Adhinayak - 8 books and stories free download online pdf in Gujarati

અધિનાયક SCENE :- 8 (novel) (political thriller)

SCENE: - 8

- “કેમ અનિતા! મને વ્હેલો કેમ બોલાવ્યો???” સાંજના સમયે અનિતાબહેનનો call આવતા જ Mr અનંતરાય મહેતા દોડતા આવ્યા, હજું તો gate માં પ્રવેશે એ પહેલાં અનિતાબહેને આંતરી લીધાં. અનિતાબહેન ચિંતામાં લાગતા હતા. તેમણે જલ્દી જવાબ ન આપતા Mr મહેતાએ ફરીથી પુછ્યું. “હું પૂછું છું. અનિતા! શું થયું???”

“અરે! અનંતરાય! સારા સમાચાર આવ્યા હોય કે મહેમાન...! ઘરના મોભીને તો બોલાવવા જ પડેને...” અવનિ-land ના બગીચામાં બેઠેલા માણેક પરીવારના મોભી નરૂભા gate તરફ આવતા બોલી ઉઠ્યાં. સાથે નદંનાબહેન-નકુળ આવીને ઉભા રહી ગયા. નદંનાબહેન તો Mr મહેતા પાસે જઇને પગ લાગવા ગઇ. ત્યાં Mr મહેતાના પગ પાછા પડ્યા. નદંનાબહેન આ જોઇ રહ્યા.

“મોટાભાઇ! “

“નરૂભા.” Mr મહેતાનો ક્રોધ ભભુકી ઉઠ્યાં, “તમારી હિમ્મત કેમ થઇ મારા અવનિ-land પગ મુકવાની? અનિતા! આ અજાણ્યા લોકોને કહે કે હમણાં ને હમણાં અહીંથી જતાં રહે નહીંતર હું ધકકા મારીને બહાર કઢાવીશ...” Mr મહેતાનો ક્રોધ સાતમા આસમાને ગયો.

“મને ધકકા મરાવશો? લાગે છે તમે નથી જાણતા કે હવે હું ધારાસભ્ય બની ગયો છું અને આવનારા દિવસોમાં હું હઉમ મનીસટર. ગરૂહમત્રી બનવાનો સુ તમે ભુલી ગયા છો કે અમે તમારા બેન-બનેવી છીએ” નરૂભા પણ ચુપ રહે? આગળ આવીને બોલ્યે ગયા, “એ સમય હવે ગયો. જ્યારે મને ધુત્કારી-ધકકા મારીને બહાર કાઢતાં. એ સમય ગયો. અનંતસાહેબ! કરે કોઇ ને બલિનો મને બનાવતા. હેવ હું શક્તિશાળી થઇ ગયો સું... જે ઇચ્છું ઇ કરી શકું સું... ગમે ત્યાં આવી શકું સું ને ગમે ત્યાં જઇ શકું સું...”

“નરૂભા! તમે શક્તિશાળી બન્યા છો તો હું મહાશક્તિશાળી બન્યો છું, આ gate જુઓ છો...?” Mr મહેતાએ gate તરફ આંગળી ચીંધી, “Gate સુધી જ તમારી શક્તિ-તમારી સત્તા છે, દુનિયાની કોઈપણ સરકાર ગમે તેટલી powerful કેમ ન હોય. ગમે તેટલી ખુંખાર કેમ ન હોય તેમની મારી આગળ કોઇ વિસાત નથી. નરૂભા! તમે ગૃહમંત્રી બનો કે પ્રધાનમંત્રી! મને કોઇ ફર્ક નથી પડતો. આ તમે એ જ નરૂભા છોને. જેણે મારી પીઠ પાછળ મારી બહેન સાથે લગ્ન કર્યા. જેણે Kevin broad જેવો છેલ્લી પાયરીના નપાવટ માણસ સાથે ભળી કોમીરમખાણોને હવા આપી. તમે એ જ નરૂભા છો જેણે મારા સગા ભાઇથી વિશેષ દેવરાજને મોતના મુખે લઇ જતાં કોમીરમખાણોનો ભરડો તૈયાર કરવામાં CM રાવળ-Kevin broad નો સાથ આપ્યો. જ્યારે મારે દેવરાજની મોતના ગુનેગારો વિરુદ્ધ કરવાનું થયું ત્યારે દ્વારકા સંતાઇ ગયા એ તમે જ નરૂભા માણેક!” Mr મહેતા કશું જ ભૂલ્યાં ન હતાં. નરૂભા સહિત ચારેય અવાક્ થઇ ગયાં.

- “ઇ વાતું જુની થઇ ગઇ, અનંતસાહેબ! ઇ વાતુંના ન તો મારી પાસે સાબિતીયું છે કે ન તમારી પાસે... તમે ખોટાં હાકો જ છો...”

