The Play - 8 books and stories free download online pdf in Gujarati

The Play - 8

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

ખ્યાતિને ફનાટિકા રેસ્ટોરન્ટમાંથી ફ્રિ ડિનર માટે કોલ આવે છે, એ કોલ ઇન્દ્રએ કરેલો હોય છે. નવ્યા અને મેઘ એમના હસીન સમયને માણી રહ્યા હોય છે. મેઘ નવ્યાનેં પોતાના ઘરે લઇ જાય છે. સુંદર સમય વિતાવ્યા પછી બન્ને ડિનર માટે જવા નીકળે છે. ઇન્દ્ર પોતે બનાવેલા પ્લાન પર હસે છે. હવે આગળ.

Pain

મેઘ રોડ પર પથ્થરની જેમ ઉભો રહી ગયો હતો. એનાં મોંમાંથી એક પણ શબ્દ નહોતો નીકળી રહ્યો. એ એની સામે સર્જાયેલું દ્રશ્ય જોઇ નહોતો શકતો. એ પણ અધમૂઓ થઇ ચુક્યો હતો.

***

‘પપ્પી માલા ગાલ પર.’, નવ્યા અને મેઘ કારમાં આવીને બેઠા હતા. નવ્યાએ પોતાનાં ગાલ પર આંગળી મુકતા કહ્યુ.

‘તમે મને પાગલ બનાવી રહ્યા છો.’, મેઘે નવ્યાનાં ગાલ પર હાથ ફેરવ્યો.

‘પપ્પી જોઇએ મને’, નવ્યા એવી રીતે બોલી રહી હતી જાણે એ નાની બાળકી બની ગઇ હોય.

‘આપડે મોડું નથી થતુ?’, મેઘે હસીને કહ્યુ.

‘માલે પપ્પી જોઇએ, હવેતો બન્ને ગાલ પલ.’, નવ્યા બોલી. મેઘ ધીમેંથી નવ્યાની સીટ તરફ ઢળ્યો. એણે નવ્યાનાં બન્ને ગાલ પર પપ્પી આપી. એ થોભ્યો. એની આંખો નવ્યાની આંખ પર થોભી. એના હોઠ નવ્યાના હોઠ સામે થોભ્યા.

‘આઇ વોન્ટેડ યુ બેડલી.’, નવ્યાથી બોલાઇ ગયુ.

‘મી ટુ.’, મેઘ બોલ્યો અને એણે ધીમેંથી એના હોંઠ નવ્યાનાં હોંઠ પર મુક્યા અને ચાંખ્યા.

***

‘તારા ઘરની નીચે છું.’, તર્જનીએ ફોન પર કહ્યુ.

‘વન મિનિટ.’, ખ્યાતિ બોલી.

‘જલદી કરજે, ઓલરેડી દસ વાગી ચુક્યા છે.’, તર્જનીએ કહ્યુ.

‘અરે બાબા, એક જ મિનિટમાં આવુ છું.’, ખ્યાતિએ કહ્યુ અને ફોન કટ કર્યો.

***

‘ફ્લોલેસ મોમેન્ટ્સ.’, શિવ મેઘ અને નવ્યાનેં જોઇને બોલ્યા.

‘રીઅલી ગોઇંગ વેલ.’, વિષ્નું પણ ખુશ હતા. શિવના ચહેરા પર થોડી ગંભીરતા તો હતી જ. જાણે એ જે પણ થવાનું હતુ એ બધુ જાણતા હોય, અને છતા કંઇ કરવા ન માંગતા હોય.

‘આપણે બીજા કેરેકટર્સ માટે ઓટો મોડ પર કેમ છીએ?’, શિવે જાણીજોઇને પૂછ્યુ.

‘હવે તમે આ પૂછશો? નવ્યા અને મેઘ આપડા માટે ઇમ્પોર્ટન્ટ છે.’,

‘લેટ્સ હેવ અ લુક જસ્ટ.’, શિવે કહ્યુ. વિષ્નુએ ડોકુ ધુણાવ્યુ. શિવ અને વિષ્નુએ બધા પાત્રોને જોવાનું શરૂ કર્યુ. પાત્રોનાં નિરિક્ષણ કરતા કરતા બન્ને તર્જની અને ખ્યાતિ પર પહોંચ્યા.

