કંડેશ્વર - ભાગ ૧ सरस्वती वंदना मंत्र या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥ शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं, वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्. हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्, वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्॥
રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1
રામ તારી રમતડીપ્રકરણ ૧ - કંડેશ્વર - ભાગ ૧सरस्वतीवंदनामंत्रया कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता,या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता,सा पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं,वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्.हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्,वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्॥भुजंग स्तोत्रम्गलद्दानगंडं मिलद्भृंगषंडंचलच्चारुशुंडं जगत्त्राणशौंडम् ।कनद्दंतकांडं विपद्भंगचंडंशिवप्रेमपिंडं भजे वक्रतुंडम् ॥अनाद्यंतमाद्यं परं तत्त्वमर्थंचिदाकारमेकं तुरीयं त्वमेयम् ।हरिब्रह्ममृग्यं परब्रह्मरूपंमनोवागतीतं महःशैवमीडे ॥स्वशक्त्यादि शक्त्यंत सिंहासनस्थंमनोहारि सर्वांगरत्नोरुभूषम् ।जटाहींदुगंगास्थिशम्याकमौलिंपराशक्तिमित्रं नमः पंचवक्त्रम् ॥આર્જત નદીના કાંઠે આવેલા કંડેશ્વરીના મહાદેવ મંદિરમાં મણિરાજના ગળેથી આ શ્લોકોનું ગાન થઈ રહ્યું હતું. તેના અવાજમાં એક મધુરતા હતી. જોકે, આ મધુરતા હજુ તો એના પૂરતી જ સીમિત હતી, પરંતુ તેની આસપાસ કોઈની હયાતી હતી જે એના ગાનનું નિત્ય ...Read More
રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 2
પ્રકરણ ૧ - કંડેશ્વર - ભાગ ૨કંડેશ્વરથી બહાર, નદીના કિનારા પાસે પીપળનું એક વિશાળ વૃક્ષ હતું. શિવ મંદિર એટલે હદ ગણાતી, જ્યાં રહેણાંક વિસ્તાર સમાપ્ત થઈ જતો. એક બે, એકલસૂડા મકાનો હતા. એ વટાવીને તુરંત જ પીપળનું આ વૃક્ષ આવતું. ખીણ જેવા આકારે આર્જતે પોતે જ કોતરણ કરેલ કિનારો હતો. એમાં પ્રવેશવા માટે અહીં દાદર જેવા આકારની ક્રમવાર કુદરતી કોતરણી પાણીએ કરી હતી. પીપળ સિવાય અન્ય પણ નાના-મોટા વૃક્ષો હતા, પણ એ ખાસ્સા ઊંચા નહોતા. છતાં તમામ સાથે મળીને એક કુદરતી સજાવટ બનાવતા હતા.શિવ મંદિરથી નજીક હોવાથી મણિરાજ અને ચામવક અવારનવાર આ વૃક્ષ પાસે આવતા. મધ્યાહ્નનો સમય હતો. કંડેશ્વર ...Read More
રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 3
પ્રકરણ ૧ - કંડેશ્વર - ભાગ ૩કંડેશ્વર એટલે ગિરિનગર કે મણિનગરમાં આવેલ દેવ દત્તાત્રેયનું સંગાથ સેવતું નગર. ભારતવર્ષમાં અમૂલ્ય સૌરાષ્ટ્ર, તે સમયે દ્વારકાથી લઈને મધુમતી અને વલ્લભનગર સુધી વિશેષ શૈલી ધરાવતું હતું. એમાં ગિરિનગર પોતાનામાં સમાવેલ ગિરો અને તે ગિરો પર પથરાયેલી વૃક્ષમાળથી કંઈક અલગ શોભતું હતું. આ વનસ્થળી અમરાવતીથી માંડીને પ્રભાસતીર્થ સુધી ફેલાયેલી હતી, જેમાં કંડેશ્વર જેવા કેટલાય સભ્ય નગરો અને ગામડાઓ સમાયા હતા.આર્જતની સોબત મળતા એ આવનાર ઉનાળામાં પાણીના અખૂટ ભંડારમાં રહેતું અને તેની આસપાસની વનસ્થળી સદા લીલીછમ રહેતી. વસંતની શરૂઆતમાં તો એ દૈદિપ્યમાન થઈ જતું. આવનાર ઉનાળામાં પાણીની અછત વર્તાતા વનના અનેક પશુ-પક્ષીઓ નદીના કાંઠે આવી ...Read More
રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 1
પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૧પોતાની પત્નીના સ્વર્ગ સિધાવ્યા બાદ ચિરૂપાક્ષજી માત્ર પોતાની એકની એક દીકરી દીપશિખા જ શ્વાસ લઈ રહ્યા હતા. એનું ભરણપોષણ કરવું અને તેને હસતી-ખેલતી રાખવી, એ એકમાત્ર એમનું લક્ષ્ય બની ગયેલું. જન્મતાની સાથે માતાને ખોયા બાદ પણ દીપશિખા આજે જે હતી, તેનું કારણ તે જ હતા. ચિરૂપાક્ષજીએ એક માની જેમ તેનું વર્ધન કર્યું હતું.સાંજનો સમય થવા આવ્યો હતો. દિવસની અંતિમ પહર ચાલી રહી હતી. એવા સમયે ચિરૂપાક્ષજીએ પોતાની પડસાળમાં પ્રવેશ કર્યો. કોઈ કામથી ગયા હશે અને ઘણું ચાલીને આવ્યા હોય, એવો ચાલવાનો થાક એમના ચહેરા પર દેખાતો હતો. તેમણે ખભામાં જોળી ટાંગેલી હતી. ...Read More
રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 2
પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૨ચામવકની ચિંતા યોગ્ય હતી. તેણે કરેલો પ્રશ્ન ચિંતા કરાવનારો હતો. ઘડીભર મણિરાજને ચિંતા થઈ. સ્મિત ભરેલા એના ચહેરા પર આછું ગાંભીર્ય આવી ગયું. બંને એકબીજા સામે જોવા લાગ્યા, પરંતુ મણિરાજને પોતાના કરેલા અંદાજ પર અતૂટ વિશ્વાસ હતો. એ તેની વાતને બેધ્યાન કરી ફરી તેના ઘર તરફ મીટ માંડીને ઊભો રહ્યો.ચામવક ફરી બોલ્યો, "તને થાક નથી લાગતો? એની આટલી આટલી રાહ જુએ છે!""પોતાના મનપસંદ માટે ક્યારેય કોઈને થાક લાગ્યો છે કે જે મને લાગે! જ્યારે તને પ્રેમ થશેને... ત્યારે સમજાશે કે પ્રીતમની રાહ જોવામાં પણ હૃદયને આનંદ મળે છે, એવો આનંદ જેને કલ્પી ...Read More
રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 3
પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૩સૂર્યના કિરણો હવે થોડી ક્ષણોના જ બચ્યા હતા. દિવસનો અંતિમ પ્રકાશ, જેને સંધ્યા કહેવાય છે, એ ચોમેર પ્રકાશ પાથરી રહ્યો હતો. સંધ્યાના એ પ્રકાશમાં દરેક વસ્તુ સોનેરી રંગે રંગાઈ હોય એવી લાગી રહી હતી. એ બગીચો પણ જાણે ચીતરેલું ચિત્ર હોય એવો શોભી રહ્યો હતો. એ ચિત્રનું સૌથી મનમોહક રૂપ હતું એ બગીચામાં ઊભેલી દીપશિખા. જે કેસરિયા પ્રકાશ અને લીલીછમ ઝાડીઓ વચ્ચે, સફેદ વસ્ત્રોમાં અલગ તરી આવતી હતી. તેના એક હાથમાં ટોપલી હતી અને એક હાથે એ પારિજાતના ફૂલોને તોડી એ ટોપલીમાં ભરી રહી હતી. તેની બાજુમાં લાગેલા ચંપાના વૃક્ષમાંથી વસુંધરા ચંપાના ...Read More
રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 4
પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૪મંદિરના શાંત પરિસરમાં સૂર્યનો અંતિમ પ્રકાશ પણ ધીમે ધીમે ઓસરી રહ્યો હતો, તેની સાથે જ દીપશિખા અને વસુંધરા ગર્ભગૃહના દ્વાર પાસે આવ્યા. દીપશિખાના ચહેરા પર એક અસ્પષ્ટ ભાવ હતો, જ્યારે મણિરાજની આંખોમાં આશા અને ડરનું મિશ્રણ હતું.તેઓ સ્તંભ પાસે આવીને બંને રોકાઈ ગઈ. ચામવક ચતુરાઈથી પૂછવા લાગ્યો, "જાણીને આનંદ થયો કે તમને તમારા ભવિષ્યની ચિંતા છે. છતાં કહું તો તમારે પ્રાર્થના કરવાની ક્યાં જરૂર હતી! તમારા થનારા પતિ અને તેના ગુણો બંને તમારી સામે જ છે. પછી માતા ગૌરીને રીઝવવાની જરૂર તમને શું કામ પડી?"દીપશિખા આછું સ્મિત વેરતા કહેવા લાગી, "એ બધું ...Read More
રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 5
પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૫વસુંધરા ઉત્સુક હતી દીપશિખાના મનની વાત જાણવા માટે. ઘરમાં આવ્યા બાદ એ એકાંત મળ્યો હતો. વસુંધરાએ વધારે મોડું કર્યા વિના તુરંત જ પૂછ્યું, "દીપશિખા, તું હવે મને જણાવીશ કે તારા મનમાં શું ચાલી રહ્યું છે?""કહું છું... એટલી બધી ઉતાવળ શું કામ કરે છે?" સખીની ઉત્સુકતા જોતા એ સૌમ્યતાથી બોલી."ઉતાવળ તો થાય જ ને! આજે મંદિરમાં જે દ્રશ્ય મેં જોયું, એ પછી તો મને નહીં, એ દ્રશ્ય જોનારા કોઈ પણ વ્યક્તિને ઉતાવળ થાય. એ તો સ્વાભાવિક છે. પરંતુ મને ઉત્કંઠા એ વાત જાણવાની છે કે તારા મનમાં શું છે?"હસીને એ કહેવા લાગી, "અરે! ...Read More
રામ તારી રમતડી - પ્યાદાંની ગોઠવણી - ભાગ 1
પ્રકરણ ૩ - પ્યાદાંની ગોઠવણી - ભાગ ૧વિચારશીલ મુદ્રામાંરંભકબેઠો હતો.યુવાનીનાલયમાં આવેલો, સુડોળ કાયાવાળો અને તેજવંત આંખો ધરાવતો. ધનિક હોવા પોતે સરળ અને નિષ્કલંક સ્વભાવનો હતો. તેનું ધ્યાન સામે પડેલી શતરંજ પર હતું. ક્યા પ્યાદાને કઈ બાજુ ચલાવવું એનો તે વિચાર કરી રહ્યો હતો. તેની સામેસુતનબેઠેલો હતો, જેણે પોતાની ચાલ ચાલી લીધી હતી. સુતન મૂછમાં હરખાઈ રહ્યો હતો. પોતાની ચાલ ચાલીને તેણે રંભકને વિચારતો કરી દીધો હતો.સુતન, એ કંડેશ્વરનાપંચકૂળ સોમચંદ્રનોપુત્ર હતો. એટલે પોતે શસ્ત્ર અને શાસ્ત્ર બંને શીખેલો હતો. તે એક યુવાન, ખડતલ અને વિરલ પુરુષ હતો. કણસાયેલું તેનું શરીર અને શ્વેત વાન, કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરી લે ...Read More
રામ તારી રમતડી - પ્યાદાંની ગોઠવણી - ભાગ 2
પ્રકરણ ૩ - પ્યાદાંની ગોઠવણી - ભાગ ૨ગુલ્ફામ અંદરથી ડરેલી હતી. કહેવાય છે ને કે એક પુરુષના બદઇરાદાની ગંધ આવતા વાર નથી લાગતી. ગુલ્ફામ સતેજ થઈ ગઈ. તેને જાણ થઈ ગઈ હતી, કે સુતનના વિચારોમાં પરિવર્તન આવ્યું છે. તેણે જાણી જોઈને રંભકને વધારે મદિરાપાન કરાવ્યું, જેથી એની હાલત નાજુક થઈ જાય.સંજોગો પણ એવા જ બન્યા જેવા સુતન બનાવવા માંગતો હતો. રંભક અર્ધભાન થઈ ગયો હતો. તેની આંખો મહાપ્રયત્ને ખુલતી હતી. સામેનું દ્રશ્ય તેના નેત્રોથી ઓઝલ થવા લાગ્યું હતું. જોકે, સુતનના વિચારોથી અજાણ રંભકને કોઈ ફેર નહોતો પડતો. તેને મન તો સુતન એક સારો મિત્ર હતો, એટલે અર્ધભાન અવસ્થામાં પણ ...Read More