×

આ એક એવી નવલકથાનાં બીજ મનવિચારમાં રોપાયાં જેમાં પ્રેમ, વાસના, રહસ્ય, ભેદભરમ, પુરાત્વ જગતની વાતો, ઇર્ષ્યા, માનવતા, આસ્થા વિશ્વાસ બધાથી ગુંથાયેલી લખાઇ રહી છે. જેના કોઇપણ ધર્મે, વ્યક્તિ, કોઇનાં વિચાર, આસ્થા કે કોઇનાં જીવન સાથે કોઇપણ રીતે સુસંગત નથી ...Read More

સરયું... એક સુંદર સંસ્કારી સંવેદનશીલ યુવાન કન્યા સુરત શહેરનાં પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ નવનીતરાય અને જાજરમાન નીરુબેનનું એકનું એક સંતાન - કોલેજમાંથી ઉદેપુર-જયપુર-જેસલમેર (રાજસ્થાન) ટુરનું આયોજન થયું. એકની એક દીકરીને કચવાતે મને ટુરમાં મોકલે છે પરંતુ નવનીતરાય અંગત રીતે રસ લઇને ...Read More

સરયુ અવનીને શું કહેવા જતી હતીને ચૂપ થઇ ગઇ. આગળ અવનીએ પૂછતાં મોં પર હાથ દાબી દીધો. સરયુંના જીવનમાં શું છે ક્યાં રહસ્ય એને ગૂંગળાવે છે. આગળ એના જીવનમાં કોણ કોણ આવવાનુ છે કેવાં વળાંક આવવાનાં છે એનાં માટે ...Read More

સરયુ અને અવની કોલેજમાંથી બધા સાથે રાજસ્થાનથી ટુરમાં આવવા નીકળે છે. સરયુ ટુરમાં આવ્યા પછી કોઇ અગમ્ય અનુભવોમાં સપડાય છે. એને ક્યારેક ખૂબ ભય, પીડા કે ક્યારેક આનંદ થાય છે. સાથે આવેલાં પાત્રો પણ કોઇને કોઇ કારણે કોઇ શંકાસ્પદ ...Read More

સરયુની બિમારી છે કે માનસિક અવસ્થા. એને શેની પીડા છે જે એને વારંવાર દુઃખી કરે છે એ સ્વસ્થ રહેવા પ્રયત્ન કરે છે પરંતુ નિષ્ફળ જ જાય છે. ટુરમાં એને અવનવા અનુભવ થાય છે. પોતાનાં જીવન સાથે સંકળાયેલા પાત્રો જેવાકે ...Read More

સરયુની બિમારી - ડો.ઇદ્રીશ અને નવનીતરાયની દુશ્મની અને સારવાર પરવીન સાથેનાં સંબંધો વાર્તા અવનવા રસપ્રદ વળાંક પર આગળ વધી રહી છે. સરયુની તબીયત અને એનાં અગમ્ય અનુભવો તમને રસપ્રસુર પ્રકરણોમાં આગળ લઇ જશે. વાંચો પ્રકરણ-6.

નવનીતરાય અને ડો.ઇદ્રીશની દોસ્તી દુશ્મની ક્લબનું ઇલેકશન નવનીતરાયની જીત-નીરુબહેનનું નિવેદન- નવનીતરાય સાથેનો ખૂલાસો પરવીનનાં સંબંધ- સરયુની ટુર ઉદેયપુરથી જયપુર તરફ આગળ વધી રહી છે. નહારગઢ અને જયપુર સાથે સરયુની વેદના અને અગમ્ય અનુભવોનો શું સંબંધ છે વાંચો આગળનાં પ્રકરણ...

સરયુની જીંદગીનાં પ્રવેશી રહેલાં અગમ્ય અનુભવ-નવનીતરાય અને ડો.ઇદ્રીશ વચ્ચેનો જંગ.. ડો.ઇદ્રીશે અબ્દુલને સરયુની પાછળ એની જાસુસી કરવા લગાડી દીધો. જયપુર આવી પહોચ્યો છે પ્રવાસનો રસાલો હવે સરયુનો કુંડાળામાં પગ પડ્યો... હવે કેવા કેવા રંગ બતાવશે કે એ જોશે હવે ...Read More