***

‘ડેમ, યુ લુક સો હોટ.’, ખ્યાતિ કારમાં બેસી એટલે તરત જ તર્જની બોલી.

‘હોટ હુ તો હોટ હી લગુગી ના.’, ખ્યાતિ હસીને બોલી.

‘આજ બહોત જોશ મેં હો ના?’, તર્જની બોલી.

‘ના બસ આજ મુડ કંઇક વધારે જ સારો છે.’, ખ્યાતિ બોલી, તર્જનીએ કાર શરૂ કરી અને ચલાવી.

‘યુ મેટ ધેટ હેન્ડસમ સેકન્ડટાઇમ ઓર નોટ?’, તર્જનીએ ફાર ચલાવતા ચલાવતા વાત શરૂ રાખી.

‘ના યાર, ખબર નહિં એ માણસ કેવો હતો. ન તો એણે મારો નંબર લીધો ન તો એણે આપ્યો. બટ વિ હેડ અ ગુડ ટાઇમ. આઇ વિશ હું એને બીજી વાર મળુ.’,

‘ફોર જસ્ટ ટાઇમ પાસ રાઇટ?’, તર્જની હસી

‘ફોર પ્યોર ફન ટાઇમ, નો સ્ટ્રીંગ્સ અટેચ્ડ.’, ખ્યાતિ ખડખડાટ હસી પડી.

‘અજીબ છે યાર ડિનર ફોર કપલ એન્ડ ફોર ફ્રી.’,

‘યા એક્ઝેક્ટલી. લકી વિ.’, બન્ને હસી પડ્યા.

‘ઇટ્સ અ લેવીશ રેસ્ટોરન્ટ.’, ખ્યાતિએ કહ્યુ.

‘યા આઇ નો.’, તર્જનીએ કારનો ટર્ન લીધો.

***

તર્જની અને ખ્યાતિ કોઇ રેસ્ટોરન્ટમાં જઇ રહ્યા છે એ ખબર પડતા જ વિષ્નુનાં ચહેરા પર ગંભિરતા આવી ગઇ હતી. શિવના ચહેરા પર પણ ઉદાસી હતી. શિવને ખબર હતી શું બનવાનું છે, પરંતુ શિવને ખબર હતી એને બ્રહ્માએ બાંધેલા હતા.

‘એ લોકો એ જ રેસ્ટોરન્ટમાં તો નથી જઇ રહ્યા ને?’, વિષ્નુએ અધિરાઇથી કહ્યુ.

‘આઇ ડોન્ટ નો. પણ આ કોઇન્સીડન્ટ ના હોય. ધીઝ કાન્ટ બી જસ્ટ એન્ટ્રોપી.’, શિવે કહ્યુ.

‘ઇન્દ્ર ક્યાં છે?’, વિષ્નુએ અચાનક પૂછ્યુ.

તરત જ સરસ્વતિને બોલાવવામાં આવ્યા. પ્રોડક્શન ટીમ ભેગી થઇ. તરત જ ઇન્દ્ર વિશે તપાસ થઇ.

‘ઇન્દ્ર અહિં નથીં અને પોર્ટલ ડોર ખોલવામાં આવેલ છે.’, પ્રોડક્શન ટિમનો એક સભ્ય આવીને બોલ્યો. વિષ્નુનાં ચહેરા પર ગુસ્સો હતો. ભયંકર ગુસ્સો.

***

મેઘ અને નવ્યા કાર પાર્ક કરીને રેસ્ટોરન્ટ તરફ જઇ રહ્યા હતા. બન્નેનાં હાથ એકબીજાનાં હાથમાં હતા. આ ક્ષણો બન્ને માટે સુંદર ક્ષણો હતો, બન્ને યાદગાર પળો ઘડી રહ્યા હતા.

‘તો આ આપણી ઓફિશીયલ ડેટ છે?’, નવ્યા હસવા લાગી. મેઘના ચહેરા પર હસી આવી ગઇ.

‘અબ આપને તો સભી દિન કો ડેટ બના દીયા હૈ.’, મેઘ બોલ્યો.

