આ જીવન એક નાટક છે. એના આપડે પાત્રો છીએ. માત્ર કલ્પના કરી જુઓ. કોને ખબર સાચુ હોઇ પણ શકે. બસ આ જ વિચારને લઇને આ વાર્તા શરૂ થાય છે. અહિં રોમાંચ, સંઘર્ષ, વિરહનું મિશ્રણ છે. કેવી રીતે આપણે પરિસ્થીતીઓનો સામનો કરીએ છીએ અને કઇ રીતે ઘટનાઓ આકાર લેતી હોય છે. એક એવી વાર્તા જે તમને સાક્ષી કરાવશે તમારા જીવનથી. ધ પ્લે એક એવા નાટકની વાર્તા છે જે કરોડો વર્ષોથી ચાલી રહ્યુ છે. તો માણો એક મહાનાટ્યની વાર્તા - ધ પ્લે.

Full Novel

1

The Play - 1

આ જીવન એક નાટક છે. એના આપડે પાત્રો છીએ. માત્ર કલ્પના કરી જુઓ. કોને ખબર સાચુ હોઇ પણ શકે. આ જ વિચારને લઇને આ વાર્તા શરૂ થાય છે. અહિં રોમાંચ, સંઘર્ષ, વિરહનું મિશ્રણ છે. કેવી રીતે આપણે પરિસ્થીતીઓનો સામનો કરીએ છીએ અને કઇ રીતે ઘટનાઓ આકાર લેતી હોય છે. એક એવી વાર્તા જે તમને સાક્ષી કરાવશે તમારા જીવનથી. ધ પ્લે એક એવા નાટકની વાર્તા છે જે કરોડો વર્ષોથી ચાલી રહ્યુ છે. તો માણો એક મહાનાટ્યની વાર્તા - ધ પ્લે. ...Read More

2

The Play - 2

ત્રીદેવ બધા એક્ટરોને પ્રવચન આપે છે અને નાટકની શરૂઆત થાય છે. ધોધમાર વરસાદની વચ્ચે નંદિનીને પ્રસવ પીડા ઉપડે છે. પહાડી જંગલ હોય છે અને મુશળધાર વરસાદ. બાળકને યોનીમાર્ગમાંથી બહાર આવવામાં તકલીફ પડે છે, નંદિની ખુબ થાકી છે. અંતે બાળકનો આ દૂનિયામાં જન્મ થાય છે. જેવુ શરીર એવુ જ એનું નામ પડે છે. મેઘ. હવે આગળ ધ પ્લે ના પ્રકરણ - ૨ માં. ...Read More

3

The Play - 3

વરસાદમાં મેઘ અને એનું નાનું ફેમીલી ફિલ્મ જોવા નીકળે છે. ટ્રાફીક સિગનલ પર મેઘની નજર એક યુવતી પર પડે જ્યારે એ રોડ ક્રોસ કરી રહી હોય છે ત્યારે જ એક બકરો એને ટક્કર મારે છે. મેઘ દોડીને એની મદદે જાય છે. એ લોકો એને હોસ્પીટલ લઇ જાય છે. આખરે એ યુવતી હોશમાં આવે છે. મેઘ નવ્યાના કોમળ હાથનો સ્પર્શ કરે છે. મેઘને એનું નામ ખબર પડે છે. ‘નવ્યા.’ બન્નેની આંખો મળે છે. મેઘને ખબર પડે છે કે એ નવ્યાના પ્રેમમાં છે. હવે આગળ. The Play - Chapter - 3 ...Read More

4

The Play - 4

મેઘ નવ્યાનાં હાથનો સ્પર્શ કરીને છુટો પડે છે. બટ એના વિચારોમાં સતત નવ્યા હોય છે. શિવ અને પાર્વતિનો સંવાદ છે. શિવનો પાત્રો પ્રત્યેનો પ્રેમ પાર્વતિજી મહેસુસ કરે છે. નવ્યાને ઓફીસમાં આરકાઇવલ મેનેજર તરીકે પ્રમોશન મળે છે. શિવને ખબર પડે છે કે ઇન્દ્રએ ભુલ કરી છે. ઇન્દ્રએ મેઘનું રૂપ લઇને તર્જનીની ફ્રેન્ડ ખ્યાતી સાથે એક રાત પસાર કરી એવુ જાણવા મળે છે. મેઘ નવ્યાને મળવા એ જગ્યા પર જાય છે જ્યાં એણે નવ્યાને પહેલા જોઇ હતી. આખરે બન્નેનો કોઇ સમસ્યા વિના ભેટો થાય છે. બન્ને એકબીજાના નામની આપલે નજરો મેળવીને કરે છે. હવે આગળ. The Play - 4 ...Read More

