Adhinayak - 7 books and stories free download online pdf in Gujarati

અધિનાયક SCENE:- 7 (novel) (political thriller)

SCENE: - 7

- “Sir! Sir!” DySP office માં હજુ તો પગ પણ નહોતો મુકાયો ને PI જાડેજા ત્રાડ પાડતોં આવ્યો, staff PI ના રોદ્ર સ્વરૂપને પામી ગયા કે આજે નવા-જુની થવાની છે, કારણકે DySP I m સાયકિયા પણ જ્યારથી આવ્યા હતા ત્યારથી cabin માં કોઇને પણ બોલાવ્યા નથી, PI સીધો cabin માં ઘુસી ગયો. ત્યાં revolving chair પર DySP સાહેબ હાથ પર માથું ઢાળીને બેઠાં હતાં. PI તરતજ તેમની નજીક આવ્યો.

“આ શું? તમે પોતાની ખુરશી-આબરૂં સાચવવા મને બલીનો બકરો બનાવી નાખ્યો. જેથી તમને promotion લેવામાં કોઇ તકલીફ ન પડે. શું આ જ છે તમારો મારા પ્રત્યેનો પ્રેમ? મારુ તમારી આગળ આટલું મહત્વ છે? શું આ માટે તમે મને police inspector બનાવવા થનગની રહ્યા હતા કે સમય આવે એટલે મારી બલી ચડાવવી સહેલી પડે? આજે તમારો સાચો ચહેરો મારી સામે આવી ગયો છે તમને માત્ર તમારી reputation સાચવવામાં રસ...”

“પ્રભાત! મને સાંભળ તો ખરી...”

“નહી. sir! ખુબ સાંભળ્યું તમારું! તમારું સાંભળી-સાંભળીને જ મોટો થયો છે તમે મારા માટે guide- ગુરૂ... અરે પિતા સમાન હતા. તમને જોઈ-જોઈને જ બાહોશ police officer બનવાનું સ્વપ્ન જોયું હતું. મને આજે પણ તમે કરાવેલી આકરી training યાદ છે. તમે મારા આદર્શ છો. પણ. આજે તમે ખુબ ખોટું કર્યું છે...” લાગણીના પુરમાં તણાઇ ગયો હોય તેમ પ્રભાત વગર વિચાર્યે બોલ્યે જતો હતો. DySP સાહેબને બોલવાની તક નહોતી મળતી, “આ બધું તમે એટલાં માટે કર્યુ છે કે તમે જાણો છો મારી આગળ-પાછળ કોઇ નથી... હું અનાથ છું એટલે...”

“બસ! Shut-up!” DySP એ હાથ ઉંચો કરી પ્રભાતને ચુપ કરાવ્યો, “એવું તો મેં શું કર્યુ છે કે તુ બોલવામાં ભાન ભુલી ગયો... મેં માત્ર તારી સાબરમતી central jail માં transfer કરાવી છે મારો આભાર માન કે માત્ર તારી transfer થઇ છે... ઉપરીઓ તો તને suspend જ કરવા ઇચ્છતાં હતાં..”

“પણ sir! સાબરમતી jail શામાટે મારો વાંક-ગુનો શો? મગન સોડાવાળા ભાગી ગયો તેમાં...”

“PI જાડેજા! ઉપરીઓને તારા પર શંકા છે કે તે મગન સોડાવાળાને ભાગવવામાં મદદ કરી છે. એ તો મારો વગ વાપરીને તને હળવી સજા કરાવી...” DySP સાહેબના ખુલાસા બાદ PI નરમ પડ્યો.

“I’m sorry Sir!” PI જાડેજાએ બે હાથ જોડી માફી માંગી, “મેં તમને ખોટાં સમજ્યા, તમને ન બોલવાનું બોલ્યો, please! Sir! મને માફ કરી દો...”

“પ્રભાત!” DySP સાહેબ PI જાડેજા પાસે આવી તેના ખભા પર બન્ને હાથ મુક્યા, “તારી સૌથી મોટી weakness છે તારું ભોળપણ! સરળ-નિર્મળ મન! તારામાં કોઇ પ્રકારનું કપટ નથી એટલે જ તું કોઇની પણ વાતોમાં આવી જા! આપણી નોકરીમાં તારા જેવાં officer હોતાં જ નથી. અને દોસ્ત! મેં તને બલીનો બકરો નથી બનાવ્યો...”

“પણ sir! સાબરમતી jail? મને મગન સોડાવાળાને પકડવાની એક તક નહી આપવાની? તમને ક્યાં નથી અજાણ કે મેં મગન સોડાવાળાને કેટલાં મારા જાનના જોખમે jail ના સળીયે પુર્યો હતો. હું મગનના એક-એક રહેઠાણથી વાકેફ છું. તેના દરેક કારનામાથી વાકેફ છું...”