‘ડાન્સ વિથ મી.’, નવ્યા મેઘનાં હાથમાંથી છટકીને થોડે દૂર જઇને બોલી.

‘અહિંયા?’, મેઘ થોડો આશ્ચર્યથી બોલ્યો.

‘યસ અહિંયા.’, નવ્યાએ નિમંત્રણ આપતા પોતાના હાથ ખોલ્યા. મેઘ નવ્યા પાસે ગયો. એ રસ્તા પર ધીમોં ડાન્સ શરૂ થયો. નવ્યાનોં હાથ મેઘનાં ખભા પર, મેઘનોં હાથ નવ્યાનીં કમર પર. બન્નેની નજર સામસામે. આટલા નજીક હોવા છતા એક અંતર. બન્ને પ્રેમની સુંદરતાને અદભૂત આકારો આપી રહ્યા હતા.

‘આઇ વોન્ટ ટુ ડાન્સ વિથ યુ ફોરેવર.’, નવ્યા બોલી. મેઘ એની આંખોમાં માત્ર જોઇ રહ્યો.

‘આઇ વોન્ટ યુ હોલ્ડ ટાઇટ ફોરેવર.’, ફરીવાર નવ્યા બોલી. મેઘ હજુ પણ માત્ર એની આંખોમાં જોઇ રહ્યો હતો. એના હાથોનીં ભીંસ થોડી વધી હતી.

‘કિસ મી.’, આ વખતે મેઘે પોતાની આંખો બંધ કરીને હોઠ ધરી દીધા. નવ્યાએ ધીરેથી એ મજબુત ચહેરાને પોતાના નાજુક હાથોની પકડમાં લીધો અને પોતાનાં હોંઠ ધીમેંથી મેઘનાં હોઠ પર મુક્યા.

***

‘મેરે પૈર બહોત નાઝુક હૈ, મેં ઇસ રાસ્તે પે નહિં ચલ પાઉંગી.’, નવ્યાએ નટખટ અવાજમાં કહ્યુ.

‘આપકા શહેઝાદા આપકો ઉઠા કે લે જાયેગા.’, મેઘે હસીને કહ્યુ.

‘મેઘ.’, મેઘ સાથે ભીંસાઈને નવ્યા ખુબ સરળતાથી બોલી.

‘નવ્યા.’, મેઘે તરત જ નવ્યાનેં ઉઠાવી લીધી અને ફનાટિકાના દરવાજા તરફ ચાલતો થઇ ગયો. બન્ને એકબીજાનીં નજરમાં ડૂબેલા હતા.

***

બન્ને ડાઇનિંગ ટેબલ પર ઠાઠ માઠથી બેઠા હતા. રેસ્ટોરન્ટ બહું જ લેવીશ હતુ. નવ્યા અને મેઘ એકબીજાનીં સામસામે બેઠા હતા. હજુ એ તડપ એમની એમ જ હતી.

‘સો?’, નવ્યાએ ધીમેંથી તાર છેડ્યો.

‘સો.’, મેઘ થોડુ હસ્યુ.

‘ઐસે હમેં ઉલજાયેંગે આપ?’, નવ્યા બોલી.

‘શબ્દ બહોત ખતરનાક ચીઝ હોતી હૈ.’, મેઘ બોલ્યો. એકબીજાની વચ્ચે રહેલ અંતર શબ્દોમાં પણ દેખાઇ રહ્યુ હતુ. વેઇટર એક મોટી સ્માઇલ સાથે ટેબલ પાસે આવ્યો.

‘બોલીયે.’, મેઘ નવ્યા સામે જોઇને બોલ્યો.

‘ડેટ પર તો આપ લાયે હૈ હમે. આપ હી બોલીયે.’, નવ્યા એના મહારાણી લહેકામાં બોલી.

‘સર્વ યોર બેસ્ટ.’, મેઘે વેઇટરને કહ્યુ. ત્રણેયનાં ચહેરા પર ખુબ જ મોટું સ્મિત આવ્યુ. લાઇટ વધારે ડિમ થઇ. વાઇન સર્વ થઇ, બન્નેનાં હોઠોએ મદિરાનો ટેસ્ટ ચાંખ્યો. બન્નેના હાથ ધીરે ધીરે ટેબલ પર જ નજીક આવ્યા. પરંતુ એજ ઉર્જાથી જાણે એ પહેલીવાર જ મળી રહ્યા હોય. બન્નેનાં હાથની આંગળીઓ વચ્ચેની જગ્યા પૂરાઇ, બ્રહ્માંડની દરેક ઘટના પહેલીવાર જ ઘટતી હોય છે.

***

તર્જની અને ખ્યાતિએ પોતાની કાર પાર્ક કરી બન્ને રેસ્ટોરન્ટની તરફ આગળ વધી રહ્યા હતા. બન્નેના ચહેરા પર ફ્રિ મળેલા ડિનર માટે ઉતાવળ હતી.

***

શિવથી માંડીને છેલ્લા ગણના ચહેરા પર ગંભિરતા હતી. બધાને ખબર હતી આગળ શું થવા જઇ રહ્યું છે. વિષ્નુ ગુસ્સે ભરાયેલા હતા. શિવ ઇચ્છતા હતા કે આ ઘટના ના ઘટે, પરંતુ બ્રહ્માનીં ‘પાત્રો પ્રત્યેનાં પ્રેમની’ ચેતવણી પછી એ બંધાઈ ગયા હતા. ઇન્દ્રએ કરેલ પ્લાનીંગ આગળ વધી રહ્યુ હતુ. કોઇ નહોતુ ચાહતુ કે નવ્યા અને મેઘ અલગ પડે.

***

‘એક્સક્યુઝમી.’, ખ્યાતિએ રીસેપ્શન ટેબલ પર જઇને કહ્યુ.

‘યસ મેમ.’, ખુબ પોલાઇટલી એક જવાબ આવ્યો. તર્જની ફનાટિકાની અંદરના માહોલને જોઇ રહી.

‘વિ આર ઇનવાઇટેડ ફોર ફ્રી ડિનર હિઅર. કાઇન્ડલી ચેક માય નેમ.’, ખ્યાતિએ એજ સોફ્ટનેસથી કહ્યુ,

***

‘ઇઝ શી તર્જની?’, નવ્યાની નજર રીસેપ્શન કાઉન્ટર પાસે ઉભેલી તર્જની પર પડી. તરત જ એણે પોતાનો ફોન કાઢ્યો અને એને કોલ લગાવ્યો.

***

‘હું જઇ રહ્યો છું.’, શિવે પોતાની જટા છોડી. બધાની નજર શિવ પર પડી.

‘શિવ, શું કરશો તમે?’, વિષ્નુએ ખુબ ઉત્સુકતાથી પૂછ્યુ.

‘જે ઇન્દ્રએ કર્યુ.’, એ એજ ક્ષણે શિવ સ્ટેજ પોર્ટલ તરફ દોડ્યા.

***

ખ્યાતિ કાઉન્ટર પર લાલઘુમ ચહેરે હતી. ખ્યાતિ અને તર્જની માટે ત્યાં કોઇ જ રિઝર્વેશન નહોતુ. બન્ને ઓલમોસ્ટ જગડી પડ્યા હતા. તર્જનીનાં મોબાઇલમાં નવ્યાના કોલ્સ આવી રહ્યા હતા પણ એ રીસીવ નહોતી કરી રહી. નવ્યા જે થઇ રહ્યુ હતુ એને અંદરથી જ જોઇ રહી હતી. પરંતુ એ ત્યાંથી ઉભી થઇને આ સુંદર ઉભા થયેલા માહોલને પોતાના સ્પંદનોથી ખલેલ પહોંચાડવા નહોતી માંગતી.

‘શું થયુ?’, મેઘે પૂછ્યુ.

‘નથીંગ.’, નવ્યા બોલી.

‘આપ કેહ સકતી હૈ.’, મેઘે થોડી સ્માઇલ સાથે કહ્યુ.

‘મારી કલીગનોં બહાર કંઇક જગડો થઇ રહ્યો હોય એવુ લાગે છે.’, નવ્યા બોલી. મેઘે પાછળ ફરીને જોયુ.

