ઈતિહાસ જ્યાં પથ્થરો બનીને થીજી જાય છે, ત્યાં રહસ્યો આપોઆપ જન્મે છે. શાંતિવન ચોકમાં આવેલો ‘વિરાજ પેલેસ’ એવો જ એક ભયાનક અને અજીબોગરીબ મહેલ છે. આસપાસના વિસ્તારમાં એની સ્તબ્ધતા જ એનો ખોફ બયાન કરતી હતી, પણ જ્યારે મારી નોકરી ત્યાં આવેલી એક સરકારી ઓફિસમાં લાગી, ત્યારે મને ખબર નહોતી કે હું ઈતિહાસના નહીં, પણ એક જીવતા-જાગતા ડરના સામ્રાજ્યમાં પગ મૂકી રહી છું.મહેલનો પ્રવેશદ્વાર જ કમકમાટી છૂટી જાય તેવો હતો—એક રાક્ષસી, લંબગોળ ગેટ. એ ગેટની અંદર પગ મૂકતાં જ એક સાંકડી, અંધારી ગલી આવતી, જ્યાં દિવસના બપોરે પણ સૂરજ
વિરાજ પેલેસ - પ્રસ્તાવના
ઈતિહાસ જ્યાં પથ્થરો બનીને થીજી જાય છે, ત્યાં રહસ્યો આપોઆપ જન્મે છે. શાંતિવન ચોકમાં આવેલો ‘વિરાજ પેલેસ’ એવો જ ભયાનક અને અજીબોગરીબ મહેલ છે. આસપાસના વિસ્તારમાં એની સ્તબ્ધતા જ એનો ખોફ બયાન કરતી હતી, પણ જ્યારે મારી નોકરી ત્યાં આવેલી એક સરકારી ઓફિસમાં લાગી, ત્યારે મને ખબર નહોતી કે હું ઈતિહાસના નહીં, પણ એક જીવતા-જાગતા ડરના સામ્રાજ્યમાં પગ મૂકી રહી છું.મહેલનો પ્રવેશદ્વાર જ કમકમાટી છૂટી જાય તેવો હતો—એક રાક્ષસી, લંબગોળ ગેટ. એ ગેટની અંદર પગ મૂકતાં જ એક સાંકડી, અંધારી ગલી આવતી, જ્યાં દિવસના બપોરે પણ સૂરજનો પ્રકાશ માંડ પહોંચતો. એ ગલી પૂરી થતી લોખંડના એક પ્રચંડ, કાટ ખાઈ ...Read More
વિરાજ પેલેસ - પ્રકરણ 1
’બપોરના એ કંપાવી દેનારા અનુભવ પછી મારો ડર બેવડાઈ ગયો હતો. એક દિવસ મેં પ્યુન દાદાને એકાંતમાં પૂછ્યું, "દાદા, દિવસે લોબીમાં જે થયું... એવું અહીં અવારનવાર થાય છે?"દાદાએ આજુબાજુ જોયું, જાણે કોઈ ત્રીજી આંખ અમને જોઈ રહી હોય. તેમણે ધ્રૂજતા અવાજે ચા ની પ્યાલી ટેબલ પર મૂકતા કહ્યું:બહેન, તમે તો હજી હમણાં આવ્યા છો. હું અહીં ત્રીસ વર્ષથી ફરજ બજાવું છું. આ મહેલ રાત્રે જ નહીં, પણ દિવસેય એના રહસ્યો જીવે છે.એ વાત તમે ના જાણો તોં સારુ તમને કામ કરતા ડરર સતાવશે, પણ મારા જિદ્દી સ્વભાવ આગળ શંભુ દાદા જુકી ગયા. વાત આજથી દસ વર્ષ પહેલાની છે, જ્યારે ...Read More
વિરાજ પેલેસ - પ્રકરણ 2
પ્યુન દાદાની એ હચમચાવી દેનારી વાર્તા પછી, પેલેસના રસ્તેથી પસાર થતાં પણ મારા પગ ધ્રૂજતા હતા. પણ આ મહેલના હજુ કેટલાય રહસ્યો ધરબાયેલા હતા, જેની મને કલ્પના પણ નહોતી. બીજો અનુભવ પેલેસની સુરક્ષા કરતા નાઇટ ગાર્ડ શંભુભાઈનો હતો. શંભુભાઈ જાડી મૂછોવાળા, પડછંદ કાઠું ધરાવતા અને અત્યંત હિંમતવાન માણસ હતા. આજુબાજુના પાંચ ગામમાં તેમની બહાદુરીના વખાણ થતા, પણ આ રાજ પેલેસની કાળી રાતોએ તેમની એ હિંમતના પણ લીધેલીરા ઉડાડી દીધા હતા.એક સાંજે ઑફિસનું કામ પતાવીને હું નીકળતી હતી, ત્યારે મેં તેમને મહેલના ખૂણામાં આવેલી હનુમાનજીની નાની ડેરી પાસે અત્યંત વ્યાકુળ થઈને દીવો કરતા જોયા. રોજ રૂઆબમાં રહેતા શંભુભાઈના ચહેરા પર ...Read More
વિરાજ પેલેસ - પ્રકરણ 3
ગઈકાલના એ અજીબ પવનના અનુભવ પછી પણ મારું મન માનવા તૈયાર નહોતું. બીજા દિવસે સવારે હું જેવી ઓફિસ આવી, દાદાએ મને જોઈને જ કહી દીધું, "દીકરા, હવે તો તારી જીદ છોડ. આ મહેલ સાંજ પછી આપણો નથી રહેતો, તું મોડે સુધી ન બેસ." પણ ફાઈલોનો ઢગલો જોઈને મેં ફરી મારી એ જ જૂની જીદ આગળ ધરી દીધી, "દાદા, કામ પૂરું કર્યા વગર મારાથી નહીં જવાય." મારી આ જીદ આગળ દાદાએ આખરે નમતું જોખ્યું. એમના ચહેરા પર એક ગંભીરતા આવી ગઈ. એમણે મારી સામે જોયું અને બોલ્યા, "તું એમ નહીં માને... ચાલ, આજે તને એક સાચો કિસ્સો કહું, જે આ ...Read More