સરયુનાં અગમ્ય અનુભવ વચ્ચે ટુર આગળ વધી રહી છે. હવે જયપુર આવ્યા પછી એનામાં કંઈક અલગ જ પરિવર્તન આવ્યું છે. એને અહીંનો ઇતિહાસ જાણે કંઠસ્થ છે કેવી રીતે એને બધી જાણ છે હવેનાં પ્રકરણો ખૂબ રસપ્રચુર બની ...Read More

જયપુર આવ્યા પછી સરયુ જાણે એની દુનિયામાં આવી ગઇ હતી એને હવે કોઈ અગોચર યાદો યાદ આવી રહી હતી એ સીટીપેલેસનાં બગીચામાં આવેલા મહાદેવમાં આવી બેશુધ્ધ થાય છે. હોંશમાં આવે છે પરંતુ એની ખાસ મિત્રને એવી વાતો કરે છે ...Read More

સ્વાતી અને સરયુ બે જન્મનાં બે પાત્ર, સરયુને ગત જન્મની વાતો ..યાદો જયપુર આવીને ત્રાદશ્ય થઇ રહી હતી એ એની ખાસ સખીને કહ્યું.. કહી રહી છે અને વાર્તા આગળ વધે છે. રસપ્રચુર અંકો આગળ વાંચતા રહો. “ઊજળી પ્રીતનાં ...Read More

સરયુંને એનાં ગત જન્મની યાદ પાછી તાજી થઇ છે એ એની ખાસ મિત્ર અવનીને બધુજ વિગતવાર કહી રહી છે. જાણે થોડાં સમયમાં એક આખી જીંદગી કહી દેવાની હોય, વાંચો રસપ્રચર નવલકથા ઉજળી પ્રીતનાં પડછાયા કાળા આવતાં અંકે.......

સરયુની અગોચર વિશ્વની વાતો એકધારી ચાલી રહેલી એને કોઇ વિક્ષેપ કર્યા વિનાં રસપૂર્વક સાંભળી રહેલાં હવે આગળ શું શું સરયુ કહેશે એજ સાંભળવા તલપાપડ હતાં. સરયું ઉર્ફે સ્વાતીની જીંદગીમાં શું થયું વાંચો ઉજળી પ્રીતનાં પડછાયાં કાળાનાં આવતા ...Read More

સરયુ બોલી રહી છે અસ્ખલિત રીતે.... નવનીતરાય નીરુબહેન ડો.ઇદ્રીશ જયપુર આવી ગયા છે. સ્તવન ઘરે જઇને પાછો આવી ગયો છે. હવે ડો.ઇદ્રીશ શું ઉપચાર કરશે. સરયુને કેવી રીતે શાંત કરશે આગળ શું કરશે વાંચો, ઉજળી પ્રીતનાં પડછાયા કાળા અંક ...Read More

સ્વાતી સ્તવનની પ્રણય કથા ખુબ સરસ ચાલી રહી છે મદનસિંહ એનાં ઇરાદામાં સફળ નથી થતો સ્વાતીનું નવું સ્થળ એની ગાયકીની સુંદરતાં માણે છે. નવનીતરાય વિગરે જયપુર આવી ગયા, બધાં હોટલમાં શીફટ થયાં, સ્તવન સ્વાતીને ખાસ જગ્યાએ લઇ જાય છે ...Read More

સ્વાતી અને સ્તવન બંન્ને ખૂબ ખુશ હતાં.સ્વાતી સ્તવનની કહાની હવે નવા મોડ પર આવી છે આવતાં અંકોમાં એ રસપ્રસર અંકો જરૂરથી વાંચજો. ઉજળી પ્રીતનાં પડછાયાં કાળાં આવતાં અંક....

સ્વાતી સ્તવન શીશમહલની મુલાકાત પછી વધુ એકમેકનાં બની રહ્યાં નીરુબહેને ગુરુજીને બોલાવી લીધાં સાથે રઝીયા અને પરવીન પણ આવી ગયાં. સરયુની માનસિક બીમારી છે કે કોઇ અગમ્ય સંબંધ છે એવી સારવાર અને ઉપાય શોધવા બંન્ને રીતે વિચાર કરવા ...Read More

સરયુની સ્થિતિને અનુલક્ષીને બધાં નિર્ણય લેવામાં ગુરુ બાલકનાથનું પરવીનુ, રઝીયા બધાં જયપુર આવી ગયાં હવે સરયુ આગળની એની વાત અટકી અટકીને કહે છે હવે સ્તવન આમા પણ જાણે એની સાથે થઇ ગયો હોય એવું અનુભવે છે. ગુરુજી એમની મંત્રશક્તિથી ...Read More

