આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં પણ સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે. ******* એક મંદિરમાં મંત્રોચ્ચાર સાથે સ્પતપદીના ફેરા લેવાઇ રહ્યાં હતાં. વર-વધુ એકબીજા સાથે શોભી રહ્યા હતાં. વરપક્ષ અને કન્યાપક્ષના ગણ્યાં ગાઢ્યા લોકો જે કુટુંબીઓ જ હતાં એ ક્યાંક ખુશ તો ક્યાંક અસમંજસમાં જણાતાં હતાં. બધાંએ જ માતાજીનાં દરબારમાં નક્કી થયેલ સંબંધનું ભવિષ્ય સુખદ જ નિવડશે એમ મન મનાવી ચહેરે સ્મિત સાથે આ ઘટનાનાં સાક્ષી બન્યાં હતાં. વાત જાણે એમ બની કે, બંને કુટુંબના સભ્યો માતાજીના દર્શન કરવાં આવ્યાં હતાં. દર્શન કરી પ્રદક્ષિણા કરતાં કરતાં આરસ પર મમતાબેનનો પગ લપસ્યો પણ એ પડે એ પહેલાં એક છોકરીએ એમને સંભાળી લીધાં. મમતાબેને એ છોકરીનો આભાર માનવા નજર કરી તો જોતાં જ રહી ગયાં. આમ તો બહું સુંદર ન કહી શકાય પણ નમણી, વાણી પણ મધુર, આંખો નાની છતાં ઊંડી, કદ-કાઠી સામાન્ય અને એકવડીયો બાંધો.

Full Novel

1

શરત - 1

આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં પણ સામ્યતા જણાય તો માત્ર સંયોગ છે. ******************** એક મંદિરમાં મંત્રોચ્ચાર સાથે સપતપદીના ફેરા લેવાઇ રહ્યાં હતાં. વર-વધુ એકબીજા સાથે શોભી રહ્યા હતાં. વરપક્ષ અને કન્યાપક્ષના ગણ્યાં ગાઢ્યા લોકો જે કુટુંબીઓ જ હતાં એ ક્યાંક ખુશ તો ક્યાંક અસમંજસમાં જણાતાં હતાં. બધાંએ જ માતાજીનાં દરબારમાં નક્કી થયેલ સંબંધનું ભવિષ્ય સુખદ જ નિવડશે એમ મન મનાવી ચહેરે સ્મિત સાથે આ ઘટનાનાં સાક્ષી બન્યાં હતાં. વાત જાણે એમ બની કે, બંને કુટુંબ ...Read More

2

શરત - 2

(મમતાબેન અને સુમનબેન બંને પ્રાંગણમાં બેઠાં અને મમતાબેને વાતનો દોર સાધતાં આદિ અને સુમનબેનની દિકરીનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.) _____________________________ સાંભળી સુમનબેન અસમંજસમાં પડી ગયાં. એમનાં ચહેરાનાં ભાવ કળી મમતાબેન બોલ્યાં, "વાંધો નહીં. પહેલાં તમે દિકરીની ઇચ્છા જાણી લો, પરિવાર સાથે વાત કરો પછી બધાંની સહમતી હોય તો જ આગળ વધશુ. મેં પણ હજી આદિ સાથે વાત નથી કરી. હું આદિની માહિતી લખીને લાવી છું." એ સુમનબેનને એક કાગળ આપતાં બોલ્યાં. "હા, એ તો છે. બધાંની મંજૂરી જરૂરી છે જ પણ પહેલાં તમારા આ ...Read More

3

શરત - 3

(મમતાબેને આદિને ગૌરી વિશે વાત કરતાં એ મળવાની સ્પષ્ટ ના પાડી દે છે અને ચિંતિત મમતાબેનથી એક ડૂસકું લેવાઇ છે.) ________________________________ આદિ મમતાબેનનું ડૂસકું સાંભળી દાદરેથી પાછો વળ્યો. એમ પણ દિકરાને મા સાથે વધું લગાવ હોય અને દીકરીના મૃત્યુ બાદ આદિએ એમને તૂટતાં જોયાં હતાં. એણે ત્યારે જ એક નિર્ણય લીધો હતો કે મમ્મીની આંખમાં આંસું નહીં આવવા દે. આદિ પીગળ્યો એણે મમતાબેનનો હાથ હાથમાં લઈ કહ્યું, "મમ્મી હું જાણું છું કે તમે મારું સારું જ ઇચ્છો છો પણ દુનિયા તમે માનો છો એટલી સરળ નથી રહી એ તમે પણ જાણો છો. તમે હજી જેને એક જ વાર મળ્યા ...Read More