‘વિ ડોન્ટ નીડ ટુ બી ધીઝ મચ ડિસન્ટ.’, મેંઘ ખુબ ધીંમાં અવાજે નવ્યા તરફ ચહેરો લઇ જઇને બોલ્યો. પછી બન્ને હસી પડ્યા. મેઘે નવ્યાને હાથ આપ્યો. નવ્યા મેઘનોં હાથ પકડીને બહાર આવી. વેઇટર તરત જ બન્ને તરફ આવ્યો.

‘અમે આવીએ ત્યાં જઇને’, મેઘે હસીને કહ્યુ. નવ્યાએ મેઘના બાજુઓમાં હાથ પરોવ્યો.

***

‘સ્ક્યુઝમી. વોટ્સ અન ઇસ્યુ?’, મેઘ બોલ્યો. તર્જની અને ખ્યાતિ મેઘને જોઇ રહ્યા. ખ્યાતિની નજર મેઘ પર અટકી ગઇ હતી.

‘નથીંગ.’, ખ્યાતિથી બોલાઇ ગયુ.

‘સર, ધેર ઇઝ સમ મીસઅન્ડરસ્ટેન્ડિંગ. સમવન હેઝ પ્રેંક્ડ મેડમ ફોર ફ્રિ ડિનર અને શી ઇઝ ક્લેમીંગ ઇટ વોઝ અસ.’, રિસેપ્શનીસ્ટના ચહેરા પર સ્માઇલ હતી.

‘આ એજ છે.’, ખ્યાતિએ તર્જનીનાં કાનમાં ધીમેંથી કહ્યુ.

‘યુ કેન હેવ ડિનર વિથ અસ.’, મેઘે નવ્યા સામે જોઇને કહ્યુ.

‘ઇટ્સ ફાઇન.’, તર્જની ખચકાઇને બોલી. મેઘે વારાફરથી તર્જની અને ખ્યાતિ સામે જોયુ. ખ્યાતિના મનમાં મેઘની પ્લે બોયની ઇમેજ ઓલરેડી ઉભી થઇ ગઇ હતી.

‘તર્જની, લેટ્સ ગો. અમારા તરફથી’, નવ્યા બોલી.

‘ઓકે.’, તર્જની થોડા કન્ફ્યુઝનમાં બોલી. ચારેય ટેબલ તરફ ચાલતા થયા.

‘નવ્યા.’, તર્જનીએ આગળ ચાલી રહેલ નવ્યાને બોલાવી.

‘વન મિનિટ?’, તર્જનીએ મેઘ સામે જોઇને કહ્યુ. મેઘ એકલો જ ટેબલ તરફ ચાલ્યો.

નવ્યા, તર્જની અને ખ્યાતિ વોશરૂમ તરફ ચાલ્યા.

‘શું કામ છે?’, નવ્યા બોલી.

‘આ ખુબ ઇનોસન્ટ છે, એ આની સાથે ટાઇમ પાસ કરી રહ્યો છે.’, અચાનક તર્જનીનાં ચહેરા પર ગુસ્સો આવી ગયો. આ સાંભળીને નવ્યાનેં જટકો લાગ્યો.

‘વોટ?’, એ ત્યાં જ થોભી ગઇ.

‘લેટ મી એક્સપ્લેઇન. થોડા દિવસ પહેલા ખ્યાતિએ કોઇ સાથે નાઇટ સ્ટેન્ડ કર્યુ હતુ. એ દિવસે ખ્યાતિ લિફ્ટમાં કહી રહી હતી. તે આ જ છે.’, તર્જની બોલી.

‘આઇ કેન નેવર ફરગેટ હીઝ ફેસ.’, ખ્યાતિ બોલી.

‘હિ ઇઝ ડુઇંગ ધીઝ ઓનલી ટુ સ્લીપ વિદ યુ. યુ આર નોટ ધેટ કાઇન્ડ ઓફ ગર્લ.’, તર્જનીએ કંઇજ જાણ્યા વિના એક જ ક્ષણમાં જજમેન્ટલ સ્ટેટમેન્ટ આપી દીધુ. નવ્યા એક જ ક્ષણે તુટી ગઇ.

