Prem Sathe Friendship books and stories free download online pdf in Gujarati

Prem Sathe Friendship

પ્રેમ સાથે ફ્રેન્ડશીપ

રાહુલ બાવલિયા

rahul.bavaliya1997@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.પ્રસ્તાવના

૨.પ્રકરણ - ૮

૩.પ્રકરણ - ૯

પ્રેમ સાથે ફ્રેન્ડશીપ

આજે એને કોલેજમાં જોઈ. બધા દિવસો કરતા વધારે સુંદર લાગતી હતી. હોઠો પર સહેજ આછા ગુલાબી રંગની લીપસ્ટીક લગાડીને આવેલી. આમતો આજનો દિવસ પણ રોજની જેમ બોરીંગ જ હતો, પણ એને જોઈને કાંઈક અલગ જ ફીલીંસ આવી. એક મોરલો એક ઢેલુંડીના પ્રેમમાં પડે એમ કોલેજની કેન્ટીનની બહાર રોજે રાહ જોવાની. એ મેડમ આવે એટલે અટેન્ડેન્સ આવી જાય આખા દિવસની. પછી કેન્ટીનમાં જીને ભાઈબંધો જોડે થોડો નાસ્તો લઈ લેવાનો અને બેસવાની જગ્યાતો એવી જ મળે જાણે કુદરત પણ દર વખતે એ પ્રેમનો સાક્ષી બનીને જોતો હોય એમ એની સામેનું જ ટેબલ ફ્રી હોય. ક્યારેક બાલાજીની વેફર તો ક્યારેક કુરકુરેથી આ એક જાતનો પ્રેમ ક્રંન્ચી બની જતો. એમાંય એન્જીનીયરીંગ એટલે પત્યું. કોલેજમાં એકાદી છોકરીતો ગમતી જ હોય, નકર આ ભાઈ-ભાંડુઓ પ્રેમમા ધક્કો મારીને પાડી દે.

સાચે આજે એ કમાલની લાગતી હતી. એની સ્કૂટી પરથી ઉતરી ત્યારથી જ આજેતો અટેન્ડેન્સ પુરાવી દીધી. હું તો એને ઘણીવાર નોટીસ કરતો હોય પણ આજે એને પણ સામે જોયું એટલે સવાર સવારમાં મજા પડી ગઈ. ઘણા દિવસોતો એવા જતાં જ્યારે એને જોવા માટે આખો દિવસ તરસવું પડતું અને ક્યારેક એવું પણ બની જતું જ્યારે બે કલાકની લેબ પછી જ્યારે એમ થાય કે આજે એ દેખાઈ નથી... ક્યાં હશે એ?... કોલેજએ આવી હશે કે નહીં?? મનમાં ઘણા સવાલો ઉદ્‌ભવી ઉઠે. ક્યારેક કોઈક લેકચરમાં એક મસ્ત મજાનું ગીત મોઢા માંથી નીકળી પડે, “મેરે સપનો કી રાની કબ આયેગી તું, આયી રૂપમસ્તાની કબ આયેગી તું, જીત જાયે જીંદગાની કબ આયેગી તું, ચલી આ તું ચલી આ...” એમાંય બાજું વાળો ફ્રેન્ડ કોણી મારીને કહે કે સર અહીંયા જ જોવે છે, ત્યારે સર ને જોઈને હાલત જ ખરાબ થઈ જાય. ઘણીવાર આવું બન્યું હશે, પણ એની મજા જ કંઈક ઓર હોય છે. આજની અટેન્ડેન્સ તો પતી ગઈ પણ આજે જે બન્યું એ થોડું અજીબ લાગતું હતું. એક નવો જ એહસાસ ઉદ્‌ભવે ત્યારે લાગણીઓ કાંઈક અલગ જ પ્રકારની હોય. સવાર સવારમાં પીળો ડરેસ અને લાલ બાંધણીની કુર્તી પહેરીને આવી હતી. રોજ કરતા આજે એ વધારે સુંદર લાગતી હતી અને સેક્સી પણ, નો-ડાઉટ ઘણાનું ધ્યાન એની તરફ હતું. એ પોતાનો સોંદર્યનો જાદુ પાથરવામાં સફળ બની હતી. કોલેજમાં પણ આજે જાણ્‌યે અજાણ્‌યે ફેશન-શો જેવું બની ગયું હતું. કપાળની વચ્ચો વચ્ચ એક નાની અમથી કાળા રંગની બીંદી પણ લગાડેલી પણ હતી. એ આમ તો સામાન્ય રીતે ન દેખાય પણ એ જ્યારે મારી પાસેથી નીકળી ત્યારે મેં કાળા રંગની બીંદી અને કપડામાં નાખેલા અત્તરની સુગંધને મેં વધારે નોટીસ કરી હતી, એ અત્તરની સુંગધ આજે પણ મન મદહોશ કરી દે છે. એના કપડાનો રંગ પણ લાલ-પીળો એટલે એ દૂરથી પણ ઓળખાઈ આવે. કોઈ ભીડના ટોળામાં હોય તો પણ એ અલગ જ દેખાઈ આવે.

હા કાંઈક અલગ જ અહેસાસ હતો. કોઈ હોટ, સેક્સી ગર્લ તમારૂં નામ પૂછે ત્યારે અચાનક જ કોઈ આફત આવી ગઈ હોય એવી પરીસ્થીતી લાગે. કેટલાકની જીભ ચોંટવા લાગે, તો કેટલાકના હાથ-પગ ડોલવા લાગે, તો કેટલાકનું બિહેવીયર ચેન્જ થઈ જાય. પણ મારા કેસમાં તો કાંઈક અલગ જ હતું. કેન્ટીનની બહાર એ અને એની ફ્રેન્ડ સાથે ઉભી હતી, હું કેન્ટીનમાં જતો હતો એટલામાં એ સામે આવીને ઊંભી રહી ગઈ અને બોલી, “હેય, વોટ્‌સ યોર નેઈમ?” જાણે આજે મારી જીભ પણ બધાની જેમ તાળવે ચોંટી ગઈ કે પછી મોં પર કોઈએ તાળું મારી દીધું હોય એમ હું ચૂપ રહ્યો. પીધેલો હોય એમ મારા પગ પણ ડોલવા લાગ્યા. આ એક નવો અનુભવ હતો. મારી સાથે આવેલો ફ્રેન્ડ પણ ‘હું હમણા આવું કહીને’ પોતાનું શાણપણ દાખવીને ત્યાંથી કલ્ટી મારી ગયો. હવે જંગમાં હું એકલો હતો. પણ એવી ક્યાં ખબર હતી કે જંગતો બન્ને બાજું છેડાણી હતી. મેં મારૂં નામ કહ્યું અને એણે સામેથી એનું નામ કહ્યું, “આઈ એમ સોનાલી.” આજે મેં એની સામે એની આંખોમાં જોયું, એક જાતની ચંચળતા હતી. એ કાળી આંખો અને આંખોની નીચે હલકું કાજળ લગાવીને આવેલી હતી. જાણે કુદરતે સાચે આંખનું સર્જન કોઈકના દિલને ઘાયલ કરવા જ બનાવ્યું છે. એની આંખોમાં એક પ્રેમનો એહસાસ હતો. એણે ભલે ફુલફ્રેમ વાળા ચશ્મા પહેરેલા હતા છતાં પણ એની એક નજર જ કોઈને ઘાયલ કરવા માટે કાફી હતી. હા હું પણ કદાચ એની નજરોથી બહું પહેલા જ ઘાયલ થઈ ગયો હતો. કોલેજમાં લગભગ એક વર્ષ વીતી ગયું પણ આ બધું નવું હતું. કેન્ટીનની બહાર આવતા જતાં લગભગ બધા લોકો જોતા હતા. નામ પૂછ્‌યું, સ્કૂલનું નામ પૂછ્‌યું અને નાનો ઈન્ટ્રો એને પણ આપ્યો આમ પણ અમે બંને ‘ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ’ માં સાથે જ હતા અને એ ‘ગુડ બાય’ કહીને જતી રહી. પણ હું હજી ત્યાંનો ત્યાં જ હતો, એની આંખોમાં ડૂબી ગયો હતો. એના હોઠોના એ શબ્દો હજું મારા કાનમાં પડઘા ગૂંજી રહ્યા હતા. હજું એ પરીસ્થીતીમાં ડૂબી રહીને એ બધું એન્જોય કરતો હતો, એના એ આછા ગુલાબી હોઠોને ચૂમવાનું મન થઈ ગયું. હું સ્વપ્નમાં હતો, હાં મારૂં સ્વપ્ન તુટ્‌યું. અચાનક પાછળથી કોઈકનો ધબ્બો પડયો, અરે એ મારો ફ્રેન્ડ. જોરથી ધબ્બો મારીને સ્વપ્ન માંથી જગાડયો. ‘અરે, વાહ ભાઈ તમારૂં સેટીંગ પણ થઈ ગયું એમને...!!!’ આવીને મને કહ્યું. ‘અરે શું અલા...??’ મેં કહ્યું. ‘ભાઈ તમે પણ છોકરી ગોતી લીધી એમને...!’ એને કહ્યું. પછી કેન્ટીનમાં જીને નાસ્તો કરવા બેઠા, શીટ આજે એ ટેબલ ખાલી નહોતું અને એ પોતાની જગ્યાએ જ બેઠેલી હતી. હું મારા ફેવરીટ ટેબલની બાજુંમાં બેઠો અને મારૂં મોં થોડું વધારે બગડી ગયું અને એ સામે બેઠી બેઠી જોતી હતી. જ્યારે મેં એને જોઈ ત્યારે એ હલ્કું હલ્કું સ્મિત આપતી હતી, હું પણ એને એને જોઈને ખુશ થઈ ગયો. આજેતો ભૂખ તો મરી ગઈ હતી, વર્ષોનો તરસ્યો હતો અને આજે સામેથી મેઘરાજા પધાર્યા હોય એવું લાગતું હતું. આજે તો ઘણું નવું બન્યું હતું અને આજે નીંદર નહીં આવે એતો પહેલાથી જ ખબર હતી. રાત્રે પથારીમાં પડયા પડયા ગાદલામાં આળોટવાનું, નીંદર ના આવે એટલે પડખા ફરી ફરીને આળોટતો હતો. હવે તો એના જ વિચાર આવે અને હા એવી ઈચ્છા થાય કે કાશ એ હર રોજ આ રીતે મળતી રહે. આજે નેટ ચાલું કરવાનું કોઈ કારણ જ નહોતું કેમ કે આજનો દિવસ એટલો સારો ગયો હતો કે એ વિચારીને હજું એ એન્જોય કરવાનું મન થતું હતું. રાતના લગભગ દોઢ વાગ્યા સુધી એના જ વિચારો આવતા હતા. આખરે ખબર નહીં ક્યારે એના વિચારોમાં નીંદર આવી ગઈ.

કોલેજ નો ટાઈમ તો સવારના પોણા નવ વાગ્યાનો, પણ આજે સવારના છ વાગ્યામાં નીંદર ઉડી ગઈ. રોજે સવારમાં નવ વાગ્યે ઉઠવાનો પ્રોગ્રામ હવે સવારના છ વાગ્યાનો બની ગયો. હવે કોલેજે જવાની ઉતાવળ હતી. ક્યારે સવારના પોણા નવ વાગે એની રાહ જોવાતી હતી. કોલેજએ તો સાડા આઠનો પહોચીં ગયો હતો. અરે હા આજે તો ફ્રેન્ડશીપ ડે હતો. એતો ભૂલાઈ જ ગયું. આજે કોલેજમાં તો રંગીલું વાતાવરણ લાગતું. અમે બધા ફ્રેન્ડસ પણ ફ્રેન્ડશીપ ડે માટે આજે સાંજે એ-વન મોલમાં પાર્ટી ગોઠવી હતી. સાંજના સાત વાગ્યાનો પ્રોગ્રામ નક્કી જ હતો. એમાંય અમારી કોલેજની બે ગર્લ્સ એવી હતી જેની સાથે કદાચ એ આવે એવી સંભાવના હતી. પાર્ટીમાં જવાનો ફૂલ્લી મૂડ બનેલો હતો અને શાયદ એ આવશે એવી કલ્પનામાં પાર્ટીમાં જવાનું નક્કી હતું. પણ કોને ખબર હતી કે આજે કાંઈક અલગ જ બનવાનું હતું. કદાચ મેં આ સપનામાં પણ નહોતું વિચાર્યું. કોલેજના ગેઈટની બાજુંમાં ઊંભો રહીને એક ફ્રેન્ડની રાહ જોતો હતો, એટલામાં એ આવી અને સ્કૂટી લઈને કોલેજની અંદર જતી રહી. આખું મોઢું સ્કાફથી ઢાંકેલું અને ફક્ત એની આંખોના દર્શન થયા એ પણ જાણે આજે ચશ્માની આડમાં સંતાકૂકડી રમાઈ રહી હતી. કોલેજમાં જતી વેળાયે એણે મારી સામે જોયું હતું પણ એ સ્કાફને લીધે હું તેનું એક્સપ્રેશન જાણી ન શક્યો. એટલામાં એક ફ્રેન્ડ એ આવીને જોરથી હલબલાવ્યો ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે ડયુડ’ મેં પણ એને વીશ કર્યું અને આજે કોલેજમાં તહેવાર હોય એના કરતા પણ વધારે ખુશીનો માહોલ બની ચુક્યો હતો. આજે લેક્ચર્સનું કાંઈ ટેન્સન હતું નહીં, આજે ફક્ત લેબ હતી. એટલે આમ પણ બપોરના એક વાગ્યા પછી ફ્રી થઈ જવાના હતા. લેબમા પણ કદાચ એના વિચારોના ચગડોળે ચડી ગયેલો અને લેબ પુરી થઈ. બપોરનો એક વાગી ગયો હતો. આજની એટેન્ડેન્સ તો લગભગ આપી દિધી હતી. પણ આજે સાચુકલાં કાંઈક ખુટતું હતું. રોજે એની પાસે એટેન્ડેન્સ પૂરાવી લીધી હોય એટલે આખો દિવસ શાંતીથી પસાર થઈ જતો. એને કેન્ટીનની પાસે જોઈ એ કંઈક લઈને જતી હતી, એના હાથમાં સ્કૂટીની ચાવી હતી એટલે કદાચએ નક્કી એ ઘરે જતી હશે એવું વિચારીને મારૂં મોં પડી ગયું. મારા મૂડની તો એક-બે ને અઢી થઈ ચુકી હતી. રોજે તેને જોઈને મારૂં મન શાંતી અનુભવતું હતું, પણ આજે બધી ગેઈમ કુદરત રમી રહ્યું હતું. આજે એક જાતની પ્યાસ કહો કે તલપ, નશો કહો કે ટેવ આજે એ બધું શાબ્દિક નહીં પણ આજે હકીકતમાં બધું બની રહ્યું હતું. કોઈકની રાહ જોવાનો નશો લાગી ગયો હતો, એની નજરોને હંમેશને માટે પમવાનો ચશ્કો લાગી ગયો હતો. એક વિચાર તો એવો પણ આવી ગયો કે આજે પ્રપોસ કરી દવ પણ હજું વાત કરી એને ચોવીસ કલાક પણ નહોતા થયા, અને પ્રપોસ કરવું એ કાંઈ ખાવાના ખેલ નથી એટલે એ પ્લાન તો કેન્સલ. હવે તો પાર્ટીમાં જીએ એટલે શાંતી થાય. આઈ એમ શ્યોર કે એ આવવાની જ હતી. મારૂં અંતર મન કહેતું હતું કે સોનાલી આવશે. સોનાલી વ્યાસ આવશે એવું મારૂં દિલ ચીસો પાડી પાડીને કહેતું હતું. હવે સાંજના ચાર વાગ્યે કંટાળો આવી રહ્યો હતો ‘ચાર, રીશી યાર હું રૂમ પર જાવ છું આઈ એમ ટાયર્ડ બ્રો’ એટલું કહીને હું કોલેજની બહાર જવાનું વિચારીને એક ચક્કર કેન્ટીનનું પણ લગાવી આવ્યો કદાચ સોનાલી પણ ત્યાં ફ્રી બેઠી હોય એવા વિચાર કરીને ગયો પણ ખાલી ઠંડુ પાણી પીને બહાર આવવું પડયું. હજું બહાર નીકળીને થોડું ચાલ્યો ત્યાં બે બાઈક ઝૂમ્મ્મ કરતા નીકળ્યા મને કાવો મારીને નીકળી ગયા એ બાઈક પર ગધેડા જેવા ત્રણ બોય્‌સ બેઠા હતા. પાછળથી એક સ્કૂટીનો અવાજ સંભળાયો પણ સોનાલી તો ક્યારની ઘરે જતી રહી હતી એટલે મેં પાછળ જોયું નહીં. આજે એને મળવાની ખુબ જ ઈચ્છા હતી. એક જ રાતમાં મારી તમન્નાઓને ઘણો અવકાશ મળ્યો હતો. એક મુલાકાત એતો મનમાં ઘણા સ્વપ્નોને જન્મ આપી દીધો હતો. હજું પણ એને કાલના રૂપમાં મારી સામે નીહાળી રહ્યો. કાલ કરતા આજે એને માત્ર થોડીવાર માટે જોઈ એમાં પણ એનું સૌંર્દય કાલના રૂપને પણ જાંખું કરી દે એવું હતું. હજું આજે એને જોવાની ઈચ્છા હતી. કાલના વિચારોમાં ખોવાયેલો હતો. એટલામાં એક સ્કૂટી મારી આગળ આવીને ઉભી રહી. કોઈક છોકરી બેઠી હતી. મોંઢા પર સ્કાફ બાંધેલો એક જ નજરમાં ઓળખાઈ ગઈ, આ જ સોનાલી હતી. એને મને કહ્યું, ‘બેસી જા પાછળ પાર્ટીમાં જાવ છું હું, સાથે જ જીએ.’ સોનાલી બોલી ગઈ. હું તો ફક્ત એની આંખોમાં જોતો હતો. હું બોલ્યો, ‘અમ્મ્મ્મ...શું?’ એની આંખો આજે પણ કાંઈક મને કહેતી હતી. હું એને જેટલો જાણવાનો પ્રયત્ન કરતો એટલો જ ગુંચવાઈ જતો. શાયદ મારા પ્રશ્નોનો ઉત્તર તો તેની પાસે જ હતો. એક જ રસ્તો હતો એને પુરે પુરી જાણવી અને પછી જ એ સવાલોનો જવાબ ગોતવો. હા કદાચ જાણે અજાણે હું એને ચાહવા લાગ્યો હતો. પહેલાના દિવસોની વાત અલગ હતી અને છેલ્લા બે દિવસની વાત અલગ જ હતી. સોનાલીએ તરત જ પોતાનો સ્કાફ કાઢ્‌યો જેથી હું એને ઓળખી શકુ. પછી એણે સ્કાફ ન બાંધ્યો અને મારી આંખોમાં આંખ પોરવીને કહ્યું, ‘ઓ હેલ્લો મિસ્ટર તને કહું છું પાછળ બેસી જા’ જાણે હું નીંદર માંથી જાગતો હોય એવું લાગ્યું. મેં તરત જ કહ્યું , ‘અરે ના હું ચાલ્યો જીશ.’

‘હા મને ખબર છે તારે પાર્ટીમાં જવાનું છે, હું પણ ત્યાં જ જાઉ છું એટલે તને કીધું’ સોનાલી થોડું પોતાનો હક્કભાવ જણાવતા બોલી રહી હતી. મારા મગજમા બધું ઘુમતું હતું. હજું કાલે વાત કરી અને એ છોકરી આજે મને તેની સ્કૂટી પાછળ બેસવાનું કહે છે. મગજ ઘુમી રહ્યું હતું. ના ના કહેવા કરતા સોનાલીની પાછળ બેસી જવું સારૂં હતું, અને હું સોનાલીની વાઈટ એક્ટીવા પાછળ બેસી ગયો અને સોનાલીએ સ્કૂટી એ-વન મોલ તરફ હંકારી મૂકી. લગભગ એ ચાલીસ-પચાસની સ્પીડે સ્કૂટી ચલાવા લાગી. પહેલી વાર હું કોઈક ગર્લની પાછળ સ્કૂટીમાં બેઠો હતો. કાંઈક અલગ જ ફીલીંગ્સ આવતી હતી. સોનાલી મોટાભાગે તેના વાળ ખુલ્લા રાખતી. આજે પણ એને ખુલ્લા વાળ રાખ્યા હતા. મસ્ત સિલ્કી વાળ હતા એના. હવાની સાથે ફરફર થતાં. સ્કૂટી ચલાવતી વખતે એના વાળ પવનને લીધે થોડા મોં પર આવી જતાં, ત્યારે એ પોતાના એ કોમળ હાથ વડે વાળને પોતાના કાન પર રાખીને પાછળ કરતી. આજે એ જ વ્યક્તીની પાછળ હું બેઠો હતો જેને હું જોવા માટે આખી કોલેજમાં ચક્કરો લગાવતો. થોડીવાર તો મને વિશ્વવાસ નહોતો આવતો. જાણે લાગતું હતું કે સાચે હું સ્વર્ગના દ્વાર પર ઉભો હતો. સોનાલી એની ધૂમ સ્ટાઈલમાં સ્કૂટી ચલાવી રહી હતી. એમાંય આજે ફ્રેન્ડશીપ ડે હતો. બધું અજીબો ગરીબ ઘટનાઓ બની રહી હતી. હું આ મોમેન્ટસ નો ક્યારે પણ અંત ના આવે એવું હું ઈચ્છતો હતો. આજે મારા ચહેરા પર સતત સ્માઈલ હતી. હા હું આજે સાચો ખુબ જ ખુશ હતો. એક અલગ પ્રકારનો નશો ચડી ચૂક્યો હતો મારા પર. આજે એની આંખોને ભરપૂર નિહાળીશ, આજે એના શબ્દોને ઘૂંટડે ઘૂંટડે પીવાની તલપ લાગી ચૂકી હતી, એના એ રેશ્મી વાળોને આજે સ્પર્શવાનું મન થઈ ઉઠ્‌યું, આજે એના અમૃત સમાન ગુલાબી હોઠોના ઘૂંટ ભરવાનું મન થઈ ગયું. હજું પણ સોનાલી તેની સ્કૂટી પોતાની સ્ટાઈલમાં ચલાવી રહી હતી. એટલામાં એક જોરદાર બમ્પ આવ્યો હું થોડે આગળ બેઠેલી સોનાલીને અથડાઈ પડયો, તરત જ સેફ ડીસટ્‌ન્સ બનાવી લીધું અને સોનાલીને સોરી કહ્યું. પણ એ જાણે પોતાની ધૂનમાં હોય એવું લાગ્યું વળતો કાંઈ રીસપોન્સ ના આપ્યો. હું પણ શાંતીથી પાછળ ચૂપ બેસી રહ્યો હજું લગભગ પંદરેક મિનિટ થઈ હશે ત્યાં એ-વન મોલ આવી ગયો. સોનાલી તરત જ તેની ફ્રેન્ડ પાસે જીને દોડી ગઈ. હું પણ ધીમા પગરવ સાથે તેની પાછળ કદમો મીલાવતો ચાલવા લાગ્યો, આખરે આખી જીંદગી કદમો મીલાવવા માંગતો હતો. સોનાલી તેની ફ્રેન્ડ પાસે જીને મૂવીની બે ટીકીટ લઈ લીધી, અને તરત જ મને કહ્યું, ‘ચાલ શ્યામ બધા ફ્રેન્ડસ અંદર મૂવી જોવે છે, આપણે લેઈટ થઈ ગયા, સોરી’ આટલું બોલીને સોનાલી મને ત્રીજી સ્ક્રીનના દરવાજે ઉભી રહી ગઈ. ‘ઓ મિસ્ટર શ્યામ ચાલને હવે આપડે આમ પણ લેઈટ થઈ ગયા છીએ.’ આ બધું કાંઈક અલગ જ બની રહ્યું હતું, હજું હું સમજું એ પહેલા સોનાલી મારો હાથ પકડીને થીએટરની અંદર લઈ ગઈ. હજું હું પરીસ્થીતીને સમજું એ પહેલાતો એને ડી-બાર અને ડી-તેર નંબરની સીટ પણ ગોતી લીધી. આજુંબાજું જોયું તો મારા બધાં ફ્રેન્ડસ બેઠા હતા. રીશી બરાબર મારી પાછળની સીટ પર બેઠો હતો, રીશી એ હળવે થી મારા ખભ્ભા પર હાથ રાખ્યો અને શાબાશી આપતો હોય એમ હુંફથી ખભ્ભો દબાવ્યો. હું થોડું થોડું સમજવા લાગ્યો હતો. પણ ઘણું ખરૂં મને સમજાતું નહોતું. મૂવી કરતા મારૂં ધ્યાનતો આજની બનેલી ઘટના પર હતું. બાજુંમાં સોનાલી બેઠેલી પણ એ મોમેન્ટસ એન્જોય કરતા પહેલા મારે બધું સમજવું હતું. અત્યારે કોઈને પણ ડીસ્ટર્બ કરવું બરાબર લાગ્યું નહીં. હવે તો મૂવી પૂરી થાય એટલી વાર હતી, મારે બધાને પૂછવું હતું કે આ બધું શું ચાલી રહ્યું હતું. બે કલાકને વીસ મિનિટ પછી મૂવી પુરૂ થઈ. બધાં બહાર નીકળ્યા, ‘રીશી ઓ રીશી, અલ્યા ઉભો રે, શું છે આ બધું...?’ બધાં ત્યાં ફાસ્ટફૂડ રેસ્ટ્રોરામાં જીને ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. હજું હું કાંઈ રીશીને વધારે પુછુંએ પહેલા તો સોનલી ટેબલ પરથી ઉભી થઈને મારા તરફ આવતી જોઈ, હું ફરીથી બધું શાનભાન ભૂલી ગયો, અને ફક્ત સોનાલીને જોવા લાગ્યો. રીશીને શું પૂંછવું હતું એ બધું ભૂલીને ફક્ત સોનાલીને મારા તરફ આવતી જોઈ રહ્યો. રીશી પણ મરક મરક હસવા લાગ્યો અને ટેબલ પર બેઠેલા બધાં ફ્રેન્ડસ હસવા લાગ્યા. એટલામાં સોનાલી મારો હાથ પોતાના કોમળ હાથ વડે પકડીને ટેબલ તરફ ચાલતી થઈ ગઈ, તેની પાછળ પાછળ હું પણ ચાલવા લાગ્યો. આખરે સોનાલીએ મારો હાથ પકડયો હતો, જે હું આખી જીંદગી એનો હાથ થામવા માંગતો હતો. એની સાથે જીંદગીની દરેક પળ નિભાવવા માંગતો હતો.

ટેબલ પર બધા બેસ્યા. તરત જ સોનાલીની ફ્રેન્ડ બોલી, ‘શ્યામ, સોનાલી તને ગમે છે?’ હું આટલું સાંભળીને તો હેબતાઈ ગયો. આવું સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસકી ગઈ. ‘અમ્મ્મ્મ.......... ના.’ હું મારી તોતડાતી જીભ વડે બોલ્યો. બધાં મારી સામે સામે જોવા લાગ્યા અને સોનાલી અને તેની ફ્રેન્ડ મરક મરક હસવા લાગી. મારો તો જાણે પોપટ બની ગયો હતો. એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ એવી સ્થીતી આવી ગઈ હતી. સોનાલી તરત જ બોલી, ‘શ્યામ સાચો જવાબ દે મને બધી ખબર છે અને તું ક્યારથી ખોટુ બોલવા લાગ્યો...!!!’ અત્યારે તો મને બધાંનાં પ્રશ્નો સમાં તીર મારા હૈયા પર વાગી રહ્યાં હતા. હવે સોનાલી પણ મને ઘણાં સમયથી ઓળખતી હોય એવું લાગતું હતું. ‘હા થોડા સમયથી...’ મેં ટુંકો જવાબ આપીને શાણપણ દર્શાવ્યું. સોનાલી હસી પડી, સોનાલીની એ સ્માઈલ પાછળ હું બધું કરી છુટવા તૈયાર હતો. સોનાલી એ કહુયું, ‘હા ત્યારથી જ ને કે ત્યારે આપડા ફસ્ટ સેમેસ્ટરની એક્ઝામમાં મારી પાછળની બેન્ચ પર તારો સીટનંબર હતો કે પછી ત્યારથી જ્યારે તું પાણી પીતો હતો ત્યારે તારા એ વાઈટ ટીશર્ટ પર મારા ધક્કાને લીધે તારૂં આખું ટીશર્ટ પાણીને લીધે ભીનું થઈ ગયું હતું. કે પછી ત્યારથી જ્યારે તું કેન્ટીનમાં આવીને ઠંડું પાણી પી ને જતો રેહતો કે પછી ત્યાર થી જ્યારે તું મને જોતો હતો ત્યારે ભૂલથી હાથમાં મરચું આવી ગયું અને તું અડધું મરચું ખાઈ ગયો અને બહું તીખું લાગ્યું ત્યારે તને ખબર પડી.’ સોનાલી એક શ્વાસે બોલી ગઈ અને હું આ શબ્દોના પડઘા મારા કાનમાં પડી રહ્યા હતા. હવે સાચું બોલવા સિવાય કોઈ ઉકેલ નહોતો. ‘હા સોનાલી મેં તને પહેલીવાર જ્યારે તું બુક-સ્ટોરમાંથી તારી ઈય્ ની બુક લેવા આવી હતી ત્યારે તે દિવસે પહેરેલો વાઈટ ડરેસમાં તું સાચે પરી જેવી લાગતી હતી, એવા તો ઘણાય કીસ્સાઓ હશે જ્યારે બધાં કરતા તું અલગ દેખાઈ આવતી હોઈશ. જ્યારે તે રસ્તા પર ચાલતા માજીને તુ મદદ કરતી, કોલેજના ફંકશનમાં ગાયેલું એ ગીત હજું પણ યાદ છે, તને તો ઘણા સમયથી લાઈક તો કરૂં જ છું.’ મારાથી રેવાયું નહીં અને સત્ય મારા શબ્દો વડે સરી પડયું. બધાં મારી અને સોનાલી સામે જોવા માંડયા હતા અને ક્યારે સોનાલીએ મારો હાથ ક્યારનો પોતાના મુલાયમ હાથ વડે થામેલો હતો એ મને પણ નહોતી ખબર. બધાં તાળીઓ પાડી અને સોનાલી પણ હસવા લાગી અને મેં તરત જ કહ્યું, ‘શું તું પણ મને લાઈક કરે છે?’ સોનાલી શરમાઈ ગઈ અને ધીમા અવાજે બોલી, ‘લાઈક તો બહું ઓછું કેવાય, હું તો તને ચાહવા લાગી છું, તને પ્રેમ કરી બેઠી છું, હવે બધે શ્યામ અને સોનાલી જ દેખાય છે.’ સોનાલી એ પોતાનું માથું મારા ખભ્ભા પર રાખીને પ્રેમ જતાવવા લાગી. એટલે તરત જ થોડી ખુરશી પાછળ કરીને ઉભો થયો અને એક હાથ સોનાલીનો પકડી રાખ્યો એટલે સોનાલીને પણ ફરજીયાત ઉભૂ થવું પડયું. સોનાલીનો ડાબો હાથ મારા જમણા હાથ વડે પકડીને ગોઠણ વાળીને બેઠો અને ફાસ્ટફૂડ રેસ્ટ્રોરાની સામે આ બધું ચાલી રહ્યું હતું. ‘સોનાલી આઈ લવ યું, મારા સુખ દુઃખની સહભાગી બનીશ?’ આટલું સાંભળતા જ સોનાલીના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ અને માથું હકારમાં હલાવ્યું અને શરમાઈ ગઈ. હું તરત જ ઉભો થયો અને સોનાલીને કહ્યું, ‘આઈ વોન્ટ હગ યુ’ સોનાલીએ તરત જ પોતાના હાથ ફેલાવીને મને પોતાની બાહોમાં ભરી લીધો અને એ જોઈને બધાં ફ્રેન્ડસ તાળીઓ પાડવા લાગ્યા.

રીશી બોલ્યો, “શ્યામ તારી મહોબ્બતને સલામ છે બોસ, હજું પણ તને એ એકે એક મોમેંટ્‌સ યાદ છે.” શ્યામ-સોનાલી અને બધાં મિત્રો એજ એ-વન મોલમાં એજ ફાસ્ટફૂડના રેસ્ટ્રોરામાં બેઠા હતા. આ બધું થયું તેને લગભગ વીસેક વર્ષ વીતી ચૂક્યા હતા. એટલામાં એક દાદા આવ્યા, એ ફાસ્ટફૂડ રેસ્ટ્રોરાના માલિક ચંદ્રેશદાદા હજું પણ પેહલા જેવાં જ હતા. આજે પણ એ પોતાના ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરતા હતા. તેઓ નજીક આવીને બોલ્યા, “આલો આ વીસ વર્ષ પહેલાનો એજ ઓર્ડર જે તમે લોકોએ આજના દિવસે મંગાવ્યો હતો.” હા સાચે ત્રણ બટરમાં દાબેલી અને સોનાલી માટે સ્પેશ્યલ ચીઝ સેન્ડવીચ હતી. હજું પણ ચંદ્રેશદાદાને બધું યાદ હતું. ટેબલ પર બધાં નાસ્તો કરતા હતા. સોનાલી પણ એની ચીઝ સેન્ડવીચ એન્જોય કરતી હતી. એટલામાં રીશી બોલ્યો, “ભાઈ શ્યામ મને વીસ વર્ષથી સવાલ થાય છે કે તે સોનાલીને શા માટે એવું કીધું કે, તું મારી સુખ દુઃખની સહભાગી બનીશ?” એક મોટી સ્માઈલ સોનાલી અને શ્યામના ચહેરા પર આવી ગઈ.

શ્યામ તરત જ બોલ્યો, “ભાઈ, પ્રેમ કરવાની ઉંમર નથી હોતી પણ હાં પ્રેમ નિભાવવા માટે અને પ્રેમ ટકાવી રાખવા માટે બધું જ કુરબાન કરી દેવું પડે છે, ત્યારે પ્રેમ કરવાની ઉંમર હતી અને અત્યારે પ્રેમ નિભાવવાની ઉંમર છે અને એટલે જ સોનાલી આજે મારી સાથે છે, પ્રેમ ભર્યા જીવનમાં અમારા સુખ અને દુઃખની સહભાગી.” એટલામાં સોનાલી શ્યામને ભેટી પડી.

RaHuL Bavaliya

rahul.bavaliya1997@gmail.com