સંગીઅખિલ "અખો"

  • કારણ પ્રેમનું
  • ફુલને પણ એમ જ તુટવું પડે છે,

    રેશમી ઝુલ્ફોમાં જઇ વસ્વું પડે છે,

    કારણ પુછો તો પ્રેમનું જ મળે છે.

    વાસળીને પણ શરીરે છેદાવું પડે છે,

    હોઠો પર જઇ વસ્વું પડે છે,

    કારણ પુછો તો પ્રેમનું જ મળે છે.

    રાધાને પણ કાના વગર તડપવું પડે છે,

    અવન યાદવથી ઘર ચલાવવું પડે છે,

    શુદ્ધ પ્રેમ માટે રાધેશ્યામથી જોડાવું પડે છે,

    કારણ પુછો તો પ્રેમનું જ મળે છે.

    સીતાને પણ સુખ છોડવું પડે છે,

    વલ્કલ ધારણ કરીને વન-વન ભટકવું પડે છે,

    માટે જ સિતારામથી જોડાવું પડે છે,

    કારણ પુછો તો પ્રેમનું જ પડે છે.

    મુમતાજને પણ તાજમાં ચણાવું પડે છે,

    માટે જ "મહિમા" લખાય છે તાજનો,

    કારણ પુછો તો પ્રેમનું જ મળે છે.

  • સંગીઅખિલ "અખો"

  • છે.
  • તારા હાથમાં એક ભાગ્યની રેખા મારીય છે.

    તારા દિલમાં એક દિલ મારુય છે.

    તારી આંખમાં અદ્રશ્ય તસ્વીર મારીય છે.

    તારા સ્વપ્નમાં મિલન મારુય છે.

    તારા દુઃખમાં ભાગીદારી મારીય છે.

    તારા નામ પાછળનું નામ મારુય છે.

    તારી નજરમાં એક નજર મારીય છે.

    તારી યાદમાં એક યાદ મારીય છે.

    તારા વિચારોમાં એક વિચાર મારોય છે.

    તારા સુખમાં સહંકાર મારોય છે.

    તારી ગઝલમાં "મહિમા" મારોય છે.

  • સંગીઅખિલ "અખો"

  • જરૂર આપજો.
  • કરીયાવર નહિ આપો તો ચાલ છે પણ પુસ્તક જરૂર આપજો.

    દહેજ દાયજો નહિ આપો તો ચાલ છે પણ ઇજ્જત જરૂર આપજો.

    ઘર નાનું હશે તો ચાલ છે પણ દિલ દરિયાઇ જરૂર આપજો.

    વાહનો નહિ આપો તો ચાલ છે પણ વિવેક જરૂર આપજો.

    સમૃદ્ધિ નહિ આપો તો ચાલ છે પણ સંસ્કાર જરૂર આપજો.

    સંપતિ વધારે નહિ હોય તો ચાલ છે પણ સુખ જરૂર આપજો.

    હિરામાણેક, મોતિ, ઝવેરાત ના આપો તો ચાલ છે પણ માણસાઇ જરૂર આપજો.

    એશોઆરામની વસ્તું નહિ આપો તો ચાલ છે પણ આરામ જરૂર આપજો.

    ભુલ થાય તો ચાલ છે પણ એના માટેની શિખામણ જરૂર આપજો.

    વધારે શિક્ષણ નહિ આપો તો ચાલ છે પણ વિનય જરૂર આપજો.

    હોશિયાર નહિ થાય તો ચાલ છે પણ વિદ્યા જરૂર આપજો.

    લાજ નહિ કાઢે તો ચાલ છે પણ મર્યાદા જરૂર રખાવજો.

    કશું નહિ આપો તો ચાલ છે પણ બે ઘરનો

    "મહિમા" રહે તેટલું જરૂર આપજો.

  • સંગીઅખિલ "અખો"