‘મેઘ.’, એણે તરત જ્યાં ઉભી હતી ત્યાંથી બુમ મારી. આખા રેસ્ટોરન્ટની નજર નવ્યા તરફ ખેંચાઇ. મેઘના પેટમાં ફાળ પડી. તરત જ મેઘ નવ્યા પાસે દોડી ગયો. નવ્યા ઓલમોસ્ટ રડવુ રડવુ થઇ ગઇ હતી. જેવો મેઘ પહોંચ્યો તરત જ મેઘનાં ચહેરા પર નવ્યાનોં તમાચો આવ્યો. નવ્યાનાં કોમળ હાથ મેઘની કઠોર ચામડીથી લાલ થઇ ગયા. એ રડી પડી. રેસ્ટોરન્ટમાં એક અજીબ દ્રશ્ય રચાયુ હતુ.

લજ્જાઇને આમ તેમ જોઇ રહેલી ખ્યાતિની નજર વોશરૂમમાંથી આવી રહેલ એક વ્યક્તિ પર પડી. બ્લેક ટક્સીડોમાં પોતાની એક અનોખી અદામાં એક વ્યક્તિ આવી રહી હતી. ખ્યાતિનીં ધડકનો વધી ગઇ.

‘ઓહ માય ગોડ.’, ખ્યાતિનાં મોંમાંથી નીકળી ગયુ. તરત જ તર્જનીએ પોતાનો ચહેરો ફેરવ્યો. એ વ્યક્તિનો ચહેરો મેઘ સાથે એકદમ મળતો આવતો હતો.

‘આઇ થીંક આઇ એમ સોરી નવ્યા.’, ખ્યાતિથી બોલાઇ ગયુ. એ વ્યક્તિ સીધી જ ખ્યાતિ સામે જોઇ રહી હતી. નવ્યા અને મેઘે પણ એ તરફ નજર કરી. એ બન્નેનાં મોં ખુલ્લા રહી ગયા.

‘હાવ કેન ધીઝ પોસીબલ?’, મેઘ બોલ્યો. એ વ્યક્તિ સીધી જ ખ્યાતિ સામે આવીને ઉભી રહી ગઇ.

‘નાઇસ ટુ મીટ યુ હિઅર.’, એના કપાળ પર શિવના કપાળ જેવું જ તેજ હતુ. એના બોલવાની છટાંથી બધાં જ અંજાઈ ગયા. ખ્યાતિને હોંશ ના રહ્યો. બધા એની સામે એવી રીતે જોઇ રહ્યા હતા જાણે એણે કંઇક મોટો ગુનો કર્યો હોય. ખ્યાતિ અને તર્જનીની નજર મેઘ અને નવ્યા પર પડી.

‘આઇ એમ સો સોરી નવ્યા.’, નવ્યા હજુ આઘાતમાં જ હતી.

‘આઇ એમ સોરી.’, ખ્યાતિએ મેઘ સામે જોઇને કહ્યુ.

‘ઓહ મેન. યુ ગોટ માય લુક્સ.’, શિવે મેઘ તરફ જોઇને કહ્યુ. કોઇને ખબર નહોતી પડી રહી કે શું બોલવું.

‘અરે કોઇ બોલી કેમ નથી રહ્યુ.’, ફરી શિવ બોલ્યા.

‘આઇ એમ સોરી મેઘ.’, નવ્યાની આંખમાં આંસુ ભરાઇ આવ્યા. તરત જ મેઘે નવ્યાનેં પોતાનીં બાહોંમાં ભીંસી લીધી. શિવ પોતાના બીજા રૂપમાં મેઘ અને નવ્યાને જોઇ રહ્યા. એમનીં આંખો પણ ભીંજાઇ ગઇ હોત પરંતુ એ પણ અત્યારે એક મહાનાટ્યનોં ભાગ હતા. આખરે શિવ મેઘ અને નવ્યાને રૂબરૂમાં જોઇ રહ્યા હતા. એણે એક પ્રેમ ભરી નજર નવ્યા પર નાંખી લીધી. ખરેખર ઘણા લોકો શિવને પ્યારા હોય છે.

‘આઇ થીંગ આઇ ગોટ ઇટ, વોટ હેપ્પન્ડ હિઅર. આઇ એમ સોરી ટુ.’, શિવે હસતા હસતા કહ્યુ. બધા થોડું હસી પડ્યા.

