Jugar.com - 4 books and stories free download online pdf in Gujarati

જુગાર.કોમ - 4

CHAPTER 4

ધોરાજીમાં બહારપુરા, આમતો મુસ્લીમ સમુદાય નો રહેણાક ધરાવતો એરીયા..પણ બહારપુરાની એક સાંકડી શેરીમાં શિવાઠાકર ગોરનું જુનું અને મોટુ મકાન આવેલ હતું. શેરીનાં ભાગે છાજલી વાળી નાનકડી છ્તા ખુબજ કલાત્મક કોતરણી વાળી રવેસ હતી. લાકડાનાં મુખ્ય દરવાજા ઉપર કમળ અને હાથીઓ સાથે ફુલવેલ ની પાંદડી વાળી કોતરણી કરેલ હતી મકાન અંદરથી મોટું હતું. કુલ છ કમરાવાળા મકાનમાં હાલ શિવાગોર તથા દયા ગોરાણી બેજ રહેતા હતા. સફાઇ કામ માટે તથા વાસણ,પોછા વિગેરે કામ માટે શકીનાબાઇ નામની આધેડ ઉંમરની એક ભલી સ્ત્રી ઘણા વરસોથી આવતી હતી. ઘરનાં સભ્યની જેમ સાચાદિલથી કામ કરતી. શિવાગોર પણ તેને વાર તહેવારે વાપરવા થોડા વધુ પૈસા આપતા અને કર્મકાંડમાં આવેલ દાનની ચીજ વસ્તુઓ પણ વાપરવા આપતા. ઉદાર અને પરોપકારી સ્વભાવનાં શિવાગોર નું નામ બહારપુરાજ નહીં બલ્કે આખા ધોરાજી પંથક્માં ખુબજ આદર પુર્વક લેવાતું. પટેલ સમાજનાં યજમાનોએ નવા વિસ્તારમાં પ્લોટીંગ કર્યુ ત્યારે અદાને એક પ્લોટ મફત આપવાનું નક્કી થયેલ.ત્યારે અદાએ વિનય પુર્વક કહીં દીધું કે હું જીવુછું ત્યાં સુધી બહારપુરાની બહાર રહેવા નહીં જાઉં, અદાનાં મકાનને બધા “ગોરનીમઢી” તરીકે ઓળખતા હતાં. મઢીમાં ઘણા વર્ષો પછી ઉત્સવનો માહોલ હતો. અદાની લાડકી દીકરી ક્રિશ્નાબેન આવીહતી. ભલે મુંગીમુંગી બેઠી હતી છતા અદાને આનંદ હતો. દયાગોરાણીને આંખમાં ઝાંખપ આવીગઇ હતી ચહેરાઓ ઓળખાતાન હતા છતા દીકરી ઘેર આવ્યાની ખુશી હતી, શકીનાબહેને તો કહીં દીધું કે “ બેન રોકાશે ત્યાં સુધી હું અહીં વધુ રોકાઇને કામ કરીશ.તેને મળવા બધાં મહેમાન આવે તો ગોરાણીમાં પહોચી ના શકે.“ શિવાગોરનાં સ્વર્ગસ્થ ભાઇનો દીકરો પદ્મકાંત પણ ગોરનાં કામમાં મદદ કરી.પોતાનું અલગ ઘર લઇ ગુજરાન ચલાવતો હતો.

પદ્મકાંતે અદાને વાત કરી કે કાલેજ પાટણવાવનાં માત્રીમાતાનાં મંદીરે, લઇ જઇશ. બીજે દિવસે પદ્મકાંત ક્રિષ્નાબેનને લઇ ઓસમનાં ડુંગર પર ગયા. બસ ગુમસુમ ક્રિષ્ના સાથે ચાલે. બધે નજર ફેરવ્યા કરે. મંદીરે દર્શન કર્યા. ઉપરવાસમાં આવેલ તળાવે તથા ટેકરીઓનાં અન્ય ભાગોમાં થોડી ચલાવીને ફેરવી. પણ પ્રતિક્રિયા કોઇ નહિ. તે રાત્રે પદ્મકાંતે જીજાજી યોગરાજને ફોન કરી રીપોર્ટ આપ્યો. યોગરાજે આશ્વાસન આપતાં કહ્યું. સૌ સારાવાનાં થઇ જશે.

ચોમાસાની સીઝન હતી શ્રાવણ માસનાં દિવસો લોકો માટે તહેવારનાં દિવસો ગણાય.તેમાયે સાતમ આઠમનાં દિવસોમાં તો આ પંથકમાં જુગાર રમવાનું મહત્વ ઘણું. ધોરાજી ની શકુરા નદીનાં પટ્માં જ્યાં પહેલા નદીનો પ્રવાહ વહેતો હતો. હાલ વહેણ બદલાઇ ગયેલ હોઇ પટ તરીકે ઉપયોગ થતો.પટની ધાર પર જુનવાણી કોટ ની જાડી દિવાલને લગોલગ આજથી પચાસ વર્ષ પહેલા સવજી પટેલે પોતાનું મકાન બનાવ્યુ હતું. ઓસરી ઉતાર ઓરડાઓ મધ્યમાં વિશાળ ફળી, ફળીને પુર્વ ભાગે પતરાનો માટૉ ડેલો. ત્યાંથી થોડે દૂર એકઢાળીયુ, પાછળ માલ (ઢોર) માટેની ગમાણ.પાછલા વાડામાં નાની કુઇ. ચારો રાખવા છાપરી, તે વખતે આખા ધોરાજીમાં સૌથી વધુ સગવડ ધરાવતું ખોરડું સવજી પટેલનું હતું. ત્રણે દીકરીઓ પરણાવી પરંતુ વચલી દીકરી જમના લગ્ન પછી બેજ માસમાં રીસામણે આવેલી જે પાછી સાસરે ક્યારેય ગઇ જ નહીં, સવજી પટેલે પણ જમનાને સાસરે મોકલવાનો આગ્રહ ન રાખ્યો. જમનાની ઉંમર હાલ પચાસની આસપાસ હશે, તે ક્રિષ્નાની ખાસ બહેન પણી હતી. નાનપણમાં સવજી પટેલનાં ડેલે છોકરીઓ જમનાંની આગેવાની હેઠળ જુગાર રમવા તહેવારોમાં એકત્ર થતી.જમનાએ તહેવાર પુરતો આ સીલસીલો હજું ચાલુજ રાખ્યો હતો. જમનાને પદુગોરે વાત કરી કે ભલે ક્રિશ્ના પહેલાની જેમ તમારી સાથે રમી નહીં શકે પરંતુ સાથે રાખજો બેઠાબેઠા જોશે તોયે મન છુટુ થશે, શિવા અદાએ કચવાતા મને જમનાનાં ઘેર જવાની મંજુરી આપી.

સવજીપટેલનાં ખોરડે, જમનાએ બધી સ્ત્રીઓને ભેગી કરી હતી. બાટ મંડાઇ, આજે દસ,વીસ પચાસ ની નોટો થી રમત ચાલતી હતી. ક્રિશ્ના આવી હતી પરંતું રમવા બેસવાને બદલે જમનાની બાજુમાં બેસી મુક પ્રેક્ષક ની જેમ જોતી હતી. તેનાં દિમાગમાં પતા અથડાવાનાં અવાજથી થયેલ તરંગો અથડાતા હતા. વર્ષો પહેલાનો આવોજ એક દિવસ સ્મૃતિમાં ઘુમરાયો, આજ ડેલો આજ જમના સાથે બીજી બહેનપણીઓ હતી જેમાંથી આજે જમના સિવાય કોઇ ન હતું. આઠમની રાત હતી રાત્રે પીળા લેમ્પનાં અજવાળે મોટી ચટાઇ પાથરી છોકરીઓ એ બાટ માંડી હતી.ચાર આના,આઠઆના. એક રૂપિયાનાં સિક્કા લઇને બધી બેઠી હતી,ફક્ત ઉંચી ચાલ માટે બ્લાઉઝમાં ખોંસેલ પાકીટમાંથી એક કે બે રૂપિયાની નોટ નીકળતી

જમના,સુથારની બબલી, વંદુડી, નાનકી બાડી, નરશીશેઠ ની ગૌરી, અને પોતે પણ રમતી હતી, ખાવા પીવાનું ભુલી જુગાર રમવાની મજા લુંટતી છોકરીઓની બાટ જામી હતી. પોતે હારતી જતી હતી. વંદુડીએ કહ્યું પણ ખરૂં ‘ક્રિશ્નાળી “! તારી બુઇંધ બેઠી છે. પતા મુકીદે. પણ હાથમાં આવેલી મોટી બાજીથી જીતની આશામાં દ્સ રૂપિયા ચાલીગઇ. હવે સામે માત્ર સુથારની બબલીજ રમતી હતી તેનાં પતા પણ સારા હતા. તે પણ સામે નોટ કાઢીને ચાલવા લાગે. બધી છોકરીઓ,ઉશ્કેરાટમાં આવી ગઇ. કોઇ બાટ છોડવા કે ખોલ આપવા તૈયાર ન હતી. બબલીએ કાનમાંથી ચાંદીની બુટીઓ કાઢીને મુકી દીધી. મારી પણ ચાંદીની ચાલ થી ખોલ. વંદુડીએ પુછીલીધુ “શું મુકે છે. ?” કાલે ઘેરથી ગમેતે કાંઇક લાવીને આપીશ. જો આ બાટ હારીશ તો. બાકી બાટ તો હુંજ જીતવાની છું. કહેતી ત્રેણેય પતા ખોલી નાંખ્યા. અને વંદુડી જીતી ગઇ.

પછી શું થયું.તે પણ યાદ આવ્યું. બીજે દિ’ અદાથી છાનુ માનું અદાનાં પુજાનાં ગોખમાંથી ચાંદીનું છતર લઇ વંદુડીને જુગારનું વલણ ચુકવ્યું. માં ને ખબર પડી. એક ધબ્બો પણ મારી લીધો અને રુમમાં પુરી દીધી. બરાડ્યા પણ ખરા “આ તારા બાપાએ તને ફટાવી મારી છે. દીકરીની જાતને બહુ મોઢે ચડાવી છે”.

માળા કરતા અદા બોલ્યા હતાં. “ ક્રિષ્નાની માં મારેતો દીકરો કહુ કે દીકરી બધુ સરખુ છે.એ બિચારી !’

અદા હજુ પોતાનું વધુ ઉપરાણું લે તે પહેલાજ માંએ વચ્ચે થી ધડાકો કર્યો. તમારે તો માળા કરીને બેઠું રહેવું છે. ગામમાં જવાબ મારે દેવા પડેછે. આજ્થી કહીં દઉં છું “ જ્યાં સુધી છોડીને પરણાવશો નહિ ત્યાં સુધી મારે

પગમાં પગરખાં પહેરવાની બાધા” . –

પણ સાંજે માં એ જ રૂમમાંથી બહાર કાઢી રડતાં રડતાં પરાણે નાસ્તો કરાવ્યો હતો. હાં અદાએ તે પછીનાં ત્રણ દિવસ નાં ઉપવાસ જાહેર કર્યા હતા; બિચારા અદા!!. કદી પતા નહીં રમુ એવી મનોમન ગાંઠ વાળી હતી. અદાને ખોળે માથુ નાંખીને ખુબ રડી હતી.

ભુતકાળનાં દ્ર્શ્યો દિમાગમાંથી પસાર થતા હતાં, જમના એ ગુમસુમ બેઠેલી ક્રિશ્નાને ખાલી આગ્રહ ખાતર પુછ્યું પણ ખરૂં “ અલી હાલ ને એકાદ બે બાજી રમી લે ને પૈસા હું આપીશ.”

‘રાબીયા બોલી “ તેનો વર તારા જેવી સાત જમનાડીને ઉભો ઉભો ખરીદી લે એવો માલેતુજેદાર છે, તું શું એને પૈસા આપીશ? બધી હસી પડી. પણ આ મજાકની ક્રિષ્ના પર કોઇ અસર ન થઇ. બધાને તાકતીજ રહી.

આ રાબીયા, એડવોકેટ હાજી ઇબ્રાહીમ લાકાડાવાલાની પુત્રવધુ હતી. મુંબઇમાં ઉછરેલ હતી ક્લબોમાં રમવાનો શોખ હતો. પરંતુ ધોરાજીમાં એ શાન-એ- શૌકત વાળી ક્લબો ક્યાં હતી ? તેથી અહી જમનાનાં ઘેર રમી મન મનાવતી હતી., બાવાજીની અંકિતા બોલી “જમનાંબેન તેને નથી રમવું તો આગ્રહ શુ કામ કરોછો, ભલેને બેઠી આપણને ક્યાં નડે છે.?”

રમત પાછી, શરૂ થઇ. ક્રિશ્નાનું ચિત હવે વિચારોની ઉંડી ગર્તામાં ડુબતું જતું હતું. બીચારા અદા મારા કારસ્તાન થી ત્રણ દિવસ ભુખ્યા રહ્યાં હતાં. પણ દયામાં તે દિવસથી દીકરીને અપાતી ઘર કામની બધીજ તાલીમ આપવા ખુબજ ઘર કામ કરાવવા લાગી ગયા હતા. છ માસમાં તો બધીજ કાઠીયાવાડી રસોઇ બનાવવાની તાલીમ આપીદીધી હતી. અલ્લ્ડ અને ગંગોત્રીનાં વહેતા ઝરણા જેવી રમતીયાળ,મસ્તીખોર, દીકરીને આમ ચુપચાપ કામ કરતી જોઇ અદાથી ન રહેવાયુ. કોઇ જીદ નહી, અને આનંદવિહિન ડાહી દીકરીની મનોવ્યથામાં ચિંતિત અદાએ દીકરી ના પ્રેમમાં એક નાનકડી ભુલ કરી..

શિવશંકર મણિશંકર ઠાકર, ત્રિકાળ સંધ્યા કરનાર, કર્મકાંડી ગોર. બીલખા પાઠશાળામાં અવ્વલ આવતા શિષ્ય, દાર્શનિક, વૈદિક જ્ઞાન ધરાવતા શિવાને વધુ ભણવા કાશી જવાનું હતું ,પરંતું પિતાનાં અવસાન થવાથી ધોરાજીમાં ગોરપદુ કરવા લાગી ગયા હતા. દીકરીને ખુબજ લાડ પ્યારમાં ઉછેરી હતી, અને આમ અચાનક દીકરી મૌન વ્રત ધરી, દુ:ખીયારીની જેમ કામ કરતી જોતા અદાથી ના રહેવાયું. એક ‘દિ સાતમ આઠમનાં તહેવારમાં ચુપચાપ ઘરમાં બેઠેલી દીકરીને દયામાં ની ગેર હાજરીમાં બાજુમાં બેસાડી કહ્યું.

“ આપણે મનુષ્ય છીએ. ઘટનાઓનાં ક્રમમાં જાળમાં ફસાઇને તરફડ્તા માનવી છીએ. આ સારૂં,આ ખરાબ. એવું જાતેજ મનથી ઘડી લીધું છે. ‘દીકરી’ અમે તને ખુબજ દુભાવી છે. હવે તારીમાંના બોલ્યા સામું જોતી નહીં.મનુષ્યનાં કર્મજ બધું કરાવે છે. તેવુ હું માત્ર કથામાંજ વાચું છું. પાપ,પુણ્ય,પ્રારબ્ધ, પુરૂષાર્થ, સ્વર્ગ,નર્ક, સારૂં, ખરાબ આ બધાથી વિલુપ્ત છે ‘ઇશ્વરીય તત્વ’. આપણે મનુષ્યોએ જીવન શૈલી માટે ઘડી કાઢેલ કાયદાઓમાં ફસાઇને મુળ તત્વોને વિસરી ગયા છીએ. ‘આનંદે વસતે દેવો, માંગલ્યે તું સર્વદા.’ જીવન તત્વને આનંદ અને મંગલ સાથે જોડી સદાય જીવવું જોઇએ.તે એ બધુ તારા જિગરમાં ઢબુરી દીધુછે. તેને પ્રદુર્ભાવિત કર... જા બેટા..તને ગમતુજ હોય તો આજે જન્માષ્ટમીનો દિવસ છે. જા સવજી પટેલનાં ખોરડે જમના અને તારી બીજી સખીઓ રાહ જોતી હશે. તારીમાં ને તો હું સમજાવી દઇશ”. જ્ઞાન ચક્ષુઓ આગળ પુત્રી પ્રેમ નો જવનીકા પડીગયો હતો ધૃતરાષ્ટ્ર ભાવથી જ્ઞાન પીરસતા અદાને ખબર ન હતી કે આ ભુલનાં પરિણામો કેવાં હશે? પણ ત્યાં સુધીમાં તો ક્રિશ્ના બહાર દોડીને સવજી પટેલનાં ડેલા તરફ દોટ મુકી ચુકી હતી.

હા એક ‘દિ અદાએજ અહી પરત મોકલી હતી. ક્રિશ્ના જુગારની બાજીઓમાં બોલાતા બોલ સાંભળી રહી હતી. બસ ટગરવગર જોયા કરતી હતી.મોટીઉંમરની સ્ત્રીઓમાં, કર્ફ્યુમાં ગોળી લાગવાથી અવસાન પામેલ પોલીસ જવાન સુખદેવ ચૌહાણની વિધવા ઔરત નીરૂપમાં હતી. છોકરીઓમાં એક માત્ર નેહા, તથા કોલેજ સખી ઋત્વા, પણ હતી. રમવામાં દસરૂપિયા ની નોટ કરતા પચસ રૂપિયાની નોટનું મહત્વ વધતું જતું હતું. દરેક બાજી બેત્રણ હજારે પહોચી જતી હતી. રમત જામતી જતી હતી, ફરી એક બાટમાં, રમતમાં, રૂપિયા વધુ મુકાઇ ગયા.લગભગ બધી સ્ત્રીઓએ બાટ છોડી દીધી હતી. માત્ર વિધવા નિરૂપમાં અને કોલીજીયન ઋત્વા જામી ગઇ. પૈસા ખાલી થઇ ગયા. એક બીજા સામે જોઇ હસતા હસતા ઋત્વા કહેવા લાગી. “ નીરૂભાભી હવે શું કરીશું?”

નીરૂએ કહ્યુ કરવાનું શુંહોય “બાજી ખોલી નાંખીએ જે જીતે તે લઇ જાય. “

“એમ મફત માં ?’

આખાબોલી જમનાડી બોલી “ પવ્વા ટેઇલર નોં ફેંસલો કરી નાંખો”

આ પવ્વો ટેઇલર અભણ હતો. પાંત્રીસ વરસનો થયો છ્તા હજુ લગ્ન થયા ન હતા. કદાચ તેને ઉતાવળ

ન હતી,તે રંગીન મિજાજનોં હતો. લેડીઝ ટેઇલર હતો, પીક્ચર જોવાનો અને ફેશન વાળા કપડા પહેરી સ્ત્રીગ્રાહકો પાસે અંગ્રેજી ફાડવાનો શોખ હતો. નીરૂપમાને પવ્વો ગમતો અને પ્રવિણ ને કોલેજીયન ઋત્વા ગમતી. એ બાબત ની પવ્વા સહિત જમનાને અને રાબિયાને અને બીજી અન્ય કેટલીક સ્ત્રીઓને પણ ખબર હતી, પવ્વા માટે આવી ખેંચ તાણ ઘાણા સમયથી ચાલતી હતી.

“નીરૂભાભી !’ તમે બાજી જીતો તો પવ્વો આખો તમારો “ ઋત્વા બોલી.

નીરૂપમાએ પુછ્યું .” હારી તો? “

ઋત્વા કંઇ બોલે તે પહેલા જમનાડી બોલી “તો, નીરૂભાભી દરજી બદલી નાંખશે. !’

કોઇનું ધ્યાન ન હતું કે ક્રિષ્નાનાં કપાળની કરચલીઓની સળ બદલાતી હતી તેનાં દિમાગમાં આ ચર્ચા થી વિસ્ફોટ થયો હતો.કોણ જાણે શું થયું કે ક્રિષ્ના બરાડી ઉઠી.

“બંધ કરો આ જાંદગીની રમતો. ડેમ ઇટ!,આ શું માંડ્યું છે?”

હજુ કોઇ વધુ સમજે તે પહેલાજ ક્રિષ્નાએ ઉભાથઇ નીરૂપમાનાં હાથમાંથી પાનાં ઝુંટવી લઇ બીજા પાનાઓ માં ભેળવી દીધા. ક્રોધ,ગુસ્સો,તથા કંપન વાળુ ક્રિષ્નાનું રૌદ્રરૂપ જોઇ સૌ સ્તબ્ધ થઇ ગયા. રાબીયાને ગમ્યુ નહીં, નીરૂપમા અને ઋત્વા ને થયું ચાલો પવલો હવે ટાઇ થઇ ગયો, બન્ને સંપીને રસ્તો કાઢી લેશું. રમત બગડી જરૂર હતી પણ જમનાને એક વાતનો આનંદ થયો કે ક્રિષ્ના બોલી.

***

શિવાઅદાનાં ભાઇનો દીકરો પદ્માકાંત પણ ધોરાજીમાં ગોરપદુજ કરતો હતો.તેની સગાઇ થતીજ ન હતી. કોઇ છોકરીને કર્મકાંડી યુવક સાથે લગ્ન કરવા ગમતા ન હતા, આથી પદ્દ્મકાંત મોટી ઉંમરનો થયો છતાં. કુંવારો જ હતો. બધા તેને પદુગોર કહીં બોલાવતા હતાં. જમનાને પદુગોર ગમતો, પણ સંકોચને કારણે કોઇને કહી શકતી નહી. આજ મોકો જોઇ કામનાં બહાને પદુગોરને ફોન જોડ્યો.

“ હ્લ્લો... કોણ પદુગોર બોલેછે?’

પદુગોરે અવાજ ઓળખી કહ્યુ. “ તારાં જ જાપ જપું છું !.. મતલબ કે તારા બાપાને શિવાકાકાએ કહ્યું હતું કે જમનાને હાલ બારમે રાહુ ચાલે છે. તો જાપ કરાવવા પડશે. તારા બાપાને મે કહ્યું કે હું જાપ જપી દઇશ. “

જમનાએ ટોણો માર્યો “ પદુ”.. ભગવાને મોકો આપ્યો ત્યારે તું બીક્માં કાંઇ કરી ના શક્યો, ને હવે જાપ જપેછે?? તું જાપ જપતો રહી જઇશ. એક કામ કર તમે બ્રમ્હણો ભગવાનની નજીક હો, એ તમારી વાત સાંભળતો હોય તો આપણું આવતા ભવનું બુકીંગ તો કરાવી લે. અને હા કામની વાત સાંભળ તારી બેન ક્રિષ્ના બોલી !’

જમનાએ ક્રિષ્નાએ કરેલી ધમાલનો વિગવાર રીપોર્ટ આપ્યો ..પદુગોર હરખાઇ ગયો અને બોલ્યો’

“જમના” તે જાંદગીનાં સારામાં સારા સમાચાર આપ્યાછે. તે હમણા મને મહેણું માર્યું હતુને તે એક દિ’ જરૂર ભાંગીશ આ પદુગોરનું વચન છે.”

પદુગોર સવજી પટેલનાં ખોરડે જઇ ક્રિશ્ના બેન લઇ અદાની મઢુલીએ પહોચ્યો. અદાને બધી વાત કરી. અદાએ ક્રિષ્નાને કાંઇ પુછ્યું નહીં માત્ર માથે હાથ ફેરવ્યો. ઝડપથી દેવગવાક્ષ (મંદીર) પાસે જઇ બે હાથ જોડી બોલ્યા.”હે ભોળાનાથ તે એક અજ્ઞાનીની ભુલને ક્ષમા કરી દીધી. “

શિવા ગોરને સત્તત એક ડંખ રહ્યાં કરતો હતો કે દયા ગોરાણીએ દીકરીને માંડ સંસ્કાર આપી જીવન સુધાર્યું હતું ; દીકરીનું તે જીવન પુત્રીપ્રેમમાં ધૃતરાષ્ટ્ર ભાવે, જ્ઞાનનાં નામે ફરી જુગારની દુનીયામાં ધકેલી દીધું હતું. તેઓ હંમેશા વિચારતા હતાં કે જુગારનાં પતાએ કેટલાની જાંદગી ડહોળી નાંખી હતી આ બધુ પાપ મારેજ શીરે છે. તેવી આત્મગ્લાની અનુભવતા હતાં.

તરતજ સીરોહી ફોન જોડ્યો. જમાઇ યોગરાજને બધી વાત કરી. વાત કરતા કરતા રડી પડાયું. પદ્મકાંતે વધુ વાત કરી, યોગરાજે કહ્યું કે અમો આવતી કાલેજ તેડવા આવીએ છીએ.

***