પ્રકરણ -19        સ્તવન ટ્રેઇનમાં બેસી તો ગયો પરંતુ એનું મનહૃદય સ્વાતીમાંજ પરોવાયેલું રહ્યું સ્વાતી ટ્રેઇનમાં બેસી ગયાં પછી એ રડતી આંખે નીચે ઉતરી. ત્યારે સ્તવનને થયું કે જાણે મારાં શરીરમાંથી મારો જીવ જુદો થઇ રહ્યો છે. સ્વાતીની રડતી ...Read More

પ્રકરણ -20        આજે સરયુને ઘણી યાતનાઓ સહન કરવી પડી એવું લાગ્યું ખૂબજ આક્રંદ કર્યા પછી એ થાકી હારીને સૂઇ ગઇ હતી. નવનીતરાય, નીરુબહેન ડો.ઇદ્રીશ અત્યારે ગુરુજીનાં રુમમાં હતાં. ગુરુજી આંખો મીચીને બેઠાં હતાં બધાં એમનાં બોલવાની રાહમાં હતાં. ...Read More

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા પ્રકરણ -21        તાઉજીએ પૃથ્વીરાજસિંહને બોલાવ્યાં અને કીધું તમે સ્તવન સાથે ફોન પર વાત કરીને સારો દિવસ જોવડાવીને એને બોલાવી લો આપણે વાત કરીએ અને વિચારી લઇએ. દીકરીનો પ્રશ્ન છે ખૂબ લંબાવ્યા કરવાનો અર્થ નથી. ...Read More

ઉજળી પ્રીતનાં પડછાયા કાળા પ્રકરણ-22        સરયુનાં રૂમમાં બધાં આવી ગયેલાં ડો.ઇદ્રીશ અને ગુરુબાલકનાથજીની સૂચના મુજબ બધાએ પોતાની જગ્યા લીધી હતી. નીરુબહેન ધીમે ધીમે ખૂબ વ્હાલથી સરયુનાં માથે હાથ ફેરવી રહેલાં સરયુ ધીમે ધીમે આંખ ખોલી રહેલી. એણે આંખ ...Read More

ઉજળી પ્રીતનાં પડછાયા કાળા પ્રકરણ-23               ગાડીમાં બેઠાં પછી સ્તવને પહેલાં પોતાની સ્લીપરની જગ્યા જોઇ. બધો સામાન વ્યવસ્થિત મૂકીને બારીમાંથી પાપા મંમીને બંન્ને બાય કીધું. મંમી પપ્પા બંનેનાં ચહેરો પર આનંદ હતો. દર વખતે દીકરો જયપુર અભ્યાસ અંગે ...Read More

સ્તવન દેવધરકાકાનાં ઘરે પહોચ્યો. કાકા વરંડામાં બેસીને રાહ જ જોઇ રહેલાં. સ્તવનને જોઇએ ઉભા થઇ ગળેજ વળગાવી દીધો. આવી ગયો દીકરા ? ચાલ થોડો આરામ કર. તારાં માટે ચા નાસ્તો બધુજ તૈયાર છે. પછી ફેશ થઇને તૈયાર થા મારા ...Read More

શક્તિસિંહ ક્યારનો બનેવી પૃથ્વીરાજસિંહના ઘરમાં થઇ રહેલી વિધી વાર્તાઓ જોઇ સાંભળી રહેલો એ ક્યારનો ઊંચો નીચો થઇ રહેલો. એ પૃથ્વીરાજસિંહની બરાબર બાજુમાં જ બેઠેલો હતો. એટલે એ તરત ઉભો નહોતો થઇ શકતો એને ક્યારની ફોન કરવાની ચટપટી હતી ક્યારે ...Read More

ગુરુજીએ હવનયજ્ઞ શરૂ કર્યો. એમનાં શાંત ચિત્તે થતાં મંત્રોચ્ચારથી વાતાવરણ એકદમ પંવિત્ર થઇ ગયું આજે વૈદિક મંત્રોચ્ચારો બોલીને ગુરુજીએ જાણે ઇશ્વરને સાક્ષાત બોલાવી લીધાં. આસપાસ બેઠેલાં બધાં ખૂબજ પ્રભાવમાં હતાં. ખૂબજ તન્મયતાથી હવન યજ્ઞને નિહાળી રહેલાં. નવનીતરાય, નીરુબહેન, ડો.જોષી ...Read More

-