“નરૂભા! અહીથી ચાલ્યા જાવ. નહીંતર હું ભુલી જઇશ કે તમે નદંનાના પતિ છો. I say gate out!” ઉચાં અવાજે Mr મહેતા બોલી ઉઠ્યાં.

“નદંનાબહેન! મહેરબાની કરીને તમે અહીથી જાવ, please...” અનિતાબહેન Mr મહેતાને શાંત કરવા સાથે નદંનાબહેનને વિનંતી કરવા લાગ્યા.

“અનિતા! તારે કોઇની પણ સામે કરગરવાની જરૂર નથી. તું મારી સાથે અંદર આવ. અહીં તે જ આવી શકશે જેનાં પર મને વિશ્વાસ હોય...” અનિતાબહેનનો હાથ પકડી Mr મહેતા ઘર તરફ જતાં રહ્યા. નરૂભાને આ હળહળતું અપમાન લાગ્યું. તેઓ પણ પગ પછાડતા જતાં રહ્યા.

- “અનંત! તમે આટલા ગુસ્સે ન થાવ...” Hall માં આવતા જ અનિતાબહેન Mr મહેતાને શાંત કરવા પાણી આપ્યું, Mr મહેતા થોડીવાર ચુપ રહ્યા.

“એ મારા દેવરાજના હત્યારા છે, મારી પાસે સાબિતી નથી. નહીતર આ લોકો સત્તા પર આરૂઢ ન હોત. હું એ લોકોને છોડીશ નહીં...” Mr મહેતાને લવારો ચડ્યો. અનિતાબહેન જરાય વિચલીત થયા વગર Mr મહેતાને દવા આપી. પછી જમવા લઇ ગઇ. ત્યાં અવનિના આવવાનો અવાજ સંભળાયો, “અનિતા! અવનિને કશું કહેતી નહીં...”

“ક્યાં સુધી છુપાવશું. અનંત?” અનિતાબહેને સણસણતો પ્રશ્ર્ન કર્યો જેનો Mr મહેતા પાસે કોઇ જવાબ ન હતો. જોકે. અવનિ આવી ત્યાં સુધીમાં બન્નેએ સ્વચ્છતા કેળવી લીધી અને દિકરી સાથે ભળી ગયા.

***

- VS Hospital. પ્રિતમરાય cross road પાસે Dr યુવિકા શાહનું paediatric clinic આવેલ હતું.

“Miss મોનિકા! These are last case. Ok? આ પછી કોઇ case નહી. મારે દિવ્યલોક ભવન જવાનું છે..” intercom થી miss મોનિકાને inform કરી Dr યુવિકા revolving chair માંથી ઉભી થઇ લટાર મારવા લાગી. થોડું પાણી પીધુ.

- “may we come in?” એક lady તેની સાથે 10 વર્ષના પણ પાતળાં-નબળા છોકરાંને લઇને આવી, Dr યુવિકાએ અંદર આવવાની રજા આપી Dr યુવિકા revolving chair પર તો એ માઁ-દિકરો તેણીની સામેની chair બેઠા, “doctor! હું અલકા અને આ મારો son મોહિત! મોહિત ખુબ પાતળો ને નબળો છે બરાબર જમતો પણ નથી. કાઇપણ ખવડાવવા રોજ માથાકુટ કરવી પડે. રીંગણ ભાવે નહીં. દુધી ખાય નહીં. કારેલા તો અડકે પણ નહી. દુધ પીવડાવવા દરરોજની રામાયણ! તો પણ gas-કબજીયાત રહે. ભુખ જ લાગતી નથી તેને... આખો દિવસ TV જોયા કરે... શું કરીયે? કોઇ દવા લખી દ્યોને...”

“મોહિત અહીં આવતો” Dr યુવિકાના કહેવાથી મોહિત આવ્યો, Dr યુવિકાએ તેના heart beat તપાસ્યા. જીભ-આંખો તપાસી. થોડા સવાલો કર્યા, “અલ્કાબેન! તમારી ફરીયાદ અત્યારે દરેક માઁ-બાપની ફરીયાદ છે. બાળકો તો શું આપણે મોટેરાઓ પણ ખાવા-પીવામાં મનમાની કરતાં હોઇએ છીએ. આ ખાવું- તે ન ખાવું. હવે મને જુઓને. મને sweats વધારે ભાવે ને હું તેમાં બાંધછોડ નથી કરી શકતી. મોહિતને 2-3 સવાલ કર્યા તે પરથી લાગે છે કે આખોયે દિવસ ઘરમાં બેસી રહેવાનાં કારણે. સતત TV જોતાં-જોતાં વેફર્સ-ચિપ્સનો આચર-કુચર નાસ્તો કરાવાના કારણે ખાવાની limit નથી રહેતી. સાથે-સાથે કોઇ exercise ન થવાનાં કારણે દિવસે-દિવસે નબળો પડતો જાય છે. વધુ પડતું home work તેને બહારની દુનિયાથી અલગ પાડી દે. માટે first. તમે તેને બહાર હરવા-ફરવા લઇ જાવ. આજુબાજુના પાડોશના છોકરાંઓ સાથે રમવા મોકલો. સાથે-સાથે બહારના food packets-sweat ધીમે-ધીમે ઓછા કરાવી છેલ્લે સદંતર બંધ કરો. છોકરાંઓની નાની-નાની activities માં રસ લેશો તો તેને શું ગમે ને શું ન ગમે તે તમે જાણી શકશો. તેને પ્રેમથી સારું શું છે ને ખરાબ શું છે તે સમજાવશો તો તમે જેમ કહેશો એમ કરશે. જ્યાં સુધી દવાની વાત છે તો હું તમને એટલું જ કહીશ કે તમે મોહિતને દવા - ચ્યવનપ્રાશ - bornvita ની આદત ન પડાવતા. બન્ને ત્યાં સુધી nature માં એ જેટલો રહેશે એટલો વ્હેલો વિકસશે!” Dr યુવિકાએ સલાહ આપી.