5

The Play - 5

મેઘ અને નવ્યા એક સાથે સમય પસાર કરે છે. બન્ને ધીરે ધીરે નજીક આવે છે. બન્નેની ફોન પર વાત છે. બન્ને ડેટ માટે રાજી થાય છે. બ્રહ્મા નાટક માટેની મીટીંગ કરે છે. બધાને જરૂરી ગાઇડન્સ આપે છે. ઇન્દ્રને પ્રોજેક્ટ માંથી બાકાત કરવામાં આવે છે. ઇન્દ્રનું અભિમાન ઘવાય છે. હવે આગળ. The Play - Chapter - 5 ...Read More

6

The Play - 6

Chapter 6 is all about beautiful memories of Megh and Navya. Will somebody ruin their beautiful moments Read - 6 of Hiren Kavad s Novel - The Play. Don t forget to rate and review after reading. ...Read More

7

The Play - 7

મેઘની હાલત અલગ જ હોય છે, અચાનક એ કાગળ પર પોતાની યાદો લખવા બેસે છે. એ બન્નેની ડેટનો દિવસ છે. બન્ને વચ્ચે પ્રણય રચાય છે, શિવ અને સરસ્વતિ ભેગા થાય છે, ઇન્દ્ર શિવને મળવા આવે છે, ઇન્દ્ર કંઇક વિચાર્યા મુજબ સ્ટેજ પોર્ટલથી સ્ટેજ પર છૂપાઈને એન્ટ્રી લે છે. હવે આગળ. ધ પ્લે - પ્રકરણ - ૭ ...Read More

8

The Play - 8

ખ્યાતિને ફનાટિકા રેસ્ટોરન્ટમાંથી ફ્રિ ડિનર માટે કોલ આવે છે, એ કોલ ઇન્દ્રએ કરેલો હોય છે. નવ્યા અને મેઘ એમના સમયને માણી રહ્યા હોય છે. મેઘ નવ્યાનેં પોતાના ઘરે લઇ જાય છે. સુંદર સમય વિતાવ્યા પછી બન્ને ડિનર માટે જવા નીકળે છે. ઇન્દ્ર પોતે બનાવેલા પ્લાન પર હસે છે. હવે આગળ. The Play - Chapter - 8 ...Read More

9

The Play - 9

મેઘ અને નવ્યા બન્ને રેસ્ટોરન્ટમાં ડિનર માટે જવાનાં હોય છે. ઇન્દ્રએ ખ્યાતિ અને તર્જનીનેં ડિનર માટે બોલાવેલા હોય છે. અને નવ્યા ડિનર શરૂ કરે છે. ત્યારે જ તર્જની અને ખ્યાતિ ત્યાં આવે છે. નવ્યાનીં નજર તર્જની પર પડે છે. ખ્યાતિ અને મેઘ મળે છે. વાતાવરણ તંગ બને છે. શિવ મેઘનાં જેવુ જ રૂપ લઇનેં ત્યાં આવે છે અને બધુ સંભાળે છે. બધા સાથે ડિનર કરે છે. બધા છુટા પડે છે. મેઘ અને નવ્યા એક સ્થળ પર જાય છે. નવ્યા રોડનાં પેલે પારથી મેઘને પ્રપોઝ કરી રહી હોય છે. ત્યારે જ એક ટ્રક આવીને નવ્યાંનેં ઉલાળી મુકે છે… હવે આગળ. ...Read More