4

શરત - 4

(આદિ અને ગૌરી લગ્ન માટે સામેથી ના કહેવાય એ માટે શું થઇ શકે એ વિચારી રહ્યા હતાં.) *********************** 'કેટલીય સાકાર રુપ જોઈ ઉભરાય ને હકીકતની જમીન પર આવતાં જ દૂધનાં ઉભરાની જેમ શમી જાય.' ગૌરી વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ એણે માથે એક હેતાળ સ્પર્શ અનુભવ્યો. એને યાદ આવ્યું કે, બાળપણમાં જ્યારે એ ક્યારેય અસમંજસ અનુભવતી ત્યારે પપ્પા એમજ એનાં માથે હાથ મૂકતાં અને સમાધાન મળી જતું. એણે પૂછ્યું, "પપ્પા મને કંઈ નથી સમજાતું. હું શું કરું?" "જ્યારે કંઈ ન સમજાય ત્યારે બધું ઇશ્વર પર છોડી દેવાનું. એ જ રસ્તો બનાવતો જશે ને સાચી દિશા દેખાડતો જશે." "પપ્પા... તમે ...Read More

5

શરત - 5

(આદિ પરિવાર સાથે મંદિરે પહોંચ્યો અને હવે આગળ...) **************** મંદિરે દર્શન કરી બધાં પ્રાંગણમાં ગોઠવાયાં. આદિ મમતાબેનની બાજુમાં બેઠો કેતુલભાઈ પરી સાથે બીજાં બાંકડે. વારેવારે મંદિરનાં પ્રવેશદ્વાર તરફ જોતાં મમતાબેનને જોઈને આદિને મજાક સૂઝી, "આટલી રાહ અત્યારે જોવડાવે છે તો પછી તો..." હજું એનાં શબ્દો મોં માંથી બહાર નીકળ્યાં ન નીક્ળ્યા ત્યાં તો મમતાબેન બોલ્યાં, "જો પેલી પીળાં ડ્રેસમાં છે ને તે ગૌરી. નાજુક નમણી સરસ છે ને!" "હા... રાઈના છોડ જેવી." "હે... આવી તો કોઈ ઉપમા આપે! મઘમઘતાં સુંદર ફૂલ જેવી છે એમ કહેવાય." "દેખાઇ એવી કીધી ને રાઇના પણ ફૂલ હોય!!! કડવાં..." "ચુપ કર... એ લોકો સામે ...Read More

6

શરત - 6

(બંને કુટુંબ ચર્ચા કરીને જવાબ આપીશું એમ કહી છૂટાં પડે છે.) ****************** "કેવી લાગી છોકરી?" મમતાબેને ઉતાવળે પૂછ્યું. "સારી "તો હું તારી હા સમજું ને!" "મારી શરત પરવડતી હોય તો હા." "એટલે?" "એટલે એ જ કે મેં સ્પષ્ટતા કરી દીધી છે. મારી શરત કહી દીધી છે." "શું જરૂર હતી!" મમતાબેન ચિંતિત સ્વરે બોલ્યાં. "જરૂર હતી મમ્મી. કોઈ પણ સંબંધમાં પારદર્શિતા ખૂબ જરૂરી છે. કાલ ઊઠીને છેતરપીંડી થઈ એવો આક્ષેપ ન થવો જોઈએ." "પણ... આ રીતે તો.. કદાચ." "જે થશે એ સારું થશે અને દુનિયા વિશ્વાસ પર ચાલે છે તો ચિંતા શાની?" "પણ તારી હા છે ને?" "હા મારી મા. ...Read More

7

શરત - ૭

(પરીનો હાથ પકડી રૂમમાં પ્રવેશતાં ગૌરીએ જોયું...) _________________________________ પરી એને મૂકીને જતી રહી. ગૌરીએ જોયું કે બે જણે આદિનો અને ગળું પકડેલુ હતું અને આદિ "અરે છોડો... છોડો..." એમ બોલી રહ્યો હતો. ગભરાયેલી ગૌરીને કંઈ ન સમજાયું. એણે આમતેમ નજર દોડાવી તો એને એક લાકડી દેખાઈ એણે એ ઉપાડી વારાફરતી પેલા બંને પર પ્રહાર કર્યો. અણધાર્યો હુમલો થયો એટલે બંને અવાચક બની ગૌરીને જોઇ રહ્યાં ને વેશભૂષા જોઈ, "અરે ભાભી શું કરો છો? એ ભાઈ બોલને." એમ કહી આદિની પાછળ છૂપાઈ ગયાં ને આદિ સોફા પર બેસી હસવા લાગ્યો. ફરી ગૌરીને કંઈ ન સમજાયું. આદિને હસતાં જોઇ એને આશ્ચર્ય ...Read More