“Thank you! Doctor! મને સમજાઇ ગયું કે મારે શું કરવું. ખરેખર તમારા વિશે સાંભળ્યું હતું તેવા જ તમે છો. Thank you!” અલ્કાબેન Dr યુવિકાના જવાબથી સંતોષ પામતા મોહિતને લઇ ગયા. Dr યુવિકા હવે packs up કરી miss મોનિકા સાથે clinic બંધ કર્યું. Dr યુવિકા પોતાના moped પર સવાર થઇ દિવ્યલોક ભવન તરફ ગઇ. ઇન્દ્રોડા circle પાસે પહોયી ત્યારે દુરથી AGP ધ્વજ ના નિશાનવાળી Tata safari ઉભેલી જોઇ.

- “આ તો યુવરાજની car છે...” યુવિકા બોલી ઉઠી. Car ની નજીક આવી તો આજુબાજુ કોઇ દેખાયું નહી. યુવરાજ પણ નહી. યુવિકાને ધ્રાસ્કો પડ્યો. નજીકમાં જ garden આવેલ હતું. યુવિકાએ activah car આગળ મુકીને garden તરફ ગઇ. રાતનો સમય હોવાના કારણે લોકો ઓછા હતા. યુવિકા garden માં ફરવા લાગી. 2-3 part ફર્યા બાદ garden ના છેવટના ભાગમાં એક બાકડા પર કોઇ બેઠું હતું. યુવિકા તે બાકડા પાસે ગઇ. બાકડા પર બેઠેલ યુવાનના ખભે હાથ મુક્યો, “યુવરાજ તું અહીં? તું અહીં શું કરે છે?...” યુવિકા પુછીને યુવરાજની પાસે આવીને ઉભી રહી ગઇ. યુવરાજે તેણીની તરફ જોયું. યુવરાજના ચહેરા પરના ઉદ્વેગને યુવિકા સ્પષ્ટ જોઇ શકી.

“બેસને. યુવિકા!” યુવરાજ સ્વચ્છતા સાથે બોલ્યો, યુવિકા તેની પાસે બેસી ગઇ. યુવરાજના ચહેરા પરના ઉદ્વેગને કળવાની મથામણ કરતી હોય તેમ યુવરાજને જોઇ રહી. “વહેલો free થઇ ગયો એટલે અહીં થોડીવાર રોકાઇ ગયો...”

“હમમ્...” યુવિકા આજુબાજુ જોઇ રહી. થોડીવાર તો બન્નેમાંથી કોઇ ન બોલ્યું. બોલવા જાય તો પણ સાથે બોલે. પછી “પહેલાં તમે” નો વિવેક! પાછા ચુપ! દેવિકાબહેનનો call તો પણ યુવરાજે વધારે વાત ન કરી. બસ! “હમણાં આવું છું” કહી call cut કરી દિધો.

“કોઇ tension છે?”

“ના”

“તમારો ચહેરો ચોખ્ખું કહે છે કે કોઇ વાત છે જે તમને અંદરને અંદર જ કોતરી ખાય છે...” યુવિકા યુવરાજના ચહેરાના ઉદ્વેગને સમજી ગઇ, યુવરાજ નીચું મોં રાખીને જોઇ રહ્યો, યુવિકાએ તેના હાથમાં હાથ મુક્યો. યુવરાજે તેણીની તરફ જોયું. “એક મિત્ર હોવાને નાતે મારી ફરજ બને છે કે હું મારાં મિત્રની ચિંતા દુર કરૂં, મારી યથાશક્તિએ...! Please! બોલોને...! શું વાત છે?” યુવરાજ યુવિકાને જોઇ રહ્યો. યુવિકા તેને જોઇ રહી. તેણીનો ચહેરો આકર્ષક હતો કે તેમાં જ ખોવાઇ જાય. ત્યારે યુવિકાની રાડ નિકળી ગઇ. યુવરાજનો તેણીના હાથ પર વધારે દબાઇ ગયો હતો.

