Maru Baharvatu books and stories free download online pdf in Gujarati

મારું બહારવટું

મારું બહારવટું

ભાગ ૪

ઓફીસ નો દરવાજો ખુલ્યો ને અને સેક્રેટરી એ નમ્રતા થી અંદર આવવા ની માંગણી કરી.

એણે હાથ ના ઈશારા થી અંદર આવવા કહ્યું, તે માથું જુકાવી અંદર આવ્યો, થોડીક ફાઈલો હતી એના હાથ માં, તેની સામે ફાઈલો ખોલી અને સાઈન કરવા કહ્યું, એણે પેન લીધી, ડોક્યુમેન્ટ ને ઉથલાવ્યા,

આ પ્રોજેક્ટ નું અપડેટ આવ્યું? તેણે એને પૂછ્યું, કોઈ જવાબ ના આવ્યો. પેલાએ ઉપર જોયું.

એની નજર ઓફીસ ના ડાબા ખૂણા માં પડેલી રાઈફલ પર હતી,એણે ખોખારો ખાધો.

જી સર, સેક્રેટરીને પોતાની અભાનતા પર શરમ આવી ગઈ.

શું જોવે છે?

ખરાબ ના લગાડો તો એક વાત પુછુ સર?

હા જરૂર?

અ રાઈફલ કેટલી જૂની હશે?

૧૫૦ વર્ષ થી ઉપર ની, કેમ?

ના, બસ એટલુજ જાણવું હતું.

તારા મન માં પ્રશ્ન હશે, મારી પાસે આ ક્યાંથી આવી? જે વ્યક્તિ શાંતિ જાળવવા નો હિમાયતી હોય અને જગડા થી દુર રેહતો હોય, એની પાસે બંધુક ક્યાંથી આવી?

હા સર.

આ બંધુક, હરિદાસ ખુમાણ ની છે. એ જયારે.. તે અટક્યો. તેણે એની સામે જોયું.

જયારે એના સાથી નો જીવ બચવતા ગુજરી ગયો ત્યારે એની પાસે હતી.

સર, આ હરિદાસ ખુમાણ કોણ હતા?

એક મહાન માણસ, એટલું કહી એ ચુપ થઈ ગયો. સેક્રેટરી સમજી ગયો અને જતો રહ્યો.

એ ઉભો થઈ એ ગ્લાસ ના કબાટ પાસે ગયો, બંધુક બહાર કાઢી ને હાથ માં લીધી.

હા હજી પણ નવા જેવીજ છે, ૧૦ વર્ષ થયા તો ભી. પણ આ બંધુક જેની છે એને કોઈ નહિ ઓળખતું.

તેણે બંધુક ને માથે અડાડી, માફ કરજે દોસ્ત, મારા કારણે તું ઈતિહાસ માં થી ભુંસાઈ ગયો.

એ ઓફીસ ના એક મોટા કાંચ સામે ઉભો રહ્યો, સામે દીવ ને ગુજરાત સાથે જોડતો બ્રીજ હતો. પોતાની બિલ્ડીંગ ના ૩૦ માં માળે થી એ લગભગ આખું દીવ જોઈ શકતો હતો, ૧૦ વર્ષ પેહલા ની એક ઘટના જેણે આ રંક ને રાજા જેવો મોભો આપ્યો. હા તે એજ જગ્યા એ બની જ્યાં એ નજર નથી પહોચાડી શકતો પણ પ્રયત્ન કરે છે, દુર એક ગુફા માં જ્યાં એક દુનિયાની ફિકર ના કરનારો પ્રવેશે છે પણ ત્યાંથી બહાર આવનારો કોઈક અલગ જ હોય છે.

તે ગુફા ના દેખતા એ ઓફીસ ની બહાર ગયો, ડ્રાઈવર ને તે જગ્યા જવા કીધું, બહુ બધું એના મન માં ચાલતું હતું, એક વ્યક્તિ માટે આભ ને આંબે એટલું માન અને ધરતી ચીરી અંદર ઉતરી જાય એટલો પસ્તાવો હતો એના માં.

એ ગુફા સુધી પહોચ્યો, હવે એ જગ્યા એણે ખરીદી લીધી હતી, બાજુ માં એક મેમોરીઅલ હતું,

૨૦૧૭ માં જયારે આ ગુફા ની આસપાસ થયેલા આતંકી હુમલા માં જે મરી ગયા એની માટે.

દસ વર્ષ પેહલા અહિયાં ઘણું બધું બન્યું, લોકો ને એટલીજ ખબર છે કે અહિયાં કેટલા આતંકીઓ એ લોકો ને મારી નાખ્યા, હજી સેના આવે એની પેહલા તે લોકો ક્યાંક જતા રહ્યા અને મળ્યા નહી.

સરકારે ખુબ તપાસ કરી, થોડી વર્ષો પછી એણે અહિયાં મેમોરીઅલ બનાવવા માંગણી કરી અને બાજુ ની જગ્યા ખરીદી લીધી.

એ ઓફીસ ગયો, પોતાના વકીલ ને બોલાવ્યો, વિલ બનાવડાવી, અને પોતાની કંપની એના દીકરા ના નામે કરી, જ્યાં સુધી એ ૧૮ વર્ષ નો ના થાય ત્યાં સુધી કંપની ના ડાઈરેકટરો સંભાળશે, પોતાની બધી સંપતી પણ દીકરા ના નામે કરી દીધી.

સાંજે ઘરે ગયો ત્યારે એનો ૫ વર્ષ નો દીકરો ટીવી જોતો હતો, કોઈક જૂની વાઇલ્ડ વેસ્ટ ની મુવી હતી કાઉબોયવાળી, તે એની બાજુ માં જઈ ને બેઠો અને હાથ ફેરવ્યો. પછી કીધું દીકરા એક વાત સાંભળ.

પેલા એ ટીવી બંધ કરી એના પિતા સામે જોયું, એ માંડ માંડ આંસુ રોકી ને તેની સામે જોતા હતા.

હું બહાર જાવ છુ, થોડા દિવસ માટે, તારું ધ્યાન રાખવાવાળા ને મેં કહી દીધું છે.

ક્યાં જાવ છો પપ્પા?

એક ફ્રેન્ડ ને મળવા.

મોડી રાત્રે એ ફરી પેલી ગુફા પાસે પહોચ્યો, એ અત્યારે એકલો હતો, તેણે ગુફા ને સીલ કરાવી હતી પણ એક દરવાજો રાખેલો, એણી પોતાની ચાવી થી એ દરવાજો ખોલ્યો અને અંદર ગયો.

ટોર્ચ ના પ્રકાશ માં તે ધીરે ધીરે આગળ વધતો હતો, થોડે દુર એનો છેડો આવ્યો, ત્યાં જઈ એણે ખિસ્સા માં પડેલી બધી વસ્તુ બહાર મૂકી, ગુફા ની દીવાલ પર પડેલી લાકડી પર ની મસાલ ને બાળી અને આગળ ગયો, દુર એક નાનકડી કેબીન માં દીવો બળતો હતો.

તે ત્યાં પહોચ્યો અને દરવાજો ખખડાવ્યો. અંદર થી કોઈક ધીરે ધીરે દરવાજે આવ્યું અને ખોલ્યું.

બંને એ એક બીજા સામે જોયું, અંદર રહેલો વૃદ્ધ વ્યક્તિ પાછો જઈ એની ખુરસી માં બેઠો.

તમને યાદ હતું? પેલા વૃદ્ધ વ્યક્તિ એ પૂછ્યું.

હા મને હમેશા થી યાદ હતું.

તમને ખબર છે ને કે તમારે આ કરવા ની કોઈ જરૂરત નથી. તમે પાછા જઈ આરામ થી પોતાની જિંદગી જીવી શકો છો.

હા મને ખબર છે, પણ હું પોતાની સાથે નહિ જીવી શકું. એક ઉધાર છે જે મારે ચૂકતે કરવાનો છે.