10

The Play - 10

બ્રહ્મા દ્વારા નાટ્યને સ્થગિત કરવામાં આવે છે, શિવ અને ઇન્દ્રને પૃથ્વી પર રહેવાની સજા આપવામાં આવે છે. મેઘની માનસિક ખરાબ છે. એને સતત નવ્યાનાં અવાજો સંભળાય છે. એ નક્કિ કરે છે કે એ ઘરેથી નીકળી જાય. મેઘ નંદિનીને આવીને વાત કરે છે. આખરે નંદિની મેઘને રોકતી નથી મેઘ નીકળી જાય છે. બસમાં એને લિઅમ અને ડેરેન મળે છે. એ લોકો જંગલ તરફ જઇ રહ્યા હોય છે. મેઘ પણ એ તરફ ચાલી નીકળે છે. મેઘને ફરી સપનું આવે છે, નવ્યા સાથે સપનામાં વાત થાય છે. સપનામાં જ નવ્યા એનાથી દૂર થાય છે. હવે આગળ. ...Read More

11

The Play - 11

લિઅમ અને મેઘ બસ્તીમાં આંટો મારવા નીકળે છે. ત્યાંજ મેઘ અને દેવતી અમ્માની મુલાકાત થાય છે. દેવતી અમ્મા મેઘનાં પર હાથ મુકે છે. ત્યારે જ પંચ પ્રજ્ઞા ત્યાં આવે છે. મેઘ બેભાન અવસ્થામાં રહે છે. મેઘનો પરિચય પંચ પ્રજ્ઞા સાથે થાય છે. બસ્તીમાં દ્રશ્યપાનનાં જલસાની જાહેરાત થાય છે. મેઘ દ્રશ્યપાન કરે છે અને સ્મૃતિની સફરે નીકળે છે. હવે આગળ. ...Read More

12

The Play - 12

મેઘ દ્રશ્યપાન કરે છે. નવ્યા એનાં સપનાંમાં આવે છે. એને અલગ અલગ જગ્યાએ લઇ જઇને વાસ્તવિકતા નજીક લઇ જવા કરે છે. પરંતુ મેઘ પણ એને અમુક જગ્યાઓએ લઇ જાય છે અને શું વાસ્તવિકતા છે એના પર પ્રશ્ન કરે છે. વર્ષો સુધી એને દ્રશ્યપાન હેઠળ રાખવામાં આવે છે. એ જાગે છે. એનું શરીર વૃદ્ધ થઇ ચુક્યુ હોય છે. આસપાસ લોકોનાં ટોળા છવાઈ જાય છે. એનો એક જ પ્રશ્ન હોય છે. એ ક્યાં છે કોણ છે . હવે આગળ ...Read More

13

The Play - 13

સાધુ કબિલામાંથી નીકળી પડે છે. કોઇ જ લક્ષ્ય વિના એ, ખર્વ અને નિખર્વ ચાલતા થઇ જાય છે. એક વૃક્ષ એ રાત પસાર કરે છે. ત્યાં એનો ભેટો શિવ સાથે થાય છે. શિવને ખબર પડે છે મેઘની સ્મૃતિઓ ચાલી ગઇ છે. શિવ એને કૈલાસ પર્વતની યાત્રાએ લઇ જાય છે. હવે આગળ. ...Read More

14

The Play - 14

શિવ અને સાધુ બન્ને કૈલાસની યાત્રા પર નીકળે છે. બન્ને ઉત્તરનાં ઘણા ગામડાઓમાં રોકાય છે. સાધુ શિવ પાસે નૃત્યની માંગણી કરે છે. શિવ સાધુને કઢોર શિક્ષા આપે છે. બન્ને કૈલાસનાં તરફનાં રસ્તાઓ તરફ આગળ વધે છે. ઠંડા પર્વતો પર સાધુનું શરીર પડે છે. એને પોતાનોં અંતિમ સમય દેખાય છે. શિવ સાધુનાં શરીરનેં ગરમ રાખવા અગ્નિ તાંડવ કરે છે. સાધુનેં મેઘની સ્મૃતિઓ મળે છે. હવે આગળ. ...Read More

15

The Play - 15

મેઘ પોતાની શોધમાં આગળ વધે છે. એનું શરીર હવે થાકી ચુક્યુ છે. એને એના જન્મનાં સ્થળે જ એની સ્મૃતિઓ છે. એનું શરીર શાંત થાય છે. The Play નું છેલ્લુ પ્રકરણ. તમારા રિવ્યુઝ આપવાનું ભૂલતા નહિં. ...Read More