“Sorry!”

“It’s ok...! તમે બોલો...”

“એમાં થયું એવું કે આજે મારી office માં અલ્પેશ...,” યુવરાજે શરુઆતથી લઇને નવિનભાઇ સાથેની ચર્ચા સુધીની વાત કરી. યુવિકાએ ધ્યાનથી સાંભળી.

- “યુવિકા! તે જે મને સવાલો કર્યા હતાં તેનો વહેલો સામનો થઇ ગયો. કદાચ એટલે જ હું આ પરીસ્થિતીને..” યુવરાજ હવે ખુલ્લીને બોલતો હતો ત્યાં એક call આવ્યો. યુવરાજે વાત કરી અને સામે જે યુવતી લાગી રહી હતી તેણીને આશ્વાસન આપ્યા. કદાચ તેણી રાધિકા જ હતી, “હાં! રાધિકા! મેં ગૃહમંત્રીને સાથે વાત કરી છે, એમણે મને તપાસ કરવાની ખાતરી આપી છે, ના! ના! તારે આવવાની જરૂર નથી, હું કાલે માણસા આવીને તારી પાસેથી સાબિતી લઇ જઇશ, બનશે તો ફારૂખ બરક્તી ને પણ મળી આવશું, બાકી તું ચિંતા ન કરતી અને પપ્પાનું ખ્યાલ રાખજે, ભલે આવજે.” યુવરાજે ખોટું બોલ્યું, તેણે યુવિકા સામે જોયું, યુવિકા તેની સામે જોઇ રહી, “યુવિકા! કાલે માણસા જવાનું છે, તું આવીશ? સાજ સુધી આવી જઇશું.”

“તું જ્યાં કહીશ ત્યાં આવીશ પણ કાલે નહીં...”

“કેમ?”

“ભુલી ગયો. કાલે સ્વામી સત્યાનંદ ના આશ્રમનો 20મો પ્રાગટય મહોત્સવ છે ને AGP સરકાર હોવાનાં કારણે તમારે પણ ત્યાં જવાનું છે...”

“તને કેવીરીતે ખબર?”

“કેમ દાદાજીએ સવારે નહોતું યાદ અપાવ્યું?”

“Ohhh! Right! Right!”

“ચાલ! હવે જઇએ, દાદાજી રાહ જોતાં હશે, દેવિકાકાકીના call પણ આવી ગયા...” બન્ને ચાલવા લાગ્યા. યુવરાજ તેણીને વારંવાર જોઇ રહેતો. “શું?”

“એ જ કે તું દુધમાં સાકરની માફક ભળી ગઇ...” યુવરાજ અટકી ગયો. યુવિકા હસતી-હસતી આગળ ચાલવા લાગી. બન્ને પોતપોતાના વાહને દિવ્યલોક ભવન પહોંચ્યા. ત્યાં દિવ્યરાજદાદાનો હાસ્યદરબાર ચાલતો હતો. યુવરાજ-યુવિકા તેમાં ભળી ગયા.

***

- “Good evening! Money honey!” કાનમાં મધ રેડાયું હોય તેવો કર્ણપ્રિય સ્વર સંભળાયો. Mr ગજેરાએ ધીમેથી આંખો ખોલી. આંખો ખુલતાં જ જાજરમાન સ્ત્રી દેખાવા લાગી. લંબગોળ ગૌરા ચહેરા પર મોટી હસતી brownie eyes. સપ્રમાણ ભરાવદાર બાંધા પર dark red સાડી તેમજ ભરપૂર jewellery! Mr ગજેરાના ચહેરા પર સ્મિત લહેરાયું. હાથ લાંબો કર્યો.

“My dear ધર્મિષ્ઠા! તને જોઇને હવે લાગે છે કે હું મારા sweet home આવી ગયો છું. You r looking very beautiful! Come dear!”

“Same feeling! પણ મને call તો કરવો જોઇ તો હતો...” ધર્મિષ્ઠાબહેન bed પર આવી Mr ગજેરા પાસે બેઠાં. Mr ગજેરાનો હાથ પકડ્યો, “મને ખબર હોત તો બધા કામ છોડીને ઘરે આવી જાત...”

“એ જ તો problem છે ધર્મિ...” Mr ગજેરા ઉભા થવ મથ્યા તો Mrs ગજેરા નજીક આવી તેમને મદદ કરવા લાગ્યા. બેઠા થતાં જ Mrs ગજેરાએ તેમના ખભા પર માથું મુક્યું. Mr ગજેરાએ તેમની પર હાથ રાખ્યો. “1 લાખ employees ની માલિકણને પોતાનું કામ અધવચ્ચે છોડી દેવા મજબૂર કરવાની ભુલ મારે કરાય નહીં. આજે ધર્મિષ્ઠા ગજેરાના કારણે ધનરાજ industry દુનિયાભરમાં ફેલાયેલી છે. ધર્મિ! તું છે તો આપણે સમાજમાં સખાવત કરી માન-મોભા સાથે રહી શકીયે છીએ. તું છે તો આ ધનરાજ ગજેરા ચૌર્યાશી વિધાનસભાબેઠકનો MLA છે. તું સાચાં અર્થમાં લક્ષ્મી છે જે મારા ઘરમાં આવતા સુખ-જાહોજલાલી સમૃદ્ધિ-ધન-દૌલત-માન-મોભો-ઐશ્વર્ય આવ્યું છે. નહીંતર 17 વર્ષ પહેલાં થયેલી હોનારતમાં તો હું જીવતો પણ ન નિકળ્યો...” Mr ગજેરા આગળ બોલે તે પહેલાં ધર્મિષ્ઠાબહેને તેમના મોઢે હાથ મુક્યો.

“તમે છો તો આ બધું છે આજે આ ધર્મિષ્ઠા તમારા કારણે જ સફળ ઉદ્યોગની owner છે. તમે આપેલી હિમ્મતને કારણે આ સાહસ કર્યું. તમે જ મારી હિમ્મત છો. અને એ આપણો ભૂતકાળહતો તેને ત્યાં જ રાખીને આગળ વધવાનું છે... બોલો! કેવો રહ્યો ગાંધીનગરનો અનુભવ???”

“હાં! ગાંધીનગર તી રાજનગર છે મિત્રતા-એક્તા-સગાપણાના દેખાડા તો કોઇ રાજકારણી પાસેથી શીખે. પણ રણમાં મીઠી વીરડી સમાન છે યુવરાજ રાવળ! બિલકુલ દેવરાજ જેવો. તેવો જ સ્વભાવ-સંસ્કાર-વિચાર! આવા દિકરા તો સ્વર્ગસ્થ બાપના આત્માને શાંતિ વાળે. યશનિલ જેવા દિકરા જીવતેજીવ મારી નાંખે...” Mr ગજેરાએ નિસાસો નાખ્યો. “ક્યા છે આપણા લાટસાહેબ?”

“એ ગઇકાલે તો માલેગાંવ ગયો હતો. નવો business શરૂ કરવા,”

“બેવકુફ બનાવે છે તને. છોડ એને! મારે તેનું નામ નથી લેવું...” Mr ગજેરાની યશનિલ પ્રત્યેની ભારોભાર નફરત ધર્મિષ્ઠાબહેન જોઇ રહ્યાં. “મારી princess ક્યાં છે એ દેખાઇ નથી. નહીતર તો ખબર પડે તો સૌથી પહેલાં એ આવી જ ગઇ હોય...”

“ધૃતિ પણ લોનાવાલા તેની brand new Guajarati daily soap ના pilot episode નું shooting પર છે. એના મનમાં એક જ ધૂન સવાર છે ગુજરાતી TV ની એક્તા કપુર બનવું છે મેં યો મજાકમાં કહ્યું પણ ખરું... એક્તાએ તો The dirty picture પણ બનાવ્યું... તારો શો વિચાર છે...” બન્ને હસી પડ્યા.

- “honey! મને હમેશાં એક વિચાર આવે કે વિરાગ ન હોત તો તમારું શું થાત, actually એ ઘર સાથે એવી રીતે ભળી ગયો કે તેના વગરની સવારની કલ્પના પણ કરવી મુશ્કેલ છે, એ પણ just in 2 years???”

“ધર્મિ! જ્યારે સુરેશભાઇનો ભયાનક અનુભવ થયો ત્યારે વિનયે પોતાના MBBS ના last year ભણતા વિરાગને આપણી પાસે મોકલ્યો. તેના 2 reason હતા. 1. મને વિરાગની જરૂર હતી ને 2. વિનય વિરાગનું political attraction પૂરૂ કરવા માંગતા હતા. પણ. Smart & good looking વિરાગ મારાં માટે ઉપયોગી પુરવાર થયો. ઘણાં નાના-મોટા કામ એણે ઘણી આસાનીથી પુરા કર્યા છે. ઘણાં મારાં દુશ્મનો શાંત થઇ ગયાં. અને વિરાગ વગરનું જીવન તો હું કલ્પી જ ન શકું...” Mr ગજેરાનો વિરાગપ્રેમ ઠલવાઇને બહાર આવતો હતો. થોડી બીજી કામની કરતાં હતા ત્યાં એક call આવ્યો. ધર્મિષ્ઠાબહેને ઉપાડ્યો હોવા છતાં તેને Mr ગજેરા સાથે જ વાત કરવી હતી.

“What? શું બકે છે તું? Accident? વિરાગ-યશનિલનું???... Oh my God,” સ્તબ્ધ Mr ગજેરાના હાથમાંથી mobile સરી ગયો.

“શું? Accident? યશ ને વિરાગનું?”

“હાં! માન્યામાં ન આવે એ થયું,!!! યશનિલ-વિરાગનું કડોદ્રા road પર accident થઇ ગયું. બન્ને ખુબ ખરાબ રીતે ઘાયલ થયા છે phone કરનાર તેમને new civil hospital લઇ ગયો છે. ધર્મિ! તું...”

“Honey! You don’t worry! હું જઇ આવું છું...” ધર્મિષ્ઠાબહેન ઉભા થઇને જવા માટે તૈયાર થયા. થોડીવારમાં તો તેઓ નિકળી ગયા.

- “..ધર્મિ! હું તને કેમ કહું કે બન્નેમાંથી એક ખુબ ગંભિરરીતે ઘાયલ થયો છે... I hope બન્નેને વધારે ઇજાઓ ન થઇ તો સારું...” Mr ગજેરા ચિંતિત હતા.

- અલબત્. રાત્રે ધર્મિષ્ઠાબહેનને ગયા તેને 5 કલાક બાદ તેમનો call પણ નહોતો આવ્યો. Mr ગજેરા wheelchair માં ઘરમાં ઘુમવા લાગ્યા. નોકરો ખડેપગે હતાં.

- “..Mr ધનરાજ ગજેરા? “

“Yes! Speaking! તમે...?”

“I’m ધનજંય વાનાણી, PI from વરાછા police! અમને વરાછા flyover, વૈશાલી road પાસે એક લાવારીશ કાર મળી છે. જેમાં purse-mobile-jewellery મળી આવ્યા છે mobile થી અમે miss ધૃતિને call કર્યો. તેમણે તમારો number આપ્યો. અમને Mrs ગજેરાનું kidnapping થયાની શંકા છે so. Please...” રાત્રે 10 વાગ્યે Mr ગજેરાને unknown number થી PI વાનાણીનો call આવ્યો. Mr ગજેરાના પગ (!) નીચે ધરતી સરકી ગઇ હોય તેવો આઘાત લાગ્યો.

“PI વાનાણી! હું Wheelchairist છું મારાથી તો નહીં આવી શકાય. પણ. હું મારા PA વિરાગ પારડીવાળાને મો...” ઉતાવળમાં Mr ગજેરાથી બોલાય જવાયું. પણ. અચાનક યાદા આવ્યું કે ધર્મિ એ માટે સ્તો! Hospital જવા નિકળી હતી. Mr ગજેરા અવાક્ થઇ ગયાં.

“Hello! Hello! Mr ગજેરા...” થોડા સમય સુધી અવાજ ન સંભળાતાં PI વાનાણી મોટા અવાજે બોલ્યા. ત્યારે Mr ગજેરાને ભાન થયું કે સામે હજુ PI વાનાણી છે.

“Sorry! Inspector! હાલ હું તમારી પાસે કોઇ વ્યક્તિને મોકલી શકું તેવો વિશ્વાસપાત્ર માણસ ધરાવતો નથી. શું તમે “ધનરાજ mansion” ચૌર્યાશી વિસ્તાર આવી શકશો???” Mr ગજેરાએ appeal કરી.

“Ok! Mr ગજેરા! મારા બનતા પ્રયત્ને વહેલી તકે હું ત્યાં આવી જઇશ. Please! તમે મારાં touch માં રહેજો” PI વાનાણી સલાહ આપી call cut કર્યો.

“ધૃતિ! ક્યારે આવે છે તું...” ચકચકાટ રોશની ધરાવતું ધનરાજ mansion અત્યારે ખાલીખમ ભાસતું હતું અને એક અશક્ત બાપ દિકરીને પુકારી રહ્યો હતો.

***

- “કહાં હૈં ધૃતિ? મુઝે ધૃતિ સે મિલના હૈં. ધૃતિ કો બુલાઓ મેરે સામને... “ભાડે રાખેલ એક 5 star hotel ના hall માં shooting unit કામ કરી રહ્યું હતું. Cameramen, spot boy - director - assistant director વગેરે crew members ની હાજરીમાં તેમજ camera-light & serial theme પ્રમાણેના location વચ્ચે દુલ્હન dress તૈયાર થઇ hall માં આવેલ એક actress ચિલ્લાઇ ઉઠી. અલબત્. કોઇએ તેણી પર ધ્યાન ન આપ્યું. “I say where ધ્રૂ is?”

“ક્યાં હૈં? ક્યું ચિલ્લા રહી હો...” Director chair પરથી ઉભો થઇ director તેણી પાસે આવ્યો. Actress એ તેના હાથમાં papers થોપ્યા.

- “ક્યાં હૈં યહ...?” actress એ રાડ પાડી.

“Script! ક્યું તુમ્હે નહી પત્તા?” Director ના જવાબથી hall માં હસાહસ થઇ ગઇ.

“ચુપ!” Actress એ ચુપ કરાવ્યા. તેણી ખરેખર ગુસ્સામાં હતી. Director તરફ જોઇને બોલી, “મુઝે ભી પત્તા હૈં કી script હૈ! લૈકિન ઇસમે યહ ક્યાં હૈં? આજકા scene intimate હૈં? Hero કો kiss કરનેકા scene હૈં? Deal મે તો યહ સબ નહીં થા... યહ તો ધોખા હૈના?”

“ક્યાં તુમ્હે પત્તા નહી, હમ ઐસે scene કૈસે કરતે હૈં. અબ તો computer graphics આ ગયા હૈં. તુમ દોનો એકદૂસરે કો touch ભી નહી કરોગે ઔર scene ready હો જાયેગા. ફિર ક્યાં problem હૈં. ઇસમે madam કો ક્યું બીચ મેં લા રહી હો?”

“વહ સબ મેં ભી જાનતી હું ઔર મુઝે physical હોને પર ભી કોઇ problem નહીં હૈ. But this is telly wood! Not Bollywood! યહાં સાંસ-બહુ કી તું-તું-મે-મે. પતિ કા... Sorry આદર્શ પતિ કા દૂસરા-તીસરા affairs. Heroin કિ 3-4 શાદીયા. 5-6 બચ્ચે. સૌતન-નણદો કિ ચાલે ઔર ઢેર સારાં જો કભી ના ખત્મ હોને વાલા drama! હર 2-3 episode મે ઇતના રોના કી માનો બાઢ આ જાયે!this is telly wood! યહ સબ telly wood કિ પહેચાન હૈ. ઔર ઇસ show મેં 3rdepisode મે intimate scene આ ગયા. ઔર ચલો માન લીયા કિ show ચલેગા. તો ઠીક હૈં. લૈકિન નહીં ચલા તો,” actress એ ખરેખર લાંબી dialogue બાઝી કરી નાંખી. Crew સ્તબ્ધ!

- “બીચ સમદંર મેં જબ તુફાન આતા હૈં તબ જહાજ મેં ચુહે સબસે પહેલે કુદકર ડુબ જાતે હૈં...” actress બોલ્યે જતી ત્યાં hall ગુંજે તેવો અવાજ આવ્યો. સૌની નજર તેણી પર પડતાં કામ અટકાવી ઉભા રહી ગયા. તેણી actress તરફ જ આવી રહી હતી. લાંબી પાતળી પણ ભરાવદાર લાગે તેવા બાંધા પર screen tight shirt-mini skirt ને કારણે આકર્ષક લાગતી હતી. સુંદર makeup વાળો લંબગોળ પાતળો ચહેરો. Ponytail hairstyle, ધારદાર નજરથી actress ને જોઇ રહી. “તુમ્હારી main problem હૈં money! તુમ્હે લગતા હૈં કિ કમ deal મૈં જ્યાદા કામ હો જાયેગા. યહ લોંગ પીછલે એક week સે તુમ્હે ઝેલ રહે હૈં. કભી costume કિ problem. તો કભી shooting schedule time સે નારાજગી. કભી make-up men સે ઝઘડા. તો કભી crew members સે problem...,! યહ સબ તુમ્હારી complain કર-કર કે થક ગયે. લૈકિન મુઝે ઇસ વક્ત કા ઇન્તજાર થા કબ તુંમ મુઝે બુલાઓ ઔર મેં તુમ્હે જવાબ દૂ... બોલો. Your problem is money. M I right?” ધૃતિએ actress ની બોલતી બંધ કરી દિધી. “મેને કહાં બોલો...”

“ધૃ... ધૃ, ધૃતિ! I mean ma’am! ઐસી કોઇ બાત નહીં. મેં તો સિર્ફ ઇતના કહ રહી થી કી ઐસે scene telly wood મેં નહીં હોતે...”

“કોનસે scene કહાં હોગેં ઔર કિન દોનો કે બીચ હોગેં યહ ફેંસલા મેં કરુગીં. ઔર contract મેં જો લીખા હૈં વહી હોગા. તુમ્હે ઉતના હી payment હોગા. જીતના contract મેં હૈં,”

“ઠીક હૈં તો મે યહ show છોડકર જા રહી હુ,” actress એ ધમકી અપી. પુરા crew members ને ખબર હતી કે આ show તૈયાર કરવા માટે કેટલો ખર્ચો થઇ ગયો છે અને આ tellywood ની ટોચની actress show છોડી જાય તો industry માં કેવી છાપ ઉભી થઇ જવાની હતી. તાબડતોડ અન્ય actress તૈયાર કરવી પણ મુશ્કેલ હતી. કારણકે આ show મોટાપાયે બની રહી હતી. Actress એ એટલે જ blackmailing કર્યું. હવે. Actress સહિત સૌ crew members ને ધૃતિના જવાબની રાહ હતી.

“Okay that’s fine! તુમને તો મેરી problem હી solve કર દી...તુમ અભી સે હી આઝાદ હો...” ધૃતિએ actress ને મોંતોડ જવાબ આપ્યો. Hall માં સોંપો પડી ગયો. Actress સ્તબ્ધ થઇ ગઇ. “અબ ખડી ક્યાં હો. Gate out from here...” ધૃતિ પાછી જતી હતી ત્યાં actress યો તેણીના પગે પડી ગઇ. માફી માંગવા લાગી. તેણીનો અહમ્ ઉતરી ગયો. “નહીં. તુંમ અબ હમારે સાથ કામ નહીં કરોગી. You r fire!” ધૃતિ મકકમ હતી. First floor પોતાના Room ગઇ અને પેલ્લી actress બેઇજ્જત થઇને ગઇ.

- “what? શું બાફે છે?...” અચાનક એક call આવ્યો અને ધૃતિ આંચકો પામી. Mobile હાથમાંથી છટકી ગયો. થોડીવાર તો વિશ્વાસ ન આવ્યો. નીચે પડેલ mobile થી ફરીથી અવાજ આવવા લાગ્યો. ધૃતિએ mobile ઉપાડીને બોલી ઉઠી. “હું બને એટલી જલ્દી આવી જઇશ પણ તું ત્યાં સંભાળી લેજે...” shooting અધવચ્ચે મુકીને ધૃતિનું જવું ખુબ જોખમી હતું.

“અબ ઐસે વક્ત પે આપકો કૈસે રોકા જા શક્તા હૈં!” director ને બોલાવાતા directorએ તેણીને જવા માટે સહમતી આપી દિધી. ધૃતિએ જ ક્ષણે પગ ઉપાડ્યા.

***

- 1 કલાકની અંદર PI વાનાણી ધનરાજ mansion દોડી આવ્યો. MLA ધનરાજ ગજેરાનો High secure ધનરાજ mansion નો gate ખુલ્લો જોતાં જ PI વાનાણીને અજુગતુ થયાંના એંધાણ થવા લાગ્યા. ઉંચા લાંબા પર ખાખી. ઘઉંવર્ણો ચહેરો પરસેવાથી નિતરી રહ્યો હતો. મજબૂત હાથમાં stick ફરતી હતી અને માથે ત્રણ સિંહો વાળા અશોકસ્તભ વાળી cap ગુજરાત police માં હોવાનું ગર્વ કરાવતી હતી. PI એ દોડ લગાવી. હમેશાં ચકચકાટ રોશનીથી ચળકતી ધનરાજ mansion માં બધી બત્તીઓ ગુલ કરાઇ નખાઇ હતી. Fountain આગળ 4-5 વ્યક્તિઓ બેભાન પડ્યા હતા. PI તેમની નજીક જઈને તે બધાના નાક આગળ પોતાની આંગળી મુકીને તેમના શ્વાસોશ્વાસ તપાસ્યા. સૌનાં શ્વાસ ધીમે-ધીમે ચાલતા હતાં. પણ. મારપીટના નિશાન ન હતાં. થોડી-થોડી smell આવતી હતી જે બેભાન કરાયાનો નિર્દેશ કરતી હતી. મતલબ. એ પણ થયો કે હુમલાખોર પાંચ થી વધુ હોવા જોઈએ...

“Help...” અચાનક રાડ સંભળાઇ. PI એ mansion તરફ દોટ લગાવી. Hall માં પ્રવેશતાં જ દેખાઇ આવ્યું કે ભારે તોડ-ફોડ થઇ છે અને electricity ગુલ કરાઇ હોવાથી hall ગાઢ અંધકાર ફેલાઇ ગયો હતો. છતાં એ દેખાય આવતું હતું કે hall માં કણસતું હતું PI તે અવાજની દિશામાં ગયો ત્યારે એક room આગળ wheelchair ભાંગીને ભુક્કો થઇ ગઇ અને પાસે કણસતાં Mr ગજેરા બેભાન પડ્યા હતા. “Mr ગજેરા! Mr ગજેરા!” PI દોડી Mr ગજેરા પાસે જઇ તેમને ભાનમાં લાવવા પ્રયત્ન કર્યો. સાથે-સાથે staff ને બોલાવી લીધો અને 108 emergency service ને inform કરી દિધો. PI એ Mr ગજેરાને ઉપાડી ખુબ જહેમત બાદ sofa પર સુવડાવ્યા...! થોડીવારમાં staff આવી પહોચ્યો ને પુરા mansion માં તપાસ આદરી ત્થા 108 ambulance આવતાં ધનાધિપતિ ધનરાજ ગજેરાને સારવાર અર્થે new civil hospital લઇ જવાયા.