દિવા ની ઝાંખપ માં એ વૃદ્ધ પ્રભાવશાળી લાગતો હતો, એ થોડો આગળ જુક્યો, એનો ચહેરો હજી પણ સ્પષ્ટ નહતો પણ કરચલીઓ અને જુના નિશાનો એના અનુભવ કહી જતા હતા.

સમય એ કોઈની જાગીર નથી, એ બદલતો નથી પણ બદલાવ લાવી શકે છે, સમય એક રેખા છે જે ક્યાય વણાંક નથી લેતી, હા તારા કિસ્સા માં સમય એ ભૂલ કરી નાખી. એ ગુફા સમય ની ભૂલ નું પ્રતિક છે, કોઈ પણ માણસ પાસે સમય સાથે છેડછાડ કરવાનો હક નથી અને સમય એ તને એની સજા આપી છે.તને ખબર નથી પણ તારી એક ભૂલ થી ઈતિહાસ માં શું ફેરફાર કરી નાખ્યા છે કેમકે તને ઈતિહાસ વિષે કઈ ખબર નથી. હું એ ઈતિહાસ બબ્બે વાર જીવ્યું છુ અને જીરવ્યા છે.

રોબીન મુક બની સાંભળતો હતો, એના મન ના પ્રશ્નો નો આ ઉતર નથી એ જાણતો હતો પણ એ વ્યક્તિ સિવાય પણ કોઈ બીજું ઉત્તર નહિ આપી શકે એ પણ ખબર હતી.

આ ફેરફાર ની શરૂઆત તે કરી હતી, એટલે એનો અંત પણ તારે જ કરવાનો છે, તને ખબર છે ને હું શેની વાત કરું છુ?

હા, એણે પોતાની મુઠ્ઠી મુજ્બુતાઈ થી દબાવી રાખી હતી.

તારે એને મારવો પડશે, તારે એને ઈતિહાસ ને બદલતા રોકવો પડશે,

એટલું કહી એ વૃદ્ધ વ્યક્તિ મૌન થી ગયો. રોબીન ઉભો થયો અને કેબીન ની બહાર નીકળી ચાલવા લાગ્યો, સામે ગીરનાર પર જાકજમાળ હતી, રોપવે ની લાઈનો ચમકતી હતી, હેલીકોપ્ટરો ગાજતા હતા,

એ ધીરે ધીરે એક પગદંડી પર ચાલવા લાગ્યો, ધીમે ધીમે એ લાઈટો ઓછી થવા લાગી. રોપવે ગાયબ હતા, કોઈ અવાજ નહતો.

એક જાડ પાછળ ઉભા રહી એણે નજર કરી તો વચ્ચે કેટલાક લાકડા બળતા હતા, હરેક ખૂણે એક માણસ ઉભો હતો જેના હાથ માં લાંબી લાંબી બંધુકો હતી, એક વ્યક્તિ એક વ્રુક્ષ સાથે બાંધેલો હતો અને બાજુ માં એક લાંબો પૂરો માણસ એને કૈક પૂછતો હતો.

રોબીન મન માં મલક્યો, હરિદાસ સાથે ની પેહલી જ મુલાકાત એને યાદ આવી.

બીજી જ ક્ષણે એણે પોતાના મન પર કાબુ મેળવ્યો અને પેલા વૃદ્ધ ને ઘરે થી લાવેલી બંધુક ખભા પર થી ઉતારી, ઝાંખરા ઓ ની પાછળ થી એણે નિશાનો લીધો,

ના હરિદાસ નો નહિ પણ પેલા ઝાડ સાથે બાંધેલા વય્ક્તિ નો.

ટ્રીગર દબાવવા જઈ રહ્યો હતો ત્યાં તેને ખભા પર કૈક અડ્યું.

જીવ વાહલો હોય તો બંધુક ફેકી દેજે.

રોબીને બંધુક ધીમે થી જમીન પર મૂકી.

ખભા ની પાછળ થી એ ત્રાસી નજરે જોવા માંગતો હતો કે કોણ છે પણ અંધારા માં કઈ દેખાયું નહિ.

હવે મને કે, તું કેમ મને મારવા માંગે છે?પાછળ ઉભેલા વ્યક્તિ એ પ્રશ્ન કર્યો.

સવાલ સરળ હતો પણ જયારે રોબીન મન માં એનો જવાન શોધતો હતો ત્યારે ડરી ગયો.

મને?પણ હું તો મારી જાત ને જ, હું મારા ખુદ ના યુવાન રૂપ ને જ મારતો હતો તો પછી?

એ પાછળ ફર્યો,

એક વ્યક્તિ હાથ માં એકદમ એના જેવી જ બંધુક લઇ ઉભો હતો, અને એક આંખે તેના પર નિશાન રાખેલું હતું, બીજી આંખ પર કાળી પટ્ટી મારેલી હતી.એને જોય રોબીન ગભરાઈ ગયો.

પણ તમે તો,

પેલા વ્યક્તિ એ શાંતિ થી જવાબ આપ્યો,

હા હું પણ તું જ છો, અને તું પણ હું જ અને પેલો ઝાડ સાથે બાંધેલો પણ મુર્ખ માણસ આપણે જ છીએ.

તને પેલા વૃદ્ધ માણસે તારી જાત ને મારવા મોકલ્યો ને?

રોબીને માથું ધુણાવ્યું.

અને તને ખબર છે એ કોણ છે? કેમ એ તને મારવા માંગે છે?

તને એમ છે કે ખાલી તું એકલો જ છે જે સમય માં આવી જઈ સકે છે.

હું તારા થી ૨ વર્ષ મોટો છુ અને પાછલા ૨ વર્ષ થી હું આ સમય ની રાહ જોઈ રહ્યો હતો.

રોબીન કઈ સમજે એની પેહલા એના માથા પર બંધુકો પાછલો ભાગ વાગ્યો અને એ બેભાન થઈ ગયો.

***

ચાલ હવે હિમ્મત નથી તારામાં?

થોડાક છોકરાવ હાથ માં બીયર ની બોટલ લઇ મસ્તી કરતા હતા, એક છોકરો ગુફા ના દરવાજે ઉભો હતો, બીજા એની ઉશ્કેરણી કરતા હતા.

એ થોડી વાર ત્યાં ઉભો રહ્યો, નશા માં ધુત માંડ માંડ ઉભો રહી શકતો હતો.

હજી એક ડગલું ભરે ત્યાં એને કૈક દેખાણું, એના માથા માં શખત પીડા થઈ એણે જોર થી માથું દબાવ્યું.

ઘોડા ઓ દોડતા હતા અને દુર થી ડમરી નજર આવતી હતી, બંધુકો ના ભણકારા વાગતા હતા અને ઉંચી ઉંચી બિલ્ડીંગો ના કાંચ ચમકતા હતા, એક નાનકડો બાળક એના તરફ હાથ લંબાવતો હતો અને એની પાછળ એક દેખાવ માં પ્રભાવશાળી પણ લોહીલુહાણ માનસ એને હાથ ના ઈશારા થી ભાગવાનું કેહતો હતો, હેલિકોપ્ટરો ના પાંખીયા ફરતા હતા અને આકાશ માં વીજળી ચમકતી હતી.

રોબીન, શું થયું? ડરી ગયો. કોઈકે એને પાછળ થી પૂછ્યું, એણે આંખો ખોલી અને પાછળ જોયું.

હા ડરી ગયો, રોબીને બીયર ની બોટલ ફેકી પાછો હોટલ તરફ જતો રહ્યો.

ભવિષ્ય તમે જે ચાહો તે બનાવી શકો છો, પણ શું ભૂતકાળ ના પણ વિકલ્પો હોય તો?

ઈતિહાસ કોઈ ની જાગીર નથી, જો કોઈ ઈતિહાસ ના પાના ઓ માં અદ્રશ્ય હોય તો ક્યારેક ને ક્યારેક એ પાછુ આવવાનું જ.

THE END….?