8

શરત - ૮

(આદિ જતાં જતાં ગૌરીના કાનમાં સજા માટે તૈયાર રહેવાનું કહીને જાય છે.)************************રસોડામાં મમતાબેનની મદદ કરી ગૌરી થોડાં ધબકતાં હ્રદયે પ્રવેશી જૂએ છે તો આદિ અને પરી પ્લાસ્ટિકના બેટ-બૉલથી ખિલખિલાટ કરતાં રમી રહ્યા હતા. ગૌરી એ બંનેને જોઇ વિચારે છે કે, 'કેટલાં નિર્દોષ લાગે છે બંને.' ત્યાં જ બૉલ આવીને ગૌરીના કપાળે વાગે છે. ગૌરી કપાળને હથેળીથી ઢાંકી ઊભી હોય છે અને આદિ આ ઘટનાથી જરા હેબતાયેલ પરીને ઊંચકીને બોલે છે,"વાહ... મારી ઢીંગલી એ મામાનો બદલો લઇ લીધો." એમ કહી ખડખડાટ હસી પડે છે એ જોઈ પરી પણ હસવા લાગે છે. એમને બંનેને હસતાં જોઇ કોણ જાણે કેમ થોડી ગુસ્સે ...Read More

9

શરત - ૯

(ગૌરી અને આદિનું રિસેપ્શન અઠવાડિયા પછી રાખવાનું નક્કી થાય છે અને બીજી બાજુ મમતાબેન કંઈક વિચારી રહ્યાં છે ગૌરીને પછી કહેવાનું...)******************************રિસેપ્શન બે જગ્યાએ રાખવાનું નક્કી થાય છે જેથી બંને પક્ષનાં સંબંધીઓને અગવડ ન પડે. પહેલું રિસેપ્શન ગૌરીના વતનમાં રખાય છે અને બીજું આદિના શહેરમાં....આમ તો બંને કંટાળ્યા હોય છે પણ સંબંધ સાચવવા પણ જરૂરી છે સાથે સાથે સંબંધીઓની ટકોર અને કટાક્ષ પણ એમાં ઉમેરાતાં. દસેક દિવસમાં બધું રંગેચંગે પતે છે એમ માની શકાય.આ બધામાં કેટલીક ટિપ્પણીઓ ન તો ગૌરી વધું કંઈ સમજી શકી, ન આદિ કંઈ સમજાવી શક્યો. કેટલાંય પ્રશ્નો મનમાં ઘુમરાતા રહ્યાં પણ બહાર ન આવ્યા ને ધીરે ...Read More

10

શરત - ૧૦

(આદિએ ગૌરી પર ગુસ્સો કર્યો પણ મમતાબેને ફોન વિશે પૂછતાં ખિસ્સાં તપાસે છે ને એને યાદ આવે છે કે...) યાદ આવે છે કે ફોન તો નિયતી પાસે જ રહી ગયો. ગૌરીની આંખોમાં આંખો ભીંજાઇ ગઇ. એ વિચારી રહી કે એની જ બેદરકારીથી પરીને વાગ્યું એટલે આદિનું ગુસ્સે થવું અયોગ્ય તો નથી જ.એકલાં પડ્યાં પછી ફરી આદિએ નારાજગી વ્યક્ત કરતાં કડક શબ્દોમાં કહ્યું,"મારો ફોન ન લાગ્યો તો ઓફિસમાં ફોન ન કરાય. પારકાં એ પારકાં. તમારી ઉપર વિશ્વાસ જ નહોતો કરવો જોઇતો. પરી ક્યાં તમારી કંઈ છે! એટલે જ મારે લગ્ન નહોતાં કરવાં. તમારી માટે તો પરી પારકી જ ને! તમે ...Read More

11

શરત - ૧૧

(પરીની ગૌરી માટેની લાગણી આદિ અને મમતાબેને જોઈ. આદિ માટે ચિંતિત મમતાબેનને કોઈ વિચાર આવતાં એમનાં ચેહરે હલકી મુસ્કાન ગઇ.)************************આદિ એનાં રૂમમાં ગયો પછી મમતાબેને ગૌરીને બોલાવી વાત શરૂ કરી. "ગૌરી આજે તેં જે રીતે સ્થિતિ સંભાળી એ માટે તારા વખાણ કરું કે પરીની કાળજી લેવા તારો આભાર માનું સમજાતું નથી.""આભાર... એટલે તમે પણ મને પારકી જ ગણો છો મમ્મી!""ના... ના... ગેરસમજ ન કર ગૌરી. તું તો આ ઘરની લક્ષ્મી છે. તેં જે આજે કર્યું છે એ તો પોતીકાં જ કરી શકે. પરી માટે નિર્ણય લીધો છે તે. તેં તો સાચાં અર્થમાં પરિવારને અપનાવી લીધો છે.""તમે બધાં મારાં જ ...Read More

