Jindagina Sathvare books and stories free download online pdf in Gujarati

જિંદગીના સથવારે.... - જીંદગી ના સથવારે.....

સાંજના લગભગ સાતેક વાગ્યા નો ડંકો પડ્યો હશે ,ઢળતી સાંજનો સૂરજ જવાની જીદ્ પકડીને બેઠો હોય અને સામે જીદ્ નો પડકારો મારતી સઁધ્યા પણ કહેતી કે આજનો વિસામો તો અહીં જ કરવો પડશે....કદાચ સૂરજ ના જવાના વિરહ માં જ ગુસ્સામાં લાલચોળ થઈને બેઠી હોય એવૂ લાગતૂ હતૂ......શહેરનો અંતભાગ એટલે બાજૂમાં નદી પણ ખરી, એ નદી પણ સૂરજ-સઁધ્યાની મીઠી તકરાર જોઈને રાજીના રેળ થતી હોય એમ ખળખળ વહેતી હોય એમ લાગતૂ હતૂ..... એવા માં પંક્તિએ મકાન ના ઉપરના ઓરડાની બારીમાંથી આછેરી નજર પાડેલી, કોઈ પવન ના એકાદ જોંકામાં પડી જાય એવા પાતળા દેહનો કોઈ માણસ એ ઢળતી સાંજમાં ચાલ્યો આવતો હોય એવુ લાગ્યૂ.... પણ એને નજરઅંદાજ કરીને પંક્તિ પોતાના કામે લાગી ગઈ. અંદાજીત સતર વર્ષ ની ઉંમરે પહોંચેલી માં વગરની પંક્તિ પોતાની નાની બહેન ખૂશીને homework કરાવવાની સાથે સાથે સા઼ંજની રસોઈ બનાવવા લાગી.... પિતા મનીષભાઈ ખૂશીને ટપોરતા ની સાથે સાથે ટેલિવિઝન પર સમાચાર નિહળી રહ્યા હતા અને નાનકડી ખૂશી આખા દિવસ માં શાળામા બનેલી ઘટના ની કાલીવાલી વાતો વાગોળતી પોતાનૂ homework કરી રહી હતી.એવામાં અચાનક doorbell વાગવાનો અવાજ આવ્યો.પંક્તિએ જઇને દરવાજો ખોલ્યો,જોયૂ તો એ પેલી વખત નજરે પડેલો ચહેરો,,,,.
મનીષભાઈ એ પુછ્યૂ કોણ છે,, પંક્તિએ કહ્યુ કોક અજાણ છે...સાંભળીને તરત જ મનીષભાઇ બહાર આવ્યા,, પણ એ તો પેલા એકવાર એ વ્યક્તિને મળી ચૂકેલા,,,, એ વ્યક્તિ પસ્તી- ભંગારવાળો હતો. પણ આની પેલા એ જ્યારે આવેલો ત્યારે મનીષભાઈએ થોડા અખબાર ચોપડા આપેલા, પણ સાંજના આઠ વાગ્યે કોઈ પસ્તી વાળો દરવાજો ખટખટાવે એટલે નવાઈ તો લાગવાની જ . મનીષભાઈએ આવવાનૂ કારણ તાત્પર્ય થી પૂછ્યૂ.. પેલાએ જવાબ આપ્યો ," ગઈ વખતે એક બૂક તમે પાછી લઈ લીધેલી" મનીષભાઈ એ ધીમૂ હાસ્ય સાર્યૂ સાથે પૂછ્યૂ , તૂ ઈ બૂક લેવા માટે અત્યારે અહી આવ્યો....!!! પણ એ બૂક તો મનીષભાઈ માટે પણ એટલી જ મહત્વ ની હતી કેમ કે એ બૂક એમના મોટા દીકરા રાહીલ ની M.B.Aની બૂક હતી. પણ સામે એ પેલા પસ્તીવાળા ને શુ કામની એ પૂછ્યૂ..સામેથી જવાબ આવ્યો , સાહેબ, મારા પિતા હૂ ૭ વર્ષ નો હતો ત્યારથી જ દૂનિયા છોડી ચૂકેલા, એટલે ભણવા માટે ખાસ મૂડી ન મળેલી,,, એટલે મે આ પસ્તીમાં મળેલા ચોપડામાંથી વાંચીને ભણતર પૂરૂ કર્યૂ છે સાહેબ......સાંભળીને મનીષભાઈનૂ હ્રદય દ્રવી ઉઠ્યૂ એને પેલા પસ્તિવાળાને અંદર આવવાકહ્યૂ , અને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એ બૂક નહી આપી શકે, પસ્તિવાળા પર તો જાણે પહાડ તૂટી પડયો હોય એવૂ લાગ્યૂ.
એને મનીષભાઈને આજીજી કરી કે એ બૂક ૨-૩ દિવસમા પરત કરી દેશે..એવામા પાછળ ઓરડામાં વાંચન કરતો રાહીલ આ બંનેની વાતચીત સાંભળી રહ્યો હતો ... એને આવીને પેલાને પોતાની બૂક આપી દીધી અને એ વખતે પેલા પસ્તિવાળાના ચહેરા પરની ખૂશી જાણે એ જ ઘડીની રાહ જોતી બેઠી હશે એવૂ લાગતૂ હતૂ..... એ તો એ બૂક લઈને પોતાના ઘર તરફ હરખાતો ઉછળતો રવાના થઈ ગયો.....
કહેવાનો અર્થ એટલો કે,,, જેને એની મંઝીલ નક્કી છે એેને રસ્તાની રાહ નથી હોતી...જિંદગીમા તકલીફ ગમે તેટલી હોય ,ક્યારેય હતાશ ન થવૂ કેમ કે ચળકતા તડકા થી ભડકીને આ સમુદ્ર સૂકાવાનૂ નામ નથી લેતા......પોતાના લ&ય માટે ગાંડાના નામે એળખાતા પાગલ જ ઈતિહાસ રચે છે,બાકી સમજદાર માણસો તો માત્ર એની કહાની વાંચીને જ આગળ વધતા હોય છે.... જીવન મા ક્યારેય ગભરાવૂ નહી કેમ કે જીતી ગયા તો ખૂશી મળશે અને હારી ગયા તો સીખ મળશે..... ઠોકરો તો દરેક માણસ ખાતો હોય છે ,ફર્ક માત્ર એટલો છે કે કેટલાક ઠોકરો ખાઈને ભા઼ંંગી પડે છે અને કેટલાક ઠોકરો ખાઈને ઈતિહાસ રચી નાખે છે,,, જિંદગી હંમેશા બિજી તક આપે છે જેને આવતી કાલ કહેવાય છે...રાહ જોવા બેસીએ તો જિ઼ંદગી પણ ટુંકી પડશે કેમ કે આ જિંદગી આપણે વિચારીએ છીએ એના કરતા ઘણી તેજ ભાગતી હોય છે.
ક્યારેક આપણે આપણી જ જિંદગી કંટાળીએ છીએ પણ સાહેબ દૂનિયા ના કોઈક ખૂણે એ જ જિંદગી જીવવાના સપના જોતો એકાદ બંદો આંસૂ સારતો હશે. ઘરના ફળીયામા ઉભેલૂ નાનુ બાળક પાઈલોટ બનવાના સપના જોવે છૈ,પણ પેલો વિમાન ઉડાવનારો પાઈલોટ એ જ સમયે પોતાના પરીવારને યાદ કરતો મોં વિલુ કરીને બેઠો હશે....રાતે સિક્ચોરીટીની જરૂર માત્ર નેતા લોકો ને જ રહે છે બાકી ખૂલ્લા ફળીયામા સૂતેલા ગરીબ બાળકોને કોઈના ડર નથી હોતા.....
जिॅदगी बहुत कूछ सिखाती है,,,,
कभी हॅसाती तो कभी रूलाती है||||||
खुदा से ज्यादा कीसी पर भरोसा मत करो,,,
क्युकी अॅधेरे मे तो परछाई भी साथ छोड जाती है|