“તને તક આપવી જ જોઇએ, પણ. આ વખતે નહીં! ખબર નહીં આ મગન પર ક્યાં મોતી ટાંક્યા છે કે ખુદ અંગ્રેજ Kevin broad રસ રહી રહ્યો છે અને તેણે ચોખ્ખું કહ્યું છે કે મગન સોડાવાળાને પકડવા માટે ગઠિત થતી team માં માત્રને માત્ર experienced officer ને જ સ્થાન આપવું. મને પણ warn કર્યો છે...” DySP સાહેબને સાંભળીને PI જાડેજા વિચારમાં પડ્યો, PI ને થોડીવાર વિચારતો જોઇ DySP બોલ્યા. “શું વિચારે છે પ્રભાત???”

“ન! ના! કઇ નહીં...” પ્રભાત વિચારોમાંથી આવતા બોલ્યો. “once again sorry. Sir!”

“આરે! ગાંડા! વારંવાર માફી ન માંગ! દિકરો છે મારો તો શું તને મારી સાથે ઝઘડવાનો પણ હક્ક ન હોય? ચાલ! હવે સાબરમતી jail જવા તૈયાર થા. 2 દિવસ reporting કરવા સમય આપ્યો છે તો અહીંનું કામ પતાવીને જલ્દી Central jail એ reporting કર! All the best my son!” PI જાડેજા પગે લાગ્યો અને જતો રહ્યો.

- “Uncle broad! ક્યું કિયા ઐસા મેરે સાથ?” Office ની બહાર નીકળતા જ uncle broad ને call કર્યો “આપ હોતે કોન હો મેરી duty મેં interfere કરનેવાલે? કોન આપકે યહ power દેતાં હૈં? આખીર આપકો મુઝસે દુશ્મની ક્યાં હૈં? “

“કમાલ હૈં! My dear! ગુજરાત કી સબસે બડી jail મેં સબસે ખુંખાર offenders કે બીચ તુમ્હારે power કો આજમાને ભેજ રહાં હૂં ઔર તુમ હમ પર હી ગુસ્સા કર રહે હો!!” Kevin broad જરાય વિચલીત થયા વગર બોલ્યા. “ચલો ઠીક હૈં. આજ હમ બહુત Happy હૈં ઇસલિયે તુમ્હે માફ કરતે હૈં. વર્ના તુમ્હે બતા દે કી ગુજરાત police મેરી pocket મે હૈ ઔર ગુજરાત government ભી! અરે હમ યો my dear brother in law CM કે ભી boss હૈં. વહ હમે પુછે બગેર પાની ભી નહી પીતે! તો ક્યાં ચીઝ હો! તુમ્હે તો મેરા grateful હોના ચાહિએ કી મેને તુમ્હે suspend નહી કિયા...! અબ છોડો યહ ગુસ્સા ઔર celebration કરો અપની નઇ posting કા! Have a Nice day! My dear!” પ્રભાતને બોલવાની તક આપ્યા વગર જ Kevin broad એ call cut કરી નાખ્યો. PI જાડેજાએ તો અઢળક ગાળો વરસાવી. આ સિવાય એ કરે પણ શું?

***

- “Sir! તમારા સુવાનો સમય ખુબ વહી ગયો છે...So. Please!” અચાનક વિરાગે mobile પર time જોઇ Mr ગજેરાને યાદ અપાવ્યું. નવિનભાઇએ આપેલ જવાબથી Mr ગજેરા થોડીવાર તો અવાક્ થઇ ગયાં.

‘Thank you વિરાગ..’ મનમાં વિચારીને Mr ગજેરા પોતાની wrist watch જોઇ બોલી ઉઠ્યાં. “હાઁ! આજે મોડું થઇ ગયું, વાતોવાતોમાં time ક્યાં પસાર થઇ ગયો એ ખ્યાલ જ ન રહ્યો...” નવિનભાઇ તરફ જોઇને.. “નવિનભાઇ! હવે અમને રજા આપો,”

“અરે! ધનરાજભાઇ! અહીં જ રોકાઇ જાવને... કાલ સવારે જજો...”

“હાઁ! Uncle! રોકાઇ જાવને...” નિત્યા ધનરાજભાઇ પાસે આવી બોલી, ધનરાજભાઇએ તેણીના માથે હાથ મુક્યો.