‘આઇ એમ શૈવ.’, શિવે પોતાનોં હાથ મેઘ તરફ લંબાવ્યો.

‘મેઘ.’,

‘નવ્યા.’, શૈવે નવ્યાની આંખોમાં એક ક્ષણ જોઇ લીધુ.

‘તર્જની.’, તર્જની હસતા હસતા બોલી.

‘પરહેપ્સ આઇ નો યુ.’, શૈવે ખ્યાતિ સામે જોઇને હસતા હસતા કહ્યુ. પછી બન્ને એકબીજાનેં ભેંટી પડ્યા. આ ગેરસમજ પછી બધા જ હસી પડ્યા.

‘આપડા બન્નેનો ચહેરો એક સરખો જ છે, એકદમ, ખરેખર, અદભૂત.’, શૈવે કહ્યુ.

‘ક્યાંક તુ મારો ભાઇ તો નથી ને, મેલે મેં બિછડા હુઆ.’, મેઘ પણ હસીને બોલ્યો. બધા ફરી હસ્યા.

‘સબને ખાના ખા લીયા લગતા હૈ.’, શૈવે કહ્યુ. ફરી બધા હસ્યા. એ પછી બધા જ ડિનર ટેબલ ફરતે ગોઠવાયા. બધાએ રેસ્ટોરન્ટ મેનેજરને અપોલોજાઇઝ કર્યુ. મેઘ અને નવ્યા હવે એકબીજાથી વધારે નજીક હતા. બન્નેએ એકબીજાનાં હાથ સતત ભીંસીને પકડી રાખ્યા હતા. બધાનાં ચહેરા પર સ્માઇલ હતી.

પરંતુ રેસ્ટોરન્ટનાં દરવાજા પર ઉભી એક વ્યક્તિનોં ચહેરો લાલ હતો. આટલા બધા આયોજન પછી શિવે એક જ ક્ષણમાં આખા આયોજન પર પાણી ફેરવી દીધુ હતુ. પરંતુ ગુસ્સો હવે એની બધી હદો વટાવી ચુક્યો હતુ. ઇન્દ્રને અભિમાનના દેવ સામે અભિમાન હતુ. ઇન્દ્ર તરત જ ત્યાંથી નીકળી ગયો.

***

પાંચેયે ખુબ જ વાતો કરી હતી. પાંચેય લોકો જે મીસ અન્ડરસ્ટેન્ડિંગ થઇ હતી એના ઉપર પણ ખુબ જ હસ્યા. પાંચેય માટે એ દિવસ યાદગાર બની ગયો હતો. શામાટે ન બને? શિવ જેવા મહાન ડિરેક્ટર સાથે એમને ડિનરની તક મળી હતી. શિવનો પણ એ યાદગાર દિવસ હતો. ફાયનલી બધા એકબીજાના ગળે મળ્યા. તર્જની અને ખ્યાતિ પોતાની કાર લઇને નીકળી ગયા. શિવ પણ પોતાની કાર દૂર પડી છે એમ કહીને ત્યાંથી નીકળી ગયા. બધા ગયા એટલે નવ્યા અને મેઘ બન્ને એકબીજા સામે જોઇને હસી પડ્યા. આજનો દિવસ કંઇક અલગ જ રીતે ઘડાયો હતો.

‘વિશ્વાસ.’, મેઘ અને નવ્યા બન્ને શાંત રોડના કિનારે ઉભા રહ્યા.

‘ભૂલ, નાદાની.’, નવ્યા બોલી.

‘પ્રેમ. હુ હા…’, મેઘે તરત જ વાતાવરણને હળવુ બનાવી દીધુ.

‘મારે તમને કંઇક કહેવુ છે.’, નવ્યાએ ધીમેંથી કહ્યુ.

‘બોલીયે.’

‘આઇ નેવર ફેલ્ટ લાઇક ધીઝ.’

‘ઔર’

‘આઇ કાન્ટ ઇમેજીન લાઇફ વિધાઉટ યુ.’

‘ઔર’, મેઘે સ્માઇલ સાથે નવ્યાને વધારે પોતાની નજીક લીધી

‘મુજે પ્યાર હૈ આપસે.’, નવ્યા ધ્રુજી ઉઠી. મેઘની ધડકનો વધી ગઇ. બન્નેના શ્વાસો તિવ્ર હતા. થોડી ઠંડકમાં બન્નેના હોઠ હવે નજીક આવી રહ્યા હતા.

‘મુજે પ્યાર હૈ આપસે.’, મેઘ બોલ્યો અને હોંઠ મળ્યા. જેવા બન્ને છુટ્ટા પડ્યા. નવ્યા ઓલમોસ્ટ પાગલ જેવી થઇ ગઇ હતી.

‘મને પ્રેમ થઇ ગયો છે.’, એણે પહાડો સામે જઇને એક મોટી બુમ મારી. એ રસ્તા વચ્ચે જઇને નાચવા લાગી હતી. રસ્તાના કિનારે ઉભો મેઘ નવ્યાનીં ખુશી જોઇને બહુજ ખુશ હતો. એ ચાહતો હતો કે નવ્યાનેં એ પોતાની બાહોંમાં ભીંસી જ રાખે. પરંતુ આ ઉડી રહેલી નવ્યાને જોઇને પણ એ ખુબ ખુશ હતો.

‘આઇ લવ યુ મેઘ.’, એણે ફરી અગાઢ આકાશમાં એક મોટી બુમ મારી.

‘તમને ખબર છે? હું મેઘને પ્રેમ કરૂ છું.’, રસ્તાઓને સંબોધીને ફરી એણે બુમ મારી.

‘ડૂ યુ લવ મી મેઘ?’, નવ્યાએ બુમ મારી. મેઘ નવ્યાને ચીડવવા કંઇ બોલવા નહોતો માંગતો.

‘બોલીયે જનાબ ચુપ ક્યોં હો? મુજસે પ્યાર કરતે હૈ? જવાબ દિજીયે ઇન પહાડો કો’, નવ્યાએ ફરી બુમ મારી. મેઘ માત્ર સ્મિત કરીને હસી રહ્યો હતો. એ નવ્યાનેં જોવામાં ખોવાઇ ગયો હતો.

‘છેલ્લી વાર પૂછું છું, મેઘ જવાબ આપો. મને પ્રેમ કરો છો?’, ત્રીજી વાર નવ્યાએ દૂર રસ્તા વચ્ચેથી મોંટા અવાજે પૂછ્યુ. અચાનક ટ્રકની ફ્લેશ લાઇટ નવ્યાની આંખો પર પડી. ટ્રક એની પૂર જડપે ટર્ન મારીને આવી રહ્યો હતો.

‘નવ્યા’, મેઘે તરત જ બુમ મારી. નવ્યાનેં કઇ તરફ જવુ એ ન સૂજ્યુ. મેઘ દોડ્યો. પરંતુ ટ્રક નજીક આવી ગયો હતો. મેઘનો અવાજ ફાટી ગયો. પરંતુ ટ્રકની ઝડપ વધારે હતી. એક જ ક્ષણમાં નવ્યાનું શરીર ટ્રક નીંચે હતુ. પૂરપાટ જડપે આવેલો ટ્રક એજ જડપે ચાલ્યો ગયો. મેઘ નવ્યાના અત્યંત ઘવાયેલા શરીર સામે પથ્થર થઇને ઉભો રહી ગયો હતો. એનાં મોંમાંથી કંઇ નીકળી નહોતુ રહ્યુ. ટ્રકનાં ડ્રાઇવરના ચહેરા પર શૈતાની ખુશી હતી.

‘હું ઇન્દ્ર છું.’, એ બોલ્યો.

***

શું નવ્યા જીવશે? શું મેઘ નવ્યાનેં પાછી મેળવી શકશે? જાણવા માટે વંચો ધ પ્લે ચેપ્ટર – ૯. આવતા શુક્રવારે. Please do Share and Rate story. Don’t forget to send me your views and reviews.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે, એકસાથે એ ઘણા પાત્રો ભજવી રહ્યા છે, લેખક, સોફ્ટવેર એન્જીનીયર, કન્સલ્ટન્ટ, એનીમેટરનો રોલ એ ખુબ સારી રીતે ભજવી જાણે છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com