ધ ક્રિમિનલ્સ - 4

written by:  Akil Kagda
270 downloads
Readers review:  

અમે બધા સાબદા થયા, મેં થેલો ખોલ્યો, દરેકે ડોક્ટર ઓપરેશન વખતે પહેરે તેવા ગ્લોવ્ઝ પહેર્યા અને બુકાનીઓ પહેરી જે આંખ અને નાક પાસેથી જ કાણી હતી. શશી તેની જગ્યાએ બેસી રહી, હું ગોઠણ પર, ને હાથ અને હડપચી બાઉન્ડરી વોલ પર ટેકવીને બેઠો. અમર અને શકીલ વોલ કૂદીને ફાર્મ-હાઉસની ડાબી દીવાલ તરફ આગળ વધ્યા. તેઓ બંને કેમેરા પોલની સીધમાં અને એકબીજાની પાછળ જઈ રહ્યા હતા. અમર થોડો આગળ હતો. શકીલ પાછળ અને ધીરે જતો હતો.

Anish Charm  11 Oct 2017  

ખુબજ રોમાંચક અને દિલધડક દ્રશ્યો નજર સામે તરી રહ્યાં હતાં સ્ટોરી વાંચતી વખતે..આગળ શુ થશે એ જાણવાની ઉત્સુકતા વધી ગઇ છે અને શેઠ નાં રામ રમી ગયા હોય એવું મહેસુસ થઇ રહ્યુ છે.

AMIN SUNIL  11 Oct 2017  

એક ખલનાયક ને નાયક બનતો જોવાની ઝંખના

Rian  12 Oct 2017  

nice

Harsh Piprotar  17 Oct 2017  

ખૂબ સરસ વાર્તા પણ ક્રિમિનલ સ્ટોરી કરતા સસ્પેન્સ સ્ટોરી વધુ લાગે છે ...


READ MORE BOOKS BY Akil Kagda