12

શરત - ૧૨

(આદિ ગૌરીનો હાથ લાગતાં ઉઠીને ફરી સૂઇ જાય છે પણ અચાનક એનાં પપ્પા કેતૂલભાઈની વાત યાદ આવતાં ગૌરીને સીધું નક્કી કરે છે.)****************************આદિ પથારીમાં પડ્યો પડ્યો પરીના માથું હળવેથી પસવારતા પસવારતા ગૌરીની રાહ જોતો હોય છે પણ ગૌરી તો તૈયાર થઇને ક્યારની રસોડામાં પહોંચી ગઇ હોય છે. પરી ઉઠી જાય છે અને આંખો ખોલી હળવા સ્મિત સાથે આદિને જોતી હોય છે પણ ગૌરીને ન જોતાં "મમા...મમા.." કરી રડવા લાગે છે. આદિ એને શાંત કરવાનો પ્રયત્ન કરે છે પણ એ ગૌરી સૂતેલી એ દિશામાં આંગળી ચીંધી રડે છે એટલે આદિ એને નીચે લઇ આવે છે અને પરીને ગૌરીને આપે છે. ગૌરી ...Read More

13

શરત - ૧૩

(ગૌરી બાલ્કનીમાં બેઠી બેઠી આદિ અને નિયતીની વર્તણૂક વિશે વિચારી રહી હોય છે. ખાસ તો આદિનું મૌન એને અકળાવી એણે આદિનું મન જાણવું હતું પણ કેમ પૂછવા એ અસમંજસ હતી.)********************કંઈ ન સૂઝતાં થોડીવાર રહી એ નીચે ગઇ. મમતાબેન બેઠકમાં પુસ્તક વાંચી રહ્યા હતા. એમની બાજુમાં ગોઠવાઇ એણે સૂતેલી પરીને માથે હાથ ફેરવ્યો. એક-બે પાનાં વાંચી મમતાબેને પૂછ્યું,"આદિ જમ્યો?"ગૌરી માત્ર હકારમાં જવાબ આપ્યો."ઓફિસમાં બીજાં કોને મળી? આદિએ ઓળખાણ કરાવી હશે ને બધાં સાથે?""ના... એમને કોઈ મહત્વની મિટિંગ હતી.""નિયતી હતી?""હા.""તને શું થયું! કેમ ઉદાસ લાગે છે? આદિએ કંઈ કહ્યું?""ના... એમ જ.""ગૌરી, મનમાં જે કંઈ હોય એ જે તે વ્યક્તિને કહી દેવું ...Read More

14

શરત - ૧૪

(આદિ વિચારતો હોય છે કે નિયતીને એ કઈ રીતે સમજાવશે.)*******************અજાણતાં જ આદિ નિયતી અને ગૌરીની તુલના કરવા લાગે છે. કેટલી સમજદાર, સીધીસાદી પણ સ્વમાની અને માયાળું છે. નિયતીમાં આ ગુણો હશે તો પણ એને કદી દેખાયાં નથી. નિયતી માટે હવે પહેલાં જેવી લાગણી કેમ નથી થતી? શું એ ખરેખર પ્રેમ હતો કે પછી માત્ર આકર્ષણ કે પ્રેમનો ભ્રમ? નથી ખબર પણ જે લાગણી ગૌરી માટે અનુભવું છું એ અલગ છે. એ માત્ર બે મહિનાથી મને જાણે છે છતાં ઓળખે છે, સમજે છે, સાચવે પણ છે. પરીને પ્રેમ કરે છે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખે છે, મારું પણ. "હું તો આવું ...Read More

15

શરત - ૧૫ (અંતિમ પ્રકરણ)

(નિયતી ગુસ્સામાં આદિને પૂછી રહી હતી કે એણે એનાં લગ્ન વિશે કેમ ન જણાવ્યું.)*****************"હું બહાર રાહ જોઉં છું." ગૌરી તું ક્યાંય નહીં જાય. તને બધું જાણવાનો હક છે." આદિ ગૌરીનો હાથ પકડી બોલ્યો."હા... તને બધું જાણવાનો હક છે. તને ખબર છે આદિ મને પ્રેમ કરે છે મને.... તું અમારી વચ્ચે આવી ગઇ છે." નિયતી ગૌરીને બોલી."ગૌરીને બધી ખબર છે અને બાય ધ વે પ્રેમ કરતો હતો, છું નહીં. એ એકતરફી પ્રેમ હતો, માત્ર તરુણાવસ્થાની લાગણી હતી; સાચી લાગણી જે હવે નથી.""તું આમ કઈ રીતે કહી શકે? હું જાણું છું કે તું હજી મને ચાહે છે. મેં તે દિવસે તને ...Read More