“અરે! બેટા!પાછાં ક્યારેક આવશું. ફરીથી યાદોને વાગોળીશું... ખરેખર આજે મારું મન હળવું થઇ ગયું, મને તારામાં મારી ધૃતિ દેખાય છે. મારી દિકરી હમેશાં ખુશ રહે અને નવિનભાઇનું નામ રોશન કર...” નિત્યાને આર્શીવાદ વરસાવતા ધનરાજભાઇ વિરાগને ઇશારો કરી જતાં રહ્યા. નવિનભાઇ તેમને car સુધી વળાવવા ગયા,બન્નેએ ધનરાજભાઇને car માં બેસવા મદદ કરી. Car circuit house તરફ ગઇ.

“Thank you. Buddy!” Mr ગજેરાએ વિરાગનો હાથ ચુમ્યો.

“Big boss! એક સવાલ તો મને પણ થાય છે. I know boss is always right! But...”

“તું એ મેં તને આપેલા secured document અંગે પુછે છેને જે મેં તને સાચવવા માટે આપ્યા છે એમાં શું છે એ તને આજ સુધી ખબર નથી...”

“Boss! સાચું કહું તો એ documents મારા માટે sunny Leone જેવાં છે જેને તમે મળાવી તો દિધી પણ સાલુ તેણીને touch પણ નહી કરવાની...” વિરાગ ફરીયાદ કરતો હોય તેમ બોલ્યો, જોકે, Mr ગજેરા હસવા લાગ્યા. “DG uncle! તમે હસો છો? આ documents...! DG uncle! Please! કહો તો ખરી...”

“વિરાગ પારડીવાળા! એ secure documents માં શું છે એ તો તને નહી કહું પણ એટલું જરૂર કહીશ કે એ documents મારા સૌથી મોટા dream ને સાકાર કરવાની ચાવી છે...” Mr ગજેરાએ secret વધારે ઊંડૂ કરી નાખ્યું, વિરાગ પોતાના specks ની frame સાફ કરવા લાગ્યો, Mr ગજેરા વિરાગને documents અંગે જાણવા માટેની તડપને માણતા હસતાં રહ્યા. circuit house આવી ગયું.

- બીજા દિવસે Mr ગજેરા જરૂરી કામકાજ પતાવીને બપોર સુધીમાં સુરત જવા રવાના થયા. બપોર સુધીમાં સુરતના ચૌર્યાશી તરફ જતાં highway પર વિશાળ વિસ્તારમાં ‘ધનરાજ Mansion’ આવેલું હતું. દુરથી CM house જેવું જ આબેહૂબ લાગતું ‘ધનરાજ mansion’ ભવ્ય રીતે બનાવ્યું હતું. Mansion થી થોડેક દુર આવેલ helipad પર Mr ગજેરાનું charter-plane land થયું. બે નોકરોની મદદથી wheelchair પર mansion તરફ ગયા, helipad થી આગળ ઘાસનું મેદાન, party-place, party-place ની જમણી બાજુએ મોટો main gate, gate થી mansion વચ્ચે pathway, pathway ની બન્નેબાજુ garden, security guard’s quarter-office, parking spot, પછી ground વચ્ચે golden fountain અને આગળ 3 floored ધનરાજ-mansion ભવ્ય લાગતો હતો, Mr ગજેરા fountain પાસે આવ્યા.

- “વિરાગ! હવે તું ઘરે જા. ખુબ થાકેલ લાગે છે. “ Mr ગજેરા વિરાગના થાકેલ ચહેરો જોઇને બોલ્યા.

“Thank you sir! હું સાંજે આવીશ...”

“અરે ! તું કાલે આવ તો પણ કોઇ વાંધો નહી...” Mr ગજેરાએ પુરા દિવસની રજા આપી, વિરાગ ખુશ થતો ત્યારે જ ચાલતો થયો, wheelchair હોવાના કારણે ખાસ બનાવેલા easy way થી Mansion માં પ્રવેશ્યા, મોટો વિશાળ hall ખાલી ભાસતો હતો, Servants Mr ગજેરાને જોતાં જ salute કર્યું. એક આધેડ servant Mr ગજેરા પાસ આવ્યા.

“બાલુભાઇ! બધાં ક્યાં છે કોઇ કેમ દેખાતું નથી?”

“સાહેબ! ધર્મિષ્ઠાબહેન Office ગયાં છે તેમણે હમણાં જ Tiffin મંગાવ્યું હતું. ધૃતિ baby outdoor shooting માટે ગયા છે અને યશનિલ...” બાલુભાઇ અટકી ગયા..

“બરાબર! બાલુભાઇ! હું મારા bedroom માં આરામ કરવા જાવ છું કોઇ આવે તો મને કહેજો...”

“ભલે! સાહેબ!” બાલુભાઇ બોલ્યા, Mr. ગજેરા પોતાના hall પાસેના ડાબી બાજુ તરફ room ની હાળમાળા તરફ ગયા. તેમાનો એક bedroom માં જઇ આરામ ફરમાવવા લાગ્યા.

***

- દ્વારકાથી આવ્યા બાદ યુવરાજે પ્રમુખ તરીકે પોતાની ફરજ સાથે જરા પણ બાંધછોડ નહોતી કરી, તાલુકા કક્ષાએથી લઇને રાજ્ય કક્ષાના પ્રતિનિધિ સાથે back to back meeting યોજવા લાગ્યો, પક્ષની કાર્યશૈલી-કાર્યકરોનો પક્ષ અંગેના વિચારો-અભિપ્રાયો-ફરીયાદો વગેરે જાણવા લાગ્યો. કાર્યકારો સાથે મળી આગળની યોજનાઓ ઘડવા માટે સલાહ લેવા લાગ્યો. અલબત્! એ વાત સાચી કે પક્ષમાં હજુ કાર્યકરો ખુલીને કોઇ વાત કરતાં ન હતાં અને જુનવાણી પેઢી મુળ કરી ગઇ હતી ત્યાં નવી કુપણો માટે સ્થાન આપવામાં સમય લાગે તેમ હતો. યુવરાજને જોકે પક્ષના બંધીયાર વાતાવરણને સમજતા સમય ન લાગ્યો. છતાં. યુવરાજ હાર માને તેમાનો ન હતું. જોકે કેટલાક આગળ પડતાં કાર્યકરોમાં યુવરાજ આશાનું કિરણ બન્યો.

- “યુવરાજભાઇ!” છેલ્લી meeting પુરી કરીને conference hall માંથી બહાર આવ્યો ત્યારે lift થી 2nd floor એ આવેલ યુવાને ધ્યાન દોરવા યુવરાજને બોલાવ્યો.

“Oh! અલ્પેશ દિવેટીયા! ક્યારે આવ્યો બરોડાથી?” જાણીતો ચહેરો જોતાં જ યુવરાજ ખુશ થતો અલ્પેશ પાસે ગયો. બન્ને ગળે મળ્યા. “કેવી ચાલે છે તારી M.com ની તૈયારીઓ?”

“ચાલ્યા કરે!” shirt-jeans માં ઉચો-લાંબો અને સુંદર લાગતો અલ્પેશ goggles રમાડતો બેફિકરાઈથી બોલ્યો. “જ્યારે book હાથમાં આવે ત્યારે ખબર પડે, કેવી થાશે તૈયારીઓ!!! બાકી કારેલીબાગ ઝિંદાબાદ!!! આપણે ક્યાં top કરવું છે...”

“આવ! આવ!” બન્ને conference hall પાસે જ યુવરાજની office ગયા, simply office ને અલ્પેશ જોઇ રહ્યો. “સંધ્યાકાકી-સુરજકાકા બધા કેમ છે? તે ન આવ્યા?”

“બધા જલસા કરે! પણ. યુવરાજભાઇ! તમે ન બદલાયા. એ જ દાબલા ને એ જ દાઢી-મુંછો! હવે તો AGP president બની ગ્યાં છો. હવે તો જરા smart દેખાવ! અમારી અડધી pocket money સારાં દેખાવામાં જ ખર્ચાય જાય!”

“તારી વાત સાચી. યાર. પણ. હું આમાં વધારે comfort લાગું છું. બાકી અધિયો પણ simply best છે”

“સારી વાત છે, બાકી બોલો! શું કરે છે દાદાજી. દેવિકાકાકી. અધિવેશ? અધિયો તો M.com ના last year માં આવી ગયો હશેને?,”

“દાદા દરરોજની માફક પોતાનો લોક દરબારમાં વ્યસ્ત છે, મમ્મી ઘરના ને બહારના કામો વચ્ચે balance કરી રહી છે,”

“યુવરાજભાઇ! હવે હું તમને એક serious matter માં માથું મારવાની ભલામણ કરવા આવ્યો છું...”

“બોલને! શું વાત છે? “

“વાત થોડી serious and controversial પણ છે, MS university માં સાથે ભણતી રાધિકા નામે મૂળ માણસાની friend છે, તેના father રામભાઇ co-operative bank માં manager છે office માં honesty ની મિસાલ છે, bank માં 1 ₹ આઘોપાછો નથી કર્યો. તેમને થોડા દિવસ પહેલાં મહેસાણામાં AGP ના Minority leader ફારૂખ બરક્તી સાથે cash withdrew બાબતે નાની ચકમક થઇ. સત્તાના નશામાં ચુર ફારૂખ બરક્તીએ રામભાઇને ધમકી આપી. થોડા time પહેલાં રામભાઇનું accident થયું અને પગ કાયમના માટે ગુમાવી દિધો. રાધિકા જ્યારે health insurance ના પૈસા લેવા ગઇ ત્યારે bank એ રામભાઇના 30 વર્ષ પહેલાંના certificate આગળ કર્યા જેમાં રામભાઇએ ખોટી રીતે affidavit કરી bank માં પ્રવેશ મેળવ્યો હતો. હવે રાધિકાએ તપાસ કરાવી ત્યારે રામભાઇના scooter ને પછાડનાર truck driver ફારૂખ બરક્તીનો relative નીકળ્યો, police-FIR વગેરેમાં પડી તો ધાક-ધમકી આવવા લાગી. એકવાર તો બરોડામાં બિચારીની છેડતી થતાં-થતાં રહી ગઇ. તમે home minister ને ભલામણ કરોને કે રામભાઇના ગુનેગારોને સજા કરાવે...” અલ્પેશે problem કહી.

“રાધિકા પાસે proof તો હશેને? I mean! આવી બાબતોમાં જરાક કાચું કપાઇ જાય તો... રાઇનો પહાડ થઇ જાય. મને રાધિકા સાથે વાત કરાવ તો મને વધારે idea આવે...”

“sure!” અલ્પેશે mobile કાઢી યુવરાજને રાધિકા સાથે contact કરી આપ્યો. યુવરાજે ખાસ્સો સમય રાધિકાની પુછપરછ કરી. સાથે જરૂરી note down કરતો ગયો જેથી કોઇ ચુક ન થાય. અલબત્. રાધિકાએ જરાય વિચલિત થયા વગર સાચ્ચેસાચું કહ્યું ને યુવરાજને વિશ્વાસ આવ્યો.

“Ok. હું નવિનકાકા સાથે વાત કરીશ,” યુવરાજે બન્નેને વિશ્વાસ આપ્યો.

“ભલે! યુવરાજભાઇ! પછી મળ્યા...” અલ્પેશ બહાર નીકળ્યો. યુવરાજ તેના કામે વળગ્યો.

- “Hello! અભિનવ!” Bike પર બેસતાં અલ્પેશે call કર્યો, “કામ થઇ ગયું. મેં તો screenplay લખી નાખ્યો હતો. હવે તારે scene ઉભો કરવાનો છે..”

“યુવરાજને શંકા તો નથી ગઇને?” સામે સવાલ થયો.

“યુવરાજ ભલે ભોળો લાગે પણ પુછી-પુછીને મગજનું દહીં કરી નાખ્યું. એકવાર તો હું ખુલ્લો પડી જાત, but finally everything is fine!” અલ્પેશ હસવા લાગ્યો. સામે પણ હાસ્ય ફેલાઈ ગયું.

***

- “હાઁ! પ્રવિણભાઇ! આજે staff નું surprise checking છે માટે આ વખતે કોઇ ચુક ન થવી ન જોઇએ...” સવાર-સવારમાં home minister નવિનભાઇ તેમના PS ને સમજાવી રહ્યા હતાં. ત્યાં સીડી ઉતરતી નિત્યા આવતી દેખાઇ, “Good morning. બેટા! કેવી ગઇ રાત? ઊઘ તો બરાબર આવીને??? કાલે આપણે મોડા સુતા હતા...”

“Good morning, dad! થોડીવાર પડખા ફર્યા પણ ઊઘ આવી તો ગઇ. બાકી. ધનરાજકાકા સાથે ખુબ મજા આવી. તમારી યાદો ખુબ મીઠી-મીઠી છે...”

“અરે! ધર્મિષ્ઠાબેન સાથે તું બેસ તો પુરી રાત ક્યાં વહી જાય એ ખ્યાલ ન રહે...” નિત્યા પપ્પા પાસે આવીને ભેટી ગઇ. બાપે દિકરીને વ્હાલ કર્યો.

“dad! હું દેવિકાકાકીને ત્યાં રહેવાની છું. પછી સાંજે સૌમ્યાકાકી-ગંગાભાભી ત્યાં જવાની છું...”

“ભલે! તું ગમે ત્યાં જા પણ...”

“તમને inform કરી દઇશ... ok?” નિત્યા હાથે કમરે મુકી થોડી નારાજગી સાથે બોલી, “dad! હવે હું નાની છોકરી નથી. દરરોજ-દરરોજ નાની-નાની વાતોમાં તમને inform....”

“આ દુનિયામાં તારા સિવાય કોણ છે મારૂં. જેની મને ચિંતા હોય? હું દુશ્મનોથી ડરતો નથી પણ તું તો મારી princess પણ છે weakness પણ! આમપણ આ બ્હાને આખા દિવસમાં એકવાર તારો અવાજ તો સંભળાય. મને મનમાં શાંતિ થાય!”

“એમ કહોને કે તમારે મારો અવાજ સાંભળવો હોય.. તો-તો હું આખા દિવસમાં 10 વાર call કરું, નાની હતી ત્યારે પણ કેટલી વાર તમને પેલ્લા telephone ના ડબ્બાથી કરતી! એમ જ હવે કરીશ...” નિત્યા હંસી અને નવિનભાઇની ટાલ પર ચુમ્મી ભરી, “ok! Dad! Bye! જય માતાજી!” નિત્યા બહાર નીકળતી બોલતી ગઇ. નવિનભાઇએ પણ જય માતાજી કર્યા. પણ. નિત્યાને એ ખબર ન પડી કે તેણીને bye-bye કરતાં-કરતાં નવિનભાઇની આંખો ભીની થઇ ચુકી હતી.

***

- “સાગા! આ લે... આ મહિનાનું wanted list! જોજે! આમાં તારૂં નામ ન હોય...” ખબર ગુજરાત news office ના 3rd floor પર સાગરીકાના table પાસે આવીને સાગર રમુજમાં બોલ્યો. સાગા આમપણ computer માં work કરતી હતી. પાસે પિન્ટુ નાસ્તો કરતો હસવા લાગ્યો તો તેની ‘balaji’ નીચે પડી ગઇ, તો સાગા તેના પર હસવા લાગી.

“ભાઇ! આ police ને ખબર જ હોય કે આ માણસ આમ પકડાઇ જવાનો નથી તો પછી આ posters નો ખર્ચ શામાટે કરતાં હશે...?” Poster ના થોથા લેતા સાગા બોલી, “કેટલા છે???”

“કમસેકમ 40-50 ગુનેગારોના poster હશે,” સાગરે અંદાજ લગાવ્યો. “આમપણ, સાગા! આ બધ ગરીબ ગુનેગારો છે તેઓ થોડા કરાંચી-London કે Dubai હોવાનાં? વધુમાં વધુ કોઇ પોળમાં સંતાયા હોય અથવા કોઇ કુબા-કસ્બામાં!!! તેમને ખંખેરી શકાય તેવા તો માલેતુજાર હોય નહીં ને police ને તેમને આમપણ પકડવામાં રસ નથી હોતો. બસ court અને ઉપરી નારાજ ન થાય એટલે poster નામે કામગીરી દેખાડે...”

“હાઁ! વાત તો સાચી છે તમારી! ભલે ભાઇ! Checkout કરી press મોકલી દઇશ,”

“thank you! દિકરા!” સાગર પોતાની બ્હેન પર વ્હાલ આવ્યો હોય તેમ સાગાનું માથું ચુમ્યું. પછી જતો રહ્યા. સાગા-પિન્ટુ poster check કરવા લાગ્યા.

“આહ્હા! આહ્હા! Photo તો જો પડાવ્યો છે જાણે Mr India નો મોગેમ્બો હોય અને ગુનો પાકિટમારી!” પિન્ટુ એક પછી એક poster જોઇ મનમાં જે આવે એ બોલી નાંખતો. જોકે. સાગા ઝીણવટથી poster જોઇ રહી હતી. આશરે 30-32 સામાન્ય ગુનેગારોને જોયા બાદ એક poster પર તેણીની નજર અટકી. એક લંબગોળ આકૃતિ તેણીના મનમાં ચોંટી ગઇ. શ્યામવર્ણ પણ ક્રુર નજરવાળો. મુંડન કરાવેલા કપાળે ઉંડા ઘા ના નિશાન હતા. સાગાને તે આંખો જાણીતી લાગી. photo નીચે નામ લખેલું :- હમીર મીરનવાઝ.

- “શું થયું? બીજા poster જોને”

“પિન્ટુ! આ વ્યક્તિની info મેળવી આપ. મને આ આંખો જાણીતી લાગે છે...” સાગા poster આપતા બોલી. પિન્ટુ poster જોતાં જ ભડકી ગયો. એ ખુદ ડરી ગયો.

“અરે બાપ રે! આ તો ખરેખર ભયંકર છે. મોગેમ્બોનો પણ બાપ! બિલકુલ તારા જેવો...” પિન્ટુ બોલી ઉઠ્યો. સાગાએ બાકી બધા poster જવા દિધા. તેણીનું મન એક જ poster પર અટકી ગયું. પિન્ટુ એ poster ની info નીકાળવા બહાર નીકળી ગયો.

***

- “ખબર નહીં! આ વકીલ ક્યારે આવશે...” CM house ના garden પર CM સાહેબનો નબીરો Vicky બેચેન દેખાતો હતો. વારંવાર mobile માંથી માથું ઉચું કરીને gate તરફ જોઇ લેતો. બાકી ધ્યાન તો mobile માં જ હતું.

- “અરે! Mr રાવળ!” અચાનક અવાજ આવ્યો, પહેલીવાર કોઇએ માનભેર સંબોધન કર્યું. Vicky એ mobile પરથી માથું ઉચું કર્યું. સામે black coat વાળી આકૃતિ દેખાય આવી. ટુંકા ઉભા ઓળેલા વાળ, લંબગોળ ઘઉંવર્ણો ચહેરો, સપ્રમાણ મજબૂત બાંધા પર black coat ધારી વ્યક્તિ આવ્યો, “મને uncle broad એ મોકલ્યો એટલે મને લાગ્યું કે તમે કોઇ લફરાંમાં ફસાય ગયા હશો...”

“લફરૂં કર્યું તો નથી પણ તે મારી મદદ ન કરી તો મારે નાછૂટકે લફરૂં કરવું પડશે”

“what? હું કાંઇ સમજ્યો નહી...”

“તારે તસ્લિમા જાફરીનો case લડવાનો છે”

“શું તમારું મગજ બ્હેર મારી ગયું છે? 5 વર્ષ પહેલાં હું જ તેમનો lawyer હતો, પણ. ખાલાની ટકટક અને જોહુકમીથી હું એટલો કંટાળી ગયો હતો કે મારે અધવચ્ચે જ case છોડીને જતું રહેવું પડ્યું, હવે કઇરીતે પાછો જઇને કહું કે મારે case ફરીથી લડવો છે? અને તમારૂં family તો તેમની against લડે છે...”

“અરે! તમે શામાટે મગજમારી કરો છો Mr સમીર સવાણી? હું તસ્લિમાખાલા આપે તેના કરતાં 5 ગણી fee આપીશ. તમારે કોઇ મહેનત કરવાની નથી. હું કહું એટલું કરો...”

“હું કશું સમજયો નહી...”

“મારે એ જ જોઇએ છે? એ પછી Mr સવાણીને પુરો plan સમજાવ્યો પણ એ સાંભળી Mr સવાણીની આંખો પહોળી થઇ ગઇ.

***

- “આ બધું શું છે? આ ગૃહમંત્રાલય છે કે મછીબજાર? અડધાથી વધારે કર્મચારીઓ હાજર નથી. મોટાભાગના medical leave લઇને વિદેશમાં ફરવા ઉપડી ગયા. એક પણ અરજી સમયસર નિકાલ પામી નથી. શું આ છે તમારી ફરજ? શું આ માટે તમે સરકારી નોકરીમાં જોડાયા હતાં. લોકોમાં આપણી છાપ નખ-ન્હોર વગરનાં પ્રાણીની પડી છે...” ગૃહમંત્રી નવિનભાઇ પટેલે પોતાની office માં પોતાનો staff બોલાવી બધાંનો ઉધડો લીધો. નવિનભાઇ આ પહેલાં ક્યારેય આટલા ગુસ્સે ન હતાં. “આજે મારાં surprise checking તમે બધાં fail ગયાં છો. મારા માટે આથી મોટી નાલેશી શું હોય કે મારો staff સરકારી ખાતાઓમાં સૌથી નબળો staff છે! આ માટે માત્ર તમે જ નહીં હું પણ દોષિત છું. એટલે જ મેં નિર્ણય કર્યો છે કે આજ પછી office માં દરેક કર્મચારીઓ દર week પોતાના કામનો report મને આપશે. આ પછી હું કોઇનું પણ ચલાવી નહી લઉં... જે કામમાં નબળા જણાયાં એમને પાણીચું આપી દઇશ. દરેકે bio-metric machine થી attendance નોધાશે, જે લાંબા સમય સુધી ગેરહાજર રહ્યાં એમને ઘેરહાજર જ કરી દેવાશે, જે કામગીરીમાં નબળું રહ્યું તેને પાણીચું આપી દેવામાં આવશે, ગૃહમંત્રાલયની કામગીરીમાં જરા પણ ઉણપ ન આવવી જોઇએ. Now you may go!” સૌ આકરાં પાણીએ આવેલા નવિનભાઇને જોઇ રહ્યાં. “જુઓ શું છો? I say leave the cabin!” બધાં કર્મચારીઓ જતાં રહ્યા. કર્મચારીઓ વચ્ચે નવિનભાઇનો આ રોદ્ર-સ્વરૂપ ગણગણાટ થવા લાગ્યો. નવિનભાઇ પણ આટલા ગુસ્સે થવા પછી અસ્વચ્છ થઇ ગયા, BP વધી ગયેલું જણાતું હતું.

- “યુવરાજભાઇને અંદર આવવા દો” intercom થી યુવરાજ રાવળ આવ્યાના સમાચાર અપાતા નવિનભાઇએ યુવરાજને અંદર બોલાવ્યો. થોડીવારમાં “may I come in” ના manner સાથે યુવરાજ door પર ઉભો રહી ગયો. નવિનભાઇ હસીને અંદર બોલાવ્યો. યુવરાજ આવીને બેઠો.

“નવિનકાકા! દરરોજ તમને મળવા હજારો લોકો waiting માં હોય છે તમે કોઇ એક વિશેષ વ્યક્તિના નહી. પૂરા ગુજરાતના ગૃહમંત્રી છો. એવામાં મારે મારા અનુકૂળ સમયે આવીને special treatment લેવાની ન હોય. આખરે. આપણે બન્ને સામાજિક જવાબદારી નિભાવીએ છીએ. એ તો એક જરૂરી કામ હતું અને પ્રવિણભાઇએ મને આજની જ appointment આપી એટલે હું તમને મળવા આવ્યો. હુ તમારો વધારે સમય નહીં લઉં...” યુવરાજે વિનમ્રતાથી આવવાનું કારણ જણાવ્યું. નવિનભાઇ યુવરાજની નમ્રતા પર ઓવારી ગયા.

“યુવરાજ! તારી આ નમ્રતા જ તને આ પદ પર લાયક કરે છે. બોલો! અમારા વિનમ્ર પ્રમુખશ્રી! શું ફરીયાદ છ?” નવિનભાઇના પુછવા પર યુવરાજે રાધિકાની સમસ્યા વર્ણવી. થોડીવાર તો નવિનભાઇ ન બોલ્યા.

- “કાકા! મારી વિનંતી છે કે તમે inquiry કરાવી સત્યના મુળ સુધી જાવ, આ ફારૂખ બરક્તી નામનો ગુન્ડો આપણા પક્ષમાં છે જાણીને મને તો ખુબ ગુસ્સો આવે છે. આવા નપાવટ માણસને તો આકરાંમાં આકરી સજા કરાવવી જોઇએ, કાકા! હું...” યુવરાજ ઉત્સાહમાં આવીને બોલ્યે જતો હતો. ને નવિનભાઇને બેચેની વધ્યે જતી હતી.

“બસ! યુવરાજ. બસ! તને હજુ પ્રમુખ બન્યા ને 4 દિવસ પણ નથી થયા અને જ્યારથી આવ્યો છે બોલ્યે જ જાય છે. બોલ્યે જ જાય છે. તને કોઇ વાતની કે કોઇ વ્યક્તિની ખબર ન હોય તો ન બોલાતો હોય તો...! ફારૂખ બરક્તી ખુબ નૈક અને અલ્લાહનો બંદો છે એ વ્યક્તિ અંગે તને ગેરમાર્ગે દોરનાર રાધિકા કોણ? તને કોઇ જમીની હકીકતનો ખ્યાલ છે કે નહી? મને તો ફારૂખ વિરુદ્ધ કોઇ કાવતરૂ લાગે છે ને તું એમાં ભોળવાય ગયો છે...”

“ભોળવાય તો તમે ગયા છો. કાકા! મેં રાધિકા સાથે વાત કરી છે તેણી પોતાની આપવીતી કહી છે. અને અલ્પેશને હું નાનપણથી ઓળખું છું એ ક્યારેય આવી વાતોમાં ન પડે...”

“બસ! યુવરાજ! બસ!” યુવરાજે નવિનભાઇનું ક્યારેય ન જોયું એવું રૂપ જોયું, “તું તારી વાતમાં અડગ છે એનો અર્થ એ કે તને મારી વાતમાં વિશ્વાસ નથી...”

“પણ! કાકા!...”

“...gate out! યુવરાજ!” નવિનભાઇએ યુવરાજને દરવાજો દેખાડ્યો. યુવરાજ સ્તબ્ધ! “મારો સમય બરબાદ થાય છે, યુવરાજ! તું જા અહીથી...”

“ભલે! કાકા!” યુવરાજ આઘાત સાથે જતો રહ્યો, નવિનભાઇનું BP વધી જતાં doctor ને બોલાવવામાં આવ્યા, “સાહેબ! યુવરાજભાઇ upset લાગતા હતા. નવિનભાઇને તો તેમના family doctor ને બોલાવવા પડ્યા. ખરેખર મામલો ગંભીર બની ગયો...” ગૃહમંત્રીની. Office થી અભિનવને massage મળી ગયો.