આ કથામાં બળવંતરાય નામના એક વ્યક્તિના વિચારોને દર્શાવવામાં આવ્યા છે. તેઓ વિચારે છે કે દરેકના ઘરમાં પોતાનો મોટો ફોટો હોવો જોઈએ. આ વિચાર તેમને તેમના સ્વર્ગસ્થ ફુઆના બેસણાની તૈયારી વખતે આવ્યો. ફુઆ એ વ્યક્તિ હતા જેમણે જીવનભરમાં ધંધા પર ધ્યાન આપ્યું અને તેમના માટે ફોટો બનાવવાનું ક્યારેય મહત્વનું નથી સમજાયું. જ્યારે ફુઆનો બેસણો નજીક આવ્યો, ત્યારે એ વાત સામે આવી કે ઘરમાં ફુઆનો એક પણ ફોટો નથી. આથી, તેમના દીકરાઓ અને કુટુંબીજનો નિરાશ થઈ ગયા. અંતે, મોટા દીકરાની વહુએ એક નાનકડો ફોટો શોધી કાઢ્યો, જે ખુરશીમાં મુકાયો હતો. આ સમગ્ર પ્રસંગમાંથી વાત દર્શાવે છે કે જીવનમાં મહત્વના મૂલ્યો અને યાદોને અવગણવું કેટલું નુકસાનકારક હોઈ શકે છે. ફોટો by Yashvant Thakkar in Gujarati Short Stories 11.2k 1.8k Downloads 5.5k Views Writen by Yashvant Thakkar Category Short Stories Read Full Story Download on Mobile Description ‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.‘ હઠીલા વીમા એજન્ટ જેવો આ વિચાર બળવંતરાયના મનમાં વારંવાર આવી ચડતો હતો. બળવંતરાયને પ્રથમ વખત આ વિચાર એમના સ્વર્ગસ્થ ફુઆના બેસણાના પ્રસંગે આવેલો. ફુઆએ જિંદગીભર ધંધો કર્યો હતો. ધંધો એમના માટે શ્વાસોશ્વાસ જેવી સ્વાભાવિક પ્રક્રિયા હતી. વળી, એમને ધંધા સિવાયની બીજી કોઈ વાતોમાં ખાસ રસ પડ્યો જ નહોતો. દુકાનમાં ગાદીતાકીયે બેઠાં બેઠાં જ એમણે પોતાની જિંદગીનું ખાતું બંધ કર્યું હતું. ફુઆ પોતાનાં કુટુંબ માટે લીલી વાડીના નામે ઘણું ઘણું મૂકી ગયા હતા. પરંતુ નહોતા મૂકી ગયા એમનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો. ધંધાની ઉથલપાથલમાં રચ્યાપચ્યા રહેનાર ફુઆના ધ્યાનબહાર એ વાત જ રહી ગઈ હતી કે- ક્યારેક તો પોતાના શ્વાસોશ્વાસ પર મંદીનું મોજું ફરી વળશે અને પોતાના ખુદના ભાવ તળિયે બેસી જશે. નફાતોટાની અખંડ ચિંતા કરનાર ફુઆએ ક્યારેય એ વાતની ચિંતા જ નહોતી કરી કે-‘મારા બેસણા ટાણે દીકરાઓ હાર કોને પહેરાવશે દીવો કોને કરશે બગલાની પાંખ જેવાં ઉજળાં કપડાં પહેરીને આવનારાં લોકો એમના હાથ કોના ફોટાને જોડશે ’ ...આગળની વાત જાણવા માટે આ નવલિકા વાંચો. -યશવંત ઠક્કર More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 by Ashish જંપલી by Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 by Shailesh Joshi પ્રથમ નજરે by Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ by Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 by Shailesh Joshi જલેબી by khushi More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories