Veer Yoddho Maharana Pratap books and stories free download online pdf in Gujarati

વીર યોદ્ધો મહારાણા પ્રતાપ

વીર યોદ્ધો મહારાણા પ્રતાપ

આનંદ ગજ્જર

ખાઈ સિંહ હજાર દિન, ભૂખે મરે જાતક પિએ ના વારી સરસરી તાન કો,

મારતન ઉગે ને પશ્ચિમ, ભ્રમ ના ભ્રમિત હોકે હર છોડે નહિ હરિ ધ્યાન કો,

એસે હી મહારાણા પ્રતાપ તજે નહિ માન કો....

ભારત નો વીર પુત્ર મહારાણા પ્રતાપ જેનું ભારતવર્ષ માટે નું યોગદાન કદાપિ ભુલાય એવું નથી. સાહેબ, ૯ મે ૧૫૪૦ જ્યારે પિતા ઉદયસિંહ ચિતોડ ને પરત મેળવવા બળવીર સિંહ સામે યુદ્ધ કરી રહ્યા હતા તે સમયે માતા જીવંતાબાઈ એ રાજસ્થાન ના કુંભલગઢ નામના ગામ માં ભારતમાતા ના વીર સુપુત્ર ને જન્મ આપ્યો હતો. મહારાણા પ્રતાપ પચ્ચીસ પુત્રો પૈકી સૌથી મોટા હતા અને તેથી ક્રાઉન પ્રિન્સનું શીર્ષક આપવામાં આવ્યું હતું. પોતાના રાજ્ય ને બચાવા માટે આજીવન મોગલો સામે બાથ ભીડનારા આ વીર નું સ્મરણ કરતા મને ગર્વ અનુભવાય છે. મહારાણો પ્રતાપ એવો વીર પુરુષ હતો જેના મા ૭૫ પાઘડી નમાવાની તાકાત હતી, હા સાહેબ, જો આવા વિરપુત્ર ના આગમન દ્વારા અકબર જેવા રાજા ની સેનામાં ઉપસ્થિત ૭૫ શખ્સો ને જો પોતાનું માથું ઝુકાવી પાઘડી નમાવાની જરૂર પડતી હોય તો વિચાર કરી લો કે આ વીર પુત્ર નુ સ્મરણ કરી ને મારા જેવા સામાન્ય લેખક ને એના પર લેખ લખવામા કેટલો ગર્વ અનુભવાતો હશે. સાહેબ, ખુદ અકબર જેવો રાજા પણ મહારાણા પ્રતાપ ના વખાણ કરી ગયો હતો. મહારાણા પ્રતાપ નાનપણ થી જ વીર અને સાહસી હતા. યુદ્ધ માં કઈ રીતે લડવું અને સામેના દુશમનો ને કઈ રીતે માત આપવી એ તો પ્રતાપે નાનપણ થી જ પિતા ઉદયસિંઘ પાસે થી શીખી લીધું હતું. કહેવાય છે કે તે ખૂબ જ મજબૂત બાંધા ના ખડતલ યોદ્ધા હતા. તેમના યુદ્ધ પ્રત્યે ના કૌશલ્યો અનુકરણીય હતા. ભારત નો વિર પુત્ર હમેશા સ્ત્રીઓની પ્રતિષ્ઠા ને સમર્થન આપતો હતો અને હમેશા તેમની ઈજ્જત કરતો હતો. તેમણે નાનપણ મા જ પોતાના ભાઈ શક્તિસિંહ ને વાઘ ના હુમલાથી બચાવીને અને એની સામે બાથ ભીડી ને પોતાની સાહસિકતા પુરવાર કરી દીધી હતી.

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપ ની ઉંચાઈ ૭ ફુટ ઇંચની હતી અને લગભગ ૧૧૦ કિલોગ્રામ વજન. મહારાણા પ્રતાપ વિશે એક રસપ્રદ હકીકત છે કે તેમના ભાલા નો વજન લગભગ ૮૧ કિલોગ્રામ, તેની છાતીના બખ્તર નો વજન ૭૨ કિલોગ્રામ અને તેમના ભાલા, બખ્તર, ઢાલ અને બે તલવારો બધા નું વજન થઈ ને લગભગ ૨૦૮ કિલોગ્રામ જેટલું થતું હતું. મહારાણા પ્રતાપને ૧૧ પત્નીઓ, ૧૭ પુત્રો અને પુત્રીઓ હતી. પ્રતાપની પ્રથમ પત્ની મહારાણી અજાબ્ડે પુંવર તેમના પ્રિય હતા અને તેઓ પ્રેમમાં પડ્યા તે પહેલાં શ્રેષ્ઠ મિત્રો હતા. પ્રતાપે તેમની સાથે ૧૫૫૭ માં લગ્ન કર્યાં અને તેમના પ્રથમ પુત્ર અમર સિંહનો જન્મ ૧૫૫૯ માં થયો. એક સમયે મુહમ્મદ અધિકારી સાથે રહિમ ખાન ની તમામ મહિલાઓ અમર સિંહના હાથમાં લાગી હતી. તેમણે તમામ મહિલાઓને ધરપકડ કરી અને મહારાણા પ્રતાપ સામે લાવ્યા હતા. આ સમય દરમિયાન, રહિમ ખાન વાસ્તવમાં મહારાણા પ્રતાપ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યા હતા અને મેવાડ રાજાને સહાય કરવા તૈયાર હતા. જોકે, જયારે મહારાણાને દુશ્મન શિબિરમાંથી મહિલાઓની ધરપકડ વિશે જાણવા મળ્યું ત્યારે તેમણે તરત જ તેમના પુત્ર અમર સિંહને તેમને ધરપકડ કરવા માટે ઠપકો આપ્યો અને તરત જ તેમને મુક્ત કરવા અને તેમને સમ્માન સાથે શિબિર સુધી પહોંચાડવાનો આદેશ આપ્યો હતો. આવો એક પ્રજા પ્રત્યે નો પ્રેમ પણ અને દયા ભાવના પણ સમાયેલી હતી મહારાણા પ્રતાપ મા.

મહારાણા પ્રતાપ પોતાની તાકાત, હિંમત, ધ્યાન અને એકાગ્રતા વધારવા માટે તપશ્ચર્યાને વૈદિક પરંપરાનો અભ્યાસ કરતા હતા. તેમણે કેટલીક દંતકથાઓ હાથ ધરી, એટલા માટે નહીં કે તેમની આર્થિક બાબતોએ તેમને આમ કરવાની ફરજ પાડી હતી પરંતુ તેઓ પોતાની જાતને યાદ કરવા માંગતા હતા. તેમની એકમાત્ર ચિંતાનો વિષય હતો કે તરત જ તેમની માતૃભૂમિ મુઘલોના પકડમાંથી મુક્ત થાય. એક દિવસ તેમણે પોતાના વિશ્વસનીય સરદારોની બેઠક બોલાવી અને તેમની ગંભીર અને તેજસ્વી ભાષણમાં તેમને અપીલ કરી. તેમણે કહ્યું, "મારા બહાદુર યોદ્ધા ભાઈઓ, અમારી જન્મભૂમિ, મેવાડની આ પવિત્ર ભૂમિ, હજુ પણ મુઘલોના પલકા હેઠળ છે. આજે, હું તમારા બધા સામે એક શપથ લઉં છું કે ચિત્તોડ મુક્ત થાય ત્યાં સુધી, હું સોના અને ચાંદીના પ્લેટમાં ભોજન નહીં કરું, નરમ પલંગ પર ઊંઘીશ નહીં અને મહેલમાં નહી રહું. તેના બદલે હું પાંદડાની થાળીમાં ખાઈશ, જમીન પર સૂઈ અને ઝૂંપડામાં રહીશ. ચિત્તોડ મુક્ત થાય ત્યાં સુધી હું પણ ઝંપીસ નહિ. મહારાણા પ્રતાપે પોતાના શબ્દો રાખ્યા હતા, તેમણે પાંદડાના પ્લેટ પર ખાધું, જમીન પર સૂઈ ગયા અને શેવિંગ બંધ કરી દીધી. તેમની ગરીબીની સ્થિતિમાં, મહારાણા કાદવ અને વાંસમાંથી બનાવેલ કાદવ-ઝૂંપડીઓમાં રહેતા હતા. જયારે રાણા પ્રતાપ જંગલોમાં રહેવા માટે પોતાના મહેલ છોડી ગયા હતા, ત્યારે મેવાડના હજારો લોકો તેમના ઘર છોડી ગયા હતા અને તેમની સાથે જોડાયા હતા. તેઓ પ્રતાપ ને સમર્પિત હતા અને તેમને જણાવ્યું કે એ લોકો પણ એમની ખરાબ પરિસ્થિતિ મા તેમની મદદ કરવા માગે છે. આ કાળિયારીઓએ રાત-દિવસ કામ કર્યું અને પ્રતાપ અને તેમની સેનાને નિયમિતપણે તલવારો અને અન્ય યુદ્ધ શસ્ત્રાગારથી તેમને આપીને મદદ કરી. પ્રતાપ આ કાળા લોકો માટે અત્યંત આભારી હતા અને તેથી તેઓ આજે પણ સમગ્ર રાજસ્થાનમાં આદરણીય છે. આ સાચું વૈદિક પરંપરાનું ઉત્તમ ઉદાહરણ હતું, જે પ્રાચીન હિન્દૂ રાજાઓએ ગુરુપુરુષમાં શાણપણ અને શક્તિ વધારવા માટે અનુસર્યું હતું. રાણા પ્રતાપે ભીલ આદિજાતિ સાથે ખૂબ જ તંદુરસ્ત સંબંધ વિકસાવ્યો હતો જ્યારે તે જંગલોમાં રહેતો હતો. તેઓ તેને ઘણો માન આપતા અને તેમને પ્રેમ કરતા. હલ્દીઘાટીના યુદ્ધમાં ભીલ પ્રતાપની બાજુથી લડ્યા હતા. તેઓ અકબરના સૈન્યના મોટાભાગના ભાગને ઇજા પહોંચાડવા માટે જવાબદાર હતા. આવા પ્રતાપ માટે ભીલો નો પ્રેમ હતો, તે તેમને 'કિકા' તરીકે ઓળખાવતો હતો જેનો અર્થ 'પુત્ર' થાય છે.

૧૫૬૮ માં અકબર ની સેનાએ ચિતોડગઢ પહોંચી ત્યારે ઉદયસિંહ પરિવાર સાથે મેવાડ છોડીને ઉદયપુર રહેતા હતા જે તેમને ૧૫૫૯ માં સ્થાપ્યું હતું અને આ જ સમયે ઉદયસિંહ રાણા પ્રતાપ ને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. પ્રતાપ ના મહારાણા બનતા જ અસંતુષ્ટો મેવાડ છોડીને અકબર સાથે સામેલ થઈ ગયા હતા જેમાં શક્તિસિંહ, જગમલ અને સાગરસિંહ નો સમાવેશ થતો હતો એવું મનાય છે. એ લોકો ની સાથે સાથે બીજા બધા ઘણા રાજાઓ તેમજ સેનાપતિઓ પણ અકબર ની સેનાએ નો ભાગ બની ચુક્યા હતા. ૧૫૭૨ મા મહારાણા ઉદયસિંહ નું અવસાન થતાં રાણા પ્રતાપ નો રાજા બનવાનો માર્ગ ખુલી ગયો હતો અને તેમને આ પદ નો સ્વીકાર કરી લીધો હતો. આ દરમ્યાન અકબરે ઘણી વાર પ્રતાપ સાથે સંધિ કરવાના પ્રયત્નો કર્યા હતા પણ દરેક વખતે રાણા પ્રતાપે વળતો જવાબ આપીને આ સંદેશા ને ટાળ્યો હતો અને અંતે છઠી વાર પ્રતાપે સંધિ માટે વાતો ઘાટો કરવા માટે રાજી થઈ ને પુત્ર અમરસિંહ ને અકબર સાથે વાત કરવા આગ્રા મોકલ્યો હતો પણ ત્યાં વાતચીત નિષ્ફળ જતા મેવાડ અને મોગલો વચ્ચે સંઘર્ષ જરૂરી બન્યો હતો અને અંતે હલ્દીઘાટી ના યુદ્ધ ની શરૂઆત થઈ હતી.

ત્યારબાદ અકબરએ ચિત્તોડ જિલ્લાના બધા જ મહત્વના લોકોને તેમના રાજા સામે ફેરવવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ પ્રતાપને મદદ ન કરી શકે. પ્રતાપના નાના ભાઇ સાગર સિંહને તેમણે વિજય મેળવનારા પ્રદેશના શાસન માટે નિમણૂક કરી હતી, તેમ છતાં સાગરે પોતાના કપટ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને ટૂંક સમયમાં ચિત્તોડથી પાછો ફર્યો અને મુઘલ અદાલતના કટારી સાથે આત્મહત્યા કરી હતી. મુઘલો સાથે અનિવાર્ય યુદ્ધની તૈયારીમાં, મહારાણા પ્રતાપે તેમના વહીવટમાં ફેરફાર કર્યો. તેમણે તેમની મૂડી કુંભલગઢમાં ખસેડી, જ્યાં તેઓ જન્મ્યા હતા. તેમણે પોતાના પ્રજાને અરવલલી પર્વતારોહણ માટે છોડી દીધી અને આસન્ન દુશ્મન માટે કશું જ રહેવા ના દીધું.

હલ્દીઘાટી નું યુદ્ધ ભારતવર્ષ માં એક અનોખી નામના ધરાવે છે. જ્યારે ૧૫૭૬ માં મહારાણા પ્રતાપ સાથે યુદ્ધ કરવા અકબરે માનસિંહ હેઠળ ૮૦,૦૦૦ સૈનિકો ની સેના મોકલી હતી અને સામા પક્ષે મહારાણા પ્રતાપ અફઘાન સેનાપતિ હકીમ ખાન સુર ની સેનાએ ઉપરાંત એક નાનકડી ભિલો ની સેના હતી જેનો અંક ૨૦,૦૦૦ થતો હતો. આ યુદ્ધ ૧૮ ફેબ્રુઆરી ૧૫૭૬ માં લડાયેલું હતું જેમાં સૈનિકો, હાથીઓ, ઘોડાઓ વગેરે નો સમાવેશ થયો હતો. યુદ્ધ અત્યંત કઠોર જામ્યું હતું. પ્રતાપ ની સેના ધીરે ધીરે આગળ વધી રહી હતી અને મોગલો ની સેના ને એક પછી એક સાફ કરી રહી હતી. આ યુદ્ધ માં પ્રતાપ નો ઘોડો ચેતક યુદ્ધ માં પ્રતાપ ને સાથ આપવા માટે એક મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યો હતો. ચેતક એક એવો ઘોડો હતો જે મહારાણા પ્રતાપ ને સંપૂર્ણ પણે સમજતો હતો, પ્રતાપ માટે હંમેશા તૈયાર રહેતો અને એના પર જ્યારે પ્રતાપ અસવાર બનીને એ ચલાવતો ત્યારે એ વાયુ વેગે દોડતો. યુદ્ધ માં પણ ચેતક પ્રતાપ સાથે દુશમનો નો નાશ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યો હતો. ચેતકે પોતાની સાહસિકતા ની હદ એટલે સુધી દેખાડી દીધી હતી કે યુદ્ધ માં હાથીઓ પાસે જઈ ને પોતાના આગળના બે પગે થી ઉંચો થઈ ને પાછળ ના બે પગ નો સહારો આપો રહ્યો અને અને એના પર વીર પુત્ર મહારાણો પ્રતાપ ઉભો થઇ ને પોતાની તલવાર થી ઉપર બેઠેલા મહાવતો ને ચીરી રહ્યો હતો. ચેતક નો જુસ્સો અને મહારાણા પ્રતાપ ની સાહસિકતા જોઈ ને બીજા બધા હાથીઓ પણ ભાગી રહ્યા હતા અને યુદ્ધ માં ઉભા હાથી હણનારો આ મહારાણો પ્રતાપ સૈનિકો નો વિનાશ કરતો - કરતો ધીરે - ધીરે આગળ વધી રહ્યો હતો અને વિજય મેળવી રહ્યો હતો અને અંતે આ જ યુદ્ધ મા ચેતકે રાણા પ્રતાપ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. યુદ્ધની મધ્યે અકબર પોતે આવી રહ્યો છે બીજી અસંખ્ય સેનાઓ સાથે એવી અફવા ફેલાતા રાણા પ્રતાપ ને પોતાની પાસે રહેલી સેનાઓ ની ખોટ વર્તતા એમને પીછે હઠ કરવી પડી હતી. અને યુદ્ધ ને અકબંધ રાખવામાં આવ્યું હતું અને મહારાણા ની સેનાએ એ ત્યાંથી ભાગી છૂટવાનો નિર્ણય લીધો હતો. હલ્દીઘાટી ના રસ્તાઓ અને એ પરદેશ વિશે કોઈ ખાસ જાણકારી ના હોવાના કારણે મુઘલોએ રાણા પ્રતાપ ની સેનાએ નો પીછો કરવાનું ટાળ્યું અને તેઓ પણ ખાલી હાથે ત્યાંથી પાછા ફર્યા હતા. સેનાએ પરત ફરતા અકબર ની મૂંઝવણ વધી જઇ રહી હતી અને એના મન માં ડર વ્યાપી રહ્યો હતો કે આટલી બધી સેનાને મોકલવા છતાં મહારાણા એકલો પોતાની સેનાઓ પર ભારી પડી રહ્યો હતો. અકબર મહારાણા પ્રતાપ ની સાહસિકતા જોઈ ને પોતે વિચાર માં પડી ગયો હતો. અંતે અકબરે પોતે પ્રતાપ સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો અને સેના લઈ ને ઉદયપુર, ગોગુંડા જેવા રાજ્યો પર કબજો તથા દક્ષિણ મેવાડ પાસે સ્થાપિત અન્ય પ્રદેશો પર કબજો મેળવીને ત્યાં સુધી પહોંચી ગઈ હતી. હવે મેવાડ પાસેના તમામ રાજ્યો અકબર ના કબ્જા માં હતા. આ સમયે મહારાણા પ્રતાપ સાવ એકલો પડી ગયો હતો અને એ સાથે અકબર ના આક્રમણ નું દબાણ વધી રહ્યું હતું. તે જ સમયે અકબરના શાસન બિહાર અને બંગાળ વચ્ચે વિરોધ નો વંટોળ ઉભો થયો આથી મોગલો આ તમામ યુધો ને લડવામાં વ્યસ્ત થઈ ગયા. આ ઉપરાંત અકબર પણ લાહોર જતો રહ્યો અને તેણે ત્યાં શાસન જમાવ્યું. મોગલોનું દબાણ હટવા ની રાણા પ્રતાપ રાહ જોઈ રહ્યા હતા અને આવો મોકો એમને હલ્દીઘાટી ના યુદ્ધ ના ૯ વર્ષ પછી મળ્યો હતો અને મેવાડ પર થી મોગલો નું ધ્યાન પણ હટયું હતું. આવી સરસ તક હાથ ધરી ને પ્રતાપે પહેલા તો પોતાની જમીન પાછી મેળવવા ની શરૂઆત કરી. તેમને પહેલા તો કુંભલગઢ તેમજ ચિતોડ ના આસપાસ ના વિસ્તારો પોતાના કબ્જા માં લેવા ની શરૂઆત કરી અને અંતે એ એમા સફળ નીવડ્યા. પછી થી જ્યારે જ્યારે પણ મેવાડ પર મોગલો એ આક્રમણ કર્યા ત્યારે પ્રતાપે એમને વળતો જવાબ આપી ને તેમને માત આપીને ત્યાંથી પાછા હાંકેલી કાઢ્યા. એવું કહેવાય છે કે મુઘલ સૈન્યના અવિરત હુમલાથી તેમની સેના નબળી પડી ગઈ હતી, અને તેમને તે ચાલુ રાખવા માટે પૂરતો પૈસા નહોતો. આ સમયે, તેમના એક મંત્રી, ભામા શાહ આવ્યા હતા અને તેમને આ સંપત્તિની ઓફર કરી હતી અને મહારાણા પ્રતાપને ૧૨ વર્ષ માટે ૨૫,૦૦૦ સૈનિકોને ટેકો આપવા માટે સક્ષમ બનાવ્યું હતું.

જાન્યુઆરી ૧૫૯૭ માં, રાણા પ્રતાપ સિંહ, મેવારના મહાન નાયક, એક શિકાર અકસ્માતમાં ઘાયલ થયા હતા. તેમણે ૨૯ જાન્યુઆરી, ૧૫૯૭ ના રોજ ૫૬ વર્ષની વયના ચાવંડ મા પોતાના શરીરને છોડયુ હતું. અકબર, મહારાણા પ્રતાપ નો સૌથી મોટો શત્રુ હતો, પણ તેમની અા લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષ નું પરિણામ ન હતું, જોકે સિધ્ધાંતો ની લડાઈ હતી. અેક હતો જે પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માગતો હતો જ્યારે અેક પોતાના માતૃભૂમિને શત્રુ થી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા. મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર ને ઘણું જ દુઃખ થયું, કેમ કે હ્રદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો. અા સમાચાર થી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.

જ્યારે પણ ઇતિહાસ યાદ આવશે ત્યારે મહારાણા પ્રતાપ યાદ આવશે જેને પોતાનું આખું જીવન મોગલો સામે જીતવામાં અને પોતાના હિંદૂ ધર્મ ને બચાવવા માટે સમર્પિત કરી દીધું. આ વીર ના તો હિંમત હાર્યો કે ના તો તાબે થયો, જેના કારણે ખુદ અકબર જેવા રાજા ને સામે ચાલી ને યુદ્ધ માં ઉતરવું પડ્યું. જ્યારે મેવાડ ની માઠી હાલતી હતી ત્યારે આ ભડવીર એની સામે પડ્યો અને ક્યારેય કોઈ ની સામે ઝુક્યો નહિ.

આ વીર પુત્ર ના વખાણ કરતા રાજભા ગઢવી એ ગાયું છે કે.....

માં એડા પુત્ર જેણે જણ્યો રાણ પ્રતાપ, અકબર હુતો ઉદ્રકે અને જાણે સીરા ને શાપ.....

હે જગત જનની, હે જોગમાયા, હે ભારત વર્ષ ની શક્તિ તારે જો દીકરાને જન્મ આપવો હોય તો રાણા પ્રતાપ ને જન્મ આપજે કે અકબર ને ત્રણ - ત્રણ પથારી જીવન માં ફેરવવી પડતી હોય ત્યારે એને સવાર પડે...એવો પ્રતાપ જેને પચીસ પચીસ વરહ આપણા હિન્દૂ ધર્મ ને બચાવવા માટે પરિવાર સાથે અરવલ્લી ના પહાડો પર અને કૂળ એ આઝાદી ચહે તને લાખ કરું મનવાર, આધો તૃણ ચેતક ચરે અને આધે મેં